ભારતમાં રૂપેરી પડદે એન્ટ્રી પહેલાં જ ટિકિટ વેચાણ મામલે અન્ય મૂવીને પછાડનાર ઓપેનહાઇમર મૂવીના એક સીન પર લોકો રોષે ભરાયા છે. જે.જે. રોબર્ટ ઓપેનહાઇમરની બાયોગ્રાફી ફિલ્મ ઓપેનહેઇમર ૨૧ જુલાઇના રોજ ભારતીય સિનેમાઘરોમાં રીલીઝ થઇ ગઇ છે. જાપાનના શહેર હિરોશીમા અને નાગાશાકીમાં તબાહી મચાવનાર પરમાણુ બોમ્બના જનક જેં. રોહબર્ટ ઓપેનહાઇમરની બાયોગ્રાફી ફિલ્મમાં એક વાંધાજનક દ્રશ્ય બતાવવાતા દર્શકો મેકર્સ પર ગુસ્સે ભરાયા છે. ભારતમાં આ ફિલ્મની એડવાન્સ બુકિંગ પણ મોટા પાયે થઇ હતી અને લોકોએ મોટી સંખ્યામાં એડવાન્સ ટિકિટ બુક કરાવી હતી. જાેકે, જ્યારે થિયેટરમાં રહેલા દર્શકોએ ફિલ્મ જાેઈ ત્યારે તેમની ધાર્મિક લાગણીઓને સ્પર્શી ગઈ હતી. વૈજ્ઞાનિક જે. રોબર્ટ ઓપેનહાઇમર હિંદુ મહાકાવ્ય…
Author: Shukhabar Desk
પહેલવાન સાક્ષી મલિકે કહ્યું હતું કે, તેમણે ક્યારેય સરકાર પાસે ટ્રાયલમાં છૂટ નથી માંગી. તેમણે આરોપ લગાવ્યો કે, સરકાર પહેલવાનોને એશિયન ગેમ્સમાં સીધી એન્ટ્રી આપીને અમારી એકતાને તોડવાનો પ્રયત્ન કરી રહી છે. સાક્ષીએ જણાવ્યું કે, અમે કમિટિને અમારી ટ્રાયલ્સ ૧૦ ઓગષ્ટ બાદ કરવાનો અનુરોધ કર્યો હતો કારણ કે, અમે ટ્રેનિંગ નથી લઈ શક્યા. અમને ટ્રાયલ્સ બાદમાં કરાવવાનું આશ્વાસન આપવામાં આવ્યું હતું એટલા માટે અમે વિદેશમાં ટ્રેનિંગ લેવા માટે પહોંચ્યા હતા. મને થોડા દિવસો પહેલા સરકાર તરફથી ફોન આવ્યો હતો કે, અમે બજરંગ અને વિનેશને સીધી એશિયાઈ ગેમ્સમાં એન્ટ્રી આપી રહ્યા છે. તમે પણ મેળ કરી દો તમને પણ ટ્રાયલથી છૂટ…
ઓડિશા હાઈકોર્ટે ગર્ભવતી મહિલાની મેટરનિટી લીવ અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યુ છે. ઓડિશા હાઈકોર્ટે કહ્યું કે, ગર્ભવતી મહિલાને મેટરનિટી લીવ ન આપવી એ તેમનું અપમાન છે. કોર્ટે કહ્યું કે, આવું કરવું એ બંધારણના અનુચ્છેદ ૨૧ હેઠળ આપવામાં આવેલ મહિલાઓને સન્માન સાથે જીવન જીવવાના મૂળભૂત અધિકારની વિરુદ્ધ છે. જસ્ટિસ શશિકાંત મિશ્રાની સિંગલ બેંચે સરકારી સહાયતા પ્રાપ્ત સ્કૂલના એક શિક્ષિકાને રાહત આપતાં કહ્યું કે જાે કોઈ મહિલા કર્મચારીને આ મૂળભૂત માનવ અધિકારથી વંચિત રાખવામાં આવે તો તે વ્યક્તિ તરીકે તેની ગરિમા પર પ્રહાર છે. અને આ રીતે તે બંધારણની કલમ-૨૧ હેઠળ જીવનના મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન કરે છે. એક મહિલા ટીચરને ૧૯ ડિસેમ્બર ૧૯૯૭ના…
રેલવેએ દિલ્હીની બે મોટી મસ્જિદો બંગાળી માર્કેટ અને આઈટીઓ સ્થિત તકિયા બબ્બર શાહને નોટિસ ફટકારી છે. નોટિસમાં રેલવેએ બંને મસ્જિદોના વહીવટીતંત્રને ૧૫ દિવસમાં દબાણ હટાવવા અંગે જણાવ્યું છે. અને જ તેને હટાવવામાં ન આવે તો તેના વિરુદ્ધ પગલા ભરવાની પણ ચેતવણી આપી છે. રેલવે દ્વારા જારી કરાયેલી નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, ૧૫ દિવસમાં દબાણ હટાવો નહીં તો અમે આવીને હટાવી દઈશું. બીજી તરફ મસ્જિદ સમિતિનું કહેવું છે કે, આ મસ્જિદો સેંકડો વર્ષ જૂની છે. પરંતુ રેલવે તેમની જમીન પર બનેલ હોવાનું કહી રહ્યું છે. ઉત્તર રેલવે પ્રશાસને આ નોટિસ જારી કરીને તેમાં લખ્યું છે કે, રેલવેની જમીન પર ગેરકાયદેસર…
ગોવા ખાતે જી૨૦ ઉર્જા મંત્રીઓની બેઠક યોજાઈ હતી. આ દરમિયાન, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગ્રીન ડેવલપમેન્ટ અને એનર્જી ટ્રાન્ઝિશનના ક્ષેત્રમાં ભારત દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસો વિશે ચર્ચા કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના કરેલ સંબોધનમાં કહ્યું હતું કે, ભારત સૌથી વધુ વસ્તી ધરાવતું રાષ્ટ્ર છે અને વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું મોટું અર્થતંત્ર છે, તેમ છતાં અમે અમારી આબોહવા પ્રતિબદ્ધતાઓ પર મજબૂત પ્રગતિ કરવાના પ્રયાસો કરી રહ્યા છીએ. તેમણે કહ્યું, અમે બિન-અશ્મિભૂત દ્વારા વીજળી ઉત્પન્ન કરવાના લક્ષ્યાંકને ટાર્ગેટ વર્ષના ૯ વર્ષ પહેલા જ હાંસલ કર્યું હતું. ત્યારબાદ અમે આ લક્ષ્યાંકને વધુ વિસ્તૃત કરી અમારું લક્ષ્યાંક વધારી ૨૦૩૦ સુધીમાં ૫૦ ટકા બિન-અશ્મિભૂત…
હવામાન વિભાગની આગાહી પ્રમાણે દક્ષિણ-મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાય દિવસોથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને શનિવારે પણ યથાવત રહ્યો. રવિવારથી ૩ દિવસ રાજ્યના વિવિધ ભાગોમાં ક્યાંક ભારેથી અતિભારે તો ક્યાંક ભારે વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આગાહી પ્રમાણે અમદાવાદમાં પણ બે દિવસ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. હાલ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ છે. સુરતમાં ભારે વરસાદ બાદ જળબંબાકારની સ્થિતિ છે. નવસારીમાં વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે આ દરમિયાન એક વિડીયો સામે આવ્યો છે. જેમાં એક ગેસ એજન્સીના સિલિન્ડર પાણીમાં રીતસર તણાઈને જઈ રહ્યા છે. આ ઉપરાંત જુનાગઢમાં પણ મેઘતાંડવ જાેવા મળી રહ્યું…
પુરુષો પોતાની જરુરિયાતને પુરી કરવા માટે કોઈ પણ હદે જઈ શકે છે. દરેક વ્યક્તિની કામના હોય છે કે તેમની પાસે ઢગલાબંધ રૂપિયા હોય અને તેઓ પૈસાથી પોતાની જરુરિયાતો પુરી કરી શકે. આજના સમયમાં પૈસા કમાવવા મુશ્કેલ નથી. બસ લોકોને કમાવાની યોગ્ય રીતે આવડવી જાેઈએ. હાલના દિવસોમાં એક અમેરિકાની પૂર્વ સ્ટ્રિપર અને મોડલ ચર્ચામાં છે, કેમ તે એટલી વિચિત્ર રીતે પૈસાની કમાણી કરે છે, જેનાથી તે માલામાલ બની ચુકી છે, તે પૈસા લઈને પુરુષોની ગર્લફ્રેન્ડ બને છે. રિપોર્ટ અનુસાર,જેના મૈડિસન ૩૦ વર્ષની છે અને શિકાગોમાં રહે છે. તે એક દિવસમાં તે ૮૦ હજાર રૂપિયાની કમાણી કરે છે. હકીકતમાં તે એકલા પુરુષોની…
કાયદેસર રીતે આપ ગર્લફ્રેન્ડ ભાડે લઈ શકશો, હાલમાં જ આવી એક સર્વિસે સોશિયલ મીડિયા પર હોબાળો મચાવી દીધો છે. એવું કહેવાય છે કે, જે લોકો પહેલા ક્યારેય કોઈ સંબંધમાં નથી રહ્યા, તેઓ આવી સેવાઓ લેવાની સંભાવનાઓ સૌથી વધારે છે. અને આ સેવાને લેવા માટે આપને વધારે ખર્ચ કરવાની પણ જરુર નથી. તે ફક્ત ૩૦૦૦ રૂપિયામાં આપ આ ગર્લફ્રેન્ડને નોકરી પર રાખી શકશો. સંબંધની કોઈ ઝંઝટ નહીં, કોઈ ટેન્શન નહીં. ફક્ત ગર્લફ્રેન્ડ જ નહીં, આપ આ વિશેષ એજન્સી સાથે પારિવારિક સંબંધોમાં કોઈ પણ કામ પર રાખી શકશો. અલગ અલગ સેવાઓ માટે અલગ ચાર્જ આપવો પડશે. પણ આપને આપની જરુરિયાત પહેલાથી બતાવાની…
ઘણી વખત એવું કહેવામાં આવ્યું છે કે આપણી પૃથ્વી સિવાયના કેટલાક ગ્રહો પર જીવન અસ્તિત્વ ધરાવે છે. એ વાત જુદી છે કે આજ સુધી આપણે અહીં રહેતા જીવોને મળી શક્યા નથી. એલિયન્સ એટલે કે અન્ય ગ્રહોના જીવો વિશે પણ આપણે ઘણી વાર્તાઓ સાંભળી છે, પરંતુ તેઓ કેટલા સાચા કે ખોટા છે તેનો કોઈ નક્કર પુરાવો કોઈની પાસે નથી. આવા જ પ્રયાસોમાં વધુ એક વિચિત્ર ઘટના સામે આવી છે, જે છેલ્લા ૩૫ વર્ષથી થઈ રહી છે. રિપોર્ટ અનુસાર વૈજ્ઞાનિકોને છેલ્લા ત્રણ દાયકાથી એક વિચિત્ર રેડિયો સિગ્નલ મળી રહ્યા છે. જાે કે કોઈ તેના સ્ત્રોતને જાણતું નથી કારણ કે તે એકદમ રહસ્યમય…
આઠ વર્ષના છોકરાએ કોમિક હીરો સ્પાઈડરમેનથી પ્રભાવિત થઈને પોતાની સ્કૂલની બિલ્ડિંગના પહેલા માળથી છલાંગ લગાવી હતી, જેના કારણે તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. આ સંપૂર્ણ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. છોકરાનું નામ વિરાટ બાજપાઈ છે અને તેના પિતા આનંદ બાજપાઈ મેડિકલ સ્ટોર ચલાવે છે અને બાબુપુર્વા કોલોનીમાં રહે છે. તે કિદવઈ નગર એચ-૨ બ્લોક સ્થિત વિરેન્દ્ર સ્વરુપ એજ્યુકેશન સેન્ટર સ્કૂલમાં ધોરણ ૩માં અભ્યાસ કરે છે. આનંદના જણાવ્યા પ્રમાણે, તેમનો દીકરો બુધવારે સ્કૂલે ગયો હતો. ‘તેના મિત્રોના જણાવ્યા પ્રમાણે, તે કોમિક હીરો સ્પાઈરમેનથી પ્રભાવિત હતો અને હંમેશા તેના સ્ટંટ વિશે વાત…