ભારતે વેસ્ટ ઈન્ડિઝને ત્રણ મેચોની વનડે સીરિઝની પ્રથમ વનડેમાં પાંચ વિકેટે હરાવ્યું હતું. બાર્બાડોસના કેન્સિંગ્ટન ઓવલ ખાતે રમાયેલી પ્રથમ વનડેમાં ભારતીય બોલરોનો દબદબો રહ્યો હતો. ભારતે માત્ર ૨૨.૫ ઓવરમાં જ ૧૧૫ રનનો લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. ભારતીય ટીમે ટેસ્ટ બાદ વનડેમાં પણ શાનદાર પ્રદર્શન કરતા વેસ્ટ ઈન્ડિઝની ટીમને પાંચ વિકેટે હરાવ્યું હતું. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી વેસ્ટ ઈન્ડિઝની ટીમની શરૂઆત ખરાબ રહી હતી અને તેણે ૪૫ રનમાં પોતાની ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. જાે કે શિમરોન હેટમાયર અને કેપ્ટન શાઈ હોપ વચ્ચે ૪૩ રનની ભાગીદારી થઈ હતી પણ ટીમે છેલ્લી સાત વિકેટ ૨૬ રનમાં ગુમાવી દીધી…
Author: Shukhabar Desk
ભારતીય અંજુ અને પાકિસ્તાની સીમા હૈદરને લઈને ચાલી રહેલો વિવાદ હજુ શાંત થવાનું નામ લઈ રહ્યો નથી. પાકિસ્તાનમાં નસરુલ્લાહ સાથે રહેતી અંજુએ પોતાના ભારતીય પતિ અરવિંદ પાસે છૂટાછેડા માગ્યા છે. તો પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે અંજુને લઈને એક મોટુ નિવેદન આપ્યું છે. પાકિસ્તાની પ્રવક્તા મુમતાઝ ઝહરા બલોચે કહ્યું કે, અંજુ કાયદેસર રીતે પાકિસ્તાનમાં આવી છે. તો સીમા હૈદર પર કહ્યું કે, ભારતે હજુ સુધી તેમને કાઉન્સેલર એક્સેસ આપ્યો નથી. એટલા માટે જ સીમાની પાકિસ્તાની નાગરિકતાની હજુ સુધી કોઈ પણ પ્રકારની પુષ્ટિ થઈ શકી નથી. પાકિસ્તાની પ્રવક્તાએ એવું પણ કહ્યું કે, ભારતે હજુ સુધી સીમા હૈદરને લઈ કાઉન્સેલર એક્સેસ આપ્યો નથી. તો…
દુનિયાનું સૌથી મોટું મ્યુઝિયમ ટૂંક સમયમાં ભારતમાં બનવા જઈ રહ્યું છે. વડાપ્રધાન મોદીએ બે દિવસ પહેલા દિલ્હીના પ્રગતિ મેદાનમાં આંતરરાષ્ટ્રીય એક્ઝિબિશિન કમ કન્વેન્શન સેન્ટર (આઈઈસીસી) પરિસરનું ઉદ્ધાટન કર્યુ હતું તે દરમિયાન વિશ્વના સૌથી મોટા ‘યુગે-યુગીન ભારત’ રાષ્ટ્રીય મ્યુઝિયમની જાહેરાત કરી હતી. આ રાષ્ટ્રીય મ્યુઝિયમ ૧.૧૭ લાખ ચોરસ મીટરમાં ફેલાયેલું હશે. હાલમાં ફ્રાન્સમાં લુવર મ્યુઝિયમ વિશ્વનું સૌથી મોટું મ્યુઝિયમ છે. યુગ-યુગીન નામ સંસ્કૃત ભાષામાંથી લેવામાં આવ્યું છે જેનો અર્થ થાય છે ‘શાશ્વત અથવા સનાતન ભારત’. આ મ્યુઝિયમની વિશેષતા વિશે વાત કરીએ તો તેમાં આઠ વિષયોના વિભાગો હશે. આ સિવાય ત્રણ માળના આ મ્યુઝિયમમાં ૯૫૦ રૂમ પણ હશે તેમજ એક બેઝમેન્ટ પણ…
હિમાલયની પર્વતમાળા વિશે દુનિયામાં ભાગ્યે જ એવી કોઈ વ્યક્તિ હશે જે નહીં જાણતી હોય. તેમાં દુનિયાનું સૌથી ઊંચુ શિખર માઉન્ટ એવરેસ્ટ પણ આવેલું છે. જે મોટાભાગે ચર્ચામાં રહે છે. પરંતુ આ વખતે હિમાલય એક નવા કારણસર ચર્ચામાં છે. મામલો એવો છે કે ભારતની ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ (આઈઆઈએસસી) અને જાપાનની નિગાટા યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ સાથે મળીને હિમાલય પર આશરે ૬૦ કરોડ વર્ષ જૂના દરિયાઈ પાણીની શોધ કરી છે. દરિયાઈ પાણીના આ ટીપાં ખનિજમાં મળી આવ્યા હતા. જે દર્શાવે છે કે આશરે ૬૦ કરોડ વર્ષ પૂર્વે અહીં કોઈ મહાસાગરનું અસ્તિત્વ હશે. જ્યારે અહીંથી મળી આવેલા ખનીજાેનું નિરીક્ષણ કરવામાં આવ્યું તો તેમાં કેલ્શિયમ…
દિલ્હી-એનસીઆર સહિત ઉત્તર ભારતના મોટા ભાગના વિસ્તારોમાં ઘણી વખત જુલાઈ મહિના સુધી ભારે ગરમીનો અનુભવ થતો જાેવા મળ્યો છે પરંતુ આ વખતે ખાસ આ વિસ્તારોમાં ભારે ગરમીનો પ્રકોપ જાેવા મળ્યો નથી પરંતુ આ વખતે વિશ્વના ઠંડા રહેતા વિસ્તારોને આ ભારે ગરમીની ઝપેટમાં આવી ગયા છે. જેના કારણે આ વર્ષે જુલાઈ મહિનો અત્યાર સુધીના ઈતિહાસમાં સૌથી ગરમ રહ્યો છે. આ મહિનો પૂરો હજુ પૂરો નથી થયો પરંતુ તે પહેલા જ તેને અત્યાર સુધીની સૌથી ગરમ જુલાઈની ઉપાધી મળી ગઈ છે. સમગ્ર વિશ્વમાં ગરમીએ રેકોર્ડ તોડી નાખ્યા છે. જેના કારણે ઉત્તર અમેરિકા, ચીન અને યુરોપ જેવા દેશોમાં ઓછી ગરમી વાળા વિસ્તારો ખરાબ…
ઉત્તર પ્રદેશના પીલીભીતમાં પત્નીએ તેના પતિને દોરડાથી ખાટલે બાંધ્યો હતો. પછી તેના શરીર પર કુહાડીથી હુમલો કરીને લાશના ટુકડાં કર્યા હતા. એ પછી પત્નીએ આ ટુકડાં ગામની નજીક આવેલી એક કેનાલમાં ફેંકી દીધા હતા. બનાવની જાણ થયા બાદ લોકોનાં ટોળા પહોંચ્યા હતા. જાણ થતા પોલીસની ટીમ પણ ત્યાં પહોંચી હતી. પોલીસે લાશના ટુકડા શોધવા માટે ગોતાખોરોની પણ મદદ લીધી હતી. જાે કે, મોડી રાત સુધી લાશના ટુકડા મળી આવ્યા નહોતા. પોલીસનું કહેવું છે કે, મહિલાએ તેનો ગુનો કબૂલ કરી લીધો છે અને ઘટના બાદ આ વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પ્રાપ્ત જાણકારી મુજબ, ગજરૌલા પોલીસ સ્ટેશન હેઠળ આવતા શિવનગરમાં ૫૫…
પૂરમાં રેસ્ક્યૂનું કામ કરી રહેલા જગજીત સિંહ પોતાના મિશનમાં વ્યસ્ત હતા. પૂરમાં ફસાયેલા લોકોને તેઓ મદદ કરતા હતા અને બહાર કાઢતા હતા ત્યારે એમને અંદાજાે પણ નહોતો કે નિઃસ્વાર્થ ભાવે કરેલા આ કામનું સુખદ ફળ મળશે. બચાવ કાર્ય દરમિયાન જગજીતને જિંદગીની સૌથી મોટી ભેટ મળી છે. ગત અઠવાડિયે કરેલા બચાવ કાર્ય દરમિયાન જગજીતને તેની મમ્મી મળી ગઈ. બાળપણમાં જગજીતને કહેવામાં આવ્યું હતું કે, તેના માતાપિતાનું રોડ અકસ્માતમાં મોત થયું છે. જાેકે, ૨૦ જુલાઈએ જ્યારે તે પોતાના નાના-નાનીના ગામમાં પહોંચ્યો અને માતાને જાેઈ ત્યારે તેના આંખમાંથી અવિરત આંસુ વહેવા લાગ્યા. મા-દીકરાનું આ મિલન જાેનાર દરેક વ્યક્તિની આંખો ભીની થઈ ગઈ. જગજીત…
ભારત દુનિયામાં સૌથી સસ્તા દરે દવા ઉત્પાદન કરતો દેશ ગણાય છે જેના કારણે ઘણા ગરીબ દેશો મેડ ઈન ઈન્ડિયા દવાઓ પર આધાર રાખે છે. પરંતુ તાજેતરમાં કેટલીક દવાઓ જાેખમી સાબિત થઈ રહી છે જેના કારણે તેની ગુણવત્તા સામે સવાલ ઉઠ્યા છે. તાજેતરમાં ભારતે ઈરાક મોકલેલી શરદીની દવામાં ઝેરી રસાયણો હોવાનું બહાર આવ્યું છે. ઈરાક એક્સપોર્ટ કરવામાં આવેલા શરદીના સિરપની ચકાસણી કરવામાં આવી ત્યારે આ ચોંકાવનારી વિગત મળી છે. થોડા સમય અગાઉ કેટલાક દેશોમાં ભારતીય કફ સિરપના કારણે બાળકોના મોત થયા હોવાના અહેવાલ આવ્યા હતા, પરંતુ તેને પુષ્ટિ મળી ન હતી. ઈરાકમાં વેચાઈ રહેલા ભારતીય શરદીના સિરપની તપાસ કરવામાં આવી ત્યારે…
અહીં ૧૧ મહિલાઓના નસીબ માત્ર ઉધારના રુપિયે ચમકી ગયા હતા. આ મહિલાઓ પાસે ૨૫૦ રુપિયા પણ નહોતા અને હવે તેઓ કરોડપતિ બની ગઈ છે. આ મહિલાઓ કચરો ઉપાડવાનું કામ કરે છે. આ તમામ મહિલાઓએ ૩૫૦ રુપિયા એકઠા કર્યા અને પછી લોટરી ખરીદી હતી. આ લોટરીની ટિકિટે હવે તેમને કરોડપતિ બનાવી દીધા છે. આ તમામ મહિલાઓનું નસીબ ખરેખર ઉધારના રુપિયે બદલાઈ ગયુ હતુ. હવે તેઓ ૧૦ કરોડોની લોટરી જીત્યા છે. આ તમામ મહિલાઓ હરિત ફર્મ સેના સાથે સંકળાયેલી છે. હરિત ફર્મ સેના કેરળની પરાપન્નાગાડી નગરપાલિકા હેઠળ કચરો ઉપાડવાનું કામ કરે છે. આ જ કંપનીમા આ મહિલાઓ પણ કામ કરે છે. થોડા…
અમુક દિવસો પહેલાં આઈઆઈટીહૈદાબાદના એક વિદ્યાર્થીએ બેકલોગ એક્ઝામ પાસ ન કરી શકવાને કારણે સમુદ્રમાં ડૂબી આપઘાત કરી લીધો હતો. તે ૧૭ જુલાઈથી ગુમ હતો. ૧૯ જુલાઈના સીસીટીવી ફૂટેજમાં તે સમુદ્રના ખતરનાક કિનારે જાેવા મળ્યો હતો. તેના પછી ૨૦ જુલાઈએ તેનો શબ મળ્યો જેની ઓળખ થઈ ચૂકી છે. આપઘાત કરનાર વિદ્યાર્થી નલગોંડાનો વતની હતો. તેની નામ ધનવત કાર્તિક હતું. ધનવત કાર્તિક જેવા અનેક વિદ્યાર્થીઓ છે જેઓ આદિવાસી કે અનુસૂચિત જાતિથી તરી આવે છે અને આઈઆઈટી-આઈઆઈએમજેવા સંસ્થાનોમાં એડમિશન મેળવી લે છે. જાેકે તેમને અનામતનો લાભ મળ્યો હોવાથી તેમની સાથે સાથી વિદ્યાર્થીઓ દ્વારા ક્યારેક ક્યારેક ખોટું વર્તન કે ભેદભાવ કરવામાં આવે છે. જેને…