મહાનગરો બાદ હવે જિલ્લામાં પણ રોગચાળાએ કહેર મચાવ્યો હતો. વલસાડના સેલવાસ અને વાપીમાં ડેન્ગ્યુ જીવલેણ બન્યો છે. ડેન્ગ્યુના કહેરના પગલે સેલવાસના યુવક અને વાપીના એક વિદ્યાર્થીનું ડેન્ગ્યુથી મોત થયું છે. મહાનગરો બાદ હવે જિલ્લામાં પણ રોગચાળાએ કહેર મચાવ્યો હતો. વલસાડના સેલવાસ અને વાપીમાં ડેન્ગ્યુ જીવલેણ બન્યો છે. ડેન્ગ્યુના કહેરના પગલે સેલવાસના યુવક અને વાપીના એક વિદ્યાર્થીનું ડેન્ગ્યુથી મોત થયું છે. છેલ્લા એક મહિનામાં સેલવાસમાં ડેન્ગ્યુના ૨૦ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. અને ડેન્ગ્યુના કહેરને રોકવા આરોગ્ય વિભાગે દવાના છંટકાવ સહિતની કામગીરી હાથ ધરી છે. બીજી તરફ જાન્યુનારીથી ચાલુ મહિના સુધી દાદરાનગર હવેલીમાં ૧૪૨ ડેન્ગ્યુના કેસ સામે આવ્યા છે.…
Author: Shukhabar Desk
સુરેન્દ્રનગરના લીંબડી બસ સ્ટેન્ડમાંથી રોકડ ભરેલા રૂપિયાની ઉઠાંતરી થઈ છે. લીંબડીના ચોકી ગામના મુસાફરે બાંકડા પર થેલો મૂક્યો હતો. આ મુસાફર માંડ થોડેક દૂર ગયો હશે. ત્યાં પહેલાથી જ નજર રાખીને બેસેલો ગઠિયો ૪ લાખ રૂપિયાનો થેલો ભરીને છૂમંતર થઈ ગયા હતા.સુરેન્દ્રનગરના લીંબડી બસ સ્ટેન્ડમાંથી રોકડ ભરેલા રૂપિયાની ઉઠાંતરી થઈ છે. લીંબડીના ચોકી ગામના મુસાફરે બાંકડા પર થેલો મૂક્યો હતો. આ મુસાફર માંડ થોડેક દૂર ગયો હશે. ત્યાં પહેલાથી જ નજર રાખીને બેસેલો ગઠિયો ૪ લાખ રૂપિયાનો થેલો ભરીને છૂમંતર થઈ ગયા હતા. આ તમામ ઘટનાCCTVમાં બે યુવક પૈસાની ઉઠાંતરી કરતા કેદ થઈ છે. આ CCTV ફૂટેજના આધારે લીંબડી પોલીસે…
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં સરોદ નજીક આવેલી કેમિકલ કંપનીમાં ગેસ લીકેજની ઘટનાના પગલે દોડધામ મચી ગઈ છે. પ્લાન્ટમાંથી પીળા રંગના ધુમાડા વછૂટતાં કામદારો જીવ બચાવવા ભાગતા નજરે પડ્યા હતા. આ ગેસ બ્રોમીન હોવાનું પ્રાથમિક અનુમાન છે જાેકે હજુસુધી કંપની તરફથી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. ઘટનામાં હજુસુધી કોઈ જાનહાનિના અહેવાલ સાંપડ્યા નથી. સ્થિતિ ઉપર નિયંત્રણ મેળવવા પ્રયાસ હાથ ધરાયા છે. ઘટના બાબતે ફાયર બ્રિગેડને પણ કોલ આવતામાં આવતા ઇમરજન્સી સર્વિસીસની ટુકડી ઘટનાસ્થળ તરફ રવાના કરવામાં આવી છે. ગેસ ગળતરની ઘટના ઁૈં ૈંહઙ્ઘજેંિૈીજ માં બની હોવાના પ્રાથમિક અહેવાલ સાંપડી રહ્યા છે. બ્રોમીન ગેસ સીધો શ્વસન તંત્ર ઉપર અસર પહોંચાડે છે.…
કોર્ટે આરોપીને ૨૦ વર્ષની સજા ફટકારતા પીડિત પરિવારને ન્યાય મળ્યો છે. બનાવની વાત કરીએ તો હેવાન સલમાને ૨૦૨૨માં ઉન વિસ્તારમાં માસીને ત્યાં રહેવા ગયેલી ૧૬ વર્ષની સગીરાનું અપહરણ કર્યું હતું અને ત્યારબાદ દુષ્કર્મ આચર્યું હતું. સુરતની કોર્ટે દુષ્કર્મની એક પીડિતાને ન્યાય આપ્યો છે. સુરતના સચિન ય્ૈંડ્ઢઝ્ર વિસ્તારમાં એક વર્ષ બાદ દુષ્કર્મની પીડિત સગીરાને ન્યાય મળ્યો છે. દુષ્કર્મના આરોપી સલમાનને સુરતની કોર્ટે ૨૦ વર્ષની સજા ફટકારી છે. કોર્ટે આરોપીને ૨૦ વર્ષની સજા ફટકારતા પીડિત પરિવારને ન્યાય મળ્યો છે. બનાવની વાત કરીએ તો હેવાન સલમાને ૨૦૨૨માં ઉન વિસ્તારમાં માસીને ત્યાં રહેવા ગયેલી ૧૬ વર્ષની સગીરાનું અપહરણ કર્યું હતું અને ત્યારબાદ દુષ્કર્મ આચર્યું…
ભાવનગર સર ટી હોસ્પિટલના સિક્યુરિટી ગાર્ડ હડતાળ પર ઉતરી ગયા છે. હોસ્પિટલના નાઇટ ડ્યુટીના ૩૦ ગાર્ડ હડતાળ પર ઉતર્યા છે. સુપરવાઇઝરની તપાસ માટે નિમણૂક કરાતા વિવાદ થયો છે. હડતાળને પગલે હોસ્પિટલના ઉચ્ચ અધિકારીઓ દોડતા થયા છે. તો બીજી તરફ ભાવનગરની સર ટી હોસ્પિટલમાં આઉટસોર્સિંગના નામે કર્મચારીનું શોષણ થઇ રહ્યું હોવાનુ સામે આવ્યુ છે. આઉટસોર્સિંગના નામે કર્મચારીઓના શોષણમાં હોસ્પિટલના ઉચ્ચ અધિકારીઓની કોન્ટ્રાક્ટર સાથે મિલીભગતનો આરોપ લાગ્યો છે અને આ મિલીભગતની આડમાં એજન્સીઓ દ્વારા કર્મચારીઓનું શોષણ કરવામાં આવે છે ગયા મહિને આઉટસોર્સિંગથી કામ કરતાં ૨૧૦ સિક્યોરિટી ગાર્ડને પગાર ચૂકવાયો છે. જ્યારે હકીકતમાં ૧૨૦ જ ગાર્ડ છે. ૯૦ ગાર્ડનો પગાર કોને ચુકવાયો ?…
હિંમતનગર શહેરના સહકારી જીન ચાર રસ્તા પાસેથી એક મોંઘીદાટ ચમચમાતી કારમાં દારુ ભરીને હેરાફેરી કરતા પોલીસે ઝડપી લઈને કાર્યવાહી કરી છે. મોંઘી દાટ કારમાંથી ૬.૩૮ લાખનો દારુનો જથ્થો ઝડપાઈ આવ્યો છે.સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા દારુની હેરાફેરીને લઈ ધોંસ વધારી દીધી હોય એમ જિલ્લામાંથી પસાર થતા હાઈવે પર વોચ વધારી દીધી છે. આ દરમિયાન પોલીસથી બચવા માટે હવે દારુની હેરાફેરી કરનારાઓએ મોંઘીદાટ લકઝરિયસ કારનો ઉપયોગ શરુ દારુ ઘુસાડવા માટે શરુ કર્યો છે. આવી જ એક કાર હિંમતનગર નજીકથી એલસીબીની ટીમે ઝડપી પાડી છે. હિંમતનગર શહેરના સહકારી જીન ચાર રસ્તા પાસેથી એક મોંઘીદાટ ચમચમાતી કારમાં દારુ ભરીને હેરાફેરી કરતા પોલીસે ઝડપી લઈને…
રાજ્યમાં જિલ્લા પંચાયત-તાલુકા પંચાયત પ્રમુખના ભથ્થામાં વધારો કરવાનો નિણર્ય કરવામાં આવ્યો છે. પ્રવાસન ભથ્થામાં ધરખમ વધારો કરાયો છે. જિલ્લા પ્રમુખના પ્રવાસન ભથ્થામાં ૫૦ હજાર જેટલો જંગી વધારો કરાયો હોવાથી રોષ પણ જાેવા મળી રહ્યો છે. જેના ભગરૂપે જિલ્લા પંચાયત પ્રમુખનું પ્રવાસન ભથ્થું જે અગાઉ રૂપિયા ૮૦ હજાર હતું. તેમાં વધારો કરીને આ ભથ્થું ૧.૩૦ લાખ રૂપિયા કરી દેવામાં આવ્યું છે.બીજી બાજુ તાલુકા પંચાયત પ્રમુખના પ્રવાસનના ભથ્થામા પણ વધારો કરાયો છે. જેમાં ૨૦ હજારનો વધારો કરાતા તાલુકા પ્રમુખનું પ્રવાસન ભથ્થું જે અગાઉ રૂપિયા ૪૦ હજાર હજાર હતું તે ૬૦ હજાર સુધી પહોંચી ગયું છે. આ અંગે રાજ્યના પંચાયત ગ્રામ ગૃહનિર્માણ વિભાગ…
ભારતના ચંદ્રયાન-૩એ પર સફળતાપૂર્વક ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કર્યું છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વૈજ્ઞાનિકોનો આભાર વ્યક્ત કર્યો છે અને ભવિષ્યના લક્ષ્યો માટે શુભકામનાઓ આપી છે. તેમણે કહ્યુ હતુ કે, ‘આપણે ત્યાં પહોંચ્યા છીએ કે જ્યાં આજ સુધી દુનિયાનો કોઈ દેશ નથી પહોંચ્યો. હવેથી ચાંદ સાથેના મિથક બદલાઈ જશે અને નવી પેઢી માટે કથા પણ બદલાઈ જશે.’ આવી ઐતિહાસિક ઘટનાઓ રાષ્ટ્રજીવનની ચિરંજીવ ચેતના બની જાય છે. આ પળ અવિશ્વરણીય છે, અભૂતપૂર્વ છે. આ ક્ષણ વિકસિત ભારતના શંખનાદની છે. આ ક્ષણ નવા ભારતના જયઘોષની છે. આ ક્ષણ મુશ્કેલીના મહાસાગરને પાર કરવાની છે. આ ક્ષણ જીતના ચંદ્રપથ પર ચાલવાની છે.…
ભારત માટે આજનો દિવસ ખાસ છે કારણકે આજે ચંદ્રયાન-૩ ચંદ્ર પર લેન્ડિગ કરશે, આ વચ્ચે પાકિસ્તાનના જે નેતાએ પહેલા ઈસરોની મજાક ઉડાવી હતી તે જ નેતા હવે ઈસરોના વખાણ કરી રહ્યા છે અને પાક. મીડિયાને ચંદ્રયાન લેન્ડિંગનું લાઈવ ટેલિકાસ્ટની માંગ કરી રહ્યા છે. પાકિસ્તાનની અગાઉની ઈમરાન ખાન સરકારમાં વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રી રહેલા ફવાદ હુસૈને ભારતના ચંદ્ર મિશન ‘ચંદ્રયાન-૩’ની પ્રશંસા કરી છે અને તેને માનવજાત માટે ઐતિહાસિક ક્ષણ ગણાવી છે. ભારતને અભિનંદન આપતા પૂર્વ વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રીએ તેમના દેશને આજે સાંજે ચંદ્રયાન-૩ના ચંદ્ર લેન્ડિંગનું લાઈવ ટેલિકાસ્ટ કરવા વિનંતી કરી છે. જાે કે આ પહેલા હુસૈન વર્ષો સુધી ભારતીય અવકાશ…
આજે વહેલી સવારે ઝિમ્બાબ્વે ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને અનુભવી ઓલરાઉન્ડર હીથ સ્ટ્રીકનું ૪૯ વર્ષની વયે અવસાન થયું હોવાના બિનસત્તાવાર સમાચાર ફેલાયા હતા, જેને કારણે ક્રિકેટ જગતમાં સોંપો પડી ગયો હતો. હીથ સ્ટ્રીક લાંબા સમયથી કોલોન અને લીવર કેન્સરથી પીડિત અને સારવાર હેઠળ હોવાથી લોકોને આ વાત સાચી પણ લાગી હતી. હીથ સ્ટ્રીકનું કેન્સર ચોથા સ્ટેજ પર પહોંચી ગયું હતું.જેના કારણે તેમની હાલત ઘણા સમયથી નાજુક હતી. ઝિમ્બાબ્વેના ભૂતપૂર્વ ઝડપી બોલર, હેનરી ઓલોંગાએ જઅગાઉ ટિ્વટર પર સ્ટ્રીકના નિધનના સમાચાર શેર કર્યા હતા. દેશવિદેશના અનેક ક્રિકેટરોએ સોશિયલ મીડિયા માધ્યમથી તેમને શ્રદ્ધાંજલિ આપવા માંડ્યા હતા. જાેકે, હવે એવા સત્તાવાર સમાચાર આવ્યા છે…