Author: Shukhabar Desk

વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજિત થનાર બ્રજમંડળ યાત્રાની તૈયારીઓને મોટો ફટકો પડ્યો છે. હરિયાણાના નૂહ પ્રશાસન તરફથી આ ધાર્મિક યાત્રાને યોજવાની પરવાનગી મળી નથી. પોલીસે જણાવ્યું હતું કે સત્તાધીશોએ હરિયાણાના નૂહમાં ૨૮ ઓગસ્ટે વિહિપની બ્રજમંડળ જલાભિષેક યાત્રાનું આયોજન કરવાની પરવાનગી આપી નથી. ૩૧ જુલાઈના રોજ સાંપ્રદાયિક હિંસા બાદ આ યાત્રા અટવાઈ ગઇ હતી. નૂહ જિલ્લાના વહીવટીતંત્રએ યાત્રાના આયોજકો દ્વારા આપવામાં આવેલી પરવાનગી માટેની અરજીને ફગાવી દીધી હતી. ૧૩ ઓગસ્ટના રોજ પલવલના પોંડરી ગામમાં હિંદુ સંગઠનોની ‘મહાપંચાયત’ના એક સપ્તાહ બાદ આ ર્નિણય લેવાયો હતો, જેમાં નૂહના નલહર મંદિરથી વિહિપની ધાર્મિક યાત્રા ફરી શરૂ કરવાનો ર્નિણય લેવામાં આવ્યો હતો. નૂહના પોલીસ સુપ્રીન્ટેન્ડન્ટ…

Read More

ભારતીય ચેસ ગ્રાન્ડમાસ્ટર રમેશબાબુ પ્રજ્ઞાનાનંદાએ ફિડેવર્લ્ડ કપ ચેસ ટુર્નામેન્ટની ફાઇનલમાં જાેરદાર પ્રદર્શન કર્યું હતું. ફાઈનલની પ્રથમ ક્લાસિકલ મેચ ગઈકાલે રમાઈ હતી, જેમાં પ્રજ્ઞાનાનંદાએ વિશ્વના નંબર વન મેગ્નસ કાર્લસનને ડ્રો પર રોક્યો હતો. ભારતના ૧૮ વર્ષીય ગ્રાન્ડમાસ્ટરે તેનાથી વધુ અનુભવી અને ઉચ્ચ ક્રમાંકિત ખેલાડી સામે પ્રભાવશાળી પ્રદર્શન કર્યું હતું અને કાર્લસનને ૩૫ ચાલ પછી મેચને ડ્રો તરફ દોરવા માટે રાજી કર્યા હતા. આજે બે ક્લાસિકલ મેચોની બીજી રમતમાં, કાર્લસન વ્હાઈટ પીસ સાથે પ્રારંભ કરશે અને ફાયદાકારક સ્થિતિમાં હશે. પ્રજ્ઞાનાનંદાએ સેમિફાઇનલમાં વિશ્વના ત્રીજા નંબરના ફેબિયાનો કારુઆનાને ૩.૫-૨.૫થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. વિશ્વ કપની ફાઇનલમાં જગ્યા બનાવનાર દિગ્ગજ વિશ્વનાથન આનંદ પછી પ્રજ્ઞાનાનંદા…

Read More

બેંગ્લુરુથી એક ચોંકાવનારી ખબર સામે આવી છે. માત્ર ૨૨ વર્ષીય એન્જિનિયરિંગ વિદ્યાર્થીએ (બેંગલુરુ બોય એમેઝોન કૌભાંડ) એ એમેઝૉન (બેંગલુરું એમેઝૉન ફ્રેફંડ કૌભાંડ) સાથે ૨૦ લાખ રૂપિયાનું રિફંડ કૌભાંડ કર્યું હતું. તેને આઈફોન્સઅને મેકબુક્સજેવા મોંઘા ગેજેટ્‌સનું નકલી રિફંડ મેળવ્યું હતું, અને રિફંડ મેળવવામાં પણ તે સફળ રહ્યું હતું. પોલીસે આ કૌભાંડના સંબંધમાં ઉત્તર બેંગલુરુમાં રહેતા એન્જિનિયરિંગના વિદ્યાર્થી ચિરાગ ગુપ્તાની ધરપકડ કરી છે. છેતરપિંડીના આ કિસ્સાએ કંપનીને ચોંકાવી દીધી હતી. સમાચાર અનુસાર, ગુપ્તાએ એક મિત્રની મદદથી ૧૬ આઈફોન્સઅને ૨ મેકબુકના નકલી રિટર્ન બનાવ્યા, જ્યાં તે બેકએન્ડ સિસ્ટમ (એમેઝોન રિફંડ સ્કેમ) સાથે છેડછાડ કરીને એવું દેખાડશે કે વસ્તુ પરત કરવામાં આવી છે. ૧.૨૭…

Read More

સુપ્રીમ કોર્ટે બુધવારે (૨૩ ઓગસ્ટ) વેપારી મનસુખ હિરેનની હત્યા અને એન્ટિલિયા બોમ્બ કેસમાં ધરપકડ કરાયેલા પૂર્વ પોલીસ અધિકારી પ્રદીપ શર્માને જામીન આપ્યા હતા. જણાવી દઈએ કે જસ્ટિસ એએસ બોપન્ના અને જસ્ટિસ પીએસ નરસિમ્હાની બેન્ચે શર્મા તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગી અને એનઆઈએમાટે એડિશનલ સોલિસિટર જનરલની દલીલો સાંભળી. રોહતગીએ કહ્યું કે પ્રદીપ શર્મા એક આદરણીય પોલીસ અધિકારી હતા જેઓ ૩૭ વર્ષની સેવા બાદ નિવૃત્ત થયા હતા. એન્ટિલિયા બોમ્બ કેસ અને બિઝનેસમેન મનસુખ હિરેનની હત્યામાં ધરપકડ કરાયેલા પૂર્વ પોલીસ અધિકારી પ્રદીપ શર્માની જામીન અરજી પર સુપ્રીમ કોર્ટે સોમવારે પોતાનો ર્નિણય સુરક્ષિત રાખ્યો હતો. વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ કહ્યું હતું કે…

Read More

દેશના વિવિધ ભાગોમાં જાેરદાર વરસાદ થઇ રહ્યો છે. ખાસ કરીને ઉત્તર ભારતમાં વરસાદનો જાેર વધુ છે. આ વરસાદને કારણે ઘણાં વિસ્તારોમાં જનજીવન ખોરવાયું છે. દરમીયાન હવામાન ખાતામાંથી મળતી માહિતી મુજબ આજે પણ દેશની રાજધાની સહિત વિવિધ રાજ્યમાં મૂશળધાર વરસાદની શક્યતાઓ વર્તાઇ રહી છે. હવામાન ખાતામાંથી મળતી માહીતી મુજબ ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓને ગરમીથી રાહત મળશે. કારણ કે રાજ્યના અનેક જિલ્લાઓમાં આજે યલો અને ઓરેંજ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેથી આજે રાજ્યમાં જાેરદાર વરસાદની શક્યતાઓ હવામાન ખાતા દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. બીજી બાજુ હિમાચલ પ્રદેશમાં પણ ગાજવીજ સાથે વરસાદની શક્યતાઓ વર્તાઇ રહી છે. રાજ્યના ૧૨માંથી ૮ જિલ્લામાં રેડ એલર્ટ…

Read More

ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લામાં રાજ્ય સરકાર સંચાલિત નિવાસી શાળાની છાત્રાલયની ઓચિંતી તપાસ દરમિયાન ૧૦૦ રજિસ્ટર્ડ છોકરીઓમાંથી માત્ર ૧૧ જ હાજર મળી આવી હતી અને ૮૯ છોકરીઓ કથિત રીતે ગુમ થઈ હોવાનું જાણવા મળતા ખળભળાટ મચી ગયો છે. આ મામલે હોસ્ટેલના વોર્ડન સહિત ચાર વ્યક્તિઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ જિલ્લા મેજિસ્ટ્રેટ નેહા શર્માએ સોમવારે મોડી રાત્રે પારસપુરમાં કસ્તુરબા ગાંધી રેસિડેન્શિયલ ગર્લ્સ સ્કૂલમાં ઓચિંતી તપાસ હાથ ધરી હતી. આ રેસિડેન્શિયલ ગર્લ્સ સ્કૂલમાં કુલ ૧૦૦ વિદ્યાર્થીનીઓ નોંધાયેલી છે, પરંતુ શાળામાં માત્ર ૧૧ વિદ્યાર્થિનીઓ હાજર જાેવા મળી હતી. વોર્ડન સરિતા સિંહને જ્યારે ૮૯ વિદ્યાર્થિનીઓની ગેરહાજરી વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેઓ…

Read More

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આજે બુધવારે ફરી એકવાર કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું. તેમણે દાવો કર્યો હતો કે બજેટમાં મનરેગા યોજનાની ફાળવણીમાં એક તૃતિયાંશ જેટલો ઘટાડો કર્યા પછી પણ મોદી સરકારે દેશના ૧૮ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને મનરેગા વેતનના ૬,૩૬૬ કરોડ રૂપિયા આપવાના બાકી છે.મલ્લિકાર્જુન ખડગેએ ૧૮ વર્ષ પહેલા કોંગ્રેસ દ્વારા શરૂ કરવામાં આવેલા મુખ્ય ગ્રામીણ રોજગાર ગેરંટી કાર્યક્રમ મનરેગાની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે વર્ષ ૨૦૦૫માં આ દિવસે અમારી કોંગ્રેસ-યુપીએ સરકારે કરોડો લોકોને કામ કરવાનો અધિકાર સુનિશ્ચિત કરવા માટે મનરેગા લાગુ કરી હતી. ખડગેએ સોશિયલ મીડિયા પર કહ્યું કે મોદી સરકાર દ્વારા આ વર્ષે મનરેગાના બજેટમાં ૩૩ ટકાનો…

Read More

છત્તીસગઢના મુખ્યમંત્રી ભુપેશ બઘેલના સલાહકાર વિનોદ વર્માના નિવાસે ઈડીએ દરોડા પાડ્યાના અહેવાલ મળી રહ્યા છે. આ ઉપરાંત મુખ્યમંત્રી બઘેલના ઓએસડી આશીષ વર્મા અને મનીષ બંછોરના ઘરે પણ ઈડીએ દરોડાની કાર્યવાહી કરી છે.માહિતી અનુસાર છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ સાથે સંકળાયેલા લોકોને ત્યાં ઈડીએ એવા સમયે દરોડા પાડ્યા હતા જ્યારે ભુપેશ બઘેલ તેમનો જન્મદિવસ ઉજવી રહ્યા હતા. બુધવારે સવારે જ વિનોદ વર્માના રાયપુરના દેવેન્દ્ર નગરમાં આવેલા ઘરે દરોડાની કાર્યવાહી કરાઈ હતી. હજુ આ કાર્યવાહી ચાલી રહી છે. આ ઉપરાંત આશીર્ષ વર્મા અને મનીષ બંછોરને ત્યાં પણ દરોડા પડાયા હતા. ઘટનાસ્થળે જ સીઆરપીએફના જવાનોનો ખડકલો સર્જાયો હતો. બીજી બાજુ છત્તીસગઢમાં વિધાનસભાની ચૂંટણી નજીકમાં…

Read More

રેગિંગના કારણે જાદવપુર યુનિવર્સિટીના વિદ્યાર્થીના મોતનો મામલો છેલ્લા ઘણા દિવસોથી ચર્ચામાં છે. હવે આ કેસમાં કોલકાતા પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે જાદવપુર યુનિવર્સિટીના પ્રથમ વર્ષના વિદ્યાર્થીની મુખ્ય હોસ્ટેલના બીજા માળના કોરિડોરમાં નગ્ન અવસ્થામાં પરેડ કરાવવામાં આવી હતી. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે તપાસકર્તાઓને એવું પણ જાણવા મળ્યું છે કે તેના પર જાતીય હુમલો કરવામાં આવ્યો હતો. યુનિવર્સિટીના વર્તમાન અને પૂર્વ વિદ્યાર્થીઓ સહિત આ કેસમાં ધરપકડ કરાયેલા ૧૨ લોકોએ નાદિયાના કિશોરવયના મૃત્યુના સમગ્ર પ્રકરણમાં સક્રિય ભૂમિકા ભજવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર ધરપકડ કરાયેલા ૧૩ લોકોમાંથી માત્ર એક જ વ્યક્તિએ સક્રિય ભૂમિકા ભજવી ન હતી. અધિકારીએ કહ્યું, “કિશોર…

Read More

ક્રિકેટ ચાહકો માટે એક સારા સમાચાર છે. લોકપ્રિય ઓટીટીપ્લેટફોર્મ ડિઝની હોટસ્ટારએ એશિયા કપ ૨૦૨૩ અને વનડે વર્લ્ડ કપ જેવી બે મહત્વપૂર્ણ ક્રિકેટ ટુર્નામેન્ટ જાેવા માટે મોબાઇલ યુઝેર્સને ફ્રી સ્ટ્રીમિંગ આપવાની તૈયારી દર્શાવી છે. એશિયા કપ ટુર્નામેન્ટ શરૂ થવામાં માત્ર ૯ દિવસ બાકી છે, જ્યારે વર્લ્ડ કપ ૫ ઓક્ટોબરથી શરૂ થવા જઇ રહ્યો છે. વર્ષોથી ઓટીટીસર્વિસ પ્રોવાઈડર ડિજિટલ યુઝર્સમાં વધારો કરવા માટે ઘણી અલગ અલગ માર્કેટિંગ સ્કીમ્સ લાવતા રહ્યા છે. જેમાંથી ઘણી સ્કીમ્સ ખૂબ જ સારી રહે છે. રસપ્રદ વાત એ છે કે, ડિઝની હોટસ્ટારએ એક ઝુંબેશ શરૂ કરીને માર્કેટિંગને નેક્સ્ટ લેવલ પર લઈ જઈ રહ્યું છે, જે મોબાઈલ પર ‘ફ્રી…

Read More