Author: Shukhabar Desk

કેન્દ્ર સરકારે મંગળવારના રોજ દેશમાં ઉત્પાદન થતાં કાચા તેલ પર વિંડફોલ ટેક્સ ઘટાડીને ૯,૦૫૦ રુપિયા પ્રતિ ટન કરી દેવામાં આવ્યો છે. આ પહેલા ૨૯ સપ્ટેમ્બરના રોજ પુરી થતી સમીક્ષામાં દેશમાં ફ્રુડ પર અનઅપેક્ષિત વિંડફોલ ટેક્સ વધારીને ૧૨,૨૦૦ રુપિયા પ્રતિ ટન નક્કી કરવામાં આવ્યો હતો. આ સિવાય ડીઝલના નિકાસ પર વિંડફોલ ટેક્સ (સ્પેશિયલ એડિશનલ એક્સીઝ ડ્યૂટી) (એસએઈડી)ઘટાડીને ચાર રુપિયા લીટર કરી દેવામાં આવ્યો છે, જે પાંચ રુપિયા પ્રતિ લીટર હતો. આ નવો દરે આજે એટલે કે, તા.૧૮ ઓક્ટોબરથી લાગુ કરી દેવામાં આવ્યો છે, આ પહેલા ૧૫ સપ્ટેમ્બરના રોજ સરકારે ૬૭૦૦ રુપિયા પ્રતિ ટનથી વધારીને ૧૦,૧૦૦ રુપિયા પ્રતિ લીટર કર્યો હતો. આજ…

Read More

ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીની જાહેરાત કર્યા બાદથી રાજસ્થાનમાં રાજકારણ ગરમાયું છે. મુખ્યમંત્રી અશોક ગેહલોતે પીએમ મોદી અને અમિત શાહ સામે તેમની સરકાર પાડી દેવા માટે કાવતરું ઘડવાનો આરોપ મૂક્યો છે. તેમણે કહ્યું કે જાે મારી પાસે લોકોનું સમર્થન ન હોત તો મારા અડધા ધારાસભ્યો મારો સાથ છોડી જતાં રહ્યા હોત. સીએમ અશોક ગેહલોતે કહ્યું કે રાજસ્થાન રાજકીય ચર્ચાનો હિસ્સો એટલા માટે નથી બન્યો કેમ કે અમિત શાહ, ગજેન્દ્ર શેખાવતે અમારી સરકાર પાડી દેવાના ઘણાં પ્રયાસો કર્યા. બની શકે કે તેમને પીએમ મોદીના આશીર્વાદ મળ્યા હોય. તેમણે મધ્યપ્રદેશ, કર્ણાટક, મહારાષ્ટ્રમાં સરકાર પાડી દીધા બાદ અહીં પણ સરકાર પાડી દેવાનો પ્રયાસ કર્યો…

Read More

આંતરરાષ્ટ્રીય સરહદ પર જમ્મુ જિલ્લાના અરનિયા સેક્ટરમાં વિક્રમ પોસ્ટ પર મંગળવારે રાત્રે પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં બોર્ડર સિક્યોરિટી ફોર્સ(બીએસએફ)ના બે જવાન ઘાયલ થયા હતા. બંને ઘાયલ જવાનોને જમ્મુ મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા છે. ફેબ્રુઆરી ૨૦૨૧માં ભારત અને પાકિસ્તાનની સેના વચ્ચે થયેલી યુદ્ધવિરામની સમજૂતી બાદ સીઝફાયર ઉલ્લંઘનની આ પ્રથમ મોટી ઘટના છે. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ મંગળવારે રાત્રે ૮ વાગ્યે વિક્રમ પોસ્ટ પર પાકિસ્તાન તરફથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું, ફરજ પર તૈનાત બે ભારતીય સૈનિકો ગોળીબારમાં ઘવાયા હતા. એકને પેટમાં અને બીજાને હાથમાં ગોળી વાગી હતી. બંને ઘાયલોને તાત્કાલિક બહાર કાઢીને હોસ્પીટલમાં લઈ જવામાં આવ્યા હતા. ડોક્ટરોના જણાવ્યા…

Read More

વન-ડે વર્લ્ડ કપની પ્રથમ ત્રણ મેચમાં શાનદાર વિજય બાદ ભારતીય ટીમનો ગુરૂવારે પૂણેમાં બાંગ્લાદેશની ટીમ સામે મુકાબલો થશે. ટીમ ઈન્ડિયા તેની વિજય કૂચ જાળવવા પ્રતિબધ્ધ છે. છેલ્લા ૧૨ મહિનામાં બાંગ્લાદેશનો ભારત સામે ૩-૧નો વન-ડેરેકોર્ડ સાનુકૂળ હોઈ શકે છે – તાજેતરમાં ગયા મહિને એશિયા કપમાં તેનો સુપર ફોર મુકાબલો જીત્યો હતો – પરંતુ ભારતમાં ભારતને હરાવવાનું સહેલું નથી.યજમાનોએ તેમની પ્રથમ ત્રણ મેચોમાં પુષ્કળ મુખ્ય-પાત્ર ઉર્જા સાથે રમી છે, જેમાં ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન અને પાકિસ્તાન સામે જાેરદાર વિજય મેળવ્યો છે. જસપ્રિત બુમરાહની આગેવાની હેઠળના ભારતના ઉત્કૃષ્ટ બોલિંગ આક્રમણે અત્યાર સુધીમાં સંભવિત ૩૦ વિકેટોમાંથી ૨૮ વિકેટ લીધી છે, જ્યારે તેણે ત્રણ ચેઝમાં માત્ર નવ…

Read More

ડ્રગ્સને કારણે છેલ્લાં કેટલાંક દિવસોથી ચર્ચામાં રહેનાર લલિત પાટીલને આખરે પોલીસે ઝડપી પાડ્યો છે. મુંબઇ પોલીસે ચેન્નઇમાંથી લલિતને પકડ્યો હોવાની વિગતો જાણવા મળી છે. પુણેની સસૂન હોસ્પિટલ પાસેથી પસાર થઇ ઉત્તર પ્રદેશના રસ્તે નેપાળ ગયો છે એમ કહેવાઇ રહ્યું હતું. પુણે પોલીસ સતત લલિતની શોધખોળ કરી રહી હતી. પુણે પોલીસની સાથે સાથે મુંબઇ પોલીસ પણ લલિતને શોધી રહી હતી. ઉલ્લેખનીય છે કે મુંબઇ પોલીસે જ લલિત પાટીલની નાસિકમાં ચાલી રહેલી ડ્રગ્સની ફેક્ટરી બંધ કરાવી હતી. મુંબઇ પોલીસે લલિત પાટીલને ચેન્નઇથી ઝડપી પાડ્યો હોવાની વિગતો જાણવા મળી છે. આ ધરપકડની તમામ બાબતો હાલમાં ગુપ્ત રાખવામાં આવી છે. કારણકે આ બાબત ખૂબ…

Read More

બુધવાર ૧૮ ઓક્ટોબરના રોજ માર્કેટમાં કડાકો બોલ્યો છે. આજે ફરી શેર બજાર લાલ નિશાન સાથે બંધ થયું છે. નિફ્ટી બેન્ક એક્સપાયરીના દિવસે બજારમાં દબાણ જાેવા મળ્યું હતું અને બજાર દિવસના સૌથી નીચલા સ્તરે બંધ થયું હતું. આજના ટ્રેડિંગમાં બેન્કિંગ શેર્સ સૌથી વધુ તૂટ્યા હતા. મિડકેપ અને સ્મોલકેપ શેર્સમાં દબાણ જાેવા મળ્યું હતું. એનર્જી, પીએસઈ, આઈટી શેરોમાં દબાણ હતું જ્યારે મેટલ અને રિયલ્ટી શેરોમાં વેચવાલી હતી. ટ્રેડિંગના અંતે સેન્સેક્સ ૫૫૧.૦૭ પોઈન્ટ્‌સ અથવા ૦.૮૩ ટકાના ઘટાડા સાથે ૬૫,૮૭૭.૦૨ પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી ૧૪૦.૪૦ પોઈન્ટ અથવા ૦.૭૪ ટકાના ઘટાડા સાથે ૧૯૬૭૧.૧૦ ના સ્તર પર બંધ થયો હતો. બજાજ ફાઇનાન્સ, બજાજ ફિનસર્વ,…

Read More

કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓ માટે એડહોક બોનસને મંજુરી આપી દીધી છે. દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે તે પહેલા જ સરકારે કેન્દ્રીય કર્મચારીઓને સરકાર તરફથી મોટી ભેટ આપી છે. નાણા મંત્રાલયે ગઈકાલે વર્ષ ૨૦૨૨-૨૩ માટે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે બોનસની ગણતરી કરવાની મહત્તમ મર્યાદા ૭ હજાર રુપિયા નક્કી કરી છે. કેન્દ્ર સરકાર હેઠળના ગ્રુપ બી અને ગ્રુપ સીમાં આવતા નોન-ગેઝેટેડ કર્મચારીઓને પણ બોનસ મળે છે. આ ઉપરાંત કેન્દ્રીય અર્ધલશ્કરી દળો અને સશસ્ત્ર દળોના કર્મચારીઓને પણ એડહોક બોનસનો લાભ આપવામાં આવે છે. આ બોનસમાં તમને ૩૦ દિવસની સેલેરી જેટલા જ રુપિયા મળશે. આ ઉપરાંત આજે કેન્દ્ર સરકાર વધુ એક મોટી જાહેરાત…

Read More

નવરાત્રીના તહેવાર પર કન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ૪ ટકાનો વધારો કર્યો છે. આ વધારા બાદ કર્મચારીને મળતું ડીએ હવે ૪૨ ટકાથી વધીને ૪૬ થઈ ગયું છે. સરકારના આ ર્નિણયથી દેશના લગભગ ૧ લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનધારકોને લાભ થશે. આ ઉપરાંત રવિ પાક પર એમએસપીઅને રેલવે કર્મચારીને બોનસની પણ મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્ર સરકારે આજે કેન્દ્રીય કર્મચારી માટે મોંઘવારી ભથ્થામાં ૪ ટકાનો વધારો કર્યો છે એટલે હવે તે ૪૨ ટકાથી વધીને ૪૬ ટકા થયો છે. આ લાભ ૧ જુલાઈ ૨૦૨૩થી મળશે. ડીએમાં વધારા સાથે કર્મચારીઓના પગારમાં પણ વધારો થશે. આ ઉપરાંત કેન્દ્ર સરકારના પેન્શનધારકોને પણ લાભ મળશે.…

Read More

વરુણ શર્મા, રિચા ચઢ્ઢા અને પંકજ ત્રિપાઠી અભિનીત કોમેડી ફ્રેન્ચાઇઝી ‘ફુકરે’નો ત્રીજાે ભાગ ૨૮ સપ્ટેમ્બરના રોજ થિયેટરમાં રિલીઝ થયો હતો. આ ફિલ્મને તેની રિલીઝના પહેલા દિવસથી જ દર્શકો તરફથી ઘણો પ્રેમ મળી રહ્યો છે, જેના કારણે તેણે તાજેતરમાં થિયેટરોમાં રિલીઝ થયેલી અન્ય ફિલ્મોને પાછળ છોડી દીધી છે. હવે ‘ફુકરે ૩’ની ૧૮મા દિવસની કમાણીના આંકડા સામે આવ્યા છે. દર્શકોમાં ‘ફુકરે’ ફ્રેન્ચાઇઝીના ત્રીજા ભાગ એટલે કે ‘ફુકરે ૩’નો ક્રેઝ વધી રહ્યો છે. ફુકરેના તમામ ભાગોની જેમ તેનો ત્રીજાે ભાગ પણ ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે. ગયા મહિને, ‘ફુકરે ૩’ બોક્સ ઓફિસ પર વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ‘ધ વેક્સીન વોર’ અને કંગના રનૌતની…

Read More

પ્રભાસની મોસ્ટ અવેટેડ ફિલ્મ સાલારનો ક્રેઝ ચાહકોના માથા ઉપર જઈ રહ્યો છે. મેકર્સે સાઉથના સુપરસ્ટાર પૃથ્વીરાજ સુકુમારનનો ફર્સ્ટ લૂક તેમના ૪૧માં જન્મદિવસ પર શેર કર્યો હતો. ફિલ્મમાં પૃથ્વીરાજ વર્ધારાજા મન્નારની ભૂમિકા ભજવી રહ્યો છે. ફેન્સને એક્ટરનો ફર્સ્ટ લૂક ખૂબ જ પસંદ આવી રહ્યો છે. અભિનેતાના નવા લુકથી ચાહકોની ઉત્સુકતા વધી ગઈ છે. સલારનું નિર્દેશન પ્રશાંત નીલ દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મ ૨૨ ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે. જણાવી દઈએ કે રીલીઝ થયેલા પોસ્ટરમાં પૃથ્વીરાજ ડેશિંગ અવતારમાં જાેવા મળે છે. એમને ગળામાં શાલ સાથે કાળો ડ્રેસ પહેર્યો છે અને તેના કપાળ પર કાળું તિલક લગાવ્યું છે આ સાથે જ નાકની રિંગ…

Read More