Author: Shukhabar Desk

ભારતીય ક્રિકેટ ટીમના ચાઈનામેન લેફ્ટ આર્મ સ્પિનર કુલદીપ યાદવ માટે વેસ્ટ ઈન્ડિઝનો પ્રવાસ અત્યાર સુધી ઘણો સારો રહ્યો છે. વનડે સિરીઝમાં શાનદાર પ્રદર્શન કર્યા બાદ કુલદીપ ટી૨૦ સિરીઝમાં પણ શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. ભારતીય ટીમે વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રીજી ટી૨૦ મેચ ૭ વિકેટે જીતી લીધી છે. સૂર્યકુમાર યાદવે આ મેચમાં બેટિંગ કરીને મહત્વનું યોગદાન આપ્યું હતું. જ્યારે કુલદીપે બોલિંગમાં પોતાની ૪ ઓવરમાં ૩ વિકેટ ઝડપી હતી. આ સાથે કુલદીપે ટી૨૦ ઈન્ટરનેશનલમાં એક ખાસ રેકોર્ડ પણ બનાવ્યો છે. કુલદીપ યાદવે ટી૨૦ ઇન્ટરનેશનલમાં ૫૦ વિકેટ પૂરી કરી લીધી છે. તે ઈજાના કારણે આ ટી૨૦ સિરીઝની બીજી મેચમાં રમી શક્યો ન હતો.…

Read More

સુપ્રીમ કોર્ટમાં જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવવાને પડકારતી અરજીઓ પર સુનાવણી ચાલી રહી છે ત્યારે ગઈકાલે કોર્ટે મહત્વની ટિપ્પણી કરતા કહ્યું હતું કે કલમ ૩૭૦ નાબૂદ કરવા પર બ્રેક્ઝિટ જેવા જનમતનો કોઈ પ્રશ્ન જ નથી કારણ કે કલમ ૩૭૦ની નાબૂદી બંધારણીય રીતે માન્ય હતી કે નહી તે અંગે કોર્ટ મૂલ્યાંકન કરી રહી છે. આ સિવાય સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે ભારત એક બંધારણીય લોકશાહી છે, જ્યાં તેના લોકોની ઇચ્છા સ્થાપિત સંસ્થાઓ દ્વારા જ જાણી શકાય છે. સીજેઆઈની આગેવાની હેઠળની પાંચ જજાેની બંધારણીય બેન્ચે ગઈકાલે વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલની દલીલ બાદ ‘બ્રેક્ઝિટ’ પર આ ટિપ્પણી કરી હતી. સિબ્બલે કહ્યું હતું કે બંધારણની…

Read More

આજે રામબન જિલ્લામાં ભૂસ્ખલનને કારણે જમ્મુ-શ્રીનગર નેશનલ હાઇવેને બંધ કરવામાં આવ્યો હતો, જેના કારણે જમ્મુથી શ્રીનગરની અમરનાથ યાત્રાને અસ્થાયી રૂપે અટકાવવામાં આવી હતી. જમ્મુ-શ્રીનગર નેશનલ હાઇવે પર વાહનોની અવાર જવર પણ ઠપ થઇ ગઈ છે. રામબનમાં ભૂસ્ખલનના કારણે અમરનાથ યાત્રા પર જઈ રહેલા શ્રદ્ધાળુઓને સૌથી વધારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ અંગે અધિકારીઓએ જણાવ્યું કે, રામબન જિલ્લામાં હાઈવે પર ભૂસ્ખલનને કારણે જમ્મુથી શ્રીનગર અને શ્રીનગરથી જમ્મુ પરત ફરતા યાત્રાળુઓની અવરજવર સ્થગિત કરવામાં આવી છે. અધિકારીઓએ વધુમાં જણાવ્યું હતું કે, “રામબન જિલ્લાના ટી૨ મરોગ ખાતે ભૂસ્ખલનથી હાઇવે બંધ થઈ ગયો છે.’ જ્યાં સુધી રોડ પરથી કાટમાળ હટાવવામાં ન આવે…

Read More

સરકારે ગઈકાલે મોટી કાર્યવાહી કરતા આઠ યુટ્યુબ ચેનલો બંધ કરી દીધી છે. સરકારે ગઈકાલે કહ્યું કે તેણે લોકસભાની ચૂંટણી અને ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન પર પ્રતિબંધ જેવા ખોટા સમાચાર ફેલાવવા પર આઠ ચેનલોને પર આ કાર્યવાહી કરવામાં આવી છે. સરકાર સોશિયલ મીડિયા પર થઈ રહેલી ગતિવિધિઓ પર સતત નજર રાખી રહી છે તેમા પણ ખોટા સમાચારને લઈને સરકારે ખુબ જ કડક વલણ અપનાવ્યું છે જેમાં ભ્રામક માહિતી અને ફેક ન્યુઝ ચલાવતી ૮ યુટ્યુબ ચેનલો પર કડક પગલા લેતા બંધ કરી દીધી છે. કેન્દ્રિય માહિતી અને પ્રસારણ મંત્રાલયે ગઈકાલે કહ્યું હતું કે કોઈપણ તથ્યો વિના અને સમય પહેલા જ લોકસભા ચૂંટણીની જાહેરાત…

Read More

મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીની મુંબઈમાં પોલીસે અટકાયત કરી છે. તુષાર ગાંધીએ પોતે ટ્‌વીટ કરીને અટકાયત કરી હોવાનો દાવો કર્યો છે. તુષારે ટ્‌વીટ કર્યું કે તેમની સાંતા ક્રુઝ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. જાેકે થોડા સમય બાદ તેમને છોડી દેવામાં આવ્યા હતા. તુષાર ગાંધીએ ટ્‌વીટ કર્યું કે, સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં પહેલીવાર મારી અટકાયત કરવામાં આવી છે. તુષારે લખ્યું કે તેને સાંતા ક્રુઝ પોલીસ સ્ટેશનમાં અટકાયતમાં લેવામાં આવ્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે હું ૯ ઓગસ્ટના રોજ ભારત છોડો આંદોલનની વર્ષગાંઠની ઉજવણી કરવા માટે ઘરેથી નીકળ્યો હતો. મને ગર્વ છે કે મારા પરદાદા બાપુ અને બાની પણ ઐતિહાસિક તારીખે…

Read More

ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં વેસ્ટ ઈન્ડિઝ સામે ૫ મેચની ટી૨૦સિરીઝ રમી રહી છે. આ સિરીઝની ૩ મેચ રમાઈ ચુકી છે. ત્રીજી ટી૨૦ મેચમાં ભારતે વેસ્ટ ઇન્ડીઝને ૭ વિકેટે હરાવ્યું હતું. આ હર બાદ પણ વેસ્ટ ઇન્ડીઝની ટીમ ૨-૧ સાથે લીડમાં છે. હવે સિરીઝની ચોથી મેચ ૧૨ ઓગસ્ટે રમાશે પરંતુ તે વેસ્ટ ઈન્ડિઝમાં રમાશે નહીં. ભારતીય ક્રિકેટ ટીમ વેસ્ટ ઈન્ડિઝમાં આખી સિરીઝ નહી રમે. આ સિરીઝની બે ટી૨૦ મેચ અમેરિકાના ફ્લોરિડાના લોડરહિલમાં રમાશે. ટી૨૦ સીરીઝની પ્રથમ બે મેચમાં ભારતનો પરાજય થયો હતો, ત્યારબાદ ટીમ ઈન્ડિયાએ ગુયાનામાં ૭ વિકેટે જીત મેળવીને સીરીઝમાં વાપસી કરી હતી. ભારતીય ટીમે વેસ્ટ ઈન્ડિઝ સામેની ૩ મેચની…

Read More

ભારતીય ટીમના વિસ્ફોટક બેટ્‌સમેન સૂર્યકુમાર યાદવનું ફોર્મ આખરે વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસ પર પરત ફરતું જાેવા મળ્યું હતું. ટી૨૦ સિરીઝની ત્રીજી મેચમાં સૂર્યાએ ૪૪ બોલમાં ૧૮૮ના સ્ટ્રાઈક રેટ સાથે ૮૩ રનની શાનદાર મેચ વિનિંગ ઇનિંગ રમી હતી. આના આધારે ટીમ ઈન્ડિયાએ ૭ વિકેટે મેચ જીતીને ૫ મેચની સિરીઝને હજુ પણ જીવંત રાખી છે. સૂર્યકુમાર યાદવે ૮૩ રનની પોતાની સર્વશ્રેષ્ઠ ઇનિંગ દરમિયાન ઘણા રેકોર્ડ તોડવાનું પણ કામ કર્યું હતું. સૂર્યાએ ત્રીજી ટી૨૦ મેચમાં માત્ર ૨૩ બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. આ ઇનિંગમાં સૂર્યાએ ૧૦ ચોગ્ગાની સાથે ૪ છગ્ગા પણ ફટકાર્યા હતા. આ સાથે સૂર્યકુમારે આંતરરાષ્ટ્રીય ટી૨૦ ક્રિકેટમાં પોતાના ૧૦૦ છગ્ગા પણ…

Read More

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પ્રોવિડન્સમાં રમાયેલી ત્રીજી ટી૨૦ મેચમાં ભારતે વિન્ડીઝને ૭ વિકેટે હરાવ્યું હતું. જાે કે વેસ્ટ ઈન્ડિઝ હજુ પણ ટી૨૦ સિરીઝમાં ૨-૧થી આગળ છે. આ મેચના હીરો સૂર્યકુમાર યાદવ (૮૩) અને તિલક વર્મા (૪૯ અણનમ) હતા. વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ૧૫૯/૫ રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમે ૧૩ બોલ બાકી રહેતા લક્ષ્ય હાંસલ કરી લીધો હતો. કેપ્ટન હાર્દિક પંડ્યાએ વિનિંગ છગ્ગો ફટકાર્યો હતો. હાર્દિક પંડ્યાનો આ છગ્ગો તેના માટે મુસીબત બની ગયો હતો. સોશ્યલ મીડિયા પર તેને ખરાબ રીતે ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાએ જ્યારે આ વિનિંગ છગ્ગો…

Read More

વનડે વર્લ્ડ કપ ૨૦૨૩ આ વર્ષે ૫ ઓક્ટોબરથી શરૂ થવાનો છે, જેનું આયોજન ભારત કરશે. ટુર્નામેન્ટની ફાઈનલ ૧૯ નવેમ્બરે રમાશે. આઈસીસીએ તેનું નવું શેડ્યૂલ જાહેર કર્યું છે. આ અંતર્ગત ભારત-પાકિસ્તાન મેચ સહિત ૯ મેચોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ હવે ૧૪મી ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ સહિત ૯ મેચોના શિડ્યુલમાં ફેરફાર કરવામાં આવ્યા છે. આઈસીસીએ પાકિસ્તાન ટીમની એક નહીં પરંતુ ત્રણ મેચોના શિડ્યુલમાં ફેરફાર કર્યો છે. પાકિસ્તાનની ટીમ ૧૫ ઓક્ટોબરે અમદાવાદમાં ભારત સામે તેની મેચ રમવાની હતી. પરંતુ સમાચાર આવ્યા છે કે આ મેચ હવે એક દિવસ પહેલા એટલે કે ૧૪ ઓક્ટોબરે આ જ…

Read More

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) એ હરિયાણાના ચર્ચિત ધારાસભ્ય ગોપાલ કાંડા પર દરોડા પાડ્યા છે. ઈડીની ટીમો સવારે ૬ વાગ્યે તેમના ગુરુગ્રામના ઘરે અને એરલાઈન્સ કંપની એમડીએલઆર ઓફિસે પહોંચી હતી. જ્યાં કડક સુરક્ષા વચ્ચે તેના સ્થાને દસ્તાવેજાેની ચકાસણી કરવામાં આવી રહી છે. ઈડીએ પીએમએલએ હેઠળ એમડીએલઆર ગ્રુપની ઓફિસો અને કાંડાના ઘર પર રેડ પાડી છે. કાંડા એમડીએલઆરના પ્રમોટર હતા. ગોપાલ કાંડા હરિયાણા લોકહિત પાર્ટીના મુખિયા છે. તેઓ સિરસાના ધારાસભ્ય છે. તેઓ હરિયાણાની ભાજપ અને જેજેપીની ગઠબંધન સરકારને બહારથી સમર્થન આપી રહ્યા છે. તેમના ભાઈ ગોવિંદ કાંડા ભાજપમાં છે. થોડા દિવસો પહેલા જ પ્રખ્યાત ગીતિકા એરહોસ્ટેસ આત્મહત્યા કેસમાં કાંડાને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા…

Read More