આજે એટલે કે ગુરુવારે ૬૯માં ‘નેશનલ ફિલ્મ એવોર્ડ’ની જાહેરાત થઈ રહી છે. માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુર વિજેતાઓની જાહેરાત કરી રહ્યા છે. સરદાર ઉધમ સિંહે શ્રેષ્ઠ હિન્દી ફિલ્મનો એવોર્ડ જીત્યો હતો, જ્યારે ‘ચાર્લી ૭૭૭’ને શ્રેષ્ઠ કન્નડ ફિલ્મનો એવોર્ડ મળ્યો છે. વિકી કૌશલની ફિલ્મ સરદાર ઉધમ સિંહને સર્વશ્રેષ્ઠ હિન્દી ફિલ્મનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે. અભિનેતા રામ ચરણ, અલ્લુ અર્જુન અને જુનિયર એનટીઆરના નામ પણ ટ્રેન્ડમાં છે. ચાહકો તેમના પ્રિય અભિનેતાને સમર્થન આપી રહ્યા છે. બેસ્ટ અભિનેતાઃ અલ્લુ અર્જુન (પુષ્પા ધ રાઇઝિંગ) બેસ્ટ અભિનેત્રીઃ આલિયા ભટ્ટ (ગંગુબાઈ કાઠિયાવાડી) અને ક્રિતી સેનન (મિમી) બેસ્ટ સપોર્ટિંગ એક્ટરઃ પંકજ ત્રિપાઠી (મિમી) બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસઃ…
Author: Shukhabar Desk
ભારત અને આયરલેન્ડ વચ્ચેની ત્રીજી અને અંતિમ ટી૨૦ આંતરરાષ્ટ્રીય મેચ ગઈકાલે ડબલિનમાં એક પણ બોલ ફેંક્યા વિના રદ કરવામાં આવી હતી. ભારતે રવિવારે બીજી ટી૨૦ મેચમાં જીત સાથે સિરીઝ ૨-૦થી જીતી લીધી હતી. ભારતીય ટીમના કેપ્ટન જસપ્રિત બુમરાહને આ સિરીઝમાં શાનદાર પ્રદર્શન માટે પ્લેયર ઓફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યો હતો. ફાઈનલ મેચમાં ટોસમાં વરસાદને કારણે વિલંબ થયો હતો અને ઘણી તપાસ બાદ અમ્પાયરોએ નિર્ધારિત સમયના ત્રણ કલાક બાદ મેચ રદ કરી હતી. આ સિરીઝમાં ભારતીય ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ ૧૧ મહિના પછી સર્જરી બાદ પ્રભાવશાળી પુનરાગમન કર્યું હતું. ઓક્ટોબર-નવેમ્બરમાં ઘરઆંગણે યોજાનારા વર્લ્ડ કપ પહેલા વરિષ્ઠ ખેલાડીઓની ગેરહાજરીમાં બુમરાહે યુવા…
આજે લખનઉના એક મંત્રીની દબંગગીરીનો મામલો લખનઉના ચારબાગ સ્ટેશન પર સામે આવ્યો છે. અહી ચાલતા જવાથી બચવા માટે મંત્રીએ પોતાની કાર સીધી એક્સીલેટર પર પહોચાડી દીધી હતી. જેથી ત્યાં ઉભેલા મુસાફરોમાં દોડધામ મચી ગઈ હતી. નિયમ પ્રમાણે માત્ર ચાલતા જ રૈંપ પર થઈને એક્સેલેટર પર જવાનું હોય છે. પશુપાલન મંત્રી ધર્મપાલ સિંહને બુધવારના રોજ ટ્રેન નંબર ૧૩૦૦૫ હાવડા-અમૃતસર પંજાબ મેલમાં લખનઉથી બરેલી જવાનુ હતું. પંજાબ મેલ ચારબાગ સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ચારપર આવે છે. આવામાં મંત્રી ધર્મપાલ સિંહએ મુખ્ય પોર્ટિકો પર આવ્યા પછી વધુ ચાલવુ ન પડે, એટલે તેમની કારને રેલવેની સામે દિવ્યાંગો માટે બનાવેલા રેમ્પ પર લઈ જઈને સીધી પ્લેટફોર્મ…
આખો દેશ ચંદ્રયાન-૩ની સફળતાને ઉમળકાભેર આવકારી રહ્યો છે. ભારતે હવે ચંદ્ર પર ડગ માંડી દીધા છે. ભારતની આ મોટી સિદ્ધિ વચ્ચે પૂર્વી મહારાષ્ટ્રના વિદર્ભ વિસ્તારમાંથી એક ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે. યવતમાલ જિલ્લામાં ૧ જૂનથી પ્રતિદિન લગભગ એક ખેડૂત આત્મહત્યા કરી રહ્યો છે. આ જાણકારી સામાજિક કાર્યકર્તાઓએ બુધવારે આપી હતી. વિદર્ભ જન આંદોલન સમિતિના અધ્યક્ષ કિશોર તિવારીએ ચેતવણી આપતા કહ્યું કે, કૃષિ સંકટથી દેશમાં સૌથી વધુ પ્રભાવિત યવતમાલમાં ૧ જૂનથી અત્યાર સુધીમાં ૮૨ ખેડૂતોએ નિરાશ થઈને આ પગલું ભર્યું છે. જે લોકસભા ચૂંટણી પહેલા સરકાર માટે નિરાશાજનક સ્થિતિનો સંકેત છે. તિવારીએ જણાવ્યું કે, આટલું જ નહીં ૧ જાન્યુઆરીથી વિદર્ભ વિસ્તારના…
નેપાળમાં આજે વહેલી સવારે બારાના જીતપુર સિમારા સબ-મેટ્રોપોલિટન-૨૨ના ચુરિયામાઈ મંદિર પાસે બસ અકસ્માતમાં સાત લોકોના મોત થયા હતા. અકસ્માતમાં મૃત્યુ પામેલા તમામ લોકોની ઓળખ થઈ ગઈ છે. બસમાં યાત્રાળુઓ હતા, જેમાંથી મોટાભાગના લોકો ભારતના હતા. જિલ્લા પોલીસ બારાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે માર્ગ અકસ્માતમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે ચારનું સારવાર દરમિયાન મોત થયું હતું. બસના ડ્રાઈવરને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. કહેવાય છે કે બસ કાઠમંડુથી જનકપુર જઈ રહી હતી. આ દરમિયાન તે રસ્તા પરથી નીચે ઉતરી લગભગ ૧૫ મીટર નીચે પડી ગઈ હતી. જિલ્લા પોલીસ કચેરી મકવાનપુરે મૃતકોની ઓળખ લોહાર પટ્ટી, મહોત્તરીના ૪૧ વર્ષીય બિજય લાલ…
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ ફરી એકવાર પોતાની ફિટનેસથી બધાના દિલ જીતી લીધા છે. કોહલીએ ફિટનેસ ટેસ્ટમાં ૧૭.૨નો સ્કોર મેળવ્યો છે. તેણે પોતે ફોટો શેર કરીને આ વિશે માહિતી આપી છે. યોયો ટેસ્ટ બાદ કોહલીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક સેલ્ફી શેર કરી હતી. આ ફોટોમાં તે આરામથી જમીન પર બેઠો છે. આ સાથે કોહલીએ લખ્યું “યોયો ટેસ્ટ પૂર્ણ કરવા માટે ખુશ” આ સાથે કોહલીએ યોયો ટેસ્ટમાં પોતાનો સ્કોર પણ શેર કર્યો હતો.મળેલા અહેવાલો અનુસાર ભારતીય ક્રિકેટ ટીમમાં સ્થાન મેળવવા માટે દરેક ખેલાડીએ યોયો ટેસ્ટમાં ઓછામાં ઓછો ૧૬.૫ સ્કોર કરવો જરૂરી છે. જાે આનાથી ઓછો સ્કોર હશે તો…
દિવસેને દિવસે રોજીંદી જરૂરી ચીજવસ્તુઓના વધતા ભાવે સામાન્ય લોકો પર મોંઘવારીનો બોજ વધાર્યો છે. તેના ઉપર, કોવિડ સમયગાળાથી, હોસ્પિટલમાં પણ સારવાર મોંઘી થઈ ગઈ છે. છેલ્લા પાંચ વર્ષમાં હોસ્પિટલમાં દાખલ થયા બાદ સારવાર પાછળનો ખર્ચ બમણા દરે વધ્યો છે. એક તરફ જ્યાં મોંઘવારી દર ૭ ટકાની આસપાસ છે ત્યાં મેડિકલ ફુગાવો ૧૪ ટકાથી વધુના દરે વધી રહ્યો છે. એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, ૨૦૧૮માં ચેપી રોગોની સારવાર માટે સરેરાશ મેડિકલ ઈન્સ્યોરન્સ ક્લેમ ૨૪,૫૬૯ રૂપિયા હતો, જે ૨૦૨૨માં વધીને ૬૪,૧૩૫ રૂપિયા થઈ ગયો છે. એટલે કે ૫ વર્ષમાં આ રોગની સારવારનો ખર્ચ ૧૬૦ ટકા મોંઘો થઈ ગયો છે. મુંબઈ જેવા…
બ્રિક્સ સમિટ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ આજે જાેહાનિસબર્ગમાં બ્રિક્સ સમિટમાં મળ્યા હતા. બંને નેતાઓએ હાથ મિલાવીને અભિવાદન કર્યું હતું. સમાચાર એજન્સી દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં પીએમ મોદી જ્યારે બ્રિક્સ નેતાઓની બ્રિફિંગમાં જઈ રહ્યા હતા ત્યારે ચીનના રાષ્ટ્રપતિ સાથે વાત કરતા જાેવા મળ્યા હતા. બુધવારે, વડા પ્રધાન અને જિનપિંગે પૂર્ણ સત્રમાં હાજરી આપી હતી, પરંતુ ફોટોગ્રાફ સેશન દરમિયાન તેઓ અલગ-અલગ ઊભા રહ્યા હતા. આ પહેલા વડાપ્રધાન મોદીએ બ્રિક્સના વિસ્તરણને સારો ર્નિણય ગણાવ્યો હતો. બ્રિક્સમાં છ નવા દેશો જાેડાયા છે, જેમાં આજેર્ન્ટિના, ઇજિપ્ત,ઇથોપિયા, ઈરાન, સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) સામેલ છે. ભારતે હંમેશા બ્રિક્સના વિસ્તરણને…
વલસાડના અબ્રામા ખાતે રહેતા અને ગાંધીનગરની કર્ણાવટી યુનિવર્સિટીમાં બી.ટેક.નો અભ્યાસ કરતા વિદ્યાર્થી દર્શ શ્રીકાંત કનોજીયા અને ટીમ દ્વારા ‘‘લો કોસ્ટ લાઈબ્રેરી મેનેજમેન્ટ’’ વિષય પર તૈયાર કરાયેલુ રીસર્ચ પેપર આંતરરાષ્ટ્રીય સ્તર પર પ્રકાશિત થયુ છે. જે કામગીરીને યુનિવર્સિટી દ્વારા બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા. વલસાડના વિદ્યાર્થી દર્શ કનોજીયા અને ટીમના સાથી સભ્યો હાર્દિક ચૌહાણ, સત્યમ શિવમ, દેવેશ ખૈતાન અને અમાન મલેકે માનીવેલ કંડાસમ્ય અને રાજુ શાન્મુગમના માર્ગદર્શન હેઠળ આ કાર્ય સફળતાપૂર્વક પાર પાડ્યું હતું. નજીવા ખર્ચે લાઈબ્રેરી મેનેજમેન્ટ સિસ્ટમ વિષય પર નવતર અભિગમ અપનાવી તેઓએ કરેલુ રીસર્ચ વર્ક ઈન્ટરનેશનલ જર્નલ ફોર રીસર્ચ ઈન એપ્લાઈડ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ ટેક્નોલોજીના જુલાઈ ૨૦૨૩ના અંકમાં પ્રકાશિત…
દર માસે યોજાતા સ્વાગત કાર્યક્રમ અંતર્ગત ઓગસ્ટ- ૨૦૨૩નો સ્વાગત -વ- ફરિયાદ નિવારણ કાર્યક્રમ વલસાડ જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના સભાખંડમાં આજ રોજ યોજવામાં આવ્યો હતો. બેઠકના અધ્યક્ષસ્થાનેથી જિલ્લા કલેકટરશ્રીએ આ કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વે અધિકારીઓને અરજદારોના પ્રશ્નોના નિકાલ માટે જરૂરી આધાર પૂરાવાઓ સાથે હાજર રહેવા તાકીદ કરી હતી. આ કાર્યક્રમમાં ગત માસના ૧ અરજદારનો પડતર પ્રશ્ન અને ચાલુ માસના ૨૨ અરજદારોના પ્રશ્નો રજૂ થયા હતા. જે પૈકી ૧૯ પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરાયો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય રજૂઆતોમાં જિલ્લાના નાગરિકો દ્વારા મુખ્યત્વે જમીન માપણી, અનઅધિકૃત બાંધકામ, છીરીના વલ્લભ નગરના રહેવાસીઓને રોડની સુવિધા, પારડીના ટુકવાડાના તળાવની માપણી, અંબાચ (પટેલ ફળિયું) પ્રાથમિક…