થોડા દિવસ પહેલા જ ઈન્ડિગો એરલાઈન કનેક્ટિંગ ફ્લાઈટના કપલને ઈસ્તાંબુલ એરપોર્ટ પર ભૂલી ગઈ હતી. આ ગોટાળા બાદ એરલાઈનની વધુ એક બેદરકારી સામે આવી છે. ઈન્ડિગો એરલાઈન ઈન્ટરનેશનલ ફ્લાઈટમાંથી સામાન ઉતારવાનું જ ભૂલી ગઈ જેના કારણે ભારત આવવા માટે ઉડાણ ભરનારી ફ્લાઈટને અધવચ્ચેથી જ પાછું ફરવું પડ્યું હતું. બેકાળજી દર્શાવતી આ ઘટના બુધવારે સવારે બની હતી. ફ્લાઈટ 6E-1006 એ સિંગાપોરથી બેંગાલુરુ માટે ઉડાણ ભરી હતી. ફ્લાઈટ સિંગાપોર પહોંચી ત્યારે તેમાં જે સામાન હતો તેને ચાંગી એરપોર્ટ ઉતારવાનો જ રહી ગયો હતો. સામાન સાથે જ ફ્લાઈટ ભારત આવવા માટે નીકળી ગઈ હતી.અરવિન સાહની નામના મુસાફરે એક્સ પર પોતાનો બળાપો કાઢતાં લખ્યું,…
Author: Shukhabar Desk
અમેરિકાના પ્રેસિડેન્ટ જાે બાઇડેન ઇઝરાયેલ પ્રવાસે આવ્યા હતા. તેમણે નેતન્યાહૂ સાથે મુલાકાત કરી હતી. સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, યુએસ પ્રમુખ જાે બાઇડેન તેલ અવીવમાં ઇઝરાયેલના પીએમ નેતન્યાહૂ સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત કરી કે અમેરિકા ગાઝા અને પશ્ચિમ કાંઠે રહેતા લોકોને માનવતાવાદી સહાય તરીકે ઇં ૧૦૦ મિલિયનનું ભંડોળ પૂરું પાડશે. ઉપરાંત બાઇડેને કહ્યું, મોટાભાગના પેલેસ્ટિનિયન હમાસ નથી. હમાસ પેલેસ્ટિનિયન લોકોનું પ્રતિનિધિત્વ કરતું નથી. હમાસ ગાઝામાં નિર્દોષ, નાગરિકો-પરિવારોનો માનવ ઢાલ તરીકે ઉપયોગ કરે છે. પેલેસ્ટિનિયન લોકો પણ ખૂબ પીડાય છે. ગઈકાલે ગાઝાની હોસ્પિટલમાં થયેલા પ્રચંડ હુમલાથી હું દુઃખી થયો હતો. યુનાઇટેડ સ્ટેટ્સ સ્પષ્ટપણે સંઘર્ષ દરમિયાન નાગરિક જીવનના રક્ષણ માટે ઊભું છે.…
થલાપતિ વિજયની લિયો ગુરુવારે (૧૯ ઓક્ટોબર) વિશ્વભરમાં સ્ક્રીન પર રિલીઝ થઈ છે. તેલુગુમાં ડબ કરવામાં આવેલી આ ફિલ્મ લોકેશ કનાગરાજ દ્વારા લખવામાં અને નિર્દેશિત કરવામાં આવી છે. કનાગરાજે અગાઉ વિજયની ‘માસ્ટર’નું દિગ્દર્શન કર્યું હતું જે બૉક્સ ઑફિસ પર સફળ સાહસ સાબિત થયું હતું. જેના લીધે તેમના બીજા સહયોગે ઘણો બઝ જનરેટ કર્યો છે. આ ફિલ્મમાં બૉલિવુડ અભિનેતા સંજય દત્ત વિલનના રોલમાં છે. બ્લૉકબસ્ટર ‘દ્ભય્હ્લ ૨’ પછી આ તેની બીજી દક્ષિણ ભારતીય ફિલ્મ છે. ત્રિશા ક્રિષ્નન એ ફિલ્મમાં વિજય સાથે જાેડી બનાવી છે જેમાં અર્જુન સરજા, ગૌતમ વાસુદેવ મેનન, મિસ્કીન, પ્રિયા આનંદ અને અન્ય ઘણા કલાકારો પણ છે. ‘લિયો’ માટે અનિરુદ્ધ…
બૉક્સ ઓફિસ પર સની દેઓલ અને અમીષા પટેલ સ્ટારર ફિલ્મ ગદર ૨એ જાેરદાર ધમાલ મચાવી હતી, કલેક્શનમાં પણ ધૂંઆધાર રેવન્યૂ એકઠી કરી હતી. સની દેઓલ ૨૨ વર્ષ પછી ગદર ૨ લાવ્યો હતો અને તે ખુબ ચાલી હતી. આ ફિલ્મ બ્લૉકબસ્ટર હિટ સાબિત થઈ છે. ગદર ૨ એ ઘણી ફિલ્મોના રેકોર્ડ તોડ્યા છે. વિવેચકોથી લઈને ચાહકો સુધી બધાએ ગદર ૨ની પ્રશંસા કરી છે. જેના કારણે આ ફિલ્મ લાંબા સમય સુધી બોક્સ ઓફિસ પર રહી. ગદર ૨માં સની દેઓલની સાથે અમીષા પટેલ, ઉત્કર્ષ શર્મા અને સિમરત કૌર મુખ્ય ભૂમિકામાં છે. ગદર ૨ની સફળતા બાદ ગદર ૩ બનાવવાના સમાચારો આવવા લાગ્યા છે. તારા…
પ્રભાસની સાલાર પાર્ટ ૧ની ચાહકો આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે. જાે કે, ફિલ્મની રિલીઝ ડેટ મોકૂફ થવાના સમાચાર દરરોજ આવી રહ્યા છે. અમે તમને આ હાઈ બજેટ ફિલ્મના લીડ સ્ટાર્સમાંથી એક વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે વ્યવસાયે ડેન્ટિસ્ટ છે. જ્યારે તેના પિતા લશ્કરી પૃષ્ઠભૂમિમાંથી આવે છે. આ બીજું કોઈ નહીં પણ અભિનેત્રી મીનાક્ષી ચૌધરી છે. મીનાક્ષી ચૌધરીની ગણતરી સાઉથની ટોચની અભિનેત્રીઓમાં થાય છે. તેલુગુ ફિલ્મોની લાઈફ મીનાક્ષી ચૌધરી વ્યવસાયે મોડલ અને બ્યૂટી કોન્ટેસ્ટની વિજેતા રહી છે. વાસ્તવમાં, તેણે ફેમિના મિસ ઈન્ડિયા ૨૦૧૮માં હરિયાણાનું પ્રતિનિધિત્વ કર્યું હતું. જ્યારે તે મિસ ગ્રાન્ડ ઈન્ટરનેશનલની પ્રથમ રનર અપ રહી હતી. વર્ષ ૨૦૨૧ માં,…
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ જે અગાઉ ટિ્વટર તરીકે ઓળખાતું હતું તેણે હવે યૂઝર્સને મોટો ઝટકો આપવાની તૈયારી કરી લીધી હોય તેવું દેખાય છે. ઈલોન મસ્કની માલિકી હેઠળની કંપની ‘એક્સ’ એ હવે માઈક્રો બ્લોગિંગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લાઈક, રિપ્લાય અને રિપોસ્ટ કરવા જેવા બેઝિક ફીચર્સ માટે પણ સબ્સક્રિપ્શન ચાર્જ વસૂલવાની યોજના બનાવી છે. હાલમાં આ ટ્રાયલ બેઝ પર શરૂ થશે. માહિતી અનુસાર આ બેઝિક ફીચર્સનો ઉપયોગ કરવા માટે પણ હવે યૂઝર્સે વાર્ષિક ૧ ડૉલરનો ચાર્જ ચૂકવવો પડી શકે છે. નવા સબ્સક્રિપ્શનને ‘નોટ એ બોટ’ નામ આપવામાં આવ્યું છે. તે હેઠળ ટિ્વટરના યૂઝર્સ પાસેથી લાઈક્સ, રિપોસ્ટ અથવા કોઈ અન્ય એકાઉન્ટથી કરાયેલી…
ગયા શનિવારે (૧૪ ઓક્ટોબર) વન-ડે વર્લ્ડ કપ ૨૦૨૩માં પાકિસ્તાનને ભારત સામે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને ૭ વિકેટે હરાવ્યું હતું. આ હાર બાદ પાકિસ્તાનીઓ એકદમ નિરાશ દેખાયા હતા, જેમાં અભિનેત્રી શેહાર શિનવારીપણ સામેલ હતી. હવે પાકિસ્તાની અભિનેત્રીએ ભારતીય ટીમને હરાવવા માટે બાંગ્લાદેશી ખેલાડીઓને મોટી ઓફર આપી છે. ટીમ ઈન્ડિયા ટૂર્નામેન્ટની આગામી એટલે કે ચોથી મેચ બાંગ્લાદેશ સામે ગુરુવાર, ૧૯ ઓક્ટોબરે પુણેના સ્ટેડિયમમાં રમશે. આ મેચ પહેલા પાકિસ્તાની અભિનેત્રીએ તેના દ્વારા બાંગ્લાદેશના ખેલાડીઓને ઓફર કરી હતી. ભારત સામે પાકિસ્તાનની હારના બીજા દિવસે (૧૫ ઓક્ટોબર) પાકિસ્તાની અભિનેત્રીએ લખ્યું હતું કે “ઇન્શાલ્લાહ મારા બંગાળી ભાઇઓ…
ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ઘણા દિવસોથી યુદ્ધ ચાલી રહ્યું છે. બંને દેશોના યુદ્ધમાં અત્યાર સુધીમાં હજારો લોકોના મોત નિપજ્યા છે, ત્યારે ઝારખંડના રામગઢની એક ખાનગી સ્કુલમાં હમાસની હિંસાનો વીડિયો વાયરલ થયા બાદ હડકંપ મચી ગયો છે. સ્કુલના વોટ્સએપ ગ્રુપ પર હમાસની હિંસાનો વીડિયો અને કેટલાક અશ્લિલ વીડિયો પોસ્ટ થયા બાદ વહિવટીતંત્રએ મોટી કાર્યવાહી કરી છે. મળતા અહેવાલો મુજબ રામગઢ જિલ્લાની એક ખાનગી સ્કુલના વોટ્સએપ ગ્રુપ પર હમાસ હિંસાનો વીડિયો અને કેટલાક અશ્લિલ વીડિયો પોસ્ટ કરવામાં આવ્યા, જ્યારે આ વીડિયો શાળાના બાળકોના વાલીઓએ જાેયો તો હંગામો મચી ગયો. પૂછપરછ બાદ જાણવા મલ્યું કે, સ્કુલના જ એક વિદ્યાર્થીએ વીડિયો શેર કર્યા હતા.…
પત્રકાર સૌમ્યા વિશ્વનાથનની હત્યા કેસમાં દિલ્હીની સાકેત કોર્ટે ચુકાદો સંભળાવ્યો છે. સૌમ્યા વિશ્વનાથનની ૨૦૦૮માં થયેલ હત્યામાં સામેલ પાંચ આરોપીઓને બુધવારે દિલ્હીની સાકેત કોર્ટે દોષિત ઠેરવ્યા છે. ૩૦ સપ્ટેમ્બર ૨૦૦૮ના રોજ સવારે ૩.૩૦ વાગ્યે નેલ્સન મંડેલા રોડ પર ચાલતી કારમાં સૌમ્યાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આરોપીઓની સજાને લઇને ૨૬ ઓક્ટોબરે કોર્ટમાં ચર્ચા થશે. કોર્ટે આરોપી રવિ કપૂર, બલજીત મલિક, અમિત મલિક અને અમિત શુક્લાને હત્યાના દોષી ઠેરવ્યા છે. અમિત સેઠી નામના આરોપીને ૪૧૧ મકોકા હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યો છે.જે આરોપીઓને બુધવારે દોષી ઠેરવવામાં આવ્યા હતા તેમની સજા અંગે ૨૬ ઓક્ટોબરે ચર્ચા થશે. તે પછી, તેને આગામી તારીખે જ આ…
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ આઈસીસી મેન્સ વન-ડે રેન્કિંગમાં મોટી છલાંગ લગાવી છે. રોહિત શર્માએ વન-ડે વર્લ્ડ કપ૨૦૨૩ની ત્રણ મેચમાં ૧૩૧, ૮૬ અને ૫૫ રનની શાનદાર ઇનિંગ રમી હતી. જેથી તેને રેન્કિંગમાં લાભ મળ્યો છે. તે આઈસીસી મેન્સ વન-ડેરેન્કિંગમાં ૬ નંબરે આવી ગયો છે. જયારે વિરાટ કોહલી ૮મા નંબરે અને શુભમન ગિલ બીજા નંબર પર છે. સાઉથ આફ્રિકાના વિકેટકીપર બેટ્સમેન ક્વિન્ટન ડી કોકે જાેરદાર છલાંગ લગાવીને ત્રીજા નંબર પર કબજાે કર્યો છે. જયારે નંબર ૪ પર રાસી વાન ડર ડુસેન અને પાંચમાં નંબર પર આયરલેંડનો ખેલાડી હેરી ટેકટર છે. પાકિસ્તાનની કેપ્ટન બાબર આઝમ લિસ્ટમાં ૮૩૬ રેટિંગ સાથે ટોપ પર…