Author: Shukhabar Desk

ભારતીય ક્રિકેટ ટીમ હાલ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે છે. રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમે ટેસ્ટ સિરીઝ ૧-૦થી જીતી હતી જ્યારે વનડે સિરીઝ હાલમાં ૧-૧થી બરાબર છે અને સિરીઝની ત્રીજી અને નિર્ણાયક વનડે આજે રમાશે. બીજી વનડેમાં મળેલી હાર બાદ ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન કપિલ દેવ ભારતીય ટીમ પર ખુબ ગુસ્સે થયા હતા. કપિલ દેવે ભારતીય ટીમના ખેલાડીઓને અહંકારી અને ઘમંડી પણ કહ્યાં હતા. ત્રીજી વનડે પહેલા જ્યારે રવિન્દ્ર જાડેજાને આ અંગે સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે આરામથી જવાબ આપ્યો હતો, પરંતુ તેમના જવાબમાં નારાજગી સ્પષ્ટ દેખાઈ રહી હતી. ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાનું માનવું છે કે ટીમના તમામ સાથી…

Read More

ચીનમાં છેલ્લા કેટલાએ દિવસોથી અનરાધાર વર્ષા થઈ રહી છે. તેમાં આજે (સોમવારે) તો સવારથી શરૂ થયેલી એકધારી વર્ષાએ હાહાકાર મચાવી દીધો છે. પશ્ચિમ બેઈજિંગમાં તો વરસાદનું જાેર અત્યંત વધી ગયું છે. તેથી નદીમાં પૂર આવ્યા છે. અચાનક જ આવેલા પૂરને લીધે સમગ્ર વિસ્તારમાં અંધાધૂંધી ફેલાઈ ગઈ છે, ચારે તરફ બધું ખેદાન-મેદાન થઈ ગયું છે. વિશેષતઃ તો આ વર્ષા અને આ પુરોની પશ્ચિમ બેઈજિંગમાં સૌથી વધુ માઠી અસર થઈ છે. તેમજ આસપાસના શાંત વિચારો પણ પુરના પાણીથી ઘેરાઈ ગયા છે. પરિણામે અસંખ્ય લોકો ઊંચાણવાળા વિસ્તારોમાં આશ્રય લઈ રહ્યા છે અને બચાવની રાહ જાેઈ રહ્યા છે. બેઈજિંગમાં અસંખ્ય કારો પુરના પાણીમાં તણાઈ…

Read More

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલ વિવાદ ફરી એકવાર વધતો જાેવા મળી રહ્યો છે. રશિયન હુમલા બાદ હવે યુક્રેન જવાબી કાર્યવાહી કરી રહ્યું છે. યુક્રેને આજે ફરી એકવાર રશિયાની રાજધાની મોસ્કો પર ડ્રોન વડે હુમલો કર્યો છે. યુક્રેનિયન ડ્રોને મોસ્કોમાં એક સરકારી બિલ્ડિંગને નિશાન બનાવ્યું છે. યુક્રેનના આ હુમલાથી મોસ્કોમાં અરાજકતા ફેલાઈ ગઈ છે. સ્થાનિક સમાચાર એજન્સીમાંથી માહિતી મુજબ હુમલા બાદ રાજધાની મોસ્કોના વનુકોવો એરપોર્ટને બંધ કરી દેવામાં આવ્યું છે. આ ડ્રોન હુમલા બાદ રશિયા એક્શનમાં છે. રશિયાના સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો છે કે સેનાએ અનેક ડ્રોનને તોડી પાડ્યા છે. આ સિવાય મોસ્કોના મેયર સર્ગેઈ સોબ્યાનિને જણાવ્યું છે કે ઘણા…

Read More

અમદાવાદમાંથી અલકાયદા સાથે સંકળાયેલા શખ્સોને એટીએસએ ઝડપી પાડ્યા હતાં. હવે રાજકોટમાં એટીએસએ મોટું ઓપરેશન પાર પાડ્યું છે. શહેરના સોની બજારમાં કારીગર તરીકે રહેતાં અને અલકાયદા સાથે સંકળાયેલા ત્રણ શખ્સોની એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે રાજકોટના સોની બજારમાં છેલ્લા છ મહિનાથી કારગીર બનીને રહેતાં ત્રણ શખ્સો આતંકી સંગઠન અલકાયદા સાથે સંકળાયેલા હોવાની એટીએસને બાતમી મળી હતી. જેના આધારે તપાસ કરતાં શહેરના સોની બજારમાંથી ત્રણ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. આ શખ્સો મુસ્લિમ કારીગરોને ભારત વિરૂદ્ધ ભડકાવવાનું કામ કરતા હોવાની આશંકા સેવાઈ રહી છે. એટીએસના ગુપ્ત ઓપરેશનમાં એવું સામે આવ્યું છે કે, આ ત્રણેયને ગુજરાતમાં અલકાયદાનો પ્રચાર કરવાનું…

Read More

શહેરમાં સામૂહિક આપઘાતની ઘટના સામે આવી છે. જેમાં ૨નાં મોત થયા છે, જ્યારે એક વ્યક્તિ ઘાયલ હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઘટના કાછિયાપોળ બાબાજીપુરા રાવપુરાની છે. સામૂહિક આપઘાતની ઘટનામાં માતા-પુત્રનું મોત નિપજ્યું છે, જ્યારે પિતા સારવાર હેઠળ છે. હાલ ઘટનાને પગલે પોલીસ કાફલે ઘટના સ્થળે દોડી આવ્યો છે અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. વડોદરામાં સામૂહિક આત્મહત્યાની ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી છે. આ દુઃખદ ઘટના કાછિયાપોળ બાબાજીપુરા રાવપુરા વિસ્તારની છે, જ્યાં સિક્યુરિટીમાં કામ કરતા પિતાએ સામુહિક આત્મહત્યા કરી છે. આર્થિક સંક્રમણના કારણે આત્મહત્યા કરવાનું માહિતી મળી રહી છે. આ ઘટનામાં માતા નયનાબેન અને પુત્ર…

Read More

ગુજરાતમાં વરસાદે ચાર રાઉન્ડમાં જળબંબાકારની સ્થિતિ કરી નાંખી છે. નદી નાળામાં નવા નીરની આવક થવા પામી છે અને જળાશયો પણ છલકાઈ ગયાં છે. રાજ્યમાં છેલ્લા ૨૪ તાલુકામાં ૧૨૮ તાલુકામાં વરસાદ પડ્યો છે. સૌથી વધુ મહિસાગરના લુણાવાડામાં અઢી ઈંચ વરસાદ ખાબક્યો છે. હવામાન વિભાગનાં ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે હાલ ગુજરાત રાજ્યમાં કોઈ સિસ્ટમ એક્ટિવ નથી. ગુજરાતમાં ભારે વરસાદની કોઈ સંભાવના નથી. હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. ગુજરાતમાં સીઝનનો ૭૮ ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે, પરંતુ ૫ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે. હવામાન વિભાગે અમદાવાદમાં વરસાદના કેટલાક રાઉન્ડ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. જાેકે…

Read More

અમરેલી જિલ્લામાં જંગલમાંથી પસાર થતી રેલવે લાઇન ઉપર સિંહ અકસ્માતની ઘટનાઓ વારંવાર બનતી રહે છે. તાજેતરમાં ટ્રેન હડફેટે સિંહનું મોત થયું હતું. બાદ આજે ફરી સાવરકુંડલા રેન્જમાં આવેલી બોરાળા રેલવે ફાટક પાસે સિંહબાળનું ટ્રેન હડફેટે મોત થયું છે. અમરેલી ગીર વિસ્તારનો જિલ્લો ગણવામાં આવે છે. અમરેલી વિસ્તારની અંદર અનેક વિસ્તારોની દર સિંહનો વસવાટ છે. સિંહ પરિવાર અવારનવાર રેલવે ટ્રેક ઉપર આવી જાય છે. સાવરકુંડલા રેન્જમાં આવેલી બોરાળા રેલવે ફાટક પાસે આજે એક સિંહબાળ રેલવે ટ્રેક ઉપર આવી ગયું હતું. પેસેન્જર ટ્રેનની હડફેટે સિંહબાળ આવી જતા મોત થયું હતું. આ બનાવવાની જાણ વન વિભાગને થતા વન વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું હતું.…

Read More

રાજ્યમાં ચોમાસાની સિઝનની સાથે રોગાચાળો પણ વકર્યો છે. આ સિઝનમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાએ માથું ઉચક્યું છે. ખાસ કરીને સુરતમાં રોગચાળો બેકાબુ બન્યો છે. સુરતમાં વકરેલા રોગચાળાએ વધુ એકનો ભોગ લીધો છે. કાપોદ્રામાં તાવમાં સપડાયેલી વધુ એક મહિલાનું મોત નિપજ્યું છે. કોપોદ્રાના દશરથ નગરમાં રહેતા ધનીબેન બોરીચાને ૭ જુલાઈના રોજ તાવ આવતા સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ત્યાં પણ તેમને તાવમાં રાહત ન થતા તેમને ખાનગી એમ્બ્યુલન્સમાં ભાવનગરની હોસ્પિટલમાં લઈ ગયા હતા, ત્યારે ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવ બાદ ધનીબેનના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે ભાવનગર પોલીસે પોસ્ટમોર્ટમની તજવીજ હાથ ધરી હતી. આ મામલે…

Read More

આ વર્ષે શ્રાવણ મહિના પહેલા અધિક માસ આવતા લોકોમાં ભક્તિભાવનો માહોલ જાેવા મળી રહ્યો છે. પવિત્ર માસમાં રાજ્યભરમાં અનેક ધાર્મિક સ્થળોએ શ્રધ્ધાળુઓ ઉમટી પડતાં હોય છે ત્યારે તાપીના વ્યારાના બાલપુર ગામે આવેલું વર્ષો જૂનું કર્દમેશ્વર મહાદેવનું મંદિર પણ લોકો માટે આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે. શ્રાવણ માસમાં અહીં સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી ભાવિક ભક્તો મહાદેવનાં દર્શનનો અચૂક લહાવો લેવા આવતાં હોય છે. તાજેતરમાં જ અહીં શિરડી સાંઈ બાબાનું નવનિર્મિત મંદિર પણ શ્રધ્ધાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનવા પામ્યું છે. કર્દમેશ્વર મહાદેવનાં મંદિરનો ચોક્ક્‌સ ઇતિહાસ જાણવો હાલ તો મુશ્કેલ છે પરંતુ કહેવાય છે કે, આ મંદિર વર્ષો જૂનું હોવાનું મનાય છે. કહેવાય છે…

Read More

ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમ ઓવરફ્લો થવાના આરે છે. ધરોઈ ડેમની જળસપાટી વધતા ૩ દરવાજા ખોલાયા છે. ડેમની ભયજનક સપાટી ૬૨૨ ફૂટ છે, જ્યારે હાલ ડેમ ૬૧૮.૫૦ ફૂટ ભરાયો છે. ધરોઈ ડેમ સંપૂર્ણપણે ભરાવવામાં ફક્ત ૩.૫ ફૂટ બાકી છે. જળસપાટી જાળવવા ૧૦,૦૩૬ ક્યુસેક પાણી સાબરમતીમાં છોડાયું છે. સાબરમતી નદીના કાંઠા વિસ્તારને એલર્ટ કરાયા છે. ઉપરવાસમાં ભારે વરસાદથી ધરોઈ ડેમમાં નવા નીરની આવક થઇ રહી છે. ગઇકાલે મહેસાણાના ધરોઈ ડેમનો બીજાે ગેટ ખોલાયો હતો અને ડેમમાંથી નદીમાં ૯૨૩૬ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. કાલે ડેમમાં ૯૨૮૬ ક્યુસેક પાણીની આવક થઇ રહી હતી. જ્યારે હાલ ધરોડાઈ ડેમની સપાટી ૬૧૯ ફૂટ છે.…

Read More