અમદાવાદનાં આંબાવાડી વિસ્તારમાં કન્સ્ટ્રક્શન સાઈટ પર અચાનક ભેખડ ધસી પડતા એક બાળકી અને મજૂર દટાઈ જવા પામ્યા હતા. ત્યારે સી.એન. વિદ્યાલય રોડ પર આવેલ એચ.આર.ગ્રુપ દ્વારા હાલ કન્સ્ટ્રક્શન સાઈટ પર કામ ચાલી રહ્યું છે. ત્યારે ઘટનાં બનતા અન્ય મજૂરો દ્વારા તાત્કાલીક ઘટનાં સ્થળે પહોંચી બાળકીને બચાવવાની કામગીરી હાથ ધરી હતી. ત્યારે ભેખડમાં દટાયેલ બાળકીનું મોત નિપજ્યું હતું. જ્યારે એક મજૂર ઘાયલ થયો હતો. ત્યારે ઘાયલ મજૂરને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો. કન્સ્ટ્રક્શન સાઈટ પર બેઝમેન્ટમાં પાર્કિગનું કામ ચાલી રહ્યું હતું. તે દરમ્યાન અચાનક માટીનો ભાગ ધરાશાયી થતા મજૂર દટાયા હતા. આ ઘટનાની જાણ એલીસબ્રિજ પોલીસને થતા પોલીસે ઘટનાં સ્થળે…
Author: Shukhabar Desk
સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણમાં પ્રેમી પંખીડાઓએ આપઘાત કર્યાની ઘટના સામે આવી છે. ૨૦ વર્ષના હર્ષદ નામના યુવક અને ૨૦ વર્ષની લક્ષ્મી નામની યુવતીએ પ્રેમની વેદી પર આપઘાત કર્યાની ઘટના સામે આવી છે. બંન્ને પ્રેમી પખીડા દૂધરેજની કેનાલમાં કૂદી ગયા હતા. જે બંન્ને એકબીજાને બાથ ભીડેલી હોય તેવી હાલતમાં મૃતદેહો મળી આવ્યા છેપાપ્ત માહિતી મુજબ વઢવાણ નજીક દૂધરેજ કેનાલમાં યુવક યુવતીએ બાથ ભીડીને ઝંપલાવ્યું હતું. જે બનાવની જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. મૃતદેહને બહાર નીકાળીને પોસ્ટમોર્ટમ અર્થ રાજકોટ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જાે કે, યુવક-યુવતી ઓળખ અંગે તપાસ હાથ ધરાતા જાણવા મળ્યું હતું કે, વઢવાણ દૂધની ડેરી નજીક…
રાજયમાં નાની ઉંમરે અચાનક હાર્ટ એટેકથી મોતનો સિલસિલો યથાવત છે. રાજકોટમાં ૩૩ વર્ષનાં રાજકુમાર આહુજાનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું છે. ગીતગુજરી સોસાયટીમાં યુવક રહેતો હતો. રાત્રિના સમયે અચાનક યુવાન બેભાન થઈ ગયો હતો. બેભાન થયા બાદ તાત્કાલીક રાજુકમારને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જાે કે હોસ્પિટલના ફરજ પરના તબીબોએ યુવકને મૃત જાહેર કર્યો હતો. આજકાલ લોકો ૪૦ વર્ષની ઉંમરે અનેક ગંભીર બીમારીઓનો શિકાર બની રહ્યા છે. અગાઉ, મોટાભાગના લોકોને ૬૦ વર્ષની ઉંમરે હૃદય રોગનું જાેખમ હતું. તે જ સમયે, મોટાભાગના લોકો ૪૦ વર્ષની ઉંમરે હાર્ટ એટેકનો શિકાર બને છે. પાછલા કેટલાક વર્ષોમાં, ૪૦ વર્ષની વયના કલાકારોથી લઈને સામાન્ય લોકો સુધીના…
શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા માનસી સર્કલ નજીકના ગોયલ પાર્કમાં રહેતા રમીલાબેન મકવાણાએ વર્ષ ૨૦૧૪માં રામનિવાસ અગ્રવાલ સાથે લગ્ન કર્યા હતા. જાેકે, પતિ સાથે મનભેદના કારણે વર્ષ ૨૦૧૯માં છુટાછેડા લીધા હતા. પતિને આગળ પાછળ કોઇ ન હોવાથી છૂટાછેડા બાદ પણ રમીલાબેન તેમની સાથે રહીને તેમની સેવા કરી તેમના જ ઘરે રહેતા હતા. આ કેસમાં સોશિયલ મિડીયાથી જાણીતી બનેલી ટીક ટોક સ્ટાર કીર્તિ પટેલ ફરી વિવાદમાં આવી છે. એક મહિલાના ઘરે કીર્તી પટેલ અને તેની સાથે ગુડ્ડી પટેલ તથા અન્ય બે શખ્સોએ ઘૂસીને ઘરમાંથી નીકળી જવાનું કહી મારામારી કરતા વસ્ત્રાપુર પોલીસે ફરિયાદ નોંધાઇ છે. ચારેક દિવસ પહેલા રમીલાબેન ઘરે હાજર હતા ત્યારે…
શનિવારે અમદાવાદમાં ભારત પાકિસ્તાનની મેચ શાંતિથી પૂરી થઇ ગઇ. ઓનલાઈન ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ સ્વિગીએ શનિવારે જણાવ્યું હતું કે ભારત અને પાકિસ્તાન વચ્ચેની ODI વર્લ્ડ કપની ગ્રુપ મેચ દરમિયાન તેને પ્રતિ મિનિટ ૨૫૦ થી વધુ બિરયાનીનો ઓર્ડર મળ્યો હતો. મેચની શરૂઆતથી, સ્વિગી પર પ્રતિ મિનિટ ૨૫૦ બિરયાનીનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. કંપનીએ કહ્યું હતું કે, ‘ચંદીગઢના એક પરિવારે એક સાથે ૭૦ બિરયાનીનો ઓર્ડર આપ્યો હતો. એવું લાગે છે કે તેઓ પહેલેથી જ ઉજવણીનાં મૂડમાં હતા. આ સિવાય ભારતીયોએ મેચ દરમિયાન ૧ લાખથી વધુ કોલ્ડ ડ્રિંક્સનો ઓર્ડર પણ આપ્યો હતો. સ્વિગીએ ટિ્વટર પર પોસ્ટ કર્યું હતું જેમાં લખ્યું હતું કે, ‘આજે અનુક્રમે…
કેન્દ્ર સરકાર જલ્દી જ ૭માં પગારપંચ અંતર્ગત કેન્દ્રીય કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું અને પેંશનધારકો માટે મોંઘવારી રાહતમાં વધારાની જાહેરાત કરવાની તૈયારી કરી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સરકાર દશેરા સુધીમાં ડ્ઢછમાં વધારાની જાહેરાત કરી શકે છે. જેથી દિવાળી પહેલાં ઓક્ટોબરની સેલરીમાં કર્મચારીઓને વધેલું ડ્ઢછ મળી શકે. રિપોર્ટ્સ અનુસાર, ડ્ઢછમાં ૪ ટકા વધારાની જાહેરાત થઇ શકે છે. જાેકે, છેલ્લો ર્નિણય સરકારની મંજૂરી પર ર્નિભર કરે છે. જાે સરકાર ડ્ઢછને ૪ ટકા વધારે છે, તો ડ્ઢછ હાલના ૪૨ ટકાથી વધીને ૪૬ ટકા થઇ શકે છે. જાેકે, એવી શક્યતાઓ છે કે સરકાર ડ્ઢછમાં ૩ ટકા સુધી વધારો કરી શકે છે, જેથી ડ્ઢછ ૪૫…
શહેરમાંથી વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. પાંચ વર્ષનું બાળક રમતાં રમતાં સ્ક્રુ ગળી ગયું હતુ. જેથી તેને શ્વાસ લેવામાં તકલીફ થતા બાળકને નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. નવાપુરાના વતની પરિવારના બાળક સાથે આ અકસ્માત સર્જાયો છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે, નવાપુરના કંરજાળી ગામમાં રહેતા સાજન ગાવીતનો ૫ વર્ષીય પુત્ર ચહલ રમતાં રમતાં ૬ સેમીનો સ્ક્રુ ગળી ગયો હતો. જે બાદ બાળકને ઉલટીઓ થતા તેણે માતાને જાણ કરી હતી. જેથી તેને તાત્કાલિક નંદુરબાર લઈ ગયા હતા. જ્યાં સ્ક્રુ ફેફસામાં ડાબી બાજુની શ્વાસનળીમાં ફસાયો હોવાનું સામે આવ્યું હતુ. જેથી બાળકને તાત્કાલિક સુરત સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો.…
જામનગરમાં ૭૨ વર્ષથી ચાલતી પરંપરા આજે પણ યથાવત છે. શ્રી પટેલ યુવક ગરબી મંડળના યુવાનો પરંપરાગત મશાલ રાસમાં અગ્નિમાં ગરબે ઘૂમી લોકોના આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે. જામનગરમાં થતા આ રાસ ગરબાને જાેવા માટે મોટી સંખ્યામાં લોકો આવી પહોંચે છે. જામનગર શહેરમાં વિવિધ વિસ્તારોમાં પ્રાચીન-અર્વાચીન ગરબીઓ દ્વારા ર્માં આદ્યશક્તિની આરાધનાનું મહાપર્વ નવરાત્રિને ભક્તિભાવ સાથે ઉત્સાહભર્યા માહોલમાં ઉજવવામાં આવી રહ્યું છે. જામનગરના રણજીતનગરમાં લેઉવા પટેલ સમાજના ચોકમાં છેલ્લા ૭૨ વર્ષથી પટેલ યુવક ગરબી મંડળ દ્વારા નવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવે છે. જેમાં યુવકો દ્વારા રજૂ થતાં મશાલ રાસે લોકોમાં જબરૂ આકર્ષણ જમાવ્યું છે. આ રાસ નિહાળવો લોકોને ખૂબ પસંદ પડે એવો…
મોટા ભાગના ભારતીયોએ યુકે જવું હોય તો તેના માટે ટુરિસ્ટ વિઝાની જરૂર પડે છે. માત્ર બ્રિટિશ પાસપોર્ટ ધારકો તથા યુકેના વેલિડ વિઝાધારકોને ટુરિસ્ટ વિઝાની જરૂર રહેતી નથી. ટુરિઝમ અથવા બિઝનેસના હેતુ માટે શોર્ટ ટર્મ વિઝા જાેઈતા હોય તો યુકેના સ્ટાન્ડર્ડ વિઝિટર વિઝાની જરૂર પડે છે જેને યુકે ટુરિસ્ટ વિઝા પણ કહેવામાં આવે છે. ભારતથી દર વર્ષે હજારો લોકો ટુરિસ્ટ વિઝા પર યુકે જતા હોય છે. ભારતીય નાગરિકોએ યુકેના ટુરિસ્ટ વિઝા જાેઈતા હોય તો શું કરવું તેની સંપૂર્ણ માહિતી અહીં આપી છે. તેમાં એપ્લિકેશનની પ્રોસેસથી લઈને બાકીની આખી પ્રક્રિયા સમજાવવામાં આવી છે. તમે ભારતમાં ેંદ્ભ સરકારના વિઝા સેન્ટર મારફત અરજી કરી…
તાજેતરમાં ભારત અને કેનેડાના સંબંધોમાં તણાવ આવ્યો છે. આ સંબંધો સુધરે તે અગાઉ ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ શરૂ થયું છે જેના કારણે હવે બધાનું ધ્યાન મિડલ ઈસ્ટ તરફ ગયું છે. ભારત અને કેનેડાનો મુદ્દો હાલમાં એક બાજુ રહી ગયો છે. આ દરમિયાન ભારતીય વિદ્યાર્થીઓ કેનેડા સિવાયના દેશો તરફ નજર દોડાવી શકે છે. હાયર એજ્યુકેશન માટે અમેરિકા અને કેનેડા ઉપરાંત યુરોપ પણ ભારતીય સ્ટુડન્ટમાં ફેવરિટ છે. યુરોપનો દેશ ફ્રાન્સ આગામી છ વર્ષમાં ૩૦,૦૦૦ ભારતીય વિદ્યાર્થીઓને આવકારવા માટે તૈયાર છે. ભારતથી જે વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે ફ્રાન્સ જાય છે તેમને ઘણી વખત વિઝાને લગતા પ્રશ્નોનો સામનો કરવો પડે છે. જાેકે, હવે…