પાકિસ્તાન અને શ્રીલંકાને બર્બાદ કર્યા પછી હવે ચીન કેટલાક સમયથી નેપાળ સાથે મૈત્રી બાંધવા પ્રયત્નો કરે છે. પરંતુ જે કોઈ ચીનની નજીક આવે છે, તે બર્બાદ થઈ જાય છે. તે રીતે નેપાળના પણ ખરાબ દિવસો શરૂ થઈ ગયા છે. તેને ચીને અબજાે રૂપિયાનો ચૂનો લગાડી દીધો છે. થોડાં વર્ષો પૂર્વે નેપાળ એરલાઇન્સે ચીન પાસેથી ૬.૬૬ બિલિયન નેપાળી રૂપિયા (૫૦ મિલિયન ડોલર્સ)માં વિમાન ખરીદ્યાં હતાં. તે અંગે નેપાળનાં ન્યૂઝ પોર્ટલ કાઠમંડુ પોસ્ટ જણાવે છે કે, આ વિમાનો ખરાબ નીકળતાં તેને ગ્રાઉન્ડ કરવામાં આવ્યાં છે. તેની જેટલી કિંમત છે તેથી વધુ તેની તકલીફો છે. નેપાળે ૨૦૧૪-૨૦૧૮ વચ્ચે કુલ છ વિમાનો ચીન પાસેથી…
Author: Shukhabar Desk
અફઘાનિસ્તાનમાં ભૂંકપથી ભારી તબાહી બાદ હવે તાઈવાનના પૂર્વી તટ પર આજે ભૂકંપના જાેરદાર આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા ૫.૩ નોંધાઈ હતી. થોડા સમય માટે તાઈવાનની રાજધાનીની તમામ ઈમારતો જાેરદાર આંચકાથી ધ્રૂજી ઉઠી હતી. પરંતુ અત્યાર સુધીમાં નુકસાનની કોઈ સ્પષ્ટ જાણકારી સામે નથી આવી. હવામાન બ્યૂરોએ જણાવ્યું કે, ભૂકંપનું કેન્દ્ર હુલિએન કાઉન્ટી નજીક સમુદ્રમાં ૭.૨ કિમી (૪.૫ માઈલ) ની ઊંડાઈએ હતું. સ્થાનિક મીડિયાના અહેવાલો પ્રમાણે જાેરદાર ભૂકંપ બાદ લોકો ગરી ગયા છે. બધા પોત-પોતાના ઘર અને ઓફિસમાંથી બહાર નીકળી ગયા હતા. તાઈવાન બે ટેક્ટોનિક પ્લેટોના જંકશન નજીક સ્થિત છે અને ભૂકંપ માટે સંવેદનશીલ છે. આ અગાઉ ૧૮…
આવકવેરા વિભાગે કર્ણાટકમાં કેટલાક કોન્ટ્રાક્ટરો અને તેમની સાથે સંકળાયેલા લોકો પાસેથી ૪૨ કરોડ રૂપિયાથી વધુની રોકડ રિકવર કરી છે. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે હાલમાં કાર્યવાહી ચાલી રહી છે. સ્થિતિ તો એવી થઈ કે કેટલી રોકડ છે તે જાણવા માટે નોટ ગણવાના મશીનો મંગાવવાની ફરજ પડી. આટલી મોટી માત્રામાં રોકડ જાેઈને આઈટી વિભાગના અધિકારીઓ પણ દંગ રહી ગયા હતા. અધિકારીઓએ જણાવ્યું કે આ રોકડ કર્ણાટકની રાજધાની બેંગ્લુરુમાં એક મકાનમાંથી મળી આવી હતી. આ મકાનમાં કોઈ રહેતું ન હતું. આ રોકડ એક બોક્સમાં રાખવામાં આવી હતી. ભાજપના નેતા અને પૂર્વ ઉપમુખ્યમંત્રી સીએન અશ્વત નારાયણે આ મામલે કોંગ્રેસ સરકાર પર નિશાન સાધ્યું…
વડાપ્રધાન મોદીએ આજે ભારત અને શ્રીલંકા વચ્ચે શરૂ થયેલી ફેરી સર્વિસ (નૌકા સેવા) પર સંબોધન કર્યું. તેમણે કહ્યું કે આજે અમે ભારત અને શ્રીલંકા વચ્ચે રાજદ્વારી અને આર્થિક સંબંધોમાં એક નવા અધ્યાયની શરૂઆત કરી રહ્યા છીએ. વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પીએમ મોદીએ કહ્યું કે ભારત અને શ્રીલંકાની સંસ્કૃતિ, વાણિજ્ય અને સભ્યતાનો ઊંડો ઈતિહાસ ધરાવે છે અને હવે બંનેમાં આર્થિક ભાગીદારી પણ વધશે. આ ફેરી સેવા નાગાપટ્ટિનમ અને કાંકેસંતુરાઈ વચ્ચે શરૂ કરાઈ છે અને આપણા સંબંધોને મજબૂત કરવામાં એક સીમાચિહ્ન સાબિત થઇ છે. કેન્દ્રીય જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે તમિલનાડુના નાગાપટ્ટિનમ અને શ્રીલંકાના કાંકેસંતુરાઈ વચ્ચે ફેરી સર્વિસને લીલીઝંડી બતાવી હતી. આ દરમિયાન વિદેશમંત્રી…
આગામી નવેમ્બર-ડિસેમ્બરમાં ૫ રાજ્યોમાં યોજાનાર વિધાનસભા ચૂંટણીમાં તમામ રાજકીય પક્ષો પ્રચારમાં જાેડાઈ ગઈ છે, ત્યારે ચૂંટણી પંચે ઉમેદવારો અને રાજકીય પક્ષોને લઈને ઘણા મોટા ર્નિણય લીધા છે. ઉમેદવારો પણ ચૂંટણીમાં અઢળક નાણાં ખર્ચતા હોય છે, જેને ધ્યાને રાખી ચૂંટણી પંચે આ વખતે ચૂંટણીમાં ખર્ચ થનાર સામગ્રીની કિંમત અંગેની યાદી બહાર પાડી છે. આ લિસ્ટમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ચા, કોફી, સમોસા, રસગુલ્લા, આઈસ્ક્રીમ સહિત પ્રત્યેક પ્રોડક્ટની કિંમત નક્કી કરવામાં આવી છે. આ તમામ ખર્ચ ઉમેદવારોના એકાઉન્ટમાં જાેડવામાં આવશે. ચૂંટણી પંચે પ્રચાર સામગ્રી તેમજ સભામાં ઉપયોગમાં લેવાયેલા સામાનની કિંમત નિર્ધારિત કરી છે. ચૂંટણી પંચ પોતાની રેટ લિસ્ટ મુજબ જ ઉમેદવારોના ખર્ચનું આંકલન…
ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. આ દરમિયાન ઈઝરાયેલના બોમ્બમારાથી ગાઝામાં કોહરામ મચી ગયો છે. ગાઝામાં ચારે તરફ તબાહીનું મંજર છે. ગાઝાની હોસ્પિટલના રિપોર્ટ પ્રમાણે છેલ્લા ૨૪ કલાકમાં ઈઝરાયેલના હવાઈ હુમલામાં ૨૦ બાળકો સહિત ૨૫૬ લોકો માર્યા ગયા છે. આ દરમિયાન ૧,૭૮૮ લોકો ઘાયલ થયા છે. એક અહેવાલ પ્રમાણે ઈઝરાયેલી દળોએ ગાઝા શહેરના તાલ અલ-હવા પડોશ અને રેડ ક્રિસેન્ટની અલ-કુદ્સ હોસ્પિટલને ટાર્ગેટ બનાવી હતી.જ્યાં સેંકડો પરિવારોએ ઈઝરાયેલી બોમ્બમારોથી રક્ષણ મેળવવા માટે આશ્રય લીધો હતો. ઈઝરાયેલી બોમ્બમારાથી સમગ્ર ગાઝા પટ્ટીમાં ડઝનેક ઘરો અને રહેણાંક ઈમારતોનો ધવસ્ત થઈ ગઈ છે. આ જ કારણ છે કે દક્ષિણમાં આવેલી નાસર અને…
શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી ભારત અને પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચને લઈને ક્રિકેટ રસીકોમાં ભારે ઉત્સાહ જાેવા મળી રહ્યો છે. બીજી તરફ શહેરમાં મેચ જાેવા માટે લાખોની સંખ્યામાં આવનારા દર્શકોની સુરક્ષા અને સુવિધાને લઈને પણ તંત્ર અને પોલીસ દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. દર્શકોને સવારે ૧૦ વાગ્યાથી સ્ટેડિયમમાં એન્ટ્રી આપવામાં આવશે. મેચ જાેવા માટે ઘણા ફિલ્મ સ્ટાર્સ, રાજનેતાઓ અને વીઆઈપી મહેમાનો પણ આવશે. જેથી સ્ટેડિયમ સહિત શહેરભરમાં જડબેસલાક સુરક્ષા ગોઠવવામાં આવી છે. મેચને પગલે ડીજીપી વિકાસ સહાયે ગાંધીનગરમાં પત્રકાર પરિષદ યોજી હતી.જેમાં તેમણે જણાવ્યું હતું કે અમદાવાદ શહેર અને ગુજરાત પોલીસ તરફથી તમામ વ્યવસ્થા કરી લેવામા આવી…
અમદાવાદ શહેર સાયબર ક્રાઈમ બ્રાંચે ડુપ્લિકેટ વિઝા બનાવીને દેશમાં રહેતા રશિયન નાગરિકને ઝડપી લઈ વધુ તપાસ અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અમદાવાદમાં વિદેશથી મંગાવવામાં આવેલ ૨૦ પેકેટ ડ્રગ કેસમાં સાયબર ક્રાઈમ દ્વારા એક રશિયન નાગરિકની ધરપકડ કરવામાં આવી છે. ૨૦ પાર્સલમાંથી એક પાર્સલ આરોપીનું હોવાનુ સામે આવ્યું છે. આરોપી છેલ્લા ૩ વર્ષથી દેશમાં ગેરકાયદેસર રીતે રહીને દેશભરના એરપોર્ટનો ઉપયોગ કરી ડ્રગ્સની હેરાફેરી કરતો હતો. આરોપીએ ડ્રગ્સના વેપાર માટે હિન્દી પણ શીખીને ડ્રગ્સનો વેપાર શરૂ કર્યો હતો. સાયબર ક્રાઈમે આરોપીની મનાલીથી ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપીના વર્ષ ૨૦૨૦ના જુલાઈમાં વિઝા પૂરા થઈ ગયા હતા તેમ છતાં ૩ વર્ષથી…
ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસથી ખાદ્યતેલનાં વધી રહેલા ભાવથી ગૃહણીઓનું બજેટ ખોરવાયુ હતું ત્યારે હવે તહેવારો નજીક આવી રહ્યા છે તે સમયે જ ખાદ્યતેલના ભાવમાં ઘટાડો થતા ગૃહિણીઓને રાહત મળી છે. ગુજરાતમાં ખાદ્યતેલના ભાવ સતત વધતા સિંગતેલના ડબ્બાનો ભાવ રુપિયા ૩૦૦૦ હજારને પાર થયો હતો ત્યારે હવે ખાદ્યતેલના ભાવમાં આ સપ્તાહમાં ફરી એકવાર ઘટાડો થયો છે. બે દિવસ પહેલા સિંગતેલના ડબ્બાનો ભાવ રુપિયા ૨૯૩૦ હતો જેમાં ફરી એકવાર રુપિયા ૨૦નો ઘટાડો થતા નવો સિંગતેલના ડબ્બાનો નવો ભાવ રુપિયા ૨૯૧૦ થયો છે. સૌરાષ્ટ્રના યાર્ડમાં નવી મગફળીની આવકના પગલે ખાદ્યતેલના ભાવમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. હજુ પણ મગફળીની યાર્ડમાં આવક ચાલુ છે ત્યારે…
વર્લ્ડ કપ ૨૦૨૩માં સાઉથ આફ્રિકાનો સામનો ઓસ્ટ્રેલિયા સામે થયો હતો. આફ્રિકાની ટીમે પ્રથમ મેચમાં શ્રીલંકા સામે મોટી જીત હાંસલ કરી હતી. સાથે જ ઓસ્ટ્રેલિયાને ભારત સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો ર્નિણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા દક્ષિણ આફ્રિકાએ ૫૦ ઓવરમાં સાત વિકેટ ગુમાવીને ૩૧૧ રન બનાવ્યા હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ ૪૦.૫ ઓવરમાં ૧૭૭ રનમાં ઓલઆઉટ થઇ ગઈ હતી. એડન માર્કરમે વધુ એક શાનદાર ઈનિંગ રમતા ૪૩ બોલમાં ૫૬ રન બનાવ્યા. આ તેની વર્લ્ડ કપમાં સતત બીજી ફિફ્ટી છે. આ પહેલા તેણે શ્રીલંકા સામે સૌથી ઝડપી સદી ફટકારી હતી.સાઉથ આફ્રિકાને ૩૫મી ઓવરમાં ૧૯૭ના સ્કોર…