રાજસ્થાનમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી છે. મુખ્યમંત્રી અશોક ગેહલોત ચૂંટણીની તૈયારીમાં વ્યસ્ત છે. આવી સ્થિતિમાં તેમણે મુખ્યમંત્રી પદને લઈને એવી વાત કહી કે જેનાથી બધા ચોંકી ગયા. અશોક ગેહલોતે કહ્યું કે તેઓ ઘણી વખત વિચારે છે કે મુખ્યમંત્રી પદ છોડી દે, પરંતુ આ પદ તેમને છોડતું નથી. જાેકે, સીએમ ગેહલોતે મજાકમાં આ વાત કહી હતી, પરંતુ રાજસ્થાનના રાજકારણમાં હસ્તક્ષેપ કરનારાઓ સમજી ગયા કે તેમનું નિશાન કોની તરફ હતું. સીએમ ગેહલોતે આગામી વિધાનસભાની ચૂંટણી તરફ ધ્યાન દોર્યું અને કહ્યું કે ‘હવે જાેઈએ આગળ શું થાય છે’. ગેહલોત રાજ્યની વિવિધ તબીબી સંસ્થાઓના શિલાન્યાસ અને ઉદ્ઘાટનના વર્ચ્યુઅલ કાર્યક્રમમાં વીડિયો કોન્ફરન્સ દ્વારા અંગ દાનના…
Author: Shukhabar Desk
પટણાથી દિલ્હી જતી ઈન્ડિગોની ફ્લાઈટનું એન્જિન બગડ્યું હોવાના અહેવાલ મળી રહ્યા છે. પટણા એરપોર્ટથી ઉડાન ભર્યાની માત્ર ત્રણ જ મિનિટ બાદ આ ખામી સામે આવી હતી જેના પગલે વિમાનને ઈમરજન્સી લેન્ડિંગ કરાવાયું. પાઈલટે આ દરમિયાન સમજદારીપૂર્વકની કામગીરી કરી હતી. પટણા એરપોર્ટના ડિરેક્ટરે આ ઘટનાની પુષ્ટી કરી છે. વિમાનમાં સવાર તમામ ૧૮૦ યાત્રીઓ સુરક્ષિત હોવાની માહિતી અપાઈ છે. જાેકે વિમાનના એન્જિનમાં ખામી સર્જાઈ હોવાના અહેવાલ સામે આવતા જ તમામ મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા. એરપોર્ટ ડિરેક્ટરે જણાવ્યું કે દિલ્હી જતી ઈન્ડિગોની ફ્લાઈટ ૬ઈ-૨૪૩૩એ ઉડાન ભર્યાના ૩ જ મિનિટ બાદ એન્જિનમાં ખામી સર્જાઈ હોવાની માહિતી આપી હતી. ત્યાર બાદ વિમાનને સવારે…
કોઈ પણ એકમ હવે નાગરિકો વિશે ડિજિટલ રીતે સંગ્રહ કરાયેલી જાણકારી કે આંકડાનો દુરુપયોગ કરશે કે પછી તેનું સંગ્રહ કરવામાં નિષ્ફળ રહેશે તો તેના પર ૨૫૦ કરોડ રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવી શકે છે. આ જાેગવાઈ સંસદમાં રજૂ કરાયેલા ડિજિટલ પર્સનલ ઈન્ફર્મેશન પ્રોટેક્શન બિલ – ૨૦૨૩માં કરાઈ છે. બિલમાં આંકડાની સારસંભાળ અને પ્રસંસ્કરણ કરતા એકમો માટે જવાબદેહી સાથે લોકોના અધિકારોને સ્પષ્ટ કરાયા છે. સંસદમાં રજૂ કરાયેલા બિલમાં ભારતીય વ્યક્તિગત માહિતી સંરક્ષણ બોર્ડની રચના કરવાનો પ્રસ્તાવ પણ છે. પ્રસ્તાવના મુસદ્દાની તુલનાએ બિલમાં દંડના નિયમોમાં અમુક રાહત અપાઈ છે. જાહેર ચર્ચા વિચારણાં માટે મુસદ્દો નવેમ્બર ૨૦૨૨માં જારી કરાયો હતો. બિલમાં જણાવાયું છે…
જ્ઞાનવાપી કેમ્પસના સર્વેની મંજૂરી આપવાના અલ્હાબાદ હાઈકોર્ટના ર્નિણય સામે મુસ્લિમ પક્ષ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટ આજે સુનાવણી થઇ હતી. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની બેન્ચ આ અંગે સુનાવણી કરી હતી. ગઈકાલે અલ્હાબાદ હાઈકોર્ટના ચુકાદાના કલાકો બાદ અંજુમન ઈન્તેઝામિયા મસ્જિદના વકીલ નિઝામ પાશાએ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ સમક્ષ આ બાબતનો ઉલ્લેખ કર્યો અને તાત્કાલિક સુનાવણીની વિનંતી કરી હતી, જેમાં સર્વે પર પ્રતિબંધ મુકવાની માંગ કરવામાં આવી હતી. આ મામલે મુસ્લીમ પક્ષને મોટો ઝટકો લાગ્યો છે કારણ કે સુપ્રીમ કોર્ટે પણ હવે એએસઆઈસર્વે માટેની મંજૂરી આપી દીધી છે. સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચુડે કહ્યું…
નેશનલ કેપિટલ ટેરિટરી ઑફ દિલ્હી બિલ ૨૦૨૩ લોકસભામાં પસાર થઈ ગયું છે. બંને પક્ષોના કુલ ૨૬ સાંસદોએ ચર્ચામાં ભાગ લીધો હતો. આ બિલ પર ચર્ચા દરમિયાન રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) સાંસદ સુપ્રિયા સુલે ખૂબ જ આક્રમક રીતે જાેવા મળ્યા હતા. લોકસભા સાંસદ સુપ્રિયા સુલેએ ભાજપને ચાર પ્રશ્નો કર્યા હતા. અરવિંદ કેજરીવાલનું સમર્થન કરીને સુપ્રિયા સુલેએ સરકારને ચાર પ્રશ્નો કર્યા જે દરમિયાન તેઓના આંખમાં પાણી આવી ગયા હતા. હું જાણું છું કે દિલ્હી સંપૂર્ણ રાજ્ય નથી. પરંતુ હું પૂછવા માંગુ છું કે દિલ્હીમાં અત્યાર સુધીની તમામ ચૂંટણીઓમાં ભાજપ પોતાના ઘોષણાપત્રમાં દિલ્હીને સંપૂર્ણ રાજ્ય બનાવવાની વાત કરી રહી છે. જાે હું ખોટું…
સપ્તાહના અંતિમ કારોબારી દિવસે શેરબજારમાં મંદી પર બ્રેક લાગી હતી. છેલ્લા બે દિવસમાં ૧૩૦૦થી વધુ પોઈન્ટના બોલેલા કડાકા બાદ આજે શેરબજાર સુધારા સાથે બંધ રહ્યું હતું. આજના કારોબારમાં આઈટીશેર વધ્યા હતા, જ્યારે ઓટો શેર ઘટ્યા હતા. આજના કારોબારી દિવસના અંતે રોકાણકારોની સંપત્તિ વધીને ૩૦૪.૦૪ લાખ કરોડ થઈ હતી, જે ગુરુવારે ૩૦૨.૩૯ લાખ કરોડ રૂપિયા હતું. બીએસઈ પર ઝોમાટો, આઈઆરએફસી, એસબીઆઈ, ઈન્ફોસિસ અને એચડીએફસી બેંક સૌથી વધુ એક્ટિવ રહ્યા હતા. આજના કારોબારી દિવસના અંતે સેન્સેક્સ ૪૮૦.૫૭ પોઇન્ટના વધારા સાથે ૬૫૭૨૧.૨૫ પોઇન્ટ અને નિફ્ટી ૧૩૫.૩૫ પોઇન્ટના વધારા સાથે ૧૯૫૧૭.૦૦ પોઇન્ટ પર બંધ રહ્યા હતા. બેંક નિફ્ટીમાં પણ ૩૬૬ પોઇન્ટનો ઉછાળો આવ્યો હતો.…
સુપ્રીમ કોર્ટે આજે મોદી સરનેમ કેસમાં મહત્વનો આદેશ આપી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની સજા પર રોક લગાવી દીધી છે. કોર્ટે કહ્યું કે, નીચલી કોર્ટના ન્યાયાધીશ દ્વારા વધુમાં વધુ સજા આપવાનું કોઈ કારણ આપવામાં આવ્યું નથી. અંતિમ ચુકાદો આવે ત્યાં સુધી દોષિત ઠેરવવાના આદેશ પર સ્ટે મુકવો જરૂરી છે. કોર્ટના આ ર્નિણય બાદ રાહુલ ગાંધીએ ટિ્વટ કર્યું છે. તેમણે જણાવ્યું કે, ગમે તે થાય, મારું કર્તવ્ય એ જ રહેશે. ભારતના વિચારની રક્ષા કરવાનો. ઉલ્લેખનિય છે કે, આજે સુપ્રીમ કોર્ટે મોદી સરનેમ મામલે રાહુલ ગાંધીના પક્ષમાં મોટો ર્નિણય કર્યો છે. સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને દોષિત ઠેરવવા અને તેમને સંભળાવાયેલી બે વર્ષની સજા…
કોંગ્રેસ અને રાહુલ ગાંધી બંનેને શુક્રવારનો દિવસ ફળી ગયો. મોદી સરનેમ કેસમાં સુપ્રીમકોર્ટે રાહુલ ગાંધીને દોષિત ઠેરવવા અને તેમને સંભળાવાયેલી બે વર્ષની સજા સામે રોક લગાવી દીધી છે. મોદી સરનેમ માનહાનિ કેસમાં સુરતની નીચલી કોર્ટે રાહુલ ગાંધીને દોષિત ઠેરવ્યા હતા અને તેમને બે વર્ષની સજા કરતાં તેમનું સાંસદ પદ પણ છીનવાઈ ગયું હતું. સુપ્રીમકોર્ટે કહ્યું કે જ્યાં સુધી રાહુલ ગાંધીની અરજી પર સુનાવણી પૂર્ણ નહીં થાય ત્યાં સુધી તેમની દોષસિદ્ધી પણ રોક યથાવત્ રહેશે. સુપ્રીમકોર્ટે રાહુલ ગાંધીને સજા સંભળાવવા સામે પણ સવાલો ઊઠાવ્યા હતા. સુપ્રીમકોર્ટનો આ ર્નિણય રાહુલ ગાંધી, કોંગ્રેસ પાર્ટી અને વિપક્ષી ગઠબંધન માટે અનેક રીતે મહત્ત્વપૂર્ણ છે. સુપ્રીમકોર્ટના…
મોદી સરનેમ કેસમાં સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને મોટી રાહત આપી છે. આ કેસમાં પોતાનો ચુકાદો આપતાં સુપ્રીમ કોર્ટે રાહુલની સજા પર રોક લગાવી દીધી છે. જ્યાં સુધી અપીલ પેન્ડિંગ છે, ત્યાં સુધી સજા રોક લગાવાઈ છે. સુપ્રીમ કોર્ટના આ ર્નિણયથી કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીનું રાજકીય ભવિષ્ય નક્કી થઈ જશે. આ મામલાની સુનાવણી જસ્ટિસ બીઆર ગવઈની અધ્યક્ષતાવાળી બેન્ચે કરી હતી. મોદી સરનેમ કેસમાં રાહુલની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ છે. જેમાં રાહુલ ગાંધીના વકીલ સિંધવીએ દોષસિદ્ધિ પર રોક લગાવાવની માંગ કરી હતી. તમામ પક્ષોને દલીલ માટે ૧૫-૧૫ મિનિટનો સમય અપાયો હતો. રાહુલના વકીલે સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે, ફરિયાદીની…
અમદાવાદ મધ્યસ્થ જેલમાં એક વિચિત્ર ઘટના બની છે. પોક્સો કેસનો આરોપી ભેદી રીતે ગુમ થયો છે. સેશન્સ કોર્ટે જામીન આપ્યા બાદ પરિજનો બીડું લઈને પહોંચે તે પહેલા જ આરોપી ગાયબ થયો હતો. આરોપીના પરિજનો બે કલાકથી વધુ સમય જેલમાં બેઠા હોવા છતાં કોઈ જવાબ નહીં મળ્યો અંતે જેલ પ્રશાસને આ બાબતે હાથ અધ્ધર કર્યા. કોઈપણ બે પોલીસ અધિકારી આવીને આરોપીને લઈ ગયા હોવાની જેલ પ્રશાસન દ્વારા આરોપીના પરિવારજનોને જાણ કરાઈ. પરિજનો આરોપીની ભાળ લેવા વાડજ પોલીસ સ્ટેશન પહોંચ્યા. વાડજ પોલીસ સ્ટેશનના અધિકારીઓએ પરિજનોને તેમના વકીલ સાથે આવવા જણાવ્યું હતું. આરોપીના વકીલ પ્રિતેશ શાહ પોલીસ ઇન્સ્પેક્ટર સાથે વાત કરતા આવા કોઈપણ…