રાજ્યમાં રખડતા ઢોરને લઈ રાજ્ય સરકારા માર્ગદર્શિકા જાહેર કરી છે. જેમાં મનપા તેમજ નપા વિસ્તાર માટે સરકારે માર્ગદર્શિકા જાહેર કરી છે. ત્યારે મનપા તેમજ નપા વિસ્તારમાં ઢોરનું રજીસ્ટ્રેશન પણ ફરજિયાત કરવામાં આવ્યું છે. અને રજીસ્ટ્રેશન વગરનાં ઢોરને જપ્ત કરવામાં આવશે. રાજ્ય સરકારે રખડતા ઢોર અંગે માર્ગદર્શિકા જાહેર કરી છે. રાજ્ય સરકાર દ્વારા મનપા તેમજ નપા વિસ્તાર માટે સરકારે માર્ગદર્શિકા જાહેર કરી રખડતા ઢોર માલિકો સામે કડક ર્નિણય લીધો છે. જેમાં રાજ્યની દરેક મનપા તેમજ નપા વિસ્તારમાં ઢોરનું રજીસ્ટ્રેશન ફરજિયાત કર્યું છે. તેમજ મનપા અને નપાએ પશુઓમાં ટેગ લગાવવાની કામગીરી કરવી પડશે. તેમજ પરમિશન માટે નિશ્ચિત ચાર્જ ભરવો પડશે. તેમજ જાહેર…
Author: Shukhabar Desk
સુરતનો હીરા ઉદ્યોગ ફરી મંદીમાં સપડાયો છે. માર્કેટમાં મંદી આવતા જ હીરા ઉદ્યોગકારોએ ગુજરાત સરકાર પાસેથી પેકેજ આપવા માંગ કરી છે. ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને રજૂઆત કરવામાં આવી છે. જેમાં તેઓએ જણાવ્યું કે, યુક્રેન રશિયા યુદ્ધ ના કારણે ૨૦ હજાર રત્ન કલાકારો બેરોજગાર બન્યા છે. તેમજ છેલ્લા ચાર માસમાં ૨૧ રત્ન કલાકારોએ જીવન ટૂંકાવ્યું છે. તેથી રત્નદીપ યોજના ફરી શરૂ કરવા માંગણી કરવામાં આવી છે. સુરતમાં ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખ ભાવેશ કાંકે સરકારને પત્રમાં જણાવ્યું કે, આપણા હીરાઉદ્યોગ માં અંદાજે ૨૦ લાખ રત્નકલાકારો કામ કરે છે અને હીરાઉધોગ આપણા માટે હંમેશા જીવાદોરી સમાન ઉધોગ રહ્યો છે…
સચીન GIDC ખાતે આવેલા લક્ષ્મી ટેક્સટાઇલ પાર્કને સરકાર દ્વારા જમીનની ફાળવણી કર્યા બાદ નિયમોનું પાલન નહીં કરવાના કારણે જીઆઇડીસીએ કરોડો રૂપિયાની આવક ગુમાવવાની સ્થિતિ પેદા થઇ હતી. તેની ગણતરી કરીને જીઆઇડીસીએ ગુજરાતના ઉદ્યોગપતિ વસંત ગજેરા સંચાલિત લક્ષ્મી ઇન્ડા ડેવલપર્સને ૬૦૦ કરોડથી વધુની રકમ ભરપાઈ કરવા માટે નોટિસ ફટકારી છે. આ વિશે મળતી માહિતી પ્રમાણે, સચિન ખાતે ૧૭ ઓગસ્ટ, ૨૦૦૦ના રોજ સરકાર દ્વારા અભિષેક એસ્ટેટ પ્રા. લિ.ને ૬ લાખ ચોરસ મીટર જગ્યા ફાળવવામાં આવી હતી. જાેકે તેનો કબજાે ૨ મે ૨૦૦૦ના રોજ જ અભિષેક એસ્ટેટના જવાબદારોને સોંપી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ ૧૪ ઓગસ્ટ, ૨૦૦૮ના રોજ લક્ષ્મી ઇન્ફા ડેવલપર્સ લિ.ને જમીન સોંપવામાં…
વડોદરાના ડભોઇમાં આજે એક રહેણાંક મકાનમાં ગેસનો બાટલો ફાટ્યો હોવાની ઘટના બની છે. મહુડી ભાગોળ વિસ્તારમાં આવેલા રહેણાંક મકાનમાં એક ગેસના બાટલામાં અચાનક આગ લાગી છે. જાે કે ફાયર વિભાગને જાણ થતા ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો. વડોદરાના ડભોઇમાં આજે એક રહેણાંક મકાનમાં ગેસનો બાટલો ફાટ્યો હોવાની ઘટના બની છે. મહુડી ભાગોળ વિસ્તારમાં આવેલા રહેણાંક મકાનમાં એક ગેસના બાટલામાં અચાનક આગ લાગી છે. જાે કે ફાયર વિભાગને જાણ થતા ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો. ફાયર વિભાગે ગેસનો બાટલો ઘરની બહાર કાઢ્યો અને આગને ઓલવી હતી. ગેસનો બાટલો ફાટી જતા આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઇ હતી. સદનસીબે…
સુરતમાં એસ.ઓ.જી. અને કતારગામ પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરીને ૪.૨૮ લાખનો ૪૨.૮૦૦ કિલોગ્રામ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. તેમજ આ ઘટનામાં ગાંજાનો જથ્થો મૂકીને ફરાર થઈ જનારા ઇસમને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રાજ્યમાં નશાકારક પદાર્થ પર પ્રતિબંધ હોવા છતા પણ અવારનવાર નશાકારક પદાર્થ મળી આવે છે. સુરતમાં એસ.ઓ.જી. અને કતારગામ પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરીને ૪.૨૮ લાખનો ૪૨.૮૦૦ કિલોગ્રામ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. તેમજ આ ઘટનામાં ગાંજાનો જથ્થો મૂકીને ફરાર થઈ જનારા ઇસમને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.સુરત પોલીસ દ્વારા સુરત શહેરમાં નો ડ્રગ્સ ઇન સુરત સીટી અભિયાન…
એસિડ પી અરૂણ પટણી નામના નર્સિંગના વિદ્યાર્થીએ મોતને વ્હાલું કર્યું છે. બે વિષયમાં નાપાસ થતાં વિદ્યાર્થીએ એસિડ પીધું હતું. જેથી તેને સારવાર માટે હોસ્પિટલ લઇ જવાયો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું છે. પાટણના સુજાણપુરમાં તિરંગા નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી છે. એસિડ પી અરૂણ પટણી નામના નર્સિંગના વિદ્યાર્થીએ મોતને વ્હાલું કર્યું છે. બે વિષયમાં નાપાસ થતાં વિદ્યાર્થીએ એસિડ પીધું હતું. જેથી તેને સારવાર માટે હોસ્પિટલ લઇ જવાયો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું છે. મૃતકના પરિવારજનોનો આક્ષેપ છે કે તિરંગા નર્સિંગ કોલેજમાં આચાર્ય અને પ્રોફેસર મૃતકને ત્રાસ આપતા હતા. માનસિક ત્રાસના કારણે…
લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં લઈને આજે સુરતમાં ફૂડ વિભાગના ફૂડ સેફટી ઓફિસરો દ્વારા દરેક ઝોનની અંદર અલગ અલગ ટીમ બનાવીને વિક્રેતાઓને ત્યાંથી માવાના નમુના લેવામાં આવ્યા હતા. આ નમુનાને પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. આગામી સમયમાં રક્ષાબંધન અને બાદમાં સાતમ આઠમ સહિતના પર્વ આવી રહ્યા છે ત્યારે મોટી સંખ્યામાં લોકો મીઠાઈ આરોગતા હોય છે, ત્યારે લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં લઈને આજે સુરતમાં ફૂડ વિભાગના ફૂડ સેફટી ઓફિસરો દ્વારા દરેક ઝોનની અંદર અલગ અલગ ટીમ બનાવીને વિક્રેતાઓને ત્યાંથી માવાના નમુના લેવામાં આવ્યા હતા. આ નમુનાને પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. રીપોર્ટમાં જાે ધારાધોરણ મુજબ માલુમ નહી પડે તો કાયદેસરની કાર્યવાહી હાથ…
ગીર સોમનાથમાં SOGએ નકલી ઘીના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો છે. પોલીસની ટીમે વેરાવળના વખારિયા બજાર અને ડારી ગામના ઘી બનાવતા કારખાના પર દરોડા પાડ્યા હતા. તહેવારોમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારા ભેળસેળિયા તત્વો પર પોલીસે તવાઇ બોલાવી છે. ગીર સોમનાથમાં SOGએ નકલી ઘીના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો છે. પોલીસની ટીમે વેરાવળના વખારિયા બજાર અને ડારી ગામના ઘી બનાવતા કારખાના પર દરોડા પાડ્યા હતા. આ દરમિયાન પોલીસે ૧૦૦થી વધુ શંકાસ્પદ ઘીના ડબ્બા ઝડપી પાડ્યા છે.ડારી ગામે શ્યામ દિવેલ પેઢીમાંથી ૫૨ ડબ્બા અને વેરાવળના વખારિયા બજારમાંથી ૬૯ ડબ્બા શંકાસ્પદ ઘી ઝડપી પાડ્યું છે. બંને સ્થળોએથી પોલીસને મોટાપાયે પામ તેલ, વનસ્પતિ ઘી સહિતની…
ગુજરાતીઓ એન્ટિગુઆના રસ્તે અમેરિકા જવાના હતા પરંતુ વિદેશમાં ઇન્ટરપોલ, ઇમિગ્રેશનથી લઇ નેવીની શોધખોળ બાદ પણ ૯ લોકોનો કોઈ અત્તોપત્તો નહીં હોવાનું સામે આવ્યું છે. છેલ્લે ૩ ફેબ્રુઆરી ૨૦૨૩એ વાતચીત થઇ હતી. ઘટનાંને લઈ યુવાનોના પરિવારજનોએ હાઇકોર્ટમાં અરજી કરી છે.ગુજરાતથી વિદેશ જવા નિકળેલા ૯ યુવાનો ગુમ થયા હતા જે ઘટના બાદ છેલ્લા ૬ મહિનાથી તમામ યુવાનોની કોઇ ભાળ નહીં હોવાનું સામે આવ્યું છે. યુવાનોના પરિવારજનોએ હાઇકોર્ટમાં આ બાબતે અરજી પણ કરી છે. જાન્યુઆરી ૨૦૨૩માં વિદેશ જવા આ તમામ ૯ યુવાનો નીકળ્યા હતા. જાેકે હાલ સુધી આમાંથી કોઇની ભાળ નથી મળી. એન્ટિગુઆના રસ્તે અમેરિકા તમામ ગુજરાતીઓ જવાના હતા. છેલ્લે ૩ ફેબ્રુઆરી ૨૦૨૩એ…
મહીસાગરમાં વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાતનો પ્રયાસ સામે આવ્યો છે. જુના ગોરડા ગામના યુવકે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હોવયનું સામે આવ્યું છે. વ્યાજખોર શૈલેષ પટેલ અને નિમિષા પટેલ પઠાણી ઉઘરાણી કરતા હોવાનું સામે આવ્યું છે. મહીસાગરના જુના ગોરડા ગામમાં વધુ એક યુવક વ્યાજખોરોની ચુંગાલમાં ફસાયો છે. વ્યાજખોરોના ત્રાસે યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો. વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીથી કંટાળી યુવકે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આપઘાતનો પ્રયાસ કરનાર યુવક પાસેથી એક સુસાઇડ નોટ મળી છે. જેમાં વ્યાજખોર શૈલેષ પટેલ અને નિમિષા પટેલના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પીડિત યુવકે શૈલેષ પટેલ અને નિમિષા પટેલ પાસેથી રૂપિયા લીધા હતા.તેઓ…