જ્યારથી પ્રભાસની ‘સાલાર’ ૨૨ ડિસેમ્બરે થિયેટરમાં રિલીઝ થવાની વાત આવી છે ત્યારથી તે સતત સમાચારોમાં છે કારણ કે તે જ દિવસે શાહરૂખ ખાનની ફિલ્મ ‘ડંકી’ પણ રિલીઝ થવા જઈ રહી છે. સાઉથ ઈન્ડિયન સિનેમાના જાણીતા અભિનેતા પૃથ્વીરાજ સુકુમારન, જે પ્રભાસ અભિનીત ફિલ્મ ‘સાલાર’ નો ભાગ છે અને હવે તેને બોક્સ ઓફિસ પર ‘સાલાર’ અને ‘ડંકી’ વચ્ચેની ટક્કર પર પ્રતિક્રિયા આપી છે. સાલારમાં પૃથ્વીરાજ સુકુમારન વર્ધારાજા મન્નારની ભૂમિકા ભજવી રહ્યા છે. સોમવાર એટલે કે ૧૬મી ઓક્ટોબરે તેમના જન્મદિવસના અવસર પર, સાલાર મેકર્સે તેમનું અદભૂત પોસ્ટર રિલીઝ કર્યું.તેના લુકને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. સુકુમારન હાલમાં લદ્દાખમાં તેની ફિલ્મ ન્૨નું શૂટિંગ…
Author: Shukhabar Desk
ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બદલતા સમય સાથે સાથે ઘણી વસ્તુઓ અને ફિલ્મોના વિષયોમાં પરિવર્તન જાેવા મળી રહ્યું છે. અગાઉ ફિલ્મોને સેક્સ અને ન્યૂડિટી જેવી બાબતોથી બચાવવાના પ્રયાસો કરવામાં આવતા હતા. તે જ સમયેહવે ફિલ્મોમાં બોલ્ડ દ્રશ્યો સામાન્ય થઈ ગયા છે. જાે કે ૯૦ના દાયકામાં પણ ઘણી એવી ફિલ્મો આવી જેમાં સેક્સ અને બોલ્ડ સીન રજૂ કરવામાં આવ્યા હતા. એ સમયે એક પીઢ અભિનેત્રીએ બોલિવૂડમાં સેક્સ અને ન્યૂડિટી અંગે વાંધો ઉઠાવ્યો હતો. દિવંગત અભિનેત્રી સ્મિતા પાટિલ તેના સમયની એક શ્રેષ્ઠ અભિનેત્રી હતી, જે તેની શ્રેષ્ઠ ફિલ્મો અને અભિનય માટે જાણીતી હતી. તેણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીને ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે. આ સાથે ફિલ્મ ચક્રની…
બિગ બોસ ૧૭માં મન્નારા ચોપરા, મુનવ્વર ફારુકી, ઐશ્વર્યા શર્મા, નીલ ભટ્ટ, નવીદ સોલે, અનુરાગ ડોભાલ, સના રઇસ ખાન, જિગ્ના વોરા, અંકિતા લોખંડે, વિક્કી જૈન, સોનિયા બંસલ, ખાનજાદી, સની આર્ય, રિંકૂ ધવન, અરુણ શેટ્ટી, અભિષેક કુમાર અને ઇશા માલવિયાએ કંટેસ્ટન્ટ્સ તરીકે ભાગ લીધો છે. આ બધા ટીવી, લો, જર્નલિઝમ, સોશિયલ મીડિયા ઇન્ફ્લુંએંસર અને સાઉથ ઇન્ડસ્ટ્રીથી છે. બિગ બોસ ૧૭’ની સૌથી વધુ ફીસ લેનારા કંટેસ્ટ્ન્ટ્સની જાણકારી સામે આવી છે અને તે કોઇ બીજુ નહીં પરંતુ અંકિતા લોખંડે છે. સુશાંત સિંહ રાજપૂત સાથે ટીવી શો ‘પવિત્ર રિશ્તા’થી પોપ્યુલારિટી મેળવનારી એક્ટ્રેસે પોતાના પતિ વિક્કી જૈન સાથે ઘરમાં એન્ટ્રી લીધી છે. એવું કહેવામાં આવી રહ્યું…
વર્ષ ૨૦૨૧માં બનેલી ફિલ્મો માટે આયોજીત કરવામાં આવેલા આ સમારંભ ખૂબ જ ચર્ચામાં છે. એવોર્ડ જીતનાા સ્ટારને રાષ્ટ્રપતિના હસ્તે સન્માન મળ્યું હતું. કોરોના મહામારીના કારણે આ એવોર્ડ ૧ વર્ષ લેટ ચાલી રહ્યો છે. અલ્લૂ અર્જૂનને ફિલ્મ પુષ્પા માટે બેસ્ટ એક્ટરના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. આલિયા ભટ્ટ અને કૃતિ સેનને ગંગૂબાઈ અને મિમી ફિલ્મ માટે બેસ્ટ એક્ટ્રેસના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. અહીં બંને એકટ્રેસને રાષ્ટ્રપતિના હાથે સન્માનિત કરવામાં આવ્યા હતા. આલિયા ભટ્ટ જ્યારે સ્ટેજ પર ટ્રોફી લેવા પહોંચી તો તેના પતિ રણબીર કપૂર ચીયર કરતો જાેવા મળ્યો હતો. દ નાંબી ઈફેક્ટને બેસ્ટ ફીચર ફિલ્મના સન્માનથી નવાજવામાં આવી છે. તેની…
નવી દિલ્હીમાં આયોજીત થયેલ ૬૯માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર માટે આલિયાએ પોતાના હમસફર રણબીર કપૂર સાથે આવી હતી. બંનેને એક સાથે જાેઈને ફેન્સ ખૂબ થઈ ગયા હતા. જ્યાં અમુક લોકોનું ધ્યાન આલિયાની સાડી પર અટકી ગયું હતું. આપને જણાવી દઈએ કે, આલિયાની આ સાડી કોઈ મામૂલી સાડી નથી, પણ તેની સાથે એક ખાસ કનેક્શન પણ જાેડાયેલું છે. આલિયા ભટ્ટને ફિલ્મ ગંગૂબાઈ કાઠિયાવાડી માટે બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો છે. આ આલિયાનો પ્રથમ નેશનલ એવોર્ડ છે. આ એવોર્ડ લેવા માટે તે ૫૦ લાખની સાડી પહેરીને આવી હતી. એક છોકરી માટે તેના લગ્નનો દિવસ ખૂબ જ ખાસ હોય છે. આ ખાસ દિવસને આખી જિંદગી…
યુવરાજ સિંહનો રેકોર્ડ છેલ્લા કેટલાક અઠવાડિયામાં ઘણા ખેલાડીઓએ તોડ્યો છે. હવે તે યાદીમાં એક ભારતીય ખેલાડીનું નામ પણ જાેડાઈ ગયું છે, જેનું નામ છે આશુતોષ શર્મા. આશુતોષ શર્માએ એક મોટો રેકોર્ડ બનાવ્યો છે. તેણે રમતના સૌથી ટૂંકા ફોર્મેટ એટલે કે T20 ફોર્મેટમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારી છે. આશુતોષે દિગ્ગજ ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહનો રેકોર્ડ તોડ્યો છે. યુવરાજ સિંહે T20 વર્લ્ડ કપ ૨૦૦૭માં ઈંગ્લેન્ડ વિરુદ્ધ સૌથી ઝડપી અડધી સદી ફટકારી હતી, જેમાં તેની એક ઓવરમાં ૬ સિક્સર સામેલ હતી. હવે આશુતોષ સૌથી ઝડપી અડધી સદી ફટકારવાનો યુવરાજ સિંહનો રેકોર્ડ તોડનાર પ્રથમ ભારતીય ખેલાડી બની ગયો છે. આશુતોષ શર્માએ યુવરાજ સિંહ…
પેલેસ્ટાઈનના ઉગ્રવાદી સંગઠન હમાસ દ્વારા કરવામાં આવેલા ભયાનક હુમલા બાદ, ભારત સરકારના “ઓપરેશન અજય” હેઠળ ૨૮૬ વધુ નાગરિકોને ઈઝરાયેલના યુદ્ધ વાતાવરણમાંથી બહાર કાઢીને નવી દિલ્હી લાવવામાં આવ્યા છે. જેમાં નેપાળના ૧૮ નાગરિકો પણ સામેલ છે. માહિતી અને પ્રસારણ રાજ્ય મંત્રી એલ મુરુગને આ તમામ નાગરિકોનું એરપોર્ટ પર સ્વાગત કર્યું હતું. આ તમામને ઓપરેશનના ભાગરૂપે સ્પેશિયલ ચાર્ટર્ડ પ્લેન દ્વારા ઘરે લાવવામાં આવ્યા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે ઓપરેશન અજય અંતર્ગત પાંચમી ફ્લાઈટમાં ૧૮ નેપાળી નાગરિકો સહિત ૨૮૬ મુસાફરો આવ્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં તેમણે એરપોર્ટ પર મુસાફરોનું સ્વાગત કરતા માહિતી અને પ્રસારણ રાજ્ય મંત્રી એલ…
સુરતના હીરા વેપારી સાથે ફરી એકવાર છેતરપિંડીની ઘટના ઘટી છે, એક ગઠીયા ટોળકીએ વેપારીને હીરા લેવા માટે નેપાળ બોલાવ્યા હતા, જ્યાં તેમની પાસેથી ૬ લાખથી વધુની રકમ લૂંટીને ફરાર થઇ ગયા હતા. ખાસ વાત છે કે, સુરતનો હીરા વેપારી સસ્તાં હીરા લેવાની લ્હાયમાં નેપાળ ગયો હતો, જ્યાં આ ઘટના ઘટી હતી. હાલ હીરા વેપારીએ આ ઠગ ટોળકી વિરુદ્ધ સુરતના ઉત્રાણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. મળતી માહિતી પ્રમાણે, સુરતના વેપારીને સસ્તાં હીરા ખરીદવાનો શોખ ભારે પડ્યો છે. એક ઠગ ટોળકીને સુરતના હીરા વેપારીને સૌથી પહેલા સસ્તાં હીરા આપવાનું કહ્યું હતુ, બાદમાં આ હીરા વેપારી સસ્તાં હીરા ખરીદવાની લ્હાયમાં નેપાળ પહોંચ્યો…
ગુજરાતની સુરત શહેરમાંથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે, હરિયાણાના એક સિંગરે સુરતની પરિણીતાને બોલાવીને ૪૮ રૂપિયા ખંખેરી લીધા, એટલુ જ નહીં આ સિંગરે પરિણીતા સાથે પહેલા મોબાઇલ એપ દ્વારા વર્ચ્યૂઅલ સેક્સ માણ્યુ અને બાદમાં હૉટલમાં લઇ જઇને શારીરિક શોષણ પણ કર્યુ છે. હાલમાં સુરત પોલીસે હરિયાણા જઇને આરોપીની ધરપકડ કરી લીધી છે. માહિતી પ્રમાણે, સુરતમાં રહેતી પરિણીતા સાથે હરિયાણાના એક સિંગરે ઠગાઇ અને બાદમાં દુષ્કર્મ આચર્યુ હોવાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે. ખરેખરમાં વાત એમ છે કે, જયપુરની એક ૩૧ વર્ષીય પરિણીતાને સિંગિંગનો જાેરદાર અભરખો ચઢ્યો હતો, આ માટે તેનો સંપર્ક મોબાઇલ એપ દ્વારા હરિયાણાના એક સિંગર સાથે થયો હતો.…
શહેરમાં હત્યાનો સિલસિલો યથાવત હોય તેમ ફરી એકવાર હત્યાની ઘટના સામે આવી છે. સુરતના લિંબાયતમાં મીઠી ખાડી વિસ્તારમાં ક્રાંતિનગર પાસે એક ૨૮ વર્ષીય યુવકની હત્યા કરવાની ઘટના સામે આવી છે. ૨૮ વર્ષીય રહીમ શેખ ગઈ કાલે રાત્રે ઘર નજીક આવેલી હોટલ પાસે ગયો હતો ત્યારે એસ .કે ઉર્ફે મહેબૂબ નામના ઈસમ સાથે અંગત અદાવતને લઈને બોલાચાલી થઈ હતી. તેને લઈ રાતે ૧.૩૦ વાગ્યાના સુમારે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી રહીમ શેખની હત્યા કરવામાં આવી હતી. હત્યાની ઘટના દરમિયાન રહીમ શેખનો મિત્ર શોએબ પણ સાથે હતો જે વચ્ચે પડતા તે પણ ઇજાગ્રસ્ત થયો હતો. જેથી તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે.…