ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડના ચેરમેન એ.જે શાહે અચાનક રાજીનામું ધરી દેતા અનેક તર્ક-વિતર્ક શરૂ થયા છે. જાેકે, હાલમાં તેમનું રાજીનામું સ્વીકારવા માટેની કાર્યવાહી ચાલી રહી છે. એટલે કે એ.જે શાહનું રાજીનામું સ્વીકારવાની અરજી હાલ પેન્ડિંગ છે. નિવૃત્ત ૈંછજી અધિકારી એ.જે. શાહ શિક્ષણ બોર્ડના ચેરમેન તરીકે છેલ્લા કેટલાય વર્ષોથી ફરજ બજાવી રહ્યા છે અને ચોખ્ખી છાપ ધરાવે છે. એ.જે શાહ ૨૦૧૬-૧૭માં ઉચ્ચ શિક્ષણ કમિશનર તરીકે ફરજ બજાવતા હતા અને તેમની પાસે શિક્ષણ બોર્ડનો ચાર્જ પણ હતો. જે બાદ તેઓ નિવૃત્ત થયા હતા. નિવૃત્તિ બાદ પણ તેમને એક્સટેન્શન આપીને બોર્ડના ચેરમેન તરીકે ચાલુ રાખવામાં આવ્યા હતા. તેમને પાંચમું એક્સટેન્શન…
Author: Shukhabar Desk
નાની વયે હાર્ટ એટેકથી મોતનો સિલસિલો ગુજરાતમાં યથાવત છે. રાજકોટમાં વધુ એક યુવાકનનો જીવ હાર્ટ એટેકેને કારણે ગયો છે. શહેરની ભાગોળે આવેલા નવાગામ આણંદપર ગામના વિપુલ રતિલાલ નામનાં ૩૨ વર્ષના યુવાનનું મૃત્યુ હાર્ટ એટેકને કારણે થયું છે. યુવાનના મૃત્યુને લઈને પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. રાજકોટમાં છેલ્લા આઠ દિવસથી દરરોજ એક-બે યુવાનનાં હાર્ટ એટેકનાં કારણે મૃત્યુ થઈ રહ્યા છે. નોંધનીય છે કે, આજકાલ લોકો ૪૦ વર્ષની ઉંમરે અનેક ગંભીર બીમારીઓનો શિકાર બની રહ્યા છે. અગાઉ, મોટાભાગના લોકોને ૬૦ વર્ષની ઉંમરે હૃદય રોગનું જાેખમ હતું. તે જ સમયે, મોટાભાગના લોકો ૪૦ વર્ષની ઉંમરે હાર્ટ એટેકનો શિકાર બને છે. પાછલા કેટલાક…
કિરણ પટેલની ચર્ચા સમી નથી ત્યાં પીએમઓનો નકલી અધિકારી બનીને બીજા ગુજરાતીએ ઠગાઇ કરી છે. વડોદરાના મયંક તિવારી સામે સીબીઆઈમાં ફરિયાદ નોંધવામાં આવી છે. સીબીઆઈએ મયંક તિવારીનું કારસ્તાન ઝડપી પાડ્યું છે. મયંક પરશુરામ તિવારીએ ચેન્નાઈની અગ્રવાલ હેલ્થ કેર લિમીટેડ હોસ્પિટલના ડોક્ટર અગ્રવાલને ઇન્દોરમાં આંખની હોસ્પિટલ શરૂ કરવા માટે રોકાણ કરેલા ૧૬ કરોડથી વધુ રૂપિયા પરત ન આપ્યા ન હતા. આ ઉપરાંત તે પીએમઓના નામે ધમકીઓ આપતો હતો. આ અંગે દિલ્હી સીબીઆઈએ વડોદરામાં રહેતા મયંક તિવારી સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. નોંધનીય છે કે, મયંક તિવારી વિનાયક આંખની હોસ્પિટલના ડો. પ્રણયની તરફેણમાં રૂ.૧૬.૪૩ કરોડના વિવાદનું સમાધાન કરવા ડો.અગ્રવાલ આંખની…
ફરી એકવાર કચ્છ જિલ્લામાંથી મોટી માત્રમાં ડ્રગ્સનો જથ્થો મળી આવતા પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઇ છે. કચ્છના ગાંધીધામમાંથી ૮૦૦ કરોડનું કૉકેઇન ડ્રગ્સ બિનવારસી હાલતમાં મળી આવ્યુ છે, આ પછી પોલીસે ત્રણ શખ્સોને રાઉન્ડ અપ કર્યા છે અને તેમની પુછપરછ કરવામાં આવી રહી છે. માહિતી પ્રમાણે, કચ્છના ગાંધીધામમાં એટીએસ પોલીસે ૮૦૦ કરોડનું કૉકેઇન ડ્રગ્સ પકડ્યુ છે, આ કૉકેઇન ડ્રગ્સ ગાંધીધામના મીઠી રોહર નજીકથી મળી આવ્યુ હતુ, આમાં લગભગ ૮૦૦ કરોડ કૉકેઇન ડ્રગ્સ જથ્થો બિનવારસી હાલતમાં પડ્યો હતો, આ પછી ગુજરાત એટીએસ પોલીસે ગાંધીધામના જ ત્રણ શંકાસ્પદ શખ્સોને રાઉન્ડ અપ કરી લીધા હતા, હાલમાં એટીએસની ટીમ વધુ માહિતી મેળવવા માટે આ ત્રણેયની…
ગીર સોમનાથ પાકિસ્તાનની જેલમાં કેદ ગુજરાતના વધુ એક માછીમારે દમ તોડ્યો છે. ગીર સોમનાથ જિલ્લાના દુદાણા ગામના માછીમાર ભૂપતભાઈ વાળા કરાંચીની જેલમાં કેદ હતા. ૮ તારીખે તેમને શ્વાસમાં તકલીફ થતાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. પરિવારજનોને ભૂપતભાઈના મોતની જાણ તેમની સાથે જ જેલમાં કેદ હરિભાઈએ કરી હતી. ગીર સોમનાથના વિઠ્ઠલપુર ગામના માછીમાર હરિભાઈએ એક ચિઠ્ઠી લખી અને પાકિસ્તાનથી કોઈ વ્યક્તિ મારફત ચિઠ્ઠી વ્હોટ્સએપમાં મોકલાવી. મૃતક ભૂપતભાઈના પરિવારજનોની માગ છે કે, તેમના સ્વજનનો મૃતદેહ તુરંત વતન લાવવામાં આવે. પાકિસ્તાનની જેલમાં ગુજરાતના સેંકડો માછીમારો સબડી રહ્યા છે. પૂરતો ખોરાક, દવા ન મળવાને કારણે બીમાર પડ્યા બાદ…
નવરાત્રી પર ખેલૈયાઓ માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ગરબામાં મોડી રાત સુધી ખેલૈયાઓ ગરબે ઘુમી શકશે. અત્રે જણાવીએ કે, પોલીસ આજથી ગરબા બંધ કરાવવા જશે નહીં. કારણ કે, ગૃહવિભાગે રાજ્યની પોલીસને આપી મૌખિક સૂચના આપી છે. તમામ જીઁ અને પોલીસ કમિશનરને ગરબા બંધ કરાવવા ન જવા સૂચના આપવામાં આવી છે. નવરાત્રીને લઈને ગુજરાતભરના માઈ ભક્તોમાં અનેરો ઉત્સાહ જાેવા મળી રહ્યો છે. રાજ્યમાં ખેલૈયાઓ મન મૂકીને માતાજીના ગરબા ઘૂમી રહ્યા છે. ગુજરાતના હોટ ફેવરિટ ફેસ્ટિવલ નવરાત્રી ચાલી રહી છે. ત્યારે ગુજરાતીઓમાં પણ અનેરો રંગ અને થનગનાટ જાેવા મળી રહ્યો છે. ત્યારે ગૃહરાજ્ય વિભાગે પણ મહત્વનો ર્નિણય લીધો છે. આસો…
રાજ્યના બાળકોને પોષણયુક્ત આહાર મળી શકે તે માટે શરૂ કરાયેલી મધ્યાહન ભોજન યોજના વારંવાર કોઇને કોઇ વિવાદમાં રહે છે. ત્યારે હવે ફરી એક વખત મધ્યાહન ભોજનની ગુણવત્તાને અનેક સવાલો લઇને ઉઠ્યા છે. છોટાઉદેપુરની પ્રાથમિક શાળા નંબર-૨માં મધ્યાહન ભોજનમાં ઉપયોગમાં લેવાતા અનાજમાં મોટા પાયે જીવાત જાેવા મળતા વિવાદ સર્જાયો છે. મધ્યાહન ભોજન માટેના ઘઉં અને ચોખામાં એટલા મોટા પાયે જીવાત જાેવા મળી કે તે અનાજ બિલકુલ ઉપયોગમાં લઇ શકાય તેમ રહ્યું નહોતુ. બાળકો દ્વારા ભોજન અંગે કરાતી વારંવારની ફરિયાદો બાદ વાલીઓ શાળામાં પહોંચ્યા અને જાતે ગુણવત્તા ચકાસી હતી. પરંતુ આ દરમિયાન અનાજમાં જીવાત જાેવા મળતા રોષે ભરાયેલા વાલીઓએ ભારે હોબાળો મચાવ્યો…
તેજસ ફિલ્મની રીલીઝ પહેલા અભિનેત્રી કંગના રણૌત સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતે લીધી છે. આ મુલાકાત દરમિયાન કંગના સરદાર વલ્લભભાઈ પટેલની ૧૮૨ મીટર ઊંચી પ્રતિમાની ઝલકથી મંત્રમુગ્ધ થઈ ગઈ હતી. ર્જીંેં નોંધપોથીમાં કંગના રણૌતે પોતાનો પ્રતિભાવ પણ આપ્યો છે. કંગના જણાવ્યું કે, લોખંડી સરદાર પટેલની આ પ્રતિમા સમગ્ર દેશનું ગૌરવ છે. અભિનેત્રી કંગના રણૌત કહ્યું કે, મને ગર્વ છે કે આજે આ મહાન પ્રતિભાને સલામ કરવાનો મને મોકો મળ્યો છે. અત્રે જણાવીએ કે, સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઉત્તમ જાળવણીની અંગે તેમણે પ્રશંસા કરી છે. તેમજ સ્વચ્છતા અને સુવિધાઓની પણ પ્રશંસા કરી સત્તામંડળને અભિનંદન પાઠવ્યા હતાં. આ પ્રસંગે ર્જીંેંનાઉદિત અગ્રવાલ અને નર્મદા જિલ્લાના…
વડોદરાનાં તરસાલીમાં મહિલાની હત્યા મામલે ચોંકાવનારો ખુલાસો થવા પામ્યો છે. જેમાં મૃતક મહિલાનાં સગા બહેનનાં દીકરાએ જ હત્યા કર્યાનો ખુલાસો થયો હતો. નયન નામનાં શખ્સ દ્વારા જ સગા માસીની હત્યા કરી હતી. મૃતક મહિલા નિઃસંતાન હોવાથી નયનને નાનપણથી ઉછેર્યો હતો. નયન દ્વારા મહિલાને મારી નાંખી મિલકત હડપવાનો કારસો રચ્યો હતો. આરોપી નયને મહિલા પાસે એક હજાર રૂપિયાની માંગણી કરી હતી. મહિલા દ્વારા નયનને પૈસા ન આપતા નયને ઉશ્કેરાઈ જઈ હેમંતની મદદથી નયને વૃદ્ધ મહિલાની હત્યા કરી દીધી હતી. ત્યારે હત્યા કર્યા બાદ આરોપીઓ વડોદરાથી ફરાર થઈ ગયા હતા. ત્યારે પોલીસે બંનેને મોબાઈલ લોકોશનનાં આધારે ઝડપી પાડ્યા છે. વડોદરાનાં તરસાલી વિસ્તારમાં…
અમદાવાદનાં હાથીજણ વિસ્તારમાં ફરી એકવાર બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીનાં દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે હાથીજણ ખાતે તા. ૧૮ થી ૨૦ દરમ્યાન ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાવાનો છે. જેને લઈ આજે કળશયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ૧૮ ઓક્ટોબર ત્રણ દિવસ ધીરેન્દ્ર શાસ્ત્રીની કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથામાં દોઢ થી બે લાખ ભક્તો આવે તેવી શક્યતા છે. તેમજ કથા બાદ રાત્રી દરમ્યાન ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાતમાં નવરાત્રીની ઉજવણી કરશે. અમદાવાદમાં બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીની કથાનાં આયોજન બાબતે વધુમાં જાણવા મળ્યું હતું કે, ત્રણ દિવસ કથાનું આયોજન કરેલું છે. જેનાં ભાગરૂપે આજે કળશયાત્રા હતી.…