Author: Shukhabar Desk

ભારતીય રિઝર્વ બેંકે આજે તેની નાણાકીય નીતિ જાહેર કરી છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે જાહેરાત કરી છે કે રેપો રેટ અને રિવર્સ રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવી રહ્યો નથી. રેપો રેટ ૬.૫૦ ટકા પર યથાવત રાખવામાં આવ્યો છે. લોન લેનારાઓ માટે આ સારા સમાચાર છે કારણ કે હવે બેંકોને લોનના વ્યાજ દરમાં વધારો કરવાનું કોઈ કારણ મળ્યું નથી. આ સાથે તેમણે કહ્યું કે, આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે આરબીઆઈનું ફોકસ મોંઘવારી ઘટાડવા પર છે અને આપણી અર્થવ્યવસ્થામાં વૃદ્ધિ અકબંધ છે. આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે આરબીઆઈનું ફોકસ મોંઘવારી ઘટાડવા પર છે અને આપણી અર્થવ્યવસ્થામાં…

Read More

અમદાવાદના ચાંદખેડામાં લીંગ પરીક્ષણ ક્લિનિક સામે આરોગ્ય વિભાગની કાર્યવાહી સામે આવી છે. સોનોગ્રાફી મશીન સીલ કરાયું છે. ડમી દર્દી મોકલી ગોરખધંધાનો પર્દાફાશ. કરવામાં આવ્યો છે. મહિલા એજન્ટની સંડોવણી પણ આ સમગ્ર ઘટના સામે આવી છે. જે પ્રસુતાઓ પાસેથી ૨૫ થી ૩૦ હજાર રૂપિયા વસૂલતી હતી. લીંગ પરીક્ષણ કરતું આ ક્લીનિક અને ઇમેજીન સેન્ટર સામે આરોગ્ય વિભાગે હવે લાલ આંખ કરી છે. લીંગ પરીક્ષણની શંકાએ ચાંદખેડાના ઇમેજીન પોઇન્ટનું મશીન પણ સીલ કરાયું છે. આનંદીબેન નામની મહિલા એજન્ટ ગર્ભવતી મહિલાને ઇમેજીન પોઇન્ટ લઇ જતી હતી. ગર્ભવતી મહિલાઓ પાસેથી ૨૫થી ૩૦ હજાર રૂપિયા વસુલતી હોવાની વાત સામે આવતા આ સમગ્ર કાર્યવાહી કરવામાં આવી…

Read More

અટલ ભુજલ યોજના કાર્યક્રમમાં અરજણ નામના શખ્સે જાહેરમાં ખેડૂત આગેવાન અમરા ચૌધરીને લાફો મારતા જાેરદાર વિવાદ ઉભો થયો છે. ખેડૂત આગેવાન અમરા ચૌધરીએ ખેડૂતો સાથે આજે સણાદરથી ગાંધીનગર સુધીની ન્યાય પદયાત્રા શરૂ કરી છે. ગાંધીનગરમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરી ભાજપ ધારાસભ્ય કેશાજી ચૌહાણની રાજીનામાની માગ કરશે. ન્યાય પદયાત્રામાં ખેડૂત આગેવાન અમરા ચૌધરીના સમર્થનમાં મહિલાઓ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો જાેડાયા છે. ખેડૂત આગેવાને ભાજપ ધારાસભ્ય પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે ધારાસભ્યના સમર્થકે ભુજલ યોજના કાર્યક્રમમાં મને લાફો માર્યો હતો. તો બીજી તરફ લાફો મારનાર શખ્સે અમરા ચૌધરીના આરોપને ફગાવ્યા છે અને કહ્યું હતું કે અમરા ચૌધરી સાથે મારો જૂનો…

Read More

આણંદના સસ્પેન્ડેડ કલેક્ટરનાં કથિત વીડિયો સામે આવ્યો હતો. ત્યારે ડી.એસ. ગઢવી સુરતમાં ફરજ પર હતા. તે સમગ દરમ્યાન આ વીડિયો સામે આવ્યો હતો. તેમજ કથિત વીડિયો જાન્યુઆરી મહિનામાં બનાવાયો હતો. સસ્પેન્ડેડ કલેક્ટર ડી.એસ.ગઢવીને મળવા મહિલા સુરતથી આવી હોવાની ચર્ચાએ જાેર પકડ્યું છે. કલેક્ટર અને મહિલાનો અંગત પળોનો વીડિયોનું સ્ટિંગ કરાયું હોવાની ચર્ચા હાલ તો જાેર પકડ્યું છે. ત્યારે છેલ્લા ઘણા સમયથી કલેક્ટર અને અધિક નિવાસી કલેક્ટર વચ્ચે વિભાગ અને અન્ય કામોનાં વહીવટીની ભાગ બટાઈને લઈ વિવાદની ચર્ચા ચાલી રહી છે. સમગ્ર વિવાદને લઈ સાથી અધિકારીઓનાં ઈશારે વીડિયો બનાવ્યો હોવાની હાલ તો ચર્ચાએ જાેર પકડ્યું છે. અધિકારીની ચેમ્બરમાં સ્યાપ કેમેરા કોણે…

Read More

હાઈકોર્ટની સૂચના મુજબ અમદાવાદ બાદ હવે વડોદરામાં પણ નવી ઢોર નિયંત્રણ પોલિસી બનાવાઈ છે. પોલિસીમાં જરૂરી સૂચનો સાથેની દરખાસ્ત સ્થાયી સમિતિ થકી સામાન્ય સભાની મંજૂરી માગવામાં આવી છે. વડોદરા મહાનગરપાલિકાના સૂચનોમાં મુખ્યત્વે રખડતા પશુઓના કારણે મૃતકના પરિજનોને રૂપિયા ૫ લાખનું વળતર અને ઇજાગ્રસ્તને ૫૦ હજારના વળતરનું સૂચન કરાયું છે. એક જ પશુ મલિક ત્રીજી વખત ગુનો કરે તો બિન જામીનપાત્ર ગુનો અને ઢોરવાડા કાયમી બંધ કરવાનું સૂચન પણ કરાયું છે. બીજીતરફ જાહેરમાં ઘાસ વેચતા લોકો સામે જાહેરનામા ભંગ, પશુઓ સાથે ભાગતી બાઈકર્સ ગેંગ સામે કાયદાકીય કાર્યવાહી, ઢોર પાર્ટીની મુવમેન્ટના મેસેજ કરનાર પશુ પાલકો સામે સાયબર ક્રાઈમ વિભાગ થકી ફરિયાદનું સૂચન…

Read More

ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિના આદેશ મુજબ મહિસાગર જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક તમામ શાળામા ખેલમહાકુંભના રજીસ્ટ્રેશનનો બહિષ્કાર કરશે. સરકારની ખાતરી છતાં માંગણી ન સંતોષાતા ખેલમહાકુંભનો બહિષ્કાર કરવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિની તમામ આચાર્ય, સંચાલકને રજૂઆત કરાઇ હતી. જિલ્લામાં ૩૦૦ સ્કૂલોમાં ખેલમહાકુંભનું રજિસ્ટ્રેશન કરાશે નહીં. સરકાર દ્વારા ખાતરી આપવામાં આવી હતી છતાં આજ સુધી તેમના પ્રશ્નોનો ઉકેલ ના આવતા જિલ્લાની તમામ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા સંઘના આદેશનું પાલન કરશે. ખેલમહાકુંભના રજીસ્ટ્રેશનના બહિષ્કારના કારણે તેના કાર્યક્રમ પર અસર પડી શકે છે. આગામી સમયમાં ધરણા પ્રદર્શન પણ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ગયા મહિને સરકારે…

Read More

સુરતમાં વધુ એક લાલબત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સચિન સ્ટેશન પાસે ટેમ્પોમાં રમી રહેલી બાળકી નીચે પટકાઈ હતી. ત્યારબાદ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જાેકે સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. મોટી દીકરીનું મોત થતાં માતાના હૈયાફાટ રુદનથી માહોલ ગમગીન થઇ ગયો હતો. આ ઘટના અંગે સામે આવેલી વિગતો અનુસાર મૂળ યુપીના રહેવાસી અખિલ ચૌહાણ છેલ્લા ૧૨ વર્ષથી સુરતમાં સચિન કનસાડ રોડ પર રહે છે. સચિન સ્ટેશન પાસે શાકભાજીની લારી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેના પરિવારમાં પત્ની અને બે દીકરી છે. ૩ વર્ષની શિવાની પરિવારની મોટી દીકરી હતી. ટેમ્પોમાં રમતા સમયે પડી જતા ઇજા થઇ હતી.ગત ૪ ઓગસ્ટના…

Read More

જુનાગઢમાં પોલીસમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતાં વ્યક્તિ પર કથિત પોલીસ અત્યાચાર અને રહસ્યમય સંજાેગોમાં તેમના મોત પ્રકરણમાં જૂનાગઢ પોલીસ દ્વારા કોઇ જ કાર્યવાહી નહી કરવાના પ્રકરણમાં આજે ગુજરાત હાઇકોર્ટે જૂનાગઢ પોલીસના ઉદાસીન વલણને લઇ જાેરદાર ઝાટકણી કાઢી. જુનાગઢમાં પોલીસના માર બાદ પોલીસ કર્મચારીના મોતની જે ભેદી ઘટના બની હતી. પોલીસ પર આક્ષેપો લગાવવામાં આવ્યા હતા જેમાં અમદાવાદ કોર્ટેના (છરદ્બીઙ્ઘટ્ઠહ્વટ્ઠઙ્ઘ ર્ઝ્રેિં) જસ્ટિસ સમીર જે. દવેએ આ બનાવ વખતે જે ઇન્ચાર્જમાં હતા તે જૂનાગઢ ડીએસપી રવિ તેજા વાસમ શેટ્ટી અને પીઆઇ એમ.એમ.વાઢેરને આવતીકાલે સવારે ૧૧ વાગ્યે રૂબરૂ હાજર રહેવા ફરમાન કર્યું છે. જસ્ટિસ સમીર જે.દવેએ જૂનાગઢ પોલીસની આકરી ટીકા કરતા કહ્યું કે,…

Read More

અમદાવાદ શહેરમાં અકસ્માતોની ઘટના સામાન્ય બાબત બની ગઈ છે. અને તેમાં પણ ઓવરસ્પીડિંગ, રોંગ સાઈડ જતાં લોકોની સંખ્યા પણ વધી રહી છે. આવા લોકોને કંટ્રોલમાં લાવવા અને સાથે નિયમ ભંગ કરનારાથી અકસ્માતોની ભીતિ રહેતી હોય છે તેને દૂર કરવા માટે ઇસ્કોન બ્રિજ અકસ્માત બાદ ટ્રાફિક વિભાગ એક્શનમાં આવ્યું છે. કોર્પોરેશનની મદદ લઈને પણ ટ્રાફિક વિભાગે શહેરમાં એક નવો પ્રયાસ હાથ ધર્યો છે. જે પ્રયાસના ભાગરૂપે ચાણક્યપુરી બ્રિજ પાસે પ્રભાતચોક તરફ સર્વિસ રોડ ઉપર ટાયર કિલર બમ્પ લગાવવામાં આવ્યા છે. જેમાં ક્યાંક સફળતા મળી હોવાનું કોર્પોરેશન માની શહેરમાં અન્ય સ્થળે પણ ટાયર કિલર બમ્પ લગાવવાનો ર્નિણય કરવામાં આવ્યો છે. મળતી માહિતી…

Read More

છેલ્લા ઘણા દિવસથી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં નાની ઉંમરના વ્યક્તિઓમાં હાર્ટ એટેકના બનાવો વધ્યા છે. લગ્નમાં નાચતી વખતે, ક્રિકેટ રમતી વખતે, વાહન ચલાવતી વખતે કે પછી જીમમાં કસરત કરતી વખતે હાર્ટ એટેક આવવાની સાથે જ સ્થળ પર જ મૃત્યુના કિસ્સાઓ દિવસેને દિવસે સામે આવી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં વધુ એક યુવકનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે. ગાંધીનગરમાં ૨૧ વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મૃત્યુ નિપજતા પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. હાર્ટ એટેક આવવાના મુખ્ય કારણો વિશે હાર્ટ સ્પેશિયાલિસ્ટ ડો. રાજેશ તેલીએ ફ્‌ફને જણાવ્યું હતું કે, હાઈ બ્લડપ્રેશર, ડાયાબિટીસ, લોહીની અંદર ચરબી અને કોલેસ્ટ્રોલનું ઊંચું પ્રમાણ, વારસાગત બીમારી અને ધુમ્રપાન તેમજ દારૂનું…

Read More