ભારતીય ક્રિકેટર પૃથ્વી શો પર સોશિયલ મીડિયા પ્રભાવક સપના ગિલ દ્વારા લગાવવામાં આવેલા આરોપોને મુંબઈ પોલીસે ખોટા અને પાયાવિહોણા જાહેર કર્યા છે. પોલીસે સોમવારે મુંબઈની અંધેરી કોર્ટમાં મેજિસ્ટ્રેટની સામે તેમનું નિવેદન આપ્યું હતું, જેમાં તેમણે કહ્યું હતું કે સપના ગિલ દ્વારા ભારતીય ક્રિકેટર પર લગાવવામાં આવેલા શોષણના આરોપો ખોટા હોવાનું જાણવા મળ્યું છે. જણાવી દઈએ કે આ વર્ષે ૧૫ ફેબ્રુઆરીએ સપના ગિલે પૃથ્વી શો પર પબમાં તેનું શોષણ કરવાનો આરોપ લગાવ્યો હતો. ગિલની ફરિયાદ બાદ જ્યારે મુંબઈ પોલીસે પૃથ્વી શો વિરુદ્ધ એફઆઈઆરદાખલ ન કરી ત્યારે તેણે મુંબઈની અંધેરી મેજિસ્ટ્રેટ કોર્ટનો સંપર્ક કર્યો હતો. સપનાના વકીલ અલી કાશિફ ખાને અંધેરી કોર્ટમાં…
Author: Shukhabar Desk
પીએમ નરેન્દ્ર મોદીના પોઝિટિવ ઓરાથી આપણે બધા જ પરિચિત છીએ, કારણ કે તેઓ જ્યાં પણ જાય છે ત્યાં ત્યાં તેઓ બધાને પોતાના બનાવીને તેમનું સારૂ કરતા જ જાય છે. પણ એક ઉદ્યોગપતિ માટે તો પીએમમોદી લકી ચાર્મ સાબિત થયા છે. વિશ્વના સૌથી અમીર ઉદ્યોગપતિમાં જેની ગણતરી થાય છે એવા ઈલોન મસ્ક જ્યારે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળી રહ્યા હતા એ જ સમયે તેમની ઈવીકંપનીના શેર રોકેટની ઝડપે ઉપર જઈ રહ્યા હતા. આ બેઠક ભારતમાં ટેસ્લાના ભવિષ્ય વિશેની હતી અને હવે એના પર હવે ખુદ ઈલોન મસ્કે મંજૂરીની મહોર મારી દીધી છે. આવી પરીસ્થિતિમાં પીએમ મોદી મસ્ક માટે લકી ચાર્મ…
ગયા અઠવાડિયે ભારતના પીએમ નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ જાે બાયડન દ્વારા આપવામાં આવેલા સંયુક્ત નિવેદનને લઈને પાકિસ્તાનમાં હોબાળો મચી ગયો છે. આ નિવેદનમાં બંને દેશોએ તમામ આતંકવાદી સંગઠનો સામે કડક કાર્યવાહી કરવાની અપીલ કરી છે. જેમાં પાકિસ્તાનથી ચાલતા અનેક આતંકી સંગઠનોના નામ સામેલ છે. અહેવાલ મુજબ પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે કહ્યું, અમેરિકાએ પાકિસ્તાન વિરુદ્ધ ભારતના રાજકીય રીતે પ્રેરિત અને પાયાવિહોણા દાવાઓને પ્રોત્સાહન આપતા નિવેદનોથી દૂર રહેવું જાેઈએ. પાકિસ્તાનના વિદેશ કાર્યાલયે કહ્યું કે, આ સંયુક્ત નિવેદનમાં ‘એકતરફી અને ભ્રામક’ સંદર્ભો ટાંકવામાં આવ્યા છે.પીએમ મોદીની યુએસ મુલાકાત દરમિયાન સંયુક્ત નિવેદનમાં, બંને દેશોએ તેના તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓમાં આતંકવાદ અને હિંસક ઉગ્રવાદની નિંદા…
ભારતમાં પાંચમી ઓક્ટોબરથી રમાનારા આઈસીસીવન ડે વર્લ્ડકપના કાર્યક્રમ અંગેની ક્રિકેટ ચાહકોની ઈંતેજારીનો અંત આવ્યો છે. આજે મુંબઈમાં યોજાયેલી આઈસીસીની ઈવેન્ટમાં મેન્સ વનડે ક્રિકેટ વર્લ્ડ કપના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી છે. આઈસીસીએ વન-ડેવર્લ્ડ કપ ૨૦૨૩નું સંપૂર્ણ શેડ્યૂલ જાહેર કર્યું છે. આ ટુર્નામેન્ટ ભારતમાં ૫ ઓક્ટોબરથી ૧૯ નવેમ્બર સુધી રમાશે. ભારત-પાકિસ્તાન વચ્ચે ૧૫ ઓક્ટોબરે અમદાવાદમાં મેચ રમાશે. વન-ડેવર્લ્ડ કપ ૫ ઓક્ટોબરથી ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ મેચથી શરુ થશે. પ્રથમ મેચ અમદાવાદના મેદાન પર જ રમાવાની છે. ફાઈનલ મેચ પણ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ૧૯મી નવેમ્બર રમાશે. હવે વર્લ્ડ કપ શરુ થવાને ૧૦૦ દિવસ જ બાકી છે. વર્લ્ડકપ ૨૦૨૩માં રમાવનારી ભારતની તમામ…
સાઉથ એક્ટર પ્રભાસ અને કૃતિ સેનની ફિલ્મ આદિપુરુષને લઈને વિવાદ ચાલુ છે. ફિલ્મના વીએફએક્સને લઈને પણ મેકર્સે ઘણી ટિકાઓનો સામનો કરવો પડ્યો છે. ફિલ્મના ડાયલોગ અને સ્ટાર્સના કોસ્ટ્યૂમ પણ વિવાદમાં રહ્યા છે. રાવણનું લુક પણ વિવાદમાં રહ્યું છે. વધતા વિવાદ બાદ મેકર્સે ફિલ્મના ડાયલોગ પણ બદલી નાખ્યા છે. આ વચ્ચે હવે રામાનંદ સાગરની રામાયણ ફરી ચર્ચામાં આવી ગઈ છે.રામાયણ શો માં કામ કરી ચૂકેલા એક્ટર્સે પણ આદિપુરુષની ખૂબ ટિકા કરી છે. હવે આદિપુરુષના વિવાદ વચ્ચે ખબર છે કે, રામાયણને ફરી એક વખત ટીવી પર પ્રસારિત કરવામાં આવશે. ચાહકો તેને લઈને ખૂબ જ એક્સાઈટેડ છે. અરુણ ગોવિલ અને દીપીકા ચીખલિયાના રામાયણને…
દેશમાં ચોમાસું સક્રિય થતાં જ ઘણા રાજ્યોમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જાેવા મળી રહ્યું છે. મેદાની વિસ્તારોથી લઈને પહાડી વિસ્તારોમાં વરસાદની ગતિવિધિ જાેવા મળી રહી છે. પહાડો પર વરસેલો વરસાદ આફત લઈને આવ્યું છે. તો હિમાચલમાં અચાનક આવેલા પૂર અને ભુસ્ખલનના કારણે ચંડીગઢ-મનાલી નેશનલ હાઈવે બ્લોક થઈ ગયો છે, જેના કારણે સેંકડો મુસાફરો મંડીમાં ફસાયા છે. ભુસ્ખલન અને પૂરના કારણે ૭૦ કિલોમીટર લાંબા મંડી-પંડોહ-કૂલ્લુ માર્ગ સંપૂર્ણ પ્રભાવિત થયો છે. જ્યારે ઉત્તરાખંડમાં પણ મેઘરાજાનું તાંડવ જાેવા મલ્યું છે. અહીં વરસાદના કારણે ભુસ્ખલનની ઘટનાઓ સામે આવી છે, જેના કારણે ઘણા રસ્તાઓ બંધ થઈ ગયા છે. ઉપરાંત ગંગા સહિત અનેક નદીઓમાં પાણીનું સ્તર વધ્યું…
હવે જૂન મહિનો પુરો થવા આવ્યો છે અને જૂલાઈ મહિનાની શરુઆતથી નવા નિયમો લાગુ થવા જઈ રહ્યા છે. આવામાં દરેક વખતની જેમ આ વખતે પણ કેટલાક નિયમોમાં ફેરફાર આવી રહ્યો છે. જેમાં રસોઈગેસ, કોમર્શિયલ ગેસ, સીએનજી- પીએનજી સહિત કેટલીક ચીજાેના નવા ભાવ અને નિયમોમાં ફેરફાર થવાનો છે. જુલાઈ મહિનાથી આ ફેરફારના કારણે સામાન્ય જનતા પર તેનો બોજ પડશે. દેશની સરકારી તેલ કંપનીઓની દર મહિને એલપીજી ગેસની કિંમત નક્કી કરવામાં આવે છે અથવા તેમા સુધારો કરવામાં આવે છે. આ વખતે પણ ૧ તારીખે એલપીજી ગેસની કિંમતમા ફેરફાર થવાની સંભાવના રહેલી છે. મે અને એપ્રિલ દરમ્યાન ૧૯ કિલોનો કોમર્શિયલ વપરાશવાળા ગેસ સિલેન્ડરની…
પંચાયત ચૂંટણી પહેલા પશ્ચિમ બંગાળમાં હિંસાના બનાવો જાેવા મળ્યા હતા. કૂચબિહારના દિનહાટામાં મુખ્યમંત્રી મમતા બેનર્જીની રેલીના એક દિવસ બાદ અહીં હિંસા ફેલાઈ હતી. સુત્રોના જણાવ્યા અનુસાર, અહીં ટીએમસીના બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી. આ દરમિયાન ટીએમસીના એક કાર્યકરનું ગોળી વાગવાના કારણે મોત પણ થયું હતું. સાથે અનેક કાર્યકર્તાઓ ઘાયલ થયાના અહેવાલો અમલી રહ્યા છે.બંગાળમાં ૮મી જુલાઈએ પંચાયત ચૂંટણી માટે મતદાન થવાનું છે. મતદાન પહેલા નોમિનેશન દરમિયાન રાજ્યભરમાંથી હિંસાના અહેવાલો આવી રહ્યા છે. હિંસાની આ ઘટનાઓમાં એક વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. મળતી માહિતી અનુસાર, આજે સવારે દિનહાટાના જરીધલ્લામાં આ હિંસા ફેલાઈ હતી. અહીં બે જૂથો સામસામે આવી ગયા હતા.…
કેજરીવાલના બંગલાના રિનોવેશનના ખર્ચનું કેગ ઓડિટ કરશે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર વધુ એક મુસીબત આવી છે. કેજરીવાલના બંગલાના રિનોવેશન માટે કરાયેલા ખર્ચના કેગઓડિટ કરાશે. એલજીની ભલામણ બાદ કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા કેગ ઓડિટ કરાવવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. અગાઉ મુખ્યમંત્રી કેજરીવાલના સત્તાવાર નિવાસસ્થાન પર થયેલા ખર્ચને લઈને એક સ્ટિંગ ઓપરેશન સામે આવ્યું હતું. મીડિયા દ્વારા કરાયેલા આ સ્ટિંગ ઓપરેશનમાં જણાવવામાં આવ્યું હતું કે, મુખ્યમંત્રીના નિવાસસ્થાનમાં ૮-૮ લાખ રૂપિયાનો એક પડદો લગાવવામાં આવ્યો છે. દરમિયાન દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલના સત્તાવાર બંગલાના પુનઃનિર્માણમાં થયેલી ગેરરીતિઓ અને ઉલ્લંઘનોનું કેગવિશેષ ઓડિટ કરશે. ભારતના કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (કેગ) દિલ્હીમાં ૬-ફ્લેગ સ્ટાફ રોડ, સિવિલ…
નોબેલ એવોર્ડ વિજેતા અને લિથિયમ-આયન બેટરીના ઉત્પાદક વૈજ્ઞાનિક પ્રોફેસર જ્હોન બી ગુડએનફનું નિધન થયું હતું. તેઓ ૧૦૦ વર્ષે દુનિયાને અલવિદા કહી છે. તેઓ ટેક્સાસ યુનિવર્સિટીમાં એન્જિનિયરિંગના પ્રોફેસર તરીકે કાર્યરત હતા. પ્રો. જ્હોન બી ગુડએનફને વિશિષ્ટ લિથિયમ-આયન બેટરી, રિચાર્જેબલ પાવર સોર્સના નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન માટે રસાયણ વિજ્ઞાન ૨૦૧૯ નોબેલ એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ સ્ત્રોત સૌથી આધુનિક પોર્ટેબલ ટેક્નિકલ સાધનો સાથે ઇલેક્ટ્રીક અને હાઇબ્રિડ કારોને શક્તિ પ્રદાન કરે છે. તેઓ લિથિયમ-આયન બેટરી પર ઓક્સફોર્ડ યુનિવર્સિટીના પ્રયોગમાં લાંબા સમય સુધી શોધ કરે છે. ત્યારપછી ૧૯૮૦ માં સ્માર્ટફોન, લેપટોપ અને કમ્પ્યુટરના વિકાસની મંજૂરી મળી. હતી. જીવરક્ષક દવાઓમાં પણ તેમના બેટરિયન્સનો ઉપયોગ થતો હતો.…