Author: Shukhabar Desk

ભારતીય શેરબજાર માટે બુધવારનું સત્ર શાનદાર રહ્યું છે. બેન્કિંગ શેરોમાં ખરીદારીનાં કારણે બજારમાં તેજી જાેવા મળી હતી. મિડ કેપ શેરોનો ઇન્ડેક્સ ફરી લાઈફટાઈમ ટોચે પહોંચ્યો હતો. આજના કારોબારના અંતે બીએસઈસેન્સેક્સ ૨૧૩ પોઈન્ટના ઉછાળા સાથે ૬૫,૪૩૩ પર અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ૪૭ પોઈન્ટના વધારા સાથે ૧૯,૪૪૪ પોઈન્ટ પર બંધ રહ્યો હતો. આજના વેપારમાં બેંકિંગ સેક્ટરમાં જબરદસ્ત તેજી જાેવા મળી છે. નિફ્ટી બેન્ક ૪૮૫ પોઈન્ટ અથવા ૧.૧૦ ટકાના વધારા સાથે ૪૪,૪૭૯ પોઈન્ટ પર બંધ થયો હતો. બેન્કિંગ ઉપરાંત આઈટી, મીડિયા, કન્ઝ્‌યુમર ડ્યુરેબલ્સ,હેલ્થકેર સેક્ટરના શેરોમાં પણ તેજી જાેવા મળી છે. જ્યારે ઓટોફાર્મા, એફએમસીજી, મેટલ્સ, એનર્જી શેરોમાં ઘટાડો નોંધાયો હતો. મિડ કેપ અને…

Read More

ભારતના ત્રીજા ચંદ્ર મિશન ચંદ્રયાન-૩નું લેન્ડર આજે સાંજે તેના નિર્ધારિત સમયે ૬ઃ૦૪ વાગ્યે ચંદ્ર પર ઉતરશે. ચંદ્રયાન-૩ના લેન્ડરને સોફ્ટ લેન્ડિંગમાં ૧૫થી ૧૭ મિનિટ લાગશે. આ સમયગાળો ‘૧૫ મિનિટ ઓફ ટેરર’ કહેવાય છે. જાે ચંદ્રયાન-૩ મિશન સફળ થશે તો ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડર લેન્ડ કરનાર પ્રથમ દેશ બની જશે. ચંદ્ર પરના આટલા મોટા મિશનનો ખર્ચ પણ ઘણો વધારે છે. પરંતુ શું તમે જાણો છો કે ઈસરોના આ મિશનની કિંમત બાર્બી, આરઆરઆર, અવતાર અને ઓપેનહાઈમર જેવી ફિલ્મો કરતા પણ ઓછી છે. ચંદ્રયાન-૩ મિશનને પૂર્ણ કરવા માટે ૭૦૦ કરોડ રૂપિયાથી ઓછો ખર્ચ થયો છે. આ રકમ તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ઓપેનહાઈમરના…

Read More

ભારત આજે એક નવો ઈતિહાસ રચ્યો છે. બાહુબલી રોકેટ એલવીએમ-૩ આજે ચંદ્રયાન-૩ને લઈને રવાના થયુ. તે પોતાની સાથે ૧૪૦ કરોડ ભારતીયોની આશા પણ લઈ જશે. ચંદ્રને સ્પર્શવાની આ આશા દરેક ભારતીયોના દિલમાં ખુશી બનીને ઉભરી. મિશન સફળ થવાની આખા દેશે પ્રાર્થના કરી છે. ચંદ્રની સપાટી અને વાતાવરણનો અભ્યાસ કરવા માટેની પહેલ રશિયા દ્વારા કરવામાં આવી હતી. મહત્ત્વની વાત એ છે કે, રશિયાએ ૧૯૫૮થી અત્યાર સુધીમાં ૩૪ વખત મૂન મિશન હાથ ધર્યા છે અને તેમાંથી ૭ વખત જ તેને સફળતા પ્રાપ્ત થઈ છે. ભારત જ્યારે આઝાદ થઈને હજી તો લોકશાહીને સેટ કરી રહ્યો હતો તે સમયગાળામાં રશિયાએ અવકાશી દુનિયામાં પ્રયોગો હાથ…

Read More

ચંદ્રયાન-૩ઃ ભારતનું ચંદ્રયાન-૩ સફળતાપૂર્વક ચંદ્ર પર ઉતર્યું છે. ઈસરોદ્વારા ચંદ્ર પર સફળ ઉતરાણ કરીને ભારતે ઈતિહાસ રચ્યો છે. ચંદ્ર પર સફળતાપૂર્વક ઉતરાણ કરનાર ભારત વિશ્વનો ચોથો દેશ બની ગયો છે. આ સાથે પીએમ મોદી દક્ષિણ આફ્રિકાથી આ મિશનમાં વર્ચ્યુઅલ રીતે જાેડાયા હતા. પીએમએ દેશવાસીઓને અભિનંદન પાઠવ્યા.ચંદ્ર પર આજે (બુધવાર) સાંજે ૬.૦૪ વાગ્યે લેન્ડર વિક્રમ લેન્ડ કરી ગયું. તેની સાથે જ દક્ષિણ ધ્રૂવ પર લેન્ડ કરી ભારતે ઈતિહાસ રચી દીધો. તે અહીં સુધી પહોંચનાર દુનિયાનો પ્રથમ દેશ બની ગયો છે. આ સિદ્ધીનું સમગ્ર વિશ્વ સાક્ષી બન્યું. વડાપ્રધાન મોદીએ પણ દેશ સહિત તમામ લોકોને શુભેચ્છા પાઠવી હતી. ચંદ્રયાન-૩નું ચંદ્ર પર સફળતાપૂર્વક લેન્ડિંગ…

Read More

રાજકોટમાં નબીરાઓનો આતંક અવિરત યથાવત છે. યુનિવર્સિટી રોડ પર પૂરપાટ ઝડપે એક્ટિવા ચાલકને કાર ચાલક નબીરાએ અડફેટે લીધો હતો. જેથી એક્ટિવા ૨૦ ફૂટ દૂર સુધી ફંગોળાઈ ગઈ હતી અને ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. કાર ચાલકની સ્પીડ ૧૦૦ થી વધુ હોય અને રેસ મારતા હોવાનું સ્થાનિકોમાં ચર્ચા છે. જાે કે બાદમાં સ્થાનિક લોકોએ નબીરાઓને ઝડપી પાડ્યા હતા. જાેકે આ રીતે પુરપાટ વાહનો હંકારતા નબીરાઓ પર બ્રેક લાગવી જરૂરી છે. ગઈકાલે શહેરના કેકેવી હોલ નજીક દારુ પી કાર ચાલકે અન્ય કારને ટક્કર મારી હતી. રાજકોટના KKV હોલ પાસે એક શખ્સે દારૂ પીધેલી હાલતમાં આગળ…

Read More

રક્ષાબંધન બાદ આવતા જન્માષ્ટમીના તહેવારની રોનક બજારમાં જાેવા મળી રહી છે. કેટલાક લોકોએ આ તહેવારની ખરીદી પણ શરૂ કરી દીધી છે. ભગવાન શ્રીકૃષ્ણના બાળ સ્વરૂપ કાન્હાના વિવિધ જાતના વાઘા અને પારણા હાલ બજારમાં મળી રહ્યા છે. ત્યારે કેટલાક લોકો આ તહેવારને વધુ ખાસ બનાવવા માટે કાન્હા માટે ચાંદીના પારણાની ખરીદી કરી રહ્યા છે. સુરતમાં એક જ્વેલર્સના ત્યાં અવનવી ડિઝાઇન વાળા ચાંદીના પારણા મળી રહ્યા છે. જન્માષ્ટમીના તહેવારને ખાસ બનાવવા માટે લોકો પોતાના ઘરે રાખેલ કૃષ્ણ ભગવાનનું બાળ સ્વરૂપ કાનાનો શણગાર કરવા માટે અવનવા ડેકોરેશન અને અવનવા વાઘા ખરીદતા હોય છે. પરંતુ છેલ્લા ત્રણ, ચાર વર્ષથી લોકોમાં ચાંદીના પારણા ખરીદવાનો ક્રેઝ…

Read More

શહેર પોલીસમાં નકલી નિમણૂક પત્રના આધારે પ્રદીપ મકવાણા નામનો વ્યક્તિ પોલીસમાં નોકરી મેળવે તે પૂર્વે જ ઝડપાઈ ગયો હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે રીઝર્વ પીઆઇ દ્વારા ક્રાઈમ બ્રાન્ચ ખાતે જસદણના પ્રદીપ મકવાણા તેના પિતા ભરત મકવાણા, પ્રદીપ મકવાણાના માસા ભાવેશ ચાવડા અને બાલા ચાવડા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. તેમજ હાલ તમામ આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે. લોકરક્ષક તરીકેનું બનાવટી નિમણૂક હુકમ મેળવવા માટે પ્રદીપ મકવાણા તેમજ ભરત મકવાણાએ ભાવેશ ચાવડા અને બાલા ચાવડાને ૪,૦૦,૦૦૦ આપ્યા હોવાના પોલીસ ફરિયાદમાં સામે આવ્યું છે. ક્રાઈમ બ્રાન્ચ ખાતે તમામ આરોપીઓ વિરુદ્ધ ipc ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૪૭૪, ૧૨૦ (બી) અંતર્ગત…

Read More

ગુજરાતમાં છાસવારે એજન્ટની મદદથી ગેરકાયેદસર રીતે અમેરિકા કે કેનેડા જનારા લોકોનો જીવ જાેખમમાં મૂકાતો હોવાની ઘટના બનતી હોય છે ત્યારે વધુ એક કિસ્સો ભરૂચનો સામે આવ્યો છે. એજન્ટની મદદથી ભરૂચની મહિલા વિદેશ જવા નીકળી હતી તે મસ્કતમાં ફસાઈ છે. આ મહિલાને હવે પોતાને વેચી દેવામાં આવશે અને તેના પર ભારે યાતનાઓ ભોગવવામાં આવશે તે બાબતનો ડર સતાવી રહ્યો છે. મહિલાએ વિદેશ જતા જે મુશ્કેલીઓ વેઠવી પડી છે તે બાદ પોતાને ભારત સરકાર દ્વારા બચાવી લેવામાં આવે તેવી ઈચ્છા વીડિયોમાં વ્યક્ત કરી છે. ભરૂચથી નોકરીની લાલચે વિદેશ જવા માટે નીકળેલી તસ્લીમા ઈલિયાસ પટેલ પર ભારે અત્યાચાર ગુજારવામાં આવી રહ્યા છે, તસ્લીમાને…

Read More

સરહદ પારના પ્રેમની વાર્તાઓમાં વધુ એક કિસ્સો ઉમેરાયો છે. દક્ષિણ કોરિયાની એક યુવતી કિમ બોહ-ની, શાહજહાંપુરમાં તેના પ્રેમી, સુખજીત સિંહને મળવા ભારત આવી હતી. તેમની લવ સ્ટોરી ૨ વર્ષ પહેલા દક્ષિણ કોરિયાની એક કોફી શોપમાં શરૂ થઈ હતી. કોફી શોપમાં કર્મચારી તરીકે ૬ વર્ષ ગાળ્યા પછી, સુખજીતનું જીવન કિમ સાથે જાેડાયું છે જ્યારે તેણી એ જ કેફેમાં બિલિંગ કાઉન્ટર એટેન્ડન્ટ તરીકે કામ કરતી હતી. સમય જતાં તેમની મિત્રતા પ્રેમ કહાનીમાં ફેરવાઈ ગઈ. પરંતુ સુખજીતને ૬ મહિના માટે ભારત પરત ફરવું પડ્યું. જ્યારે સુખજીતથી અલગ થવાથી કિમને ઘણી પરેશાની થવા લાગી, ત્યારે તે એક મિત્રની મદદથી દિલ્હી પહોંચી, પછી ત્યાંથી શાહજહાંપુર…

Read More

દરેક વ્યક્તિની ઈચ્છા તેના સપનાનું ઘર બનાવવાની હોય છે, જેમાં તે પોતાના પરિવાર સાથે ખુશીથી રહી શકે. દરમિયાન ડુંગરપુરના એક પરિવારે પર્યાવરણના સંતુલનને ધ્યાનમાં રાખીને અનોખું ઘર બનાવ્યું છે. આ ઘરમાં કોંક્રીટ અને સિમેન્ટ ઉપયોગ થયો નથી પરંતુ તે પર્યાવરણને અનુકૂળ આવે તે રીતે બનાવવામાં આવ્યું છે. આવું ઘર આદિવાસી વિસ્તારમાં પહેલા ભાગ્યે જ જાેવા મળ્યું હશે, જ્યાં દરેક વસ્તુને રિસાયકલ કરીને ફરીથી ઉપયોગમાં લેવામાં આવી હોય. ડુંગરપુર શહેરમાં રહેતા સિવિલ એન્જિનિયર આશિષ પાંડા અને તેમની પત્ની મધુલિકાએ આ ખાસ ઘર બનાવ્યું છે. મધુલિકા વ્યવસાયે સોફ્ટવેર ડેવલપર છે. આ સાથે તે સમાજ સેવાનું કામ પણ કરે છે. આ લોકોનાં ઘરના…

Read More