નર્મદા જિલ્લામાં બનાવેલુ સરદાર પટેલનું સ્ટેચ્યુ, સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વનું સૌથી ઉચું સ્ટેચ્યુ છે. ત્યારે હવે પીએમ મોદીનું ભવ્ય સ્ટેચ્યુ બનવા જઈ રહ્યું છે. આ સ્ટેચ્યુ સરદાર પટેલના સ્ટેચ્યુ કરતા પણ ઉંચુ હશે. દાવો કરવામાં આવી રહ્યો છે કે, પીએમ મોદીની આ પ્રતિમા ૧૯૦-૨૦૦ મીટરની ઉંચાઈ પર બનાવાશે, જે દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા હશે. હવે આ સ્ટેચ્યુ ભારતમાં ક્યા બનશે તે પણ જાણી લો. મહારાષ્ટ્રમાં પ્રખ્યાત ટુરિઝમ સ્થળ આવેલુ છે લવાસા. જે પ્રવાસીઓમાં ફેમસ છે. પૂણેના લવાસામાં પીએમ મોદીની ભવ્ય પ્રતિમા બનવા જઈ રહી છે. કહેવાય છે કે, ૩૧ ડિસેમ્બર, ૨૦૨૩ પહેલા કે તે દિવસે આ પ્રતિમાનું અનાવરણ કરવામાં આવી…
Author: Shukhabar Desk
ભારતીય વાયુસેનામાં થઈ ઘાતક હથિયારની એન્ટ્રી. ભારતની શક્તિમાં થઈ ગયો ધરખમ વધારો. આ હથિયારની તાકાત જાણીને પાકિસ્તાન સહિત દુનિયાના બીજા દેશોમાં ફફડાટ…પર્વતોની પાછળ છુપાયેલા દુશ્મન સ્થાનોને નષ્ટ કરવા માટે તેની ક્ષમતાઓને વધારવા માટે, ભારતીય વાયુસેનાને ૩૦ કિમી સુધીની રેન્જ સાથે ઇઝરાયેલની સ્પાઇક નોન-લાઇન ઓફ સાઇટ (NLOS) એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલો પ્રાપ્ત થઈ છે. સાથે લક્ષ્ય. સંરક્ષણ સૂત્રોએ એએનઆઈને જણાવ્યું હતું કે ઇઝરાયેલી સ્પાઇક એનએલઓએસ એન્ટિ-ટેન્ક ગાઇડેડ મિસાઇલો પહોંચાડવામાં આવી છે અને ટૂંક સમયમાં તેનું પરીક્ષણ કરવામાં આવશે. સૂત્રોએ જણાવ્યું હતું કે NLOS મિસાઇલો, જે હવે રશિયન મૂળના -૧૭ફ૫ હેલિકોપ્ટરના કાફલા સાથે સંકલિત કરવામાં આવી છે, તે લાંબા અંતરથી લક્ષ્યોને ફટકારવામાં…
તાજેતરમાં જ ગુજરાત એટીએસદ્વારા રાજકોટમાંથી આતંકી સંગઠન સાથે સંકળાયેલા અલકાયદાના ત્રણ આતંકીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ ત્રણેય આતંકીઓની રિમાન્ડ દરમિયાન પુછપરછમાં સામે આવ્યું હતું કે,ત્રણ આતંકી પૈકી એક સૈફ નવાઝ નામનો આતંકી અગાઉ જેતપુરમાં ૫ વર્ષ સુધી રહી ચૂક્યો છે. તે સોનીબજારમાં બંગાળી કારીગર તરીકે કામ કરતો હતો. હવે આ તપાસના તાર જેતપુર સુધી પહોંચે તેવી શક્યતાઓ છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે અલ-કાયદા માટે કામ કરતા ત્રણ આતંકવાદી પૈકી સૈફ ઉર્ફે શોએબ નવાઝ નામનો આંતકવાદી જેતપુર સ્થિત મહંમદ ખેરુદ્દીન ઉર્ફે સિરાજ શેખ અને મહંમદ શાહબુદ્દીન શેખ ઉર્ફે શાહબુદ્દીન નામના બંગાળી મુસ્લિમભાઈઓને ત્યાં ૫ વર્ષથી સોનીકામ કરતો હતો. હાલ સોનીકામમાં મંદી…
શુક્રવારે લોકસભાની કાર્યવાહી ભારે હોબાળા સાથે શરૂ થઇ હતી. જેના પરિણામે બિલ રજૂ કરવા પહોંચેલા સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ નારાજ થઈ ગયા હતા. તેમણે આગળની ખુરશી છોડી પાછળ જવાનો ર્નિણય કર્યો. અગાઉ સ્પીકર ઓમ બિરલા પણ સત્તાપક્ષ અને વિપક્ષના વર્તનને લીધે નારાજગી વ્યક્ત કરી ચૂક્યા હતા. તેમણે તો ગૃહમાં આવવાનો જ ઈનકાર કરી દીધો હતો. લોકસભામાં બિલ અંગે વાત રજૂ કરવાની તૈયારી કરી રહેલા રાજનાથ સિંહ બોલવા જ જતા હતા અને વિપક્ષી સાંસદોએ હોબાળો મચાવી દીધો. નોબત એવી આવી ગઇ કે સાંસદ વેલમાં આવીને હોબાળો કરવા લાગ્યા. આ દરમિયાન સંરક્ષણ મંત્રીને જ્યારે બિલ રજૂ કરવા કહેવાયું તો તેમણે સ્પીકર પાસે…
આઈપીએલની લોકપ્રિયતા કેટલી બધી છે કે તમે એ વાત દ્વારા જાણી શકો છો કે આ મેચને શરુ થવામાં હજુ ૮ થી ૯ મહિનાનો સમય બાકી છે, છતાં પણ સોશિયલ મીડિયા પર ફેન્સ સર્ચ કરી રહ્યા છે, આઈપીએલ ૨૦૨૪ ક્યારે છે, ક્યાં હશે, અને શું શું નવી નવી વાતો આ વખતે જાેવા મળશે. છેલ્લા કેટલાક સમયથી સમાચાર ચાલી રહ્યા છે કે ભારતમાં લોકસભાની ચૂંટણી હોવાથી આઈપીએલ બહાર શિફ્ટ થઈ શકે છે. અથવા તો પછી કેટલીક મેચ બહાર રમાવામાં આવશે. પરંતુ હવે મોટી અપડેટ સામે આવી છે. જેમાં અપડેટ એવી છે કે આઈપીએલ સાઉથ આફ્રિકામાં પણ નહી થાય અને યુએઈમાં પણ નહી…
ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં કેદારનાથ યાત્રાના માર્ગ પર ગૌરીકુંડમાં ભારે વરસાદને કારણે પૂર અને ભૂસ્ખલનને પગલે ૧૯ લોકો ગુમ થયા છે. અત્યાર સુધીમાં બે મૃતદેહ મળી આવ્યા છે. આ બનાવ બાદ અન્ય લોકોની શોધ ચાલુ છે. કેદારનાથ યાત્રા માર્ગ પર ગૌરીકુંડ પાસે ભૂસ્ખલનને કારણે મંદાકિની નદીમાં ત્રણ દુકાનો તણાય ગઈ હતી. આ અકસ્માતમાં ૧૯ લોકોના મોતની આશંકા છે. એક વરિષ્ઠ અધિકારીએ આ માહિતી આપી હતી. આ ઘટના ગઈકાલે રાત્રે લગભગ ૧૨.૧૫ વાગ્યે દાત પુલિયામાં બની હતી. રુદ્રપ્રયાગ જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓફિસર નંદન સિંહ રાજવારે જણાવ્યું હતું કે, “ગૌરીકુંડ પાસે ભૂસ્ખલનને કારણે નદીમાં ત્રણ દુકાનો ધોવાઈ જતાં ૧૯ લોકો ગુમ થયાના અહેવાલો…
મહારાષ્ટ્રમાં એનસીસી કેડેટ્સ સાથે બનેલી ગંભીર ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે ઠાણેમાં આવેલી એક કોલેજમાં એનસીસી વિદ્યાર્થીની ક્રુરતાપૂર્વક માર મારતો હોવાનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો જાેયા બાદ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં હંગામો મચ્યો છે. વાયરલ વીડિયોમાં જાેવા મળી રહ્યું છે કે, વિદ્યાર્થીઓને વરસાદના પાણીમાં જમીન પર માથુ રાખી ર્નિદયતાપૂર્વક ફટકારવામાં આવી રહ્યા છે. આ વીડિયો સામે આવ્યા લોકો કોલેજના આચાર્ય સામે કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. આ ઘટના મહારાષ્ટ્રના ઠાણેમાં આવેલી કોલેજમાં બની છે. એક અધિકારીએ આજે જણાવ્યું કે, ઘટનામાં એક વિદ્યાર્થીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. જાેશી બેડેકર કોલેજમાં વરસાદના દિવસે…
આપણા દેશમાં ઘણા મંદિર એવા છે જેની સાથે ગાઢ માન્યતાઓ જાેડાયેલી છે. આ મંદિરોની પાછળ ઘણી અનોખી અને રહસ્યમયી કહાનીઓ છુપાયેલી છે. ઉત્તરાખંડમાં એક આવુ જ મંદિર આવેલુ છે જે ઘણા રહસ્યોથી ભરાયેલુ છે. ભક્તો માટે આ મંદિરના કપાટ વર્ષમાં માત્ર એક વખત જ ખુલે છે. આ સમય રક્ષાબંધનનો હોય છે, જ્યારે ભક્ત આ ચમત્કારી મંદિરમાં ભગવાનના દર્શન કરી પૂજા-અર્ચના કરે છે. વંશી નારાયણનું આ અનોખુ મંદિર ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં સ્થિત છે. આ મંદિર ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આ મંદિરના કપાટ માત્ર રક્ષાબંધનના અવસરે જ ખુલે છે, જ્યાં મહિલાઓ અને યુવતીઓ પોતાના ભાઈ પહેલા ભગવાન વંશી નારાયણ મંદિરને રાખડી બાંધે…
હરિયાણાના મેવાત-નૂહમાં હિંસા બાદ હવે પોલીસે સફાળી જાગી છે અને ગેરકાયદેસર ઘૂસણખોરો વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ સાથે જ પોલીસે ગેરકાયદેસર કબજા અને ઘૂસણખોરો પર બુલડોઝર ચલાવ્યું છે. પ્રારંભિક તપાસમાં સામે આવ્યું આ લોકો હિંસામાં સામેલ હતા. સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર કહેવામાં આવી રહ્યું છે કે આ રોહિંગ્યાઓએ હરિયાણા અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીની જમીન પર ગેરકાયદે કબજાે જમાવ્યો હતો. આ ઉપરાંત પ્રારંભિક તપાસમાં આ લોકો હિંસામાં સામેલ હોવાનું જણાયું હતું. આ સ્થિતિમાં પોલીસે સાંજે ગેરકાયદેસર કબ્જા પર બુલડોઝર ફેરવી દીધું હતું. હરિયાણામાં હિંસાના આરોપીઓ સામે પોલીસે કાર્યવાહી તેજ કરતા અત્યાર સુધીમાં ૫ જિલ્લામાં ૯૩ એફઆઈઆર નોંધી છે આ…
કેન્દ્ર સરકારે ઓડિશાના એક રેલવે સ્ટેશન અને રાજસ્થાનના ત્રણ ગામ સહિત કુલ ચાર ગામોના નામ બદલવાની મંજૂરી આપી દીધી છે અને આ માટે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. અધિકારીઓએ આ માહિતી આપી હતી. ઉદયપુર જિલ્લાના કાનોડ તાલુકામાં ખિમવતોં કા ખેડાનું નામ બદલીને ખિમસિંહજી કા ખેડા, જાેધપુર જિલ્લાના ફલોદી તાલુકામાં બેંગતી કાલાનું નામ બદલીને બેંગતી હરબુજી અને જાલોર જિલ્લાના સાયલા તાલુકામાં ભુંડવાનું બદલીને ભાંડવપુરા નામ બદલવા માટે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. આ સિવાય ઉત્તર પ્રદેશના સીતાપુર જિલ્લામાં સ્થિત અમાનુલ્લાપુરનું નામ બદલીને જમુના નગર કરવા માટે પણ એનઓસી આપવામાં આવી છે. ગૃહ મંત્રાલયે ઓડિશાના ખોરધા મંડલના હરિદાસપુર-પારાદીપ ખાતેના રત્નાગિરી…