ગુજરાતમાં છેલ્લા થોડા સમયથી વરસાદ ખેંચાઈ રહ્યો છે. જેથી ઉભા પાકને લઈને ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે. ઉભા પાકને હાલ પાણીની વધુ જરૂર હોવાથી ખેડૂતો દ્વારા ઉર્જા મંત્રી પાસે વીજળી ૧૦ કલાક આપવાની માગ સાથે ખેડૂત આગેવાન જયેશ દેલાડ દ્વારા પત્ર લખીને માગ કરવામાં આવી છે.ઉર્જામંત્રી કનુ દેસાઈને લખવામાં આવેલ પત્રમાં ઓગસ્ટ મહિનામાં વરસાદ ખેંચાતા શેરડી, ડાંગર અને શાકભાજીના પાક માટે પાણીની તાતી જરૂરિયાત હોવાનું કહેવામાં આવ્યું છે. દસ કલાક વીજળી આપવામાં આવે તો પાકને પૂરતું પાણી મળી શકે તેમ છે. દક્ષિણ ગુજરાતમાં ખેડૂતોનો મુખ્ય પાક શેરડીના નવા વાવેતરની શરૂઆત થઈ છે. ત્યારે આ માંગ સંતોષાય તેવી વાત કરવામાં આવી…
Author: Shukhabar Desk
ગુજરાતમાં હવે આગામી પાંચ દિવસ વરસાદની કોઈ સંભાવના નથી. ગુજરાતના વાતાવરણમાંથી વરાળની જેમ વરસાદ ગાયબ થઈ ગયો છે. ગુજરાતમાં ઓગસ્ટ મહિનામાં એકાદ-બે જગ્યાને બાદ કરતા ક્યાંય પણ ભારે વરસાદ પડ્યો નથી. ત્યારે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની કોઈ સંભાવના ન હોવાનું જણાવ્યું છે. જ્યારે બે દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની આગાહી છે. જ્યારે અમદાવાદમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. તેમજ બે ડિગ્રી તાપમાન પણ વધવાની શક્યતા છે. ૨ દિવસ બાદ ગુજરાતમાં સૂકું વાતાવરણ જાેવા મળશે. હાલ વરસાદને લઈને કોઈ એક્ટિવ સિસ્ટમ નહીં હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે. વાતાવરણમાં ભેજના કારણે વરસાદી માહોલ જાેવા મળશે,…
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટણીમાં ફ્રોડ આરોપસર હાલ તો જેલમાં જતા બચી ગયા છે. કોર્ટે તેમને ૨ લાખ ડોલરના બોન્ડ પર જામીન આપ્યા છે. આ અગાઉ કેસ દાખલ થતા તેઓ સરન્ડર થવા માટે જ્યોર્જિયાની જેલ પહોંચ્યા હતા. તેના આગમનની સૂચના પર જેલની આજુબાજુ સુરક્ષા કડક કરવામાં આવી હતી. ટ્રમ્પે આ કેસને પોતાના વિરુદ્ધ ષડયંત્ર ગણાવ્યું છે. ન્યૂઝ એજન્સી એએફપીના હવાલે મળેલી જાણકારી મુજબ ધરપકડ બાદ ટ્રમ્પનો મગશોટ પણ લેવાયો તો. ટ્રમ્પના જેલમાં સરન્ડર કરવાથી રાષ્ટ્રપતિ ચૂંટણી માટે તેમનું રેટિંગ વધી શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પ પ્લેનથી ન્યૂજર્સીના નેવાર્કથી જ્યોર્જિયા (એટલાન્ટા) પહોંચ્યા. રવાના થતા પહેલા ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રૂથ…
અમેરિકા અને મેક્સિકોની બોર્ડર પર હંમેશા ગેરકાયદે ઇમિગ્રન્ટ્સની ભીડ હોય છે જેઓ ગમે ત્યારે મેક્સિકોમાંથી અમેરિકામાં ઘુસણખોરી કરવાની તક શોધતા હોય છે. આવા લોકોમાં ભારત, પાકિસ્તાન, ચીન સહિત સાઉથ એશિયામાંથી આવેલા ઘણા પરિવારો પણ હોય છે. જેમનો એક માત્ર હેતુ ગમે તેમ કરીને અમેરિકામાં ઘુસણખોરી કરવાનો હોય છે. આ કારણથી અમેરિકાએ મેક્સિકો બોર્ડર પર ઉંચી દિવાલ બનાવી છે, છતાં ઘુસણખોરી ૧૦૦ ટકા અટકાવી શકાઈ નથી. તાજેતરમાં અમેરિકાએ આ બોર્ડર પર લગભગ ૧૦૦થી વધુ જગ્યા પર દરવાજા ખોલવા પડ્યા છે જેનો ફાયદો લઈને ઈમિગ્રન્ટ્સ અમેરિકામાં ઘુસી રહ્યા છે. બન્યું એવું કે અમેરિકાના એરિઝોના રાજ્યમાં મેક્સિકો બોર્ડર પર વરસાદના પાણીનો નિકાલ થઈ…
ભારતીય રેલ્વેમાં કામ કરતા લાખો કર્મચારીઓ માટે સારા સમાચાર છે. રેલ્વે બોર્ડે તમામ ઝોનલ રેલ્વેને તેમના પતિ-પત્નીને તેમના પોસ્ટિંગ સ્થાનો પર સ્થાનાંતરિત કરવા માટે કર્મચારીઓની વિનંતીઓ પર ઝડપથી કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો છે. ૧૭ ઓગસ્ટના રોજ બોર્ડ દ્વારા રેલ્વે કર્મચારીઓ અને તેમના યુનિયનોને મળ્યા બાદ ૧૫ ઝોનના પ્રિન્સિપલ ચીફ પર્સનલ અધિકારીઓને એક પત્ર મોકલવામાં આવ્યો હતો, કારણ કે કર્મચારીઓની તેમના જીવનસાથીને તેમના પોસ્ટિંગના સ્થળોએ સ્થાનાંતરિત કરવાની વિનંતીને અમલમાં લાવવામાં વિલંબ થયો હતો. વિનંતી નકારી હતી.રેલવે બોર્ડ દ્વારા તમામ ઝોનલ અધિકારીઓને મોકલવામાં આવેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે, “આવી તમામ પડતર અરજીઓની તપાસ કરીને નિર્ધારિત નીતિ મુજબ નિકાલ કરવામાં આવે તેવી…
આંધ્ર પ્રદેશના વિશાખાપટનમમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક ભક્તે મંદિરમાં ૧૦૦ કરોડ રૂપિયાનો ચેક મંદિરના દાનપાત્રમાં નાખ્યો છે. જ્યારે મંદિર પ્રશાસને ચેકને કેશ કરાવવા માટે બેન્કનો સંપર્ક કર્યો તો ચોંકી ગયા. કારણ કે જે અકાઉન્ટમાંથી ચેક આપવામાં આવ્યો હતો, તે અકાઉન્ટ ફક્ત ૧૭ રૂપિયા બેલેન્સ હતું. હવે આ ચેકનો ફોટો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર આ ચેક નાખનારા પર લોકો ખરીખોટી સંભળાવી રહ્યા છે.હકીકતમાં જાેઈએ તો, આ કિસ્સો વિશાખાપટ્ટનના સિમ્હાચલમના શ્રી વહાર લક્ષ્મી નરસિમ્હા સ્વામી વારી દેવસ્થાનમ મંદિરનો છે. મંદિરમાં રહેલી દાનપેટીમાં આવેલા ચડાવો જાેઈ રહ્યા હતા. આ દરમ્યાન મંદિર પ્રશાસનને નોટોની વચ્ચે એક…
સરકારી કર્મચારીઓ ખૂબ જ આશા સાથે સપ્ટેમ્બર મહિનાની રાહ જાેઈ રહ્યા છે. માહિતી મુજબ કેન્દ્ર સરકાર આ મહિનામાં પોતાના તમામ કર્મચારીઓ માટે ડીએના વધારાની જાહેરાત કરી શકે છે. જાેકે આ માટે હજુ સુધી સત્તાવાર તારીખની જાહેરાત સામે આવી નથી. પરંતુ મીડિયા રિપોર્ટ્સ જણાવી રહ્યા છે કે સપ્ટેમ્બરની શરુઆતમાં આ વધારો થઈ શકે છે. રિપોર્ટ મુજબ દેશમાં રિટેલ મોંઘવારીનો દર જુલાઈ દરમિયાન ૧૫ મહિનાના ઉચ્ચતમ સ્તરે પહોંચી ચૂક્યો હતો. તેવામાં સરકારી મોંઘવારી ભથ્થું ૩ ટકા જેટલું વધારીને ૪૫ ટકા કરી શકે છે. તેમજ પગાર વધારો કર્મચારીઓને ૧ જુલાઈ ૨૦૨૩થી ગણાશે જેથી તેમણે એરિયર્સ પણ મળશે.કેન્દ્ર સરકાર કર્મચારીઓ અને પેન્શન ધારકો માટે…
ચંદ્રયાન-૩ના સફળ સોફ્ટ લેન્ડિંગ બાદ રોવરે ચંદ્રની સપાટીનું પરીક્ષણ પણ શરૂ કરી દીધું છે. ૨૩ ઓગસ્ટે ચંદ્રયાનના લેન્ડિંગ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચાલી રહેલા બ્રિક્સ સમિટમાં ભાગ લેવા માટે દક્ષિણ આફ્રિકાના જાેહાનિસબર્ગ પહોંચ્યા હતા. પરંતુ, પીએમ મોદીએ ત્યાંથી લાઈવ જાેડાઈને ભારતનું ચંદ્ર મિશન જાેયું અને તેની સફળતા માટે ઈસરો અને તમામ વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા.ભાજપના સૂત્રોએ જણાવ્યું છે કે ગ્રીસ પ્રવાસ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સીધા કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં ઉતરશે. અહીં ISRO નું મુખ્યાલય છે. તેમના વિદેશ પ્રવાસથી પરત ફર્યા બાદ તરત જ એટલે કે ૨૬ ઓગસ્ટે સવારે લગભગ ૭ વાગ્યે પીએમ સીધા જ ઈસરોના હેડક્વાર્ટર પહોંચશે, જ્યાં તેઓ ચંદ્રયાન-૩ની આખી…
દક્ષિણ આફ્રિકાના જાેહનિસબર્ગમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની એક નાની મુલકાત ખુબ ચર્ચામાં આવી છે. બંને નેતા વર્ષ ૨૦૨૦થી પૂર્વી લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) પર જારી ટકરાવ બાદ બીજીવાર મળ્યા છે. પીએમ મોદીએ આ નાની મુલાકાતમાં શી જિનપિંગને સ્પષ્ટ કરી દીધુ કે ચીને એલએસીનું સન્માન કરવું પડશે. વિદેશ મંત્રાલય તરફથી આ વિશે વિસ્તારથી માહિતી આપવામાં આવી છે. ભારતના વિદેશ સચિવ વિનય ક્વાત્રા તરફથી જણાવવામાં આવ્યું છે કે પીએમ મોદીએ ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે વાત કરી અને એલએસી પર વણઉકેલ્યા મુદ્દા પર ભારતની ચિંતાઓ પર પ્રકાશ પાડ્યો. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રીએ સ્પષ્ટ કહ્યું કે સરહદી ક્ષેત્રમાં…
મહુવા તાલુકાના કાછલ ગામમાં આવેલી સરકારી વિનયન, વાણિજય અને વિજ્ઞાન કૉલેજમાં વિશ્વ ગુજરાતી ભાષા દિવસે કવિ શ્રી નર્મદ વ્યાખ્યાનમાળા યોજાઈ હતી. જેમાં વલસાડના કપરાડા તાલુકાની મોટાપોંઢા કોલેજના પ્રા. ડૉ. આશા ગોહિલે ગુજરાતી સાહિત્યને પોતાના સાહિત્ય સર્જનથી રળિયાત કરનાર “કુન્દનિકા કાપડીઆની વાર્તાઓ”ના વકતવ્યમાં વીર નર્મદની વાતો વણી લઈ વિદ્યાર્થીઓને રસપ્રદ વક્તવ્ય પૂરું પાડ્યું હતું.કવિશ્રી નર્મદ વ્યાખ્યાનમાળાનો મણકો ૧ અંતર્ગત કોલેજના આચાર્ય ડૉ. હેતલબેન, ગુજરાતી વિભાગના અધ્યક્ષ ડૉ. ધનસુખભાઈ પટેલ અને પ્રા.આશાબેન ઠાકોર દ્વારા આ કાર્યક્રમ આયોજિત થયો હતો. વિશ્વ ગુજરાતી ભાષા દિવસની ઉજવણી નિમિત્તે વીર નર્મદના જીવન અને સાહિત્યસર્જન વિશે વિદ્યાર્થીઓએ વાતો રજૂ કરતા કાર્યક્રમ દીપી ઊઠ્યો હતો.