કેન્દ્ર સરકારે એક મોટો ર્નિણય લીધો છે. હવેથી જન્મ અને મૃત્યુના રજિસ્ટ્રેશન માટે આધાર ઓથેન્ટિકેશનને મંજૂરી આપી દેવામાં આવી છે. રજિસ્ટ્રાર જનરલ ઓફ ઈન્ડિયાના ઓફિસને આ મામલે આધારના ડેટાબેઝના ઉપયોગની મંજૂરી આપી દેવામાં આવી છે. જેનાથી હવે રજિસ્ટ્રેશન માટે આધારકાર્ડ આપવાની જરૂર નહીં રહે. અહેવાલ અનુસાર ગૃહ મંત્રાલયે એક ગેઝેટ નોટિફિકેશન જાહેર કરી હતી અને તેમાં જણાવ્યું હતું કે રજિસ્ટ્રાર જનરલના કાર્યાલયની સાથે સાથે વસતી ગણતરી કમિશનર પર આ પ્રકારના રજિસ્ટ્રેશન કે નોંધણી માટે આધાર ઓથેન્ટિકેશન ને સ્વીકારે. તેની પાછળ સરકારનો ઉદ્દેશ્ય સેવાઓ સુધી શ્રેષ્ઠ પહોંચ અને જીવનને સરળ બનાવવાનો છે જેના માટે ભારતીયોને શ્રેષ્ઠ રહેણીકરણી મળી શકે. જન્મ અને…
Author: Shukhabar Desk
દિલ્હીનું ૬૩ વર્ષ જૂનું મિની પ્રાણી સંગ્રહાલય હરણ પાર્ક હવે બંધ થવા જઈ રહ્યુ છે. કેન્દ્રના અધિકારીઓએ ડિયર પાર્કની માન્યતા રદ કરી દીધી છે. જે બાદ હવે ત્યાં હાજર હરણોને રાજસ્થાન અને દિલ્હીના જંગલોમાં છોડવાનો ર્નિણય કરવામાં આવ્યો છે. પાર્કની માન્યતા રદ કરવાનું કારણ ઝડપથી વધતા પ્રાણીઓની સંખ્યા અને મેન પાવરની અછતને ગણાવાયુ છે. પાર્કની માન્યતા રદ કરવાનો આદેશ પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલયના અંતર્ગત આવતા સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી (સીઝેડએ) એ જાહેર કર્યો છે. આ પાર્કમાં ૧૯૬૦ના દાયકામાં છ હરણ લાવવામાં આવ્યા હતા. સમય સાથે હવે તેની સંખ્યા લગભગ ૬૦૦ થઈ ગઈ છે. સીઝેડએએ ૮ જૂને ડિયર પાર્કની મિની…
શેર માર્કેટમાં રોકાણ કરીને અમીર બનવાનું સપનું ઘણાં લોકો જાેતા હોય છે. મધ્યમવર્ગના લોકો ખાસ કરીને શેરબજારમાં રોકાણ કરીને વધારાની ઈનકમ જનરેટ કરવા માગતા હોય છે. આ દરમિયાન તેઓ જાે બજાર વિશે વધારી જાણકારી ન હોય તો એક્સપર્ટ્સ પાસેથી ટિપ્સ મેળવીને પૈસા કમાવવાનો પ્રયાસ કરે છે અને આવા લોકો ખાસ કરીને કૌંભાડીઓના જાળમાં ફસાઈ જાય છે. તાજેતરના એસએમએસ સ્ટોક ટિપ કૌભાંડે ભારે ચર્ચા જગાવી છે. જેનો માસ્ટર માઈન્ડ બીજાે કોઈ નહીં પણ ગુજરાતનો જ હનીફ શેખ નામનો વ્યક્તિ છે. અહેવાલ અનુસાર તે ૧૫૦૦ કરોડ રૂપિયાનું કૌભાંડ કરીને વિદેશ નાસી ગયો હોવાની માહિતી મળી છે. તે હાલમાં દુબઈમાં હોવાનું મનાય છે…
મધ્યપ્રદેશમાં એક ભયકંર માર્ગ અકસ્માતની ઘટનાના અહેવાલ મળી રહ્યા છે જેમા એક મહિલા ત્રણ બાળકો સહિત પાંચ લોકોના મોત થયા છે. આ ઉપરાંત કેટલાક લોકો ઘાયલ થયા છે જેને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મધ્યપ્રદેશમાં ફરી એકવાર મોટો રોડ અકસ્માત થયો છે. રાજ્યના દતિયા જિલ્લામાં એક ટ્રક વાહન નદીમાં પલટી જતા ૩ બાળકો એક મહિલા સહિત ૫ લોકોના મોત થયા છે. જ્યારે અનેક લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. અકસ્માતના સમાચાર મળતા જ પોલીસ અને પ્રશાસનની ટીમ ઘટનાસ્થળે હાજર પહોંચી ગઈ છે. હાલ રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. આ સમગ્ર ઘટના દતિયાના દુરસાડા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના બુહારા…
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે સમાન નાગરિક સંહિતા અંગે નિવેદન આપ્યા બાદ ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે તાત્કાલિક બેઠક બોલાવી. યુનિફોર્મ સિવિલ કોડના મુદ્દે ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડની આ મીટિંગ લગભગ ૩ કલાક ચાલી. મીટિંગમાં યુનિફોર્મ સિવિલ કોડના કાયદાકીય પાસાઓ પર ચર્ચા કરવામાં આવી. આ દરમિયાન બોર્ડ સાથે જાેડાયેલા વકીલોએ પણ પોતાનો મત મૂક્યો. મીટિંગમાં ર્નિણય લેવાયો કે બોર્ડ પોતાનો એક આખો ડ્રાફ્ટ તૈયાર કરશે. જે બાદ ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ સાથે જાેડાયેલા લોકો લો કમિશનના અધ્યક્ષને મળવાનો સમય માંગશે. આ દરમિયાન બોર્ડ પોતાનો ડ્રાફ્ટ લો કમિશનને આપશે. શરીયતના જરૂરી ભાગોનો…
આઈસીસીદ્વારા ગઈકાલે વર્લ્ડ કપ ૨૦૨૩નું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં ભારતીય ટીમની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા સામે છે. આ મેચ ૮ ઓક્ટોબરે ચેન્નઈમાં રમાશે. શેડ્યૂલ જાહેર કર્યા પછી, આઈસીસીએ ક્રિકેટ ચાહકો સાથે વધુ એક રસપ્રદ માહિતી શેર કરી હતી. આઈસીસીએ કહ્યું હતું કે ભારત અને પાકિસ્તાનની સાથે અન્ય કઈ મેચો રોમાંચક બની શકે છે. આઈસીસીએ એવી પાંચ મેચ પસંદ કરી હતી, જેને લઈને ઘણો ઉત્સાહ જાેવા મળી શકે છે. વર્લ્ડ કપ ૨૦૨૩માં ૧૫ ઓક્ટોબરના રોજ ભારતનો સામનો પાકિસ્તાન સાથે થશે. ચાહકો આ મેચની આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે. ટીમ ઈન્ડિયાએ છેલ્લી વન-ડેવર્લ્ડ કપ મેચમાં પાકિસ્તાનને ખરાબ રીતે હરાવ્યું હતું. વર્લ્ડ…
કેન્દ્ર સરકારે દેશભરમાં હાઈવે પર ૩૫ એરસ્ટ્રીપ્સ બનાવવાનું લક્ષ્ય નક્કી કર્યું છે જેમા જમ્મુ-કાશ્મીર, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, ગુજરાત, હરિયાણા અને પંજાબમાં ઇમરજન્સી લેન્ડિંગ માટે આવી એરસ્ટ્રીપ્સ તૈયાર કરવામાં આવી રહી છે. હવે દેશભરમાં વ્યૂહાત્મક મહત્વ અને ભૌગોલિક જરૂરિયાતો અનુસાર નેશનલ હાઈવેને રનવે તરીકે વિકસાવવામાં આવી રહ્યા છે. આ માટે કેન્દ્ર સરકાર દેશભરમાં નેશનલ હાઈવે પર ૩૫ એરસ્ટ્રીપ્સ બનાવવામાં આવી રહી છે જેથી ઈમરજન્સી દરમિયાન ફાઈટર જેટ લેન્ડ થઈ શકે. ખાસ કરીને દેશના સરહદી રાજમાર્ગો પર એરસ્ટ્રીપ બનાવવા પર વધુ ભાર મૂકવામાં આવી રહ્યો છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે કટોકટીની સ્થિતિમાં હાઈવે પર ટ્રાફિકની અવરજવર બંધ કરી…
સ્થાનિક શેરબજાર આજે નવા રેકોર્ડ ઉચ્ચ સ્તરે બંધ થયું છે. બીએસઈસેન્સેક્સ ૪૯૯.૩૯ પોઈન્ટ્સ એટલે કે ૦.૭૯ ટકાના વધારા સાથે ૬૩,૯૧૫.૪૨ પોઈન્ટના સ્તરે બંધ રહ્યો હતો. એ જ રીતે, એનએસઈનિફ્ટી ૧૬૪.૭૫ પોઈન્ટ્સ અથવા ૦.૮૮ ટકાના વધારા સાથે ૧૮,૯૮૨.૧૫ પોઈન્ટના સ્તરે બંધ રહ્યો હતો. આજે દિવસના કારોબાર દરમિયાન સેન્સેક્સ પ્રથમ વખત ૬૪૦૦૦ પોઈન્ટની સપાટીને પાર કરી ગયો હતો. તે જ સમયે, નિફ્ટીએ પણ પ્રથમ વખત ૧૯૦૦૦ પોઈન્ટની સપાટી વટાવી હતી. અદાણી એન્ટરપ્રાઇઝિસનો શેર નિફ્ટીમાં સૌથી વધુ ૫.૪૩ ટકાના વધારા સાથે બંધ થયો હતો. તમામ ક્ષેત્રીય સૂચકાંકો લીલા નિશાન સાથે બંધ થયા છે. મેટલ, પાવર, ફાર્મા અને કેપિટલ ગુડ્સ એક-એક ટકાના વધારા સાથે…
દેશભરમાં મેઘરાજા રિઝ્યા છે અને તેમની મહેર કરી રહ્યા છે. દેશના કેટલાક ભાગોમાં છેલ્લા કેટલાક દિવસોથી અવિરત વરસાદ થઈ રહ્યો છે, જેને ધ્યાનમાં લઇને ભારતીય હવામાન વિભાગ (આઈએમડી) એ રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, ગોવા, ગુજરાત, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્ર સહિત કેટલાક રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી જારી કરી છે.”આગામી પાંચ દિવસ દરમિયાન પશ્ચિમ ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને ઉત્તરાખંડમાં વાવાઝોડા અને વીજળી સાથે ભારે વરસાદ થવાની સંભાવના છે,” એમ આઈએમડીદ્વારા જારી કરવામાં આવેલા બુલેટિનમાં જણાવાયું છે. ઉત્તરાખંડમાં ૫ જુલાઈ સુધી મોનસૂન એલર્ટઃ- હવામાન વિભાગે સમગ્ર ઉત્તરાખંડમાં ૫ જુલાઈ સુધી મુશળધાર વરસાદની આગાહી કરી છે. આગામી દિવસોમાં દેહરાદૂન તેમજ…
ક્રકેટપ્રેમીઓમાં અત્યારથી જ ઉત્સાહનો માહોલ છે, કારણ કે આઈસીસી વર્લ્ડ કપ ૨૦૨૩ ખૂબ જલ્દી શરૂઆત થવા જઈ રહી છે અને તેનું યજમાન ભારત છે. ટુર્નામેન્ટ ૫ ઓક્ટોબરથી શરૂ થશે અને તે પણ વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં. આ દરમિયાન ૧૦ ટીમો વચ્ચે ૫૦ દિવસો સુધી કુલ ૪૮ મેચ રમાશે. ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ દ્વારા મંગળવારે કરવામાં આવેલી જાહેરાત પ્રમાણે, ભારત અને પાકિસ્તાન વચ્ચેની હાઈવોલ્ટેજ મેચ અમદાવાદમાં ૧૫ ઓક્ટોબરે રમાવાની છે. જાે કે, પાકિસ્તાનના અહીં આવવા પર હજી પણ સસ્પેન્સ છે. પીબીસીના (પાકિસ્તાન ક્રિકેટ ટીમ) જણાવ્યા પ્રમાણે, તેમા ભાગ લેવા માટે તેમણે સરકારની મંજૂરી લેવી જરૂરી છે, જે મળી નથી.…