Author: Shukhabar Desk

ગુજરાતમાં વરસાદના ત્રીજા રાઉન્ડ બાદ વિરામ લીધો હતો પરંતુ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે. દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, ડાંગ, વલસાડ તાપી સહિતના ભાગોમાં રાત્રે ભારેથી અતિભારે વરસાદ નોંધાયો છે. નદીઓના જળસ્તરમાં વધારો થયો છે. આ સિવાય ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે. નવસારી-સુરત કોસ્ટલ હાઈવે તથા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. ૨૪ કલાક (૨૭મી જુલાઈના સવારના ૬ વાગ્યાથી ૨૮મીના સવારના ૬ વાગ્યા સુધી)માં રાજ્યના ૧૩૯ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધારે વરસાદ દક્ષિણ ગુજરાતમાં નોંધાયો છે. સુરતના મહુવામાં ૧૧.૮ ઈંચ તોફાની વરસાદ થયો છે. મોડી રાત્રે પણ કેટલાક ભાગોમાં થયેલા ભારે વરસાદના…

Read More

અમેરિકાના પૂર્વ ગુપ્તચર અધિકારી ડેવિડ ગ્રુશે સનસનાટી મચાવતો દાવો કર્યો છે કે સરકારના કબજામાં અનેક યુએફઓ (ઉડી શકે તેવી વસ્તુઓ જેની ઓળખ થઇ શકી નથી) અને બિનમાનવીના શરીર છે. આ બિનમાનવીના શરીરને એલિયન તરીકે ઓળખવામાં આવી રહ્યા છે. ગ્રૂશે વોશિંગ્ટનમાં હાઉસ ઓવરસાઈટ કમિટી સમક્ષ આ નિવેદન આપ્યું હતું. જૂનમાં ગ્રૂશે દાવો કર્યો હતો કે અમેરિકી સરકાર બીજી દુનિયાથી આવતા અંતરિક્ષ યાનને શરણ આપી રહી છે. ઓવરસાઇટ કમિટીની સુનાવણી દરમિયાન ગ્રૂશને સવાલ કરાયો હતો કે શું અમેરિકી સરકાર પાસે દુર્ઘટનાગ્રસ્ત યુએફઓઅને તેના પાઈલટ છે? તેના પર ગ્રૂશે જવાબ આપ્યો કે હાં, સરકાર પાસે બિન માનવીના શરીર અને બીજી દુનિયાથી આવેલા એરક્રાફ્ટ…

Read More

વેસ્ટ ઈન્ડિઝ વિરૂદ્ધ ત્રણ મેચની વનડે સિરીઝની પ્રથમ મેચ આજે બાર્બાડોસમાં રમાશે. પરંતુ આ મેચ પહેલા સમાચાર આવી રહ્યા છે કે ભારતીય ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજને આ સિરીઝ માટે આરામ આપવામાં આવ્યો છે અને તે ભારત પરત ફર્યો છે. મોહમ્મદ શમીની ગેરહાજરીમાં સિરાજ આ પ્રવાસમાં ફાસ્ટ બોલિંગનો મુખિયા હતો, પરંતુ આગામી એશિયા કપ અને વર્લ્ડ કપ ૨૦૨૩ જેવી મોટી ટુર્નામેન્ટને ધ્યાનમાં રાખીને તેના વર્કલોડને ધ્યાનમાં રાખીને આ ર્નિણય લેવામાં આવ્યો છે. સિરાજે વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ સિરીઝમાં કરિયરની બીજી ૫ વિકેટ ઝડપી હતી. આ સિરીઝ ભારતે ૧-૦થી જીતી હતી. મળેલા અહેવાલો અનુસાર મોહમ્મદ સિરાજ ટેસ્ટ ટીમમાં સામેલ આર અશ્વિન,…

Read More

હૈદરાબાદની મહિલા સૈયદા લુલુ મિન્હાજ ઝૈદી માસ્ટર ડિગ્રી મેળવવા માટે અમેરિકા ગઈ હતી. તે શિકાગોના એક રોડ પર ભૂખમરીની હાલતમાં જાેવા મળી હતી. તેલંગાણાની પાર્ટી મજલિસ બચાવો તેહરીકના પ્રવક્તા અમજદ ઉલ્લા ખાને તેમની આ સ્થિતિનો ખુલાસો કર્યો હતો. એક ટિ્‌વટમાં અમજદ ઉલ્લા ખાને મહિલાનો એક વીડિયો શેર કર્યો જેમાં તે કેટલાક સામાન સાથે રોડના કિનારે બેઠેલી જાેવા મળી રહી છે. મહિલાને તેનું નામ જણાવવામાં મુશ્કેલી પડી રહી હોય તેવું લાગી રહ્યું છે. જ્યારે તેમની સ્થિતિ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું કે તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ તેમના શરીરમાંથી લોહીના નમૂના લેવામાં આવ્યા બાદ તેમની તબિયત…

Read More

સંસદીય સમિતિએ સરકારને ફરી એકવાર પાકિસ્તાન સાથે આર્થિક સંબંધો સુધારવાનો પ્રસ્તાવ મૂક્યો છે. તેમણે કહ્યું કે ભારત-પાકિસ્તાને સાંસ્કૃતિક સમાનતા અને સભ્યતાઓને કારણે કનેક્ટિવિટી વધારવાની દિશામાં કામ કરવું જાેઈએ. વિદેશ બાબતોની સંસદીય સ્થાયી સમિતિએ લોકસભામાં ભારતની નેબરહૂડ ફર્સ્ટ નીતિ પર ધ્યાન કેન્દ્રિત કરતો અહેવાલ રજૂ કર્યો હતો. આ સમિતિનું નેતૃત્વ ભાજપના નેતા પીપી ચૌધરી કરી રહ્યા છે. લોકસભામાં રજૂ કરાયેલા અહેવાલમાં સમિતિએ કહ્યું કે આ ગતિશીલ નીતિ છે. રિપોર્ટમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે સમિતિ સરકારને વિનંતી કરે છે કે જાે પાકિસ્તાન પહેલ કરે તો તેની સાથે આર્થિક સંબંધો સ્થાપિત કરવા જાેઈએ. બંને દેશો વચ્ચે સાંસ્કૃતિક સમાનતા છે. બંને દેશોના નાગરિકો…

Read More

જે લોકોને ફરવાનો શોખ હોય છે, તેઓ સૌથી પહેલા પોતાનો પાસપોર્ટ બનાવી લે છે, આખરે દુનિયા ફરવાની મજા જ કંઈક અલગ હોય છે, પરંતુ જાે તમે અન્ય દેશની મુસાફરી કરી રહ્યા હોવ તો સામાન્યરીતે પાસપોર્ટ સિવાય વિઝા જરૂરી હોય છે. જેના કારણે ઘણા લોકો અન્ય દેશોમાં મુસાફરી કરવાનો આનંદ ઉઠાવી શકતા નથી પરંતુ શું તમે જાણો છો કે વિઝા વિના પણ ઈન્ડિયન પાસપોર્ટ પર દુનિયાના લગભગ ૫૦થી વધુ દેશોની મુસાફરી કરી શકાય છે. આ દેશોમાં તમારે કોઈ પણ પ્રકારના વીઝાની જરૂર પડશે નહીં. તાજેતરમાં રિલીઝ થયેલા રિપોર્ટ અનુસાર ભારતીય પાસપોર્ટ ધારક મુસાફર ઘણા દેશોમાં વિઝા વિના એન્ટ્રી કરી શકે છે.…

Read More

જમ્મુ-કાશ્મીર વહીવટીતંત્રએ બુધવારે ૩ દાયકા કરતા વધુ સમય સુધી પ્રતિબંધિત રહ્યા બાદ ગુરુવારે શ્રીનગરથી ૮ મા મોહરમ જુલૂસની પરવાનગી આપવાનો ર્નિણય કર્યો. જાેકે, તંત્રએ જુલૂસ માટે એક સમય મર્યાદા નક્કી કરી છે. શ્રીનગરના ડેપ્યુટી કમિશનર અજાજ અસદ દ્વારા બુધવારે સાંજે જાહેર કરાયેલા એક આદેશ અનુસાર ૨૭ જુલાઈ ૨૦૨૩એ સવારે ૬ વાગ્યાથી સવારે ૮ વાગ્યા સુધી ૮ મી મોહરમ- ૧૪૪૫ એ ગુરુ બજારથી બુડશાહ કદલ અને એમ.એ. રોડ શ્રીનગરના માધ્યમથી ડલગેટ સુધી મોહરમ જુલૂસ કાઢવાની પરવાનગી આપવામાં આવી છે. બુધવારે પોતાના આદેશમાં તંત્રએ જુલૂસ કાઢનાર લોકોને કહ્યુ છે કે કોઈ પણ પ્રકારનું રાષ્ટ્ર-વિરોધી/સ્થાપના-વિરોધી ભાષણ/સૂત્રોચ્ચાર કે પ્રચાર કરે નહીં. કાશ્મીરના એડીજીપીએ જમ્મુ-કાશ્મીર…

Read More

સરકારે એક વાયરસને લઈને એડવાઈઝરી જારી કરી છે અને તેનાથી સાવચેત રહેવા જણાવ્યું છે. આ ખતરનાક રેન્સમવેરનું નામ અકીરા છે. આ યુઝર્સ માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. તેઓ યુઝર્સની અંગત વિગતોની ચોરી કરીને યુઝર પાસેથી પૈસાની માંગ પણ કરી શકે છે. જાે પૈસા ન આપવામાં આવે તો યુઝર્સને અલગ-અલગ રીતે બ્લેકમેલ કરી શકાય છે. હેકર્સ આ ડેટાને ડાર્ક વેબ પર વેચી શકે છે. સરકારી એજન્સી ઈન્ડિયન કોમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમે તાજેતરમાં એક એડવાઈઝરી જારી કરીને લોકોને ઈન્ટરનેટ પર આવતા નવા વાયરસથી સાવચેત રહેવા જણાવ્યું છે. આ વાયરસ પહેલા વિન્ડોઝ અને લિનક્સ સિસ્ટમ પર ચાલતી સિસ્ટમને ટારગેટ બનાવે…

Read More

સિક્કિમ સરકારે મેટરનિટી લીવને લઈને મોટો ર્નિણય લીધો છે. હવે રાજ્યમાં માતા બનનાર સરકારી મહિલા કર્મચારીઓને ૧૨ મહિનાની રજા આપવામાં આવશે. સિક્કિમના મુખ્યમંત્રી પ્રેમ સિંહ તમાંગે આ એલાન કર્યું છે. આ ઉપરાંત બાળકના પિતાને પણ એક મહિનાની રજા આપવાની જાેગવાઈ છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ટૂંક સમયમાં આ અંગેના નિયમોમાં ફેરફાર કરવામાં આવશે અને આ યોજના રાજ્યમાં લાગુ કરવામાં આવશે. જેના કારણે રાજ્યની હજારો મહિલાઓને ફાયદો થશે. સિક્કિમ સ્ટેટ સિવિલ સર્વિસ ઓફિસર્સ એસોસિએશનની વાર્ષિક સામાન્ય સભાને સંબોધિત કરતા સિક્કિમના સીએમ તમાંગે જણાવ્યું કે, આ ર્નિણયથી સરકારી કર્મચારીઓને તેમના બાળકો અને પરિવારની સારી સંભાળ રાખવામાં મદદ મળશે. મુખ્યમંત્રીએ કહ્યું કે ટૂંક સમયમાં…

Read More

મહારાષ્ટ્રમાં થોડા દિવસો પહેલાં જ અજિત પવાર સહિત એનસીપી ધારાસભ્યોએ બળવો કરી શિંદે-ફડણવીસ સાથે ગઠબંધન કરી રાજકારણમાં હડકંપ બચાવી દીધો હતો… અજિત પવારે સત્તાધારી ટીમમાં સામેલ થઈ શરદ પવાર સામે દુશ્મનીભર્યું પગલું ભર્યું છે. અજિત ટીમે રાજ્ય સરકારને સમર્થન આપ્યા બાદ દેશભરમાં મહારાષ્ટ્ર રાજકારણ ચર્ચાનો વિષય બની ગયો હતો. જાેકે રાજકારણમાં વધુ ભડકો ત્યારે સામે આવ્યો જ્યારે અજિત પવાર સહિત તમામ ધારાસભ્યોએ શરદ પવાર સાથે મુલાકાત કરી અને તેમનો આશીર્વાદ મેળવ્યા… જાેકે હવે મુખપત્ર ‘સામના’માં અજિત પવાર ટીમની શરદ પવાર સાથેની મુલાકાતનો ઉલ્લેખ કરાયો છે. અજિત પવાર અને શરદ પવારની ભૂમિકા પર વિપક્ષી દળોએ પણ વાંધો ઉઠાવવાનું શરૂ કરી દીધું…

Read More