જિલ્લામાં છેલ્લા થોડા દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. જિલ્લાના તમામ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જાેકે સૌથી વધુ વરસાદ વલસાડના ઉમરગામમાં નોંધાયો છે. ઉમરગામમાં ૨૪ કલાકમાં સોમવારે પાંચ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે રવિવારે સાત ઇંચથી વધુ વરસાદ ખાબક્તા શહેરી વિસ્તારમાં જનજીવન પ્રભાવિત થયું છે. પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોમાં ખુશી છે. વરસાદને માણવા માટે લોકો આનંદથી ઝૂમી ઉઠ્યા છે. આ વરસાદી મહોલમાં ઉમરગામના આહું ગામમાં વરસતા વરસાદમાં સરસ દ્રશ્યો જાેવા મળ્યા હતા. જ્યાં મેદાનમાં પાણી ભરાઈ ગયું હોવા છતાં પણ બાળકો પાણીમાં ક્રિકેટ રમવામાં મસ્ત જાેવા મળ્યા હતા. વલસાડના આહું ગામમાં પણ ભારે વરસાદ નોંધાયો છે. ગામના ખેતરો અને…
Author: Shukhabar Desk
જુનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકાના ચણાકા ગામમાં વહુની હત્યા કરનારા સસરાને પોલીસે ઝડપી લીધા હતા અને પૂછપરછમાં તેમણે ચોંકાવનારો ખુલાસો કરતાં જણાવ્યું હતું કે, ૨૦૧૭માં તેમના દીકરા જયેશ માંડવીયાનું વિજ કરંટના કારણે મોત થયું હતું, જે બાદ તેમના વીમાની ૧૦ લાખની રકમ તેમની પત્ની રસીલાબેનને મળી હતી. રસીલાબેન ગામમાં જ રહેતા ભાવેશ ડોબરિયાના ખેતરમાં કામ કરવા જતા હતા. તેઓ વીમાના ૧૦ લાખ રૂપિયા તેની પાછળ વાપરી નાખશે તેવી આરોપી શંભુભાઈ માંડવીયાને આશંકા હતી. જે બાદ તેમણે તેમના મિત્ર દુર્લભ વઘાસિયા સાથે મળીને રસીલાબેનને માથાના ભાગે લાકડીના ભાગે ફટકા માર્યા હતા અને દુપટ્ટાથી ગળે ટૂંપો આપ્યો હતો. જેના કારણે તેમને ગંભીર ઈજા…
શહેરના ચાંદખેડા વિસ્તારમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં પત્ની ભાગી જતાં પતિએ પોતાના જૂના મિત્ર પર શંકા રાખી પહેલા તેનું અપહરણ કર્યું હતું અને બાદમાં સૂમસાન જગ્યા પર લઈ જઈ ઢોરમાર મારી તેને લૂંટી લીધો હતો. પીડિત પ્રદીપસિંહે શનિવારે જમીન દલાલ તરીકે કામ કરતાં ભાઈ ધર્મેન્દ્રસિંહ ઝાલાને ફોન કરીને બે ગાડીમાં સવાર શખ્સો તેનો પીછો કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું, જેના પર તેને કેશલ એપાર્ટમેન્ટ પાસે જવા કહ્યું હતું. ધર્મેન્દ્રસિંહ ત્યાં પહોંચે તે પહેલા જ પોદાર સ્કૂલ પાસે તેણે કેટલાક લોકોની ભીડ જાેઈ હતી. ત્યાં જઈને તેણે પૂછતાં લાકડીઓ લઈને આવેલા આઠથી દસ શખ્સો ધાકધમકી આપી બળજબરીથી પ્રદીપસિંહને…
વસ્ત્રાપુરના ટ્રાવેલ એજન્ટે અમદાવાદના પરિવારને વિશ્વાસમાં લઈ લાખો રૂપિયા પડાવી લીધા છે. પ્રાપ્ત થતી વિગતો પ્રમાણે વસ્ત્રાપુરના ટ્રાવેલ એજન્ટે સૌથી પહેલા તો છાપામાં પોતાના કંપનીની જાહેરાત છપાવી હતી. ત્યારપછી સામેથી એક પરિવારે ગુજરાતી અખબારમાં આ જાહેરાત વાંચીને તેમાં ફોન કર્યો હતો. આ ફોન કોલ આવતાની સાથે જ ટ્રાવેલ એજન્ટે પોતાની ગેમ શરૂ કરી દીધી હતી. વિવિધ દેશોમાં મોંઘી હોટલોમાં સ્ટે અને ટૂર પેકેજના ડિસ્કાઉન્ટની કહી તેણે લાખો રૂપિયાની ફી વસૂલ કરી લીધી હતી. જાેકે પરિવારે સાવચેતી રાખી ક્રોસ ચેક કરતા ભાંડો ફૂટ્યો હતો અને મોટુ કૌભાંડ કરે એ પહેલા જ તેની સચ્ચાઈ સામે આવી ગઈ હતી. મેમનગરના બિઝનેસમેન આશીષ રાવલે…
અમદાવાદ સહિત રાજ્યમાં ચોમાસાનું વિધિવત આગમન થઈ ગયું છે. આ દરમિયાન શાકમાર્કેટમાં આદુ, લીલા મરચા અને કોથમીરના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે. હોલસેલ માર્કેટમાં બેંગ્લોરી આદુનો ભાવ ૨૦૦ થી ૨૨૦ રૂપિયા કિલો પહોંચ્યો છે, જ્યારે સતારા આદુનો ભાવ હોલસેલ માર્કેટમાં ૧૬૦ થી ૧૭૦ રૂપિયા કિલો છે. રિટેઇલમાં આદુનો ભાવ રૂ. ૨૪૦ થી ૩૦૦ સુધી પહોંચ્યો છે. લીલા તીખા મરચાનો ભાવ હોલસેલ માર્કેટમાં સૌથી ઊંચો નોધાયો છે. હોલસેલ માર્કેટમાં લીલા તીખા મરચા નો ભાવ ૧૦૦ જ્યારે રિટેઇલ માર્કેટમાં ૧૫૦ સુધી પહોંચ્યો છે. કોથમીરનો ભાવ પણ પ્રતિ કિલો રૂ ૮૦ થી ૧૦૦ સુધી પહોંચ્યો છે. જેના ટામેટા બાદ આદુ, કોથમીર, મરચાના ભાવમાં…
ટીમ ઈન્ડિયાના મુખ્ય પસંદગીકાર ચેતન શર્માએ થોડા મહિના પહેલા જ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધુ હતું. તેમના રાજીનામાં બાદ શિવ સુંદર દાસ બીસીસીઆઈના વચગાળાના મુખ્ય પસંદગીકાર તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે. જાે કે હવે બીસીસીઆઈટૂંક સમયમાં જ નવા મુખ્ય પસંદગીકારના નામની જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે. મુખ્ય પસંદગીકારની રેસમાં અજીત અગરકરનું નામ સૌથી આગળ છે. પૂર્વ ભારતીય ઓલરાઉન્ડર અજીત અગરકર મુખ્ય પસંદગીકાર તરીકે જવાબદારી સંભાળી શકે છે. ટીમ ઈન્ડિયાના મુખ્ય પસંદગીકાર પદની રેસમાં અજીત અગરકરનું નામ સૌથી આગળ છે. હાલમાં શિવ સુંદર દાસ બીસીસીઆઈના વચગાળાના મુખ્ય પસંદગીકારની જવાબદારી સંભાળી રહ્યા છે પરંતુ ટૂંક સમયમાં બીસીસીઆઈનવા મુખ્ય પસંદગીકારની જાહેરાત…
જેલમાં સળિયા પાછળ રહેલા ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ એક સનસનીખેજ ખુલાસો કર્યો છે. લોરેન્સ બિશ્નોઈ કહે છે કે રાજકારણીઓ અને ઉદ્યોગપતિઓ તેમને ધમકીભર્યા ફોન કરવાને બદલે પૈસા આપે છે. આવું એટલા માટે કરવામાં આવે છે જેથી આ નેતાઓ અને વેપારીઓને પોલીસ સુરક્ષા મળી શકે. હકીકતમાં, બિશ્નોઈ એપ્રિલમાં નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)ની કસ્ટડીમાં હતો. એનઆઈએએ ખાલિસ્તાની સંગઠનોને ફંડિંગ સંબંધિત એક કેસમાં બિશ્નોઈની પૂછપરછ કરી હતી.લોરેન્સ બિશ્નોઈ કોંગ્રેસ નેતા અને ગાયક સિદ્ધુ મુસેવાલાની હત્યાનો મુખ્ય આરોપી છે. હાલ તે ભટિંડા જેલમાં બંધ છે. જાણવા મળ્યું છે કે એનઆઈએએ લોરેન્સ બિશ્નોઈની પૂછપરછ કર્યા બાદ મળેલી માહિતી કેન્દ્રીય ગૃહ મંત્રાલયને આપી છે. એનઆઈએની પૂછપરછમાં બિશ્નોઈએ…
ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીના હાઈએસ્ટ પેઈડ એક્ટર કોણ છે? વર્ષોથી આ પ્રશ્નના જવાબમાં ક્યારેક અક્ષય કુમારનું તો ક્યારેક સલમાન ખાનનું તો ક્યારેક શાહરુખ ખાનનું નામ સામે આવતુ રહ્યુ છે પરંતુ આ વખતે નહીં. કેમ કે આ વખતે સાઉથ એક્ટરે બોલીવુડના તમામ સુપરસ્ટાર્સને પાછળ મૂકી દીધા છે. તેઓ માત્ર સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જ નહીં પરંતુ સમગ્ર ભારતના હાઈએસ્ટ પેઈડ એક્ટર બની ગયા છે. મળતી માહિતી અનુસાર થલાપતિ વિજય હવે ભારતના સૌથી વધુ ફરી લેનાર એક્ટર બની ગયા છે. બે વર્ષ પહેલા વિજય પોતાની ફિલ્મો માટે ૧૦૦ કરોડ રૂપિયાની ફી લઈ રહ્યા હતા પરંતુ હવે તેમણે પોતાની ફી બમણી કરી દીધી છે. તેઓ…
સોમવારે વિદેશ યાત્રાથી પાછા ફર્યા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સાથે મણિપૂર મુદ્દે ચર્ચા કરી હતી. આ સમયે મણિપૂરમાં રાષ્ટ્રપતી શાસન લાગૂ કરવાથી માંડીને રાજ્યપાલ અનસૂયા ઉકેઇની બદલી અને આવતા મહિનામાં એટલે કે જૂલાઇમાં સરકાર અને સંગઠનમાં મોટા ફેરબદલ કરવા અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મણિપૂર બાબતે જલ્દી જ સરકાર એક્શન મોડમાં દેખાશે. આવતા મહિને કેન્દ્ર સરકાર અને ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં મોટા બદલાવ જાેવા મળશે. કેટલાંક રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને કારણે ફેરબદલ તો ઘણી જગ્યાએ નવી નિમણૂંકો થઇ શકે છે. પ્રાપ્ત વિગતો અનુસાર અમેરિકા અને ઇજિપ્તના પ્રવાસ બાદ ભારત પાછા ફરેલા…
અંતરિક્ષ યાત્રીના પેશાબ-પરસેવાને પીવાના પાણીમાં રૂપાંતરિત કરવામાં સફળતા અમેરિકન સ્પેસ એજન્સી નાસાને એક મોટી સફળતા મળી છે. નાસાએ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં રહેતા અંતરિક્ષ યાત્રીના લગભગ ૯૮% પેશાબ અને પરસેવાને પીવાના પાણીમાં રૂપાંતરિત કરવામાં મોટી સફળતા હાંસલ કરી છે. સ્પેસ સ્ટેશન પરના દરેક અવકાશયાત્રીને પીવા, રસોઈ અને સફાઈ માટે દરરોજ એક ગેલન પાણીની જરૂર પડે છે. અંતરિક્ષ યાત્રીઓએ આ શોધ માટે એ પ્રણાલીઓનો ઉપયોગ કર્યો છે જે એન્વાયરોમેન્ટ કંટ્રોલ એન્ડ લાઈફ સપોર્ટ સિસ્ટમ (ઈસીએલએસએસ) નો હિસ્સો છે. ઈસીએલએસએસજે હાર્ડવેરથી બનેલું છે તેમાં વોટર રિકવરી સિસ્ટમ સામેલ છે. જે ગંદા પાણીને એકત્ર કરીને વોટર પ્રોસેસર એસેમ્બલીમાં મોકલે છે. પછી પીવાલાયક પાણીનું ઉત્પાદન…