કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ચૂંટણી પ્રચાર માટે આજે તેલંગાણા પહોંચ્યા હતા. તેલંગાણાના ભૂપાલપલ્લીથી પન્નૂર ગામ સુધી કોંગ્રસની એક ચૂંટણી રેલીમાં લોકોને સંબોધિત કરતા રાહુલે બીજેપી, બીઆરએસ અને એઆઈએમઆએમપર નિશાન સાધ્યુ હતું. તેમણે કહ્યું કે, કેસીઆર ચૂંટણીમાં હારી જશે. આ લડાઈ રાજા અને પ્રજાના વચ્ચેની છે. તમે ઈચ્છતા હતા કે, તેલંગાણામાં જનતાનું રાજ આવે પરંતુ અહીં માત્ર એક પરિવારનું રાજ બની ગયુ છે. રાહુલે રેલીને સંબોધિત કરતા કહ્યું કે, તેલંગાણામાં માત્ર એક પરિવારનું રાજ છે. સીએમનો જનતા સાથે કોઈ મતલબ નથી. દેશમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર તેલંગાણામાં જ છે. તેમણે કહ્યું કે, બીજેપી, બીઆરએસ અને એઆઈએમઆએમત્રણેય મળેલા છે. તેલંગાણાના મુખ્યમંત્રી પાછળ સીબીઆઈકે…
Author: Shukhabar Desk
ઓસ્ટ્રેલિયાઈ ગુપ્તચર એજન્સીના પ્રમુખે કેનેડા દ્વારા ભારત સામે લગાવાયેલા આરોપો પર સહમતિ વ્યક્ત કરી દીધી છે. કેનેડાએ લગાવેલા આરોપો પર એક મહિના બાદ ઓસ્ટ્રેલિયાની સુરક્ષા ઈન્ટેલિજન્સ એજન્સીના નિર્દેશક માઈક બર્ગેસનું કહેવું છે કે કેનેડાના દાવા પર વિવાદ કરવાનું કોઈ કારણ જ નથી. તેમણે આ ટિપ્પણી અમેરિકાના કેલિફોર્નિયામાં આયોજિત પાંચ દેશોના ગુપ્તચર સંગઠન ફાઈવ આઈઝની એક ઐતિહાસિક બેઠકમાં કરી હતી. ઉલ્લેખનીય છે કે ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટોની ભૂમિકાનો આરોપ લાગ્યો હતો. જેના બાદથી ભારત અને કેનેડા વચ્ચે ભારે વિવાદની સ્થિતિ જાેવા મળી રહી છે. ફાઇવ આઈઝમાં પાંચ દેશો ઓસ્ટ્રેલિયા, કેનેડા, અમેરિકા, બ્રિટન અને ન્યૂઝીલેન્ડ સામેલ છે. આ…
શરૂઆતી ઘટાડા બાદ બજાર નિચેથી સુધર્યું હતું અને સેન્સેક્સ અને નિફ્ટી નિચેથી સુધરીને બંધ થયા હતા. મિડકેપ, સ્મોલકેપ ફ્લેટ બંધ થયા. ઓટો, એફએમસીજી શેરોમાં ખરીદારી હતી જ્યારે મેટલ, એનર્જી, રિયલ્ટી ઈન્ડેક્સ ઘટાડા સાથે બંધ થયા હતા. ફાર્મા, બેન્કિંગ અને ઈન્ફ્રા શેર્સ પર દબાણ હતું. વિપ્રો, ટેક મહિન્દ્રા, યુપીએલ, સન ફાર્મા અને એનટીપીસી નિફ્ટીના ટોપ લૂઝર હતા. બજાજ ઓટો, એલટૂઆઈમાઈન્ડટ્રી, નેસ્લે ઈન્ડિયા, હિરો મોટોકોર્પઅને અલ્ટ્રાટેક સિમેન્ટનિફ્ટીમાં ટોપ ગેઇનર્સ હતા. ટ્રેડિંગના અંતે સેન્સેક્સ ૨૪૭.૭૮ પોઈન્ટ્સ અથવા ૦.૩૮ ટકાના ઘટાડા સાથે ૬૫,૬૨૯.૨૪ પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી ૪૬.૪૦ પોઈન્ટ અથવા ૦.૨૪ ટકાના ઘટાડા સાથે ૧૯૬૨૪.૭૦ ના સ્તર પર બંધ થયો હતો. ભારતીય…
ઈઝરાયેલ-હમાસ યુદ્ધના ૧૪માં દિવસે પણ અમાનવીય સંઘર્ષ જાેવા મળી રહ્યું છે. આ સંઘર્ષમાં અત્યાર સુધીમાં ૫૦૦૦થી વધુ લોકોના મોત થયા છે. સૌથી વધુ ગાઝામાં ૩૫૦૦થી વધુ લોકોના મોત થયા છે. ત્યારે હમાસને કોણ હથિયારો પુરા પાડી રહ્યું છે, તેનો ચોંકાવનારો ખુલાસો થયો છે. તાજેતરમાં એક વીડિયો સામે આવ્યો છે, જેમાં હમાસ દ્વારા ૭ ઓક્ટોબરે ઈઝરાયેલ પર કરાયેલા અચાનક હુમલામાં ઉત્તર કોરિયા ના હથિયારાનો ઉપયોગ કરાયો હોવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. એક વીડિયો અને ઈઝરાયેલ દ્વારા જપ્ત કરાયેલ હથિયારો પરથી ધ્યાને આવ્યું છે કે, ઉત્તર કોરિયાને ઈન્કાર કરવા છતાં તે હમાસને હથિયારો વેંચે છે. મળતા અહેવાલો મુજબ ઉત્તર કોરિયાના ૨ નિષ્ણાંતો…
રાજ્યમાં નાની વયે હાર્ટ એટેકના કિસ્સા સતત વધી રહ્યાં છે. જામનગરમાં એક યુવકનું નાની વયે હાર્ટ એટેકને કારણે મોત થયું છે. શહેરમાં સેના નગરમાં રહેતા ૨૪ વર્ષીય યુવાનનું હાર્ડ એટેકથી મૃત્યુ નીપજ્યું છે. રવિ પરબતભાઈ લુણા નામના વ્યક્તિને એકાએક હૃદય બંધ થઈ જતા મૃત્યુ થયું. ગતરોજ યુવાનને સામાન્ય તાવ, શારીરિક તકલીફ થતા ખાનગી હોસ્પિટલમાં દવા લેવા ગયા બાદ અચાનક છાતીમાં દુખાવો ઉપડતા હાર્ટ અટેક આવતા યુવાનનું મૃત્યુ થયું હતું. યુવાનનું મૃત્યુ થતા પરિવારમાં શોક છવાયો છે. અમરેલી જિલ્લામાં નવરાત્રીના ખેલેયાઓ માટે સૌથી મોટા ચિંતા જનક સમાચાર સામે આવ્યા છે. રાજુલા શહેરમાં મોડી રાતે ૨૩ વર્ષનાં યુવકને હાર્ટએટેક આવતા મોત થયું…
નવરાત્રીના તહેવારને લઈને રાજ્યભરમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. આજે ચોથા નોરતે સૌ ખેલૈયાઓ મનભરીને ગરબે રમી રહ્યા છે. તો બીજી તરફ અમદાવાદના એસ.કે.ફાર્મમાં બજરંગદળના કાર્યકરો પહોંચતા વાતાવરણ તંગ બન્યું છે. યુવકોને તિલક લગાવ્યા બાદ ગરબામાં પ્રવેશ આપવામાં આવતા મામલો બિચક્યો હતો. આ ઉપરાંત દરેકના આઈડી પ્રૂફ પણ ચેક કર્યા બાદ જ અંદર પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. જે બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી છે.હાલમાં કેટલીક કાર્યકરોને પોલીસ ડિટેન કરીને લઈ ગઈ છે. અમદાવાદના એસ.કે ફાર્મમાં જય શ્રી રામના નારા લગાવવામાં આવી રહ્યા છે. બજરંગ દળના કાર્યકર્તાઓ યુવકોને તિલક કરી રહ્યા છે. નવરાત્રીમાં વિધર્મીઓનો પ્રવેશ ન થાય તે માટે આઈડી…
રાજ્યમાં અવારનવાર લવજેહાદના કિસ્સા સામે આવતા હોય છે. ત્યારે આ વખતે લવજેહાદ થાય તે પહેલાં જ બજરંગ દળે એક વિધર્મીનો પર્દાફાશ કરી નાંખ્યો છે. આ વિધર્મી હિન્દુ નામ ધારણ કરી યુવતીઓને ફસાવતો હતો. ત્યારે વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ દ્વારા વિધર્મીનો પર્દાફાશ કર્યો છે. મળતી માહિતી પ્રમાણે, રેહાન નામનો વિધર્મી યુવક હિંદુ યુવતીઓને ફસાવવા સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતો હતો. સોશિયલ મીડિયામાં તે હિંદુ નામ ધારણ કરી હિંદુ યુવતીઓને ફસાવતો હતો. આરોપી રેહાન હિંદુ યુવતીઓને ૫૦ હજાર રૂપિયા અને ૧ લાખ રૂપિયામાં મોડેલિંગની ઓફર આપી ફસાવતો હતો. આ ઉપરાંત તે ઓફર આપી વોટ્સએપ દ્વારા યુવતીઓના બિભત્સ ફોટા મંગાવતો હતો અને…
ઉત્તરાખંડમાં યોગનગરી ઋષિકેશ (ઋષિકેશ પર્યટન સ્થળો) એક પવિત્ર યાત્રાધામ છે. દર વર્ષે લાખો લોકો અહીં ધાર્મિક સ્થળોની મુલાકાત લેવા આવે છે. અહીંના પર્યટન સ્થળો, મંદિરો અને ઘાટ ભક્તો અને પ્રવાસીઓને આકર્ષે છે. ઋષિકેશ તેના સ્વાદ માટે ખૂબ પ્રખ્યાત છે. અહીં તમને દરેક શેરી અને ખૂણા પર અદ્ભુત સ્ટ્રીટ ફૂડ મળશે અને જાે જમ્યા પછી પાન મળી જાય તો મોજ પડી જાય. આજે અમે તમને યોગનગરીની એક એવી જ પાનની દુકાન વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જ્યાં માત્ર એક-બે નહીં પરંતુ ૩૦થી વધુ જાતના પાન મળશે. આ દુકાનમાં કપલ ગોલ્ડ પાન સૌથી મોંઘા છે. આ દુકાનનું નામ ડીકે પાન છે. અહીં…
દિલ્હી-મેરઠ રેપિડ રેલ મેટ્રો જેવી લાગે છે પરંતુ સ્પીડના સંદર્ભમાં તેની સ્પીડ મેટ્રો કરતા બમણી છે. દેશની પ્રથમ રેપિડ રેલ ટૂંક સમયમાં યુપીના ગાઝિયાબાદમાં શરૂ થવા જઈ રહી છે. PM મોદી ૨૦ ઓક્ટોબરે તેનું ઉદ્ઘાટન કરી શકે છે. આ ટ્રેનને RapidX નામ આપવામાં આવ્યું છે. પ્રથમ તબક્કામાં તેને સાહિબાબાદ અને દુહાઈ વચ્ચે ચલાવવામાં આવનાર છે, જેના કારણે સુરક્ષાને લઈને વિશેષ સૂચનાઓ જારી કરવામાં આવી છે. NCRTC અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ટ્રેન મેટ્રો ટ્રેન જેવી લાગે છે પરંતુ તેના કોચ લગેજ કેરિયર છે. આ સાથે તે મિની સ્ક્રીન જેવા ફીચર્સથી સજ્જ છે. NCRTC દ્વારા શેર કરાયેલા દસ્તાવેજ અનુસાર, RRTS મેટ્રો રેલથી…
કેરળ હાઈકોર્ટે ક્રૂરતાના આધારે છૂટાછેડાની માંગ કરતી અરજીને ફગાવી દીધી. કોર્ટે ભારપૂર્વક જણાવ્યું હતું કે પત્નીને રસોઈ ન આવડતી હોય તે ક્રૂરતા ગણી શકાય નહીં. આના આધારે લગ્ન તોડી શકાય નહીં. છૂટાછેડાની માંગણી કરનાર પતિએ તેની પત્ની પર ઘણા આરોપો લગાવ્યા હતા, જેમાંથી સૌથી મહત્વનો હતો તેણીની રસોઈ આવડતનો અભાવ. તેણે કહ્યું કે તેની પત્નીને રસોઈ બનાવતા આવડતી નથી. એવું કહેવામાં આવ્યું હતું કે અરજી દાખલ કરનાર પતિ પાસે રસોઈની આવડત નથી. આના પર જસ્ટિસ અનિલ કે. નરેન્દ્રન અને સોફી થોમસની બનેલી બેન્ચે કહ્યું કે લગ્નનો અંત લાવવાને ક્રૂરતા કહી શકાય નહીં. કેરળ હાઈકોર્ટના આ ર્નિણયની દરેક જગ્યાએ ચર્ચા થઈ…