સૌરાષ્ટ્રમાં બારે મેઘ ખાંગા થયા છે. જામનગર જિલ્લાના જામજાેધપુર અને લાલપુર જિલ્લામાં વરસાદે કહેર વરસાવ્યો છે. ત્યારે જામનગર જિલ્લાના સિદસરમાં વેણુ નદીએ રૌદ્ર રૂપ ધારણ કર્યું છે. નદીના પાણી સિદસરના ઉમિયા ધામમાં ઘૂસી જતા ખોફનાક સ્થિતિ સર્જાઈ હતી. એટલું જ નહીં, નદી પર આવેલો રાજાશાહી વખતનો પુલ પણ તૂટીને નદીના વહેણમાં તણાઈ ગયો. દરમિયાનમાં હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રમાં હજુ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જામનગરમાં જામજાેધપુરમાં છેલ્લા ૨૪ કલાકમાં ૭ ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. જ્યારે લાલપુરમાં પણ વરસાદને માઝા મૂકી છે. લાલપુરમાં તો ઘણી જગ્યાએ વાહનો તણાયા હોવાના અહેવાલો મળી રહ્યા છે. જામજાેધપુરના સિદસરમાં આવેલા ઉમિયા…
Author: Shukhabar Desk
અમદાવાદમાં એસજી હાઈવે પર આવેલા ઈસ્કોન બ્રિજ પર મોડી રાત્રે થયેલી અકસ્માની ઘટનામાં ૯ લોકોના મોત થઈ ગયા છે. આ ઘટનાએ રૂંવાડા ઉભા કરી દીધા છે ત્યારે લીંબડી-અમદાવાદ હાઈવે પર કાર અકસ્માતની ઘટના બની છે, જેમાં બે લોકોના મોત થઈ ગયા છે. એક વાહનની પાછળ કાર અથડાવાની ઘટનામાં બેના મોત થવાની ઘટના સામે આવી છે જ્યારે બે લોકો ઘાયલ થયા છે અને તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. લીંબડી-અમદાવાદ હાઈવે પર બનેલી કાર અકસ્માતની ઘટના ચોરણીયા ગામના પાટીયા પાસે બની હતી, કાર અન્ય વાહનના પાછળ અથડાતા હાઈવે પર ધડાકા જેવો અવાજ થયો…
અમદાવાદ ઇસ્કોન બ્રિજ પાસે મોડી રાત્રે ભયાનક અકસ્માત સર્જાયો હતો. મળતી જાણકારી અનુસાર, આ અકસ્માતમાં નવ લોકોના કરુણ મોત થયા હતા. આ અકસ્માતમાં એક કોન્સ્ટેબલ અને એક હોમ ગાર્ડનું પણ મોત થયું હતું. જ્યારે ૧૫થી ૨૦ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ અકસ્માત પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દુઃખ વ્યક્ત કર્યું હતું અને મૃતકોના પરિવારજનો અને ઇજાગ્રસ્તોને આર્થિક સહાયની જાહેરાત કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટિ્વટ કરી જણાવ્યું હતું કે અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર ગત રાત્રે થયેલ અકસ્માત ખૂબ દુઃખદ છે. અકસ્માતમાં જીવ ગુમાવનાર મૃતકોના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. ઇજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી ઈશ્વરને પ્રાર્થના. રાજ્ય સરકાર મૃતકોના…
અમદાવાદ ઇસ્કોન બ્રિજ પાસે મોડી રાત્રે ભયાનક અકસ્માત સર્જાયો હતો. મળતી જાણકારી અનુસાર, આ અકસ્માતમાં નવ લોકોના કરુણ મોત થયા હતા. આ અકસ્માતમાં એક કોન્સ્ટેબલ અને એક હોમ ગાર્ડનું પણ મોત થયું હતું. જ્યારે ૧૫થી ૨૦ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ઇસ્કોન બ્રિજ પર મોડી રાત્રે થાર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેને જાેવા માટે લોકો ભેગા થયા હતા. તે દરમિયાન જગુઆર કારે લોકોને કચડી નાખ્યા હતા. જગુઆર કાર ચલાવનાર કારચાલકની ઓળખ તથ્ય પટેલ તરીકે થઇ છે. નબીરા તથ્ય પટેલને બચાવવા માટે તેના પરિવારોએ નાટક શરૂ કર્યું હતું સારવાર આપવાના બહાને તથ્યને હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. તથ્યનો બાપ પ્રજ્ઞેશ પટેલ…
અમદાવાદ શહેરમાં ઈસ્કોન બ્રિજ પાસે મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત થયો છે. જેમાં જેગુઆર કાર ચાલકે બ્રિજ પર ઉભેલા ટોળા પર ગાડી ફેરવી દીધી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ અમદાવાદના જાણિતા બિલ્ડરનો દીકરો હોવાની માહિતી મળી રહી છે. અહીં પહેલાથી જ એક અકસ્માત સર્જાયો હતો તેને જાેવા માટે લોકોની ભીડ ઉમટી પડી હતી. આ દરમિયાન પૂર ઝડપે જેગુઆર ગાડી આવી અને ૯ લોકોને કાળ બની ભરખી ગઈ હતી. બીજી બાજુ ગાડીની એરબેગ પણ ફાટી ગઈ હતી. જેથી કરીને લોકોમાં અફરા તફરી સર્જાઈ ગઈ હતી. ઈસ્કોન બ્રિજ પર કાચના ટૂકડાઓ ગાડીનો કૂરચો બોલી ગયો છે. ૯માંથી ૨ પોલીસ કર્મીના પણ મોત થઈ…
પંડ્યા સ્ટોર ફેમ અભિનેત્રી શાઈની દોશીને સૌકોઈ ધારાના નામથી ઓળખે છે. પંડ્યા સ્ટોરમાં ધારાની ભૂમિકા ભજવીને તે ઘર-ઘરમાં જાણીતી બની હતી. જાેકે, આ નામ-પ્રસિદ્ધિ માટે શાઈનીએ ખૂબ જ મહેનત કરી છે. એક જૂના ઈન્ટરવ્યુમાં શાઈનીએ પોતાના સંઘર્ષના દિવસો વિશે વાત કરી હતી અને કહ્યું હતું કે, ‘૨૦૧૩માં સરસ્વતીચંદ્ર’ દરમિયાન તે સારી કમાણી કરતી હતી. હું બે ઘરની સંભાળ રાખતી હતી. પણ જ્યારે શો બંધ થયો અને હું બીજાે શો શોધી શકું તે પહેલાં બધી બચત જતી રહી. મને લાગતુ કે, આ કેવી જીંદગી છે. જાે કે, છેલ્લા કેટલાક વર્ષો વધુ સારા રહ્યા છે. આ સિવાય શાઈનીએ કહ્યું હતું કે, જ્યારે…
અભિનેતા વરુણ અને જ્હાન્વી કપૂર હાલ તેમની ફિલ્મ ‘બવાલ’ને કારણે ચર્ચામાં છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર બંનેનું ખૂબ જ બોલ્ડ ફોટોશૂટ સામે આવ્યું છે. જેને લઈને ઈન્ટરનેટનો પારો વધી ગયો છે. જાહ્નવી કપૂરે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના લેટેસ્ટ ફોટોશૂટની કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં તે વરુણ ધવન સાથે ખૂબ રોમાંચક પોઝ આપી રહી છે. આ તસવીરોમાં જાહ્નવી અને વરુણ ધવન બ્લેક આઉટફિટમાં કેમેરા સામે પોઝ આપતા ખૂબ જ હોટ લાગી રહ્યા છે. જ્હાન્વી અને વરુણની આ તમામ તસવીરો બ્લેક એન્ડ વ્હાઇટ છે. દરેક તસવીરમાં બંને એકથી એક પોઝ આપી રહ્યાં છે. જેના પરથી ચાહકોની આંખો હટાવવાનું મુશ્કેલ…
કપૂર પરિવારને ઇન્ડસ્ટ્રીનો પહેલો પરિવાર કહેવામાં આવે છે. આ પરિવારનો મહત્વનો ભાગ છે નીતુ કપૂરનો પરિવાર. નીતુ કપૂરના પરિવારમાં પુત્ર રણબીર કપૂર, પુત્રવધૂ આલિયા ભટ્ટ, પૌત્રી રાહા છે. પરંતુ હાલમાં જ નીતુ કપૂરે પરિવારને લઈને એક આવી પોસ્ટ કરી છે જેને સૌકોઈનું ધ્યાન ખેંચ્યુ છે. નીતુ કપૂરે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાંથી શેર કરેલી પોસ્ટ પર તેણે લખ્યું- ‘આ જ કારણ છે કે અમારા પરિવારો હવે પહેલા જેવા નથી રહ્યા. કારણ કે, પરિવારને સાચવનારાઓને આપણે દફનાવીએ છીએ. નીતુ કપૂરે તેની સ્ટોરી પર પમ્મી બક્ષી ગૌતમની પોસ્ટ પોતાની સ્ટોરી પર પોસ્ટ કરી હતી. લોકોનું ધ્યાન નીતુ દ્વારા શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર…
જેકલીન ફનાર્ન્ડિસ આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. જેકલીન ફનાર્ન્ડિસ અવારનવાર તેના ફેન્સ માટે તેની નવી તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે, જેને તેના ફેન્સ પણ ખૂબ પસંદ કરે છે. આ દરમિયાન જેકલીન ફનાર્ન્ડિસની નવી તસવીરો સામે આવી છે. આ તસવીરોમાં જેકલીન ફનાર્ન્ડિસ શોર્ટ ટોપ પહેરેલી જાેવા મળી હતી. આ તસવીરોમાં જેકલીન ફનાર્ન્ડિસ તેના કર્વી ફિગરને ફ્લોન્ટ કરતી જાેવા મળી હતી. જેકલીન ફનાર્ન્ડિસની આ તસવીરો આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ હતી. જેક્લીન ફનાર્ન્ડિસે જે તસવીરો શેર કરી છે તે તસવીરોમાં જેકલીન ફનાર્ન્ડિસ બ્લેક ટોપ પહેરેલી જાેવા મળી હતી. જેકલીન ફનાર્ન્ડિસના ફેન્સને આ…
પોતાની મનોકામના અને માનતા પુરી થાય તેના માટે ભગવાનની પૂજા કરતા લોકો તો જાેયા હશે. ઘરમાં પોતાના બાળકોના જન્મદિન પણ મનાવતા જાેયા હશે. ચરખી દાદરી જિલ્લાના ગામ ઢાણી ફોગાટના બંટૂ અને તેની પત્ની સંતોષ ફિલ્મ અભિનેત્રી કૈટરિના કૈફને ભગવાનથી પણ વધારે માને છે અને તેના જન્મદિવસ પર ભગવાનની જગ્યાએ કૈટરિના કૈફની પૂજા કરતા આવ્યા છે. છેલ્લા દસ વર્ષથી આ દંપતી દર વર્ષે કેટરીના કૈફનો જન્મદિવસ પર કેક કાપી અને લાડુ વહેંચીને ધૂમધામથી મનાવે છે. આ દંપતીની કેટરિના કૈફને મળે તેવી ઈચ્છા ધરાવે છે. ફિલ્મ અભિનેત્રી કેટરિના કૈફ પ્રત્યે ઢાણી ફોગાટના રહેવાસી દંપતી કર્મબીર ઉર્ફ બંટૂ અને તેની પત્ની સંતોષનું જુનૂન…