ગુજરાતમાં છેલ્લા ઘણાં સમયથી યુવાનોમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધ્યું છે. ગુજરાતમાં યુવકો ક્રિકેટ રમતા અથવા રોજિંદુ કામ કરતા કરતા હાર્ટ એટેકથી મૃત્યુ પામતા હોય એવી ઘટના સામે આવી રહી છે. ત્યારે રાજ્યમાં વધુ એકનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે. સુરત શહેરમાં RAF જવાનનું હાર્ટ એટેકથી નિધન થતાં પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. વાત જાણે એમ છે કે મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી અને હાલ સુરતમાં સબ ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા ધરમપાલ (ઉં.વ ૫૮) લિંબાયત વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. આ દરમિયાન અચાનક જ તેઓ રસ્તા પર ઢળી પડ્યા હતા. જે બાદ તેઓેને સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા, જ્યાં તબીબ દ્વારા…
Author: Shukhabar Desk
ગીર સોમનાથમાં ર્જીંય્એ નકલી ઘીના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો છે. પોલીસની ટીમે વેરાવળના વખારિયા બજાર અને ડારી ગામના ઘી બનાવતા કારખાના પર દરોડા પાડ્યા હતા.તહેવારોમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારા ભેળસેળિયા તત્વો પર પોલીસે તવાઇ બોલાવી છે. ગીર સોમનાથમાં SOG નકલી ઘીના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો છે. પોલીસની ટીમે વેરાવળના વખારિયા બજાર અને ડારી ગામના ઘી બનાવતા કારખાના પર દરોડા પાડ્યા હતા. આ દરમિયાન પોલીસે ૧૦૦થી વધુ શંકાસ્પદ ઘીના ડબ્બા ઝડપી પાડ્યા છે.ડારી ગામે શ્યામ દિવેલ પેઢીમાંથી ૫૨ ડબ્બા અને વેરાવળના વખારિયા બજારમાંથી ૬૯ ડબ્બા શંકાસ્પદ ઘી ઝડપી પાડ્યું છે. બંને સ્થળોએથી પોલીસને મોટાપાયે પામ તેલ, વનસ્પતિ ઘી સહિતની સામગ્રીઓ…
બદલાયેલી લાઇફ સ્ટાઇલના કારણે ઓનલાઇન ફૂડ મગાવવાનું ચલણ વધ્યું છે, દેશભરમાં ખાસ કરીને મોટા શહેરોમાં ઓનલાઇન ફૂડ ઓર્ડર કરવાનું ચલણ ખૂબ વધ્યું છે. કારણ કે ૨૪ કલાક કોઈ પણ સમયે ઘર બેઠા ફૂડ ડિલિવર થઈ જતું હોવાથી લોકો મોટા પ્રમાણમાં ઝોમેટો અને સ્વિગી જેવી એપનો ઉપયોગ કરે છે. પરંતુ ક્યારેક ઓનલાઈન મગાવેલું ફૂડ જાેખમી પણ સાબિત થતું હોય છે.અનેક વખત આવા બનાવો સામે પણ આવતા રહે છે. ત્યારે રાજકોટમાં ફરી એક વખત આવો બનાવ સામે આવ્યો છે, જેમાં ઝોમેટોમાંથી મગાવેલા ફૂડમાં વાસી છાશ ને કારણે એક વ્યક્તિની તબીયત બગડી હોવાનાં આક્ષેપ કરાયા છે. અને ભોગ બનનાર વ્યક્તિએ રિફંડ સ્વીકારવાની બદલે…
ગુજરાતીઓ એન્ટિગુઆના રસ્તે અમેરિકા જવાના હતા પરંતુ વિદેશમાં ઇન્ટરપોલ, ઇમિગ્રેશનથી લઇ નેવીની શોધખોળ બાદ પણ ૯ લોકોનો કોઈ અત્તોપત્તો નહીં હોવાનું સામે આવ્યું છે. છેલ્લે ૩ ફેબ્રુઆરી ૨૦૨૩એ વાતચીત થઇ હતી. ઘટનાંને લઈ યુવાનોના પરિવારજનોએ હાઇકોર્ટમાં અરજી કરી છે.ગુજરાતથી વિદેશ જવા નિકળેલા ૯ યુવાનો ગુમ થયા હતા જે ઘટના બાદ છેલ્લા ૬ મહિનાથી તમામ યુવાનોની કોઇ ભાળ નહીં હોવાનું સામે આવ્યું છે. યુવાનોના પરિવારજનોએ હાઇકોર્ટમાં આ બાબતે અરજી પણ કરી છે. જાન્યુઆરી ૨૦૨૩માં વિદેશ જવા આ તમામ ૯ યુવાનો નીકળ્યા હતા. જાેકે હાલ સુધી આમાંથી કોઇની ભાળ નથી મળી. એન્ટિગુઆના રસ્તે અમેરિકા તમામ ગુજરાતીઓ જવાના હતા. છેલ્લે ૩ ફેબ્રુઆરી ૨૦૨૩એ…
ગુજરાતમાં છેલ્લા ઘણાં સમયથી યુવાનોમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધ્યું છે. ગુજરાતમાં યુવકો ક્રિકેટ રમતા અથવા રોજિંદુ કામ કરતા કરતા હાર્ટ એટેકથી મૃત્યુ પામતા હોય એવી ઘટના સામે આવી રહી છે. ત્યારે રાજ્યમાં વધુ એકનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે. સુરત શહેરમાં ઇછહ્લ જવાનનું હાર્ટ એટેકથી નિધન થતાં પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. વાત જાણે એમ છે કે મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી અને હાલ સુરતમાં સબ ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા ધરમપાલ (ઉં.વ ૫૮) લિંબાયત વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. આ દરમિયાન અચાનક જ તેઓ રસ્તા પર ઢળી પડ્યા હતા. જે બાદ તેઓેને સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા, જ્યાં તબીબ દ્વારા…
અમદાવાદ ઝાલોદ હાઈવે પર આવેલા પિઠાઈ ટોલનાકા પર ફાસ્ટટેગ ધારકો સાથે ટોલ બુથના કર્મચારીઓ દ્વારા ખોટી રીતે દાદાગીરી કરાતી હોવાની ફરિયાદ સામે આવી છે. ફાસ્ટટેગને લીધે વાહનચાલકોએ લાંબી લાઈનમાં ઊભા ન રહેવું પડે એવો સરકારનો ઈરાદો હોવા છતાં ટોલ બુથના કર્મચારીઓ વાહન ચાલકોની ફાસ્ટટેગના રિચાર્જમાં સામાન્ય ભૂલના મુદ્દાને મોટો બનાવીને તેમને યોગ્ય માર્ગદર્શન આપવાના બદલે ડરાવી ધમાકાવીને પજવતા હોવાનું જાણવા મળ્યું છે. બાલાસિનોરમાં આવેલા ડાયનાસોર ફોસિલ પાર્ક પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે અને સરકાર પણ આ સ્થળેને વિકસાવવા પ્રતિબધ્ધ છે ત્યારે અમદાવાદથી બાલાસિનોર જતા રસ્તામાં આવતા પિઠાઈ ટોલ પ્લાઝા વાહનચાલકો માટે સંઘર્ષનું સ્થળ બની રહ્યું હોવાનું જાણવા મળ્યું છે. એક…
રાજ્યમાં હવેથી ડિપ્લોમાં ટુ ડિગ્રી(ડીટૂડી)માં પ્રવેશ મેળવવા માટે કોમન એન્ટ્રેસ ટેસ્ટ લેવાનું રાજ્ય સરકારે કર્યું છે. ગાંધીનગર ખાતે ગઈકાલે મુખ્યમંત્રીની અધ્યક્ષ સ્થાને યોજાયેલી કેબિનેટ બેઠકમાં આ મહત્વનો ર્નિણય લેવામાં આવ્યો હતો. આ અંગેની જાહેરાત રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા કરવામાં આવી હતી. મંત્રી ઋષિકેશ પટેલ જણાવ્યું હતું કે રાજ્યમાં ડિપ્લોમા ટુ ડિગ્રી (ડીટૂડી)માં પ્રવેશ મેળવવા માટે કોમન એન્ટ્રસ ટેસ્ટ લેવાનું નક્કી કરાયું છે. વધુમાં જણવાતા કહ્યું હતું કે પ્રવેશ સમિતિ માટે બેઠકોની ફાળવણી અને વિવિધ બોર્ડનું મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં જટીલતા રહેતી હતી. આ તમામ યુનિવર્સિટીની પરીક્ષાઓમાં એકસૂત્રતા લઇને એક મેરિટમાં લાવવું શક્ય ન હતું. આ વિસંગતતા, અસ્પષ્ટતા,…
આફ્રિકન દેશ નાઈજીરિયામાં કટ્ટરવાદી સંગઠનો છાશવારે આતક મચાવતા રહે છે. હવે નાઈજીરિયાના બોર્નો નામના રાજ્યમાં કટ્ટરવાદીઓએ હુમલો કરીને ૪૨ મહિલાઓનુ અપહરણ કરીને હાહાકાર મચાવી દીધો છે. સ્થાનિક લોકોએ મીડિયાને આ જાણકારી આપતા કહ્યુ હતુ કે, આ મહિલાઓ ગ્રામ્ય વિસ્તારમાં લાકડા ભેગા કરી રહી ત્યારે ક્ટ્ટરવાદીઓએ હુમલો કર્યો હતો. આ સ્થળ આતંકી સંગઠન બોકો હરામનો ગઢ મનાય છે. જે છેલ્લા ૨૪ વર્ષથી નાઈજીરિયાના અમુક વિસ્તારમાં સક્રિય છે. જેમનુ અપહરણ કરાયુ છે તે મહિલાઓ રાહત છાવણીમાં રહે છે અને લાકડા વેચીને પોતાનુ ગુજરાન ચલાવે છે. સ્થાનિક વહિવટીતંત્રનુ કહેવુ છે કે, મંગળવારે બનેલી ઘટનાની જાણકારી બુધવારે મોડી રાત્રે મળી હતી. આ મહિલાઓ હજી…
અમેરિકાના દક્ષિણ કેલિફોર્નિયાના ટ્રેબુકો કેન્યન શહેરમાં ગોળીબારની ઘટના સામે આવી છે. આ ઘટનામાં ૧૦ લોકોને ગોળી વાગી હતી. જેમાં ૫ લોકો મૃત્યુ પામ્યાના અહેવાલ મળી રહ્યા છે. જેમાં અન્યોની હાલત ગંભીર જણાવાઈ રહી છે. માહિતી અનુસાર બાઈકર બાર નામની એક જગ્યાએ હુમલાખોરે ગોળીબાર કર્યો હતો. અંધાધૂંધ ગોળીબારમાં અનેક લોકોને ગોળીઓ વાગી ગઈ હતી. બાઈકર બાર બાઈક રાઈડર્સ માટે મનોરંજનનું કેન્દ્ર છે. ઓરેન્જ કાઉન્ટીના પોલીસ અધિકારીને ઘટનાની માહિતી મળતાં જ તે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ઘટનાસ્થળે પહોંચતા જ પોલીસે હુમલાખોરને નિશાને લીધો અને તેની ઠાર મરાયો હતો. ઘટનાસ્થળે મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ આવી પહોંચ્યા હતા. આ ઘટનામાં કોઈ અધિકારીને ઈજા થઈ…
પાંચ વખતના વર્લ્ડ ચેમ્પિયન નોર્વેના મેગ્નસ કાર્લસને ફિડેવર્લ્ડ કપ ફાઇનલ્સના પ્રથમ ટાઈ-બ્રેકરમાં ભારતના ૧૮ વર્ષીય ગ્રાન્ડમાસ્ટર રમેશબાબુ પ્રજ્ઞાનાનંદાને હરાવી ટાઇટલ જીત્યું હતું. વિશ્વ કપના વિજેતાનો ર્નિણય આજે ટાઈબ્રેકર દ્વારા કરવામાં આવ્યો હતો, જેમાં કાર્લસને પ્રથમ ૨૫ મિનિટની ઝડપી રમત જીતી હતી. બીજી ગેમ ડ્રોમાં સમાપ્ત થઈ અને મેગ્નસ કાર્લસન વર્લ્ડ કપ જીતવામાં સફળ રહ્યો હતો. ભારતના ૧૮ વર્ષીય પ્રજ્ઞાનાનંદાએ સોમવારે સેમિફાઇનલમાં વિશ્વના ત્રીજા નંબરના ખેલાડી ફેબિયાનો કારુઆનાને ટાઈબ્રેકમાં હરાવીને ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. નોંધપાત્ર રીતે, પ્રજ્ઞાનાનંદા કેન્ડીડેટ્સ ટુર્નામેન્ટ ૨૦૨૪માં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે. કાર્લસન અને બોબી ફિશર પછી તે પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટમાં પહોંચનાર ત્રીજાે સૌથી યુવા ખેલાડી બન્યો. ઉમેદવારોમાં રમનાર…