Author: Shukhabar Desk

વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલની હાજરી માં કરવામાં આવી હતી. આજે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીની પૂજામાં દેશી દારુથી ધરતીમાતાને અભિષેક કરવાની પરંપરા વર્ષોથી આદિજાતિ વિસ્તાર ચાલતી આવે છે. આ દરમિયાન મંત્રી રાઘવજી પટેલથી એક ભૂલ થઈ ગઈ હતી. જેની ચર્ચામાં હાલમાં ખુબ થઈ રહી છે. આજે દેડિયાપાડા ખાતે આદિવાસી દિવસની ઉજવણી પહેલા રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ સહિત મહાનુભાવોને દેશી દારુ પૂજા માટે આપ્યો હતો. જાેકે કૃષિમંત્રી રાઘવજી પટેલ આદિવાસી રીતરિવાજથી અજાણ હોઈ ભૂલમાં આ દારુનો પડીયો ચરણામૃત સમજી મોઢે માંડી દીધો હતો. ત્યારબાદ બાજુમાં ઉભેલા માજી વન મંત્રી મોતીસિંહ વસાવાએ મંત્રીને કહ્યું કે આ તો ધરતીમાતાને…

Read More

ભેંસોની ખરીદી પણ સોશિયલ મીડિયા સાઈટ પર એકાઉન્ટ જાેઈને કરવા જતા એક પશુપાલકે છેતરાઈ જવુ પડ્યુ છે. વાત જાણે એમ છે કે, મોડાસાના કઉ મોતીપુરા ગામના એક પશુપાલક સોશિયલ મીડિયા સાઈટ પર જાેઈને ભેંસો ખરીદવા માટે આકર્ષાયા હતા. તેઓ ભેંસોના ફોટા ઓનલાઈન જાેઈને તેને ખરીદવા માટે પ્રયાસ કર્યો હતો. પરંતુ ઓનલાઈન ઠગે છેતરપિંડી આચરી હતી અને જેને લઈ હવે મોડાસા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં આ અંગેની ફરિયાદ નોંધાઈ છે.ઘટના બાદ હવે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન દ્વારા તપાસની કાર્યવાહી શરુ કરવામાં આવી છે. ફોન નંબર અને વ્હોટસએપ દ્વારા દર્શાવવામા આવેલ આધારકાર્ડ સહિતની વિગતો આધારે પોલીસે તપાસ શરુ કરી છે. ઓનલાઈન પૈસા…

Read More

અમદાવાદમાં મેયર કિરીટ પરમારના વોર્ડમાં લોકોએ પ્રાથમિક સુવિધાઓના અભાવને લઈને વિરોધ નોંધાવ્યો છે. ફરિયાદ નિવારણ વોર્ડ સભા કાર્યક્રમમાં રહીશોએ હાય હાયના નારા લગાવ્યા હતા. આ ઉપરાંત ટીપી-૬૫ ખોલવાના મુદ્દે મનપા વ્હાલા દવલાની નીતિ અપનાવતું હોવાનો સ્થાનિકોએ આરોપ લગાવ્યો છે. કેટલાય વર્ષથી ચાલતા કામથી કંટાળી રહીશોએ વિરોધ નોંધાવ્યો હતો. ત્યારે વિરોધની જાણ થતાં મેયર કિરીટ પરમાર કાર્યક્રમમાં પહોંચ્યા નહોતા. એક તરફ મેયરના વિસ્તારમાં મેયરનો વિરોધ અને બીજી તરફ ફરિયાદ નિવારણ કેન્દ્રમાં પણ લોકોને ઉડાવ જવાબ મળી રહ્યો હોવાના લોકોએ આરોપ લગાવ્યા છે. ફરિયાદ નિવારણ કેન્દ્રનો મુખ્ય ઉદ્દેશ્ય રહીશોની સમસ્યાનો ઉકેલ લાવવા માટેનો છે. પરંતુ ઠક્કરબાપા નગરના નિવારણ કેન્દ્રમાં અમુક રહીશો ફરિયાદ…

Read More

રાજકોટના કાલાવડ રોડ પર મોટામવા ખાતે જે બ્રીજ છે તેને બંને તરફ પહોળો કરવા માટેની કામગીરી ચાલી રહી છે. જેમાં બંને તરફ ૮-૮ મીટર પહોળા નવા બ્રીજ બનાવી કુલ ૩૪ મીટરનો બ્રીજ કરવામાં આવશે જે હાલ ૧૭ મીટરનો છે. આ બ્રિજનું એક તરફ બ્રિજનું કામ ચાલી રહ્યું છે તેમાં મનપા દ્વારા ગેરરીતી ઝડપી પાડીને કામ અટકાવી દેવામાં આવ્યું છે અને નવેસરથી તમામ કામ કરવા કોન્ટ્રાક્ટ કંપનીને મનપા દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. રાજકોટ મહાનગર પાલિકા દ્વારા એક તરફ રાજકોટના કાલાવડ રોડ ગૌરવપથ તરીકે વિકસાવવાની વાતો કરવામાં આવે છે આ જ વાતોમાં મનપામાં કોન્ટ્રાકટરો જ બાધારૂપ બનતા હોય તેવું લાગી રહ્યું…

Read More

વિરમગામની ૧૦ મહિનાની માસુમ બાળકીને શરદી ઉધરસ થતાં હોસ્પિટલ લઈ જવાને બદલે માતા-પિતા બાળકીને સુરેન્દ્રનગરના વડગામના મંદિરે લઈ ગયા હતા. જ્યાં તેને ગરમ-ગરમ સોયના ડામ દેવામાં આવ્યા હતા. જે બાદ બાળકીની તબિયત લથડતા તેને રાજકોટની કે.ટી શેઠ ચિલ્ડ્રન હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાઈ હતી, જ્યાં ૪ દિવસની સારવાર બાદ આજે બાળકીનું મૃત્યુ નિપજ્યું છે. અંધશ્રદ્ધાએ ૧૦ મહિનાની માસુમનો ભોગ લીધો છે. આજનો સમય ખૂબ જ આધુનિક બની ગયો છે, પરંતુ હજુ પણ ઘણી જગ્યાએથી અંધશ્રદ્ધાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આજના આધુનિક સમયમાં પણ ગુજરાતની અંદર અંધશ્રદ્ધાના કિસ્સાઓ દિવસેને દિવસે વધી રહ્યા છે, ત્યારે તાજેતરમાં સુરેન્દ્રનગરના વડગામમાં કાળજુ કંપાવી દે તેવો…

Read More

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ફરી એક મહત્વપૂર્ણ અને બોજા દાયક ર્નિણય લીધો છે. શહેરમાં નવા બાંધકામોને લગતી ફીમાં વધારો ઝીંકયો છે. છસ્ઝ્ર દ્વારા નવો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જે મુજબ ચણતર ફી, ટ્રી પ્લાન્ટેશન ડિપોઝીટમાં વધારો કરાયો છે તેમજ બિલ્ડીંગ રિમૂવલ મટીરીયલ ચાર્જમાં પણ વધારો કરાયો છે. છસ્ઝ્ર દ્વારા પરિપત્ર જાહેર કરાયો છે કે, મ્ેં પરમીશન વખતે પરકોલેટિંગ વેલ ડિપોઝીટ પેટે રુપિયા ૭૫ હજાર ભરવા પડશે તેમજ પરકોલેટિંલ કાર્યરત છે કે નહીં ? તેની ચકાસણી બાદ રકમ પરત મળશે. ટ્રી પ્લાન્ટેશન ડીપોઝીટની રકમમાં અઢીથી ત્રણ ગણો વધારો કરાયો છે. ચણતર ફી, બિલ્ડીંગ રિમૂવલ મટીરીયલ ચાર્જમાં ૩થી ૪ ગણો વધારો કરવામાં…

Read More

છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં હાર્ટ અટેકના કિસ્સામાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. ત્યારે ગુજરાતમાં વધુ એક હાર્ટ એટક બાદ મોતના સમાચાર સામે આવ્યા છે. ખેડાના વસોમાં ફરજ ઉપર હાજર ATDO ને હાર્ટએટેક આવતા મૃત્યું થયું છે. ATDO અજયસિંહ જામનું હાર્ટ એટેકથી અવસાન થતાં કેચેરીમાં શોકનું માહોલ છવાયો છે. અજયસિંહ વિસ્તરણ અધિકારી અને ATDO તરીકે ફરજ બજાવતા હતા. તાલુકા પંચાયતમાં ચાલુ ફરજ દરમિયાન મૃત્યુ નિપજ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્ય તલાટી મહામંત્રી પણ અજયસિંહ જામ રહી ચુક્યા છે. નડીયાદ નજીક હાથજ ગામના વતની છે. હાઈ બ્લડપ્રેશર, ડાયાબિટીસ, લોહીની અંદર ચરબી અને કોલેસ્ટ્રોલનું ઊંચું પ્રમાણ, વારસાગત બીમારી અને ધુમ્રપાન…

Read More

સાઉથ સિનેમાના જાણીતા કલાકાર અને બોલીવૂડમાં નકારાત્મક ભૂમિકાઓ ભજવવા માટે પ્રખ્યાત એક્ટર પ્રકાશ રાજ તાજેતરમાં એક કાર્યક્રમ માટે કર્ણાટકના શિવમોગામાં આવેલી એક કોલેજ પહોંચ્યા હતા. મળેલા અહેવાલ અનુસાર કોલેજના વિદ્યાર્થીઓએ તેમના ગયા પછી ગૌમૂત્રથી કેમ્પસ સાફ કર્યું હતું. કોલેજની અંદરના એક હોલમાં ‘ડાયલોગ ઓન થિયેટર, સિનેમા એન્ડ સોસાયટી’ વિષય પર એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ એક ખાનગી કાર્યક્રમ હતો, જેમાં કોલેજના વિદ્યાર્થીઓને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમનો વિરોધ કરતાં પૂછ્યું હતું કે કેમ્પસમાં ખાનગી કાર્યક્રમોનું આયોજન કેવી રીતે કરવામાં આવી રહ્યા છે. વિદ્યાર્થીઓ ઉપરાંત અન્ય ઘણા લોકોએ પણ આ ઘટનાનો વિરોધ કર્યો હતો. મામલો વધતો…

Read More

રશિયા પર યુક્રેનના ડ્રોન હુમલા રોકાવાનુ નામ નથી લઈ રહ્યા. ફરી એક વખત યુક્રેને રશિયા પર ડ્રોન હુમલો કર્યો છે. યુક્રેનને રશિયાની રાજધાની મોસ્કોને ટાર્ગેટ કરવા માટે મોકલેલા બે ડ્રોન રશિયાએ તોડી પાડ્યા છે. હવે એજન્સીઓ તપાસ કરી રહી છે કે, ડ્રોન એટેકનુ ટાર્ગેટ શું હતુ. મોસ્કોના મેયર સર્ગેઈ સોબયાનિને સોશિયલ મીડિયા પર જાણકારી આપતા કહ્યુ હતુ કે, નવ ઓગસ્ટે રશિયાના મોસ્કો તરફ બે લડાકુ ડ્રોન આવતા નજરે પડ્યા હતા. એ પછી એલર્ટ થઈ ગયેલી રશિયન સેનાએ હવામાં જ આ બે ડ્રોન તોડી પાડ્યા હતા. આ ડ્રોનના કાટમાળ પડવાથી કોઈને ઈજા થઈ છે કે કેમ તેની તપાસ ચાલી રહી છે.…

Read More

અમેરિકાનો પૂર્વ વિસ્તાર ભારે વિનાશક તોફાનના સપાટામાં આવી ગયો છે. જેના કારણે ન્યૂયોર્કથી લઈને અલાબામા રાજ્યમાં ૧૦ લાખ ઘરો અને વ્યવસાયોમાં વીજ પૂરવરઠો ખોરવાયો છે. ભારે તોફાનના કારણે હજારો ફ્લાઈટો પણ રદ કરવી પડી છે. લગભગ પાંચ કરોડ લોકો આ તોફાનથી પ્રભાવિત થયા છે. ફાયર બ્રિગેડના સૂત્રોનુ કહેવુ હતુ કે, મંગળવારે સવાર સુધીમાં નોર્થ કેરોલિનામાં એક લાખ, પેન્સિલવેનિયામાં ૯૫૦૦૦, મેરીલેન્ડમાં ૬૪૦૦૦ લોકો અંધારપટનો સામનો કરી રહ્યા છે. ૧૦૦૦ જેટલી ફ્લાઈટો લેટ છે. આ તોફાનના કારણે સાઉથ કેરોલિનામાં ૧૫ વર્ષના કિશોર તેમજ ફ્લોરેન્સમાં ૨૮ વર્ષના એક વ્યક્તિનુ મોત થયુ છે. હવામાન વિભાગનુ કહેવુ છે કે, આ યુવકની વીજળી પડવાથી મોત થયુ…

Read More