Author: Shukhabar Desk

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની રજૂઆત હતી કે, મેટ્રો કોર્ટ પર ચાલી રહેલા ટ્રાયલ સામે થોડો સમય સ્ટે આપવામાં આવે. રીવિઝન અરજી પર ર્નિણય આવે ત્યાં સુધી રાહત આપવામાં આવે. તાજેતરમાં કેજરીવાલની હાજર થવા માટેના સમન્સને પડકારતી અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઇ હતી. જેમાં કેજરીવાલ અને સંજય સિંહને મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ હાજર થવા સમન્સ ઇશ્યુ થયુ હતું. ત્યાર બાદ પણ તેઓ હાજર નહોતા રહ્યાં પરંતુ હવે કેજરીવાલ સુપ્રીમ કોર્ટ પહોંચ્યાં છે. સુપ્રીમ કોર્ટની ડબલ બેંચ આજે આ કેસમાં સુનાવણી હાથ ધરશે. કોર્ટે કેજરીવાલની સ્ટે માટેની અરજીની સુનાવણી દરમિયાન સ્ટે આપવાનો ઈનકાર કર્યો હતો. હવે નીચલી કોર્ટમાં કેજરીવાલે હાજર રહેવું…

Read More

વપક્ષનું ઈન્ડિયાગઠબંધન ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં એનડીએ ગઠબંધનને પડકારવા સજ્જ છે. કુલ ૨૬ વિરોધ પક્ષોની બે સફળ બેઠકો બાદ હવે ત્રીજી બેઠક ૩૧ ઓગસ્ટ અને ૧ સપ્ટેમ્બરે મુંબઈમાં યોજાવાની છે. આ બેઠકમાં ઈન્ડિયાગઠબંધનના સંયોજક અને બેઠકોની વહેંચણી જેવા મુદ્દાઓ પર પણ ચર્ચા થવાની આશા છે. જેના પર બધાની નજર ટકેલી છે. જાેકે, મહાગઠબંધનની આગેવાની કોણ કરશે તે અંગે લોકોના મનમાં અનેક સવાલો છે. દરમિયાન સીવોટરના મૂડ ઓફ ધ નેશન સર્વેના માધ્યમથી વિપક્ષી ગઠબંધનના સંયોજક કોણ હોવા જાેઈએ? ૨૬ પક્ષોના ઈન્ડિયાગઠબંધનનું નેતૃત્વ કોણ કરી શકે છે? તેના જવાબો જાણવા પ્રયાસ કરાયો હતો. સરવેમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, આપના વડા અરવિંદ કેજરીવાલ અને…

Read More

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ લોકસભા ચૂંટણી ૨૦૨૪ને લઈને મોટો દાવો કર્યો છે. લદ્દાખમાં કાર્યકર્તાઓ સાથે વાતચીત દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું, હું તમને ખાતરી આપું છું કે અમે ૨૦૨૪માં બીજેપીને હરાવીશું. આ સાથે તેમણે એમ પણ કહ્યું કે, મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને તેલંગાણાની ચૂંટણી પણ જીતીશું. રાહુલ ગાંધીએ કહ્યું કે, કેન્દ્ર સરકાર ચીનનું સંપૂર્ણ સત્ય કહી રહી નથી. લદ્દાખ એક વ્યૂહાત્મક સ્થળ છે. ચીને ભારત પાસેથી હજારો કિલોમીટર જમીન છીનવી લીધી છે. તે દુઃખદ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેના પર કહ્યું કે, ચીને એક ઇંચ પણ જમીન નથી છીનવી. વડાપ્રધાન આ મુદ્દે સાચું બોલી રહ્યા નથી તે ખૂબ દુઃખદ વાત…

Read More

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સપ્ટેમ્બરમાં ભારતમાં યોજાનારી ય્૨૦ સમિટમાં વ્યક્તિગત રીતે ભાગ લેશે નહીં. ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે પુતિન પર યુક્રેનમાં યુદ્ધ અપરાધોનો આરોપ લગાવતા ધરપકડ વોરંટ જારી કર્યું છે, જેનો અર્થ છે કે વિદેશમાં મુસાફરી કરતી વખતે તેમની ધરપકડ થવાનું જાેખમ છે. પુતિને વિડિયો લિંક દ્વારા બ્રિક્સ નેતાઓની બેઠકમાં પણ ભાગ લીધો હતો. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની સપ્ટેમ્બરમાં ભારતમાં યોજાનારી જી-૨૦ સમિટમાં વ્યક્તિગત રીતે હાજરી આપવાની કોઈ યોજના નથી. ક્રેમલિને શુક્રવારે આ જાણકારી આપી. ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ (આઈસીસી) એ પુતિન પર યુક્રેનમાં યુદ્ધ અપરાધોનો આરોપ લગાવતા ધરપકડ વોરંટ જારી કર્યું છે. મતલબ કે વિદેશમાં મુસાફરી કરતી વખતે તેમની ધરપકડ થવાનું…

Read More

ભારતના સ્ટાર એથ્લેટ નીરજ ચોપરાએ વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપના પ્રથમ પ્રયાસમાં જ ૮૮.૭૭ મીટર ભાલો ફેંકીને ફાઇનલમાં જગ્યા બનાવી હતી. ડીપી મનુ પણ નીરજની સાથે ગ્રુપ એમાં છે, જ્યારે કિશોર જેના ગ્રુપ બીમાં એકમાત્ર ભારતીય છે. આ સાથે જ નીરજ ચોપરાએ પેરિસ ઓલિમ્પિક માટે પણ ક્વોલિફાય કર્યું છે. આ સાથે જ નીરજ ચોપરાએ પણ વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ૮૫ મીટરથી વધુ ભાલા ફેંકીને પેરિસ ઓલિમ્પિક માટે પણ ક્વોલિફાય કર્યું છે. પેરિસ ઓલિમ્પિક માટે ક્વોલિફાય થવા માટે ઓછામાં ઓછા ૮૫.૫૦ મીટરની જરૂર છે અને નીરજે તેના પહેલા જ પ્રયાસમાં ૮૮.૭૭ મીટર દુર ભાલો ફેંક્યો હતો. એટલું જ નહીં તે ટેબલમાં પણ ટોપ પર…

Read More

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એથેન્સમાં ગ્રીસના રાષ્ટ્રપતિ કેટરિના એન. સાકેલારોપૌલો દ્વારા ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ ઓનર એનાયત કરવામાં આવ્યો હતો. આ પહેલા એથેન્સમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગ્રીકના રાષ્ટ્રપતિ સાકેલારોપૌલો સાથેની મુલાકાત દરમિયાન ચંદ્રયાન-૩ મિશનની સફળતા વિશે વાત કરી હતી. તેમણે કહ્યું કે, ચંદ્રયાન-૩ની સફળતા માત્ર ભારતની સફળતા નથી, પરંતુ તે સમગ્ર માનવજાતની સફળતા છે… ચંદ્રયાન-૩ મિશન દ્વારા એકત્રિત કરવામાં આવેલા ડેટાના પરિણામો સમગ્ર વૈજ્ઞાનિક સમુદાય અને માનવજાતને મદદ કરશે.જણાવી દઈએ કે, વડાપ્રધાન મોદી ૪૦ વર્ષમાં ગ્રીસની મુલાકાત લેનારા પ્રથમ ભારતીય પીએમ છે. આ પહેલા ભારતના તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધી સપ્ટેમ્બર ૧૯૮૩માં ગ્રીસની મુલાકાતે ગયા હતા.

Read More

આ વખતે વન-ડેવર્લ્ડકપ ભારતમાં યોજવાનો છે. એવામાં ક્રિકેટરસ્યાઓ કેટલા સમયથી મેચોની ટિકિટ બુકિંગની આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે. એવામાં આ તમામ ક્રિકેટપ્રેમીઓ માટે આજે ખુશીના સસમાચાર મળી રહ્યા છે. વન-ડેવર્લ્ડકપની ટિકિટની રાહ આજે પૂરી થવા જઈ રહી છે. ચાહકો થોડા કલાકો પછી ટિકિટ બુક કરી શકશે. ભારતમાં ૫ ઓક્ટોબરથી ૧૯ નવેમ્બર દરમિયાન વર્લ્ડ કપની મેચો રમાવાની છે. પ્રથમ મેચ ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે થવાની છે. ૨૫ ઓગસ્ટથી, ભારત સિવાય, ટુર્નામેન્ટમાં પ્રવેશી રહેલી અન્ય ૯ ટીમોની વોર્મ-અપ મેચોની ટિકિટો અને આ ૯ ટીમોની વર્લ્ડ કપ મેચોની ટિકિટ ઉપલબ્ધ થશે. ચાહકો રાત્રે ૮ વાગ્યાથી ટિકિટ બુક કરાવી શકશે. સૌથી સસ્તી ટિકિટ ૪૯૯…

Read More

વૈશ્વિક બજારોમાં નબળા વલણ વચ્ચે શુક્રવારે ઇક્વિટી બેન્ચમાર્ક સૂચકાંકોમાં ઘટાડો થયો હતો. સેન્સેક્સ સતત બીજા સત્રમાં ૪૫૮ પોઈન્ટ ઘટીને બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી પણ ૧૯,૩૦૦ પર બંધ રહ્યો હતો. જિયો ફાઇનાન્શિયલ ૪ ટકા અને વોડાફોન આઇડિયાના શેરમાં ૯ ટકા સુધીનો ઉછાળો નોંધાયો છે. શોપર્સ સ્ટોપ ૧૩ ટકા અને જીએમઆર એરોપોર્ટ લગભગ ૫ ટકા ઘટ્યો હતો. અસ્થિર વેપારમાં, શુક્રવારે સેન્સેક્સ ૪૫૭.૪૧ પોઈન્ટ અથવા ૦.૭૦% ઘટીને ૬૪,૭૯૪.૯૩ પર બંધ થયો હતો. એ જ રીતે, નિફ્ટી-૫૦ પણ ૧૪૩.૭૦ પોઈન્ટ અથવા ૦.૭૪% ઘટીને ૧૯,૨૪૩ના સ્તરે બંધ થયો હતો. સેન્સેક્સ પેકના ૩૦ શેરોના ૨૩ શેર લાલ નિશાન સાથે બંધ થયા છે. જ્યારે માત્ર ૭…

Read More

સપ્ટેમ્બર મહિનામાં રેશનકાર્ડ ધારકોને અનાજ મળશે નહીં. કમિશન વધારાની માંગણીનો અમલ ન થતાં સસ્તા અનાજના દુકાનદારોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. મળતી જાણકારી અનુસાર, રેશનિંગ દુકાનદારોના કમિશન વધારાના માંગણીનો ઉકેલ ના આવતા સપ્ટેમ્બર મહિનામાં રાશન કાર્ડ ધારકોને અનાજ મળશે નહીં.આગામી દિવસોમાં તહેવારોની શરૂઆત થઇ રહી છે ત્યારે સરકારને કરેલી રજૂઆતોનું નિરાકરણ ન આવતા રેશનિંગના દુકાનદારોએ સસ્તા અનાજની દુકાનો પરથી અનાજ, ખાંડ અને તેલનું વિતરણ બંધ રાખવાનો ર્નિણય કર્યો છે. જેના કારણે રેશનકાર્ડધારકો મુશ્કેલી પડી શકે છે. ફેર પ્રાઈઝ શોપ વેપારી અસોસિએશનના પ્રમુખે કહ્યુ હતું કે વિધાનસભાની ચૂંટણી પૂર્વે સરકારે સસ્તા અનાજની દુકાનના તમામ ૧૭ હજાર વેપારીઓને કમિશનની ઘટ અંતર્ગત રૂપિયા ૨૦…

Read More

રખડતા ઢોરના વધતા ત્રાસ અને હુમલાઓને લઈને ગુજરાત હાઇકોર્ટ દ્ધારા ઝાટકણી કાઢ્યા બાદ રાજ્ય સરકાર સફાળી જાગી હતી. હાઈકોર્ટે ૧૧ જુલાઈના અમદાવાદના બિસ્માર રોડ અને રખડતા ઢોર મુદ્દે સરકાર અને અમદાવાદ મહાપાલિકાની ઝાટકણી કાઢી હતી. હવે રાજ્ય સરકારે રખડતા ઢોરને લઈ મહાનગરપાલિકા તેમજ નગરપાલિકા વિસ્તાર માટે સરકારે માર્ગદર્શિકા જાહેર કરી છે. આ વિસ્તારોમાં રખડતા ઢોરનું રજીસ્ટ્રેશન પણ ફરજિયાત કરવામાં આવ્યું છે. રજીસ્ટ્રેશન વગરનાં ઢોરને જપ્ત કરવામાં આવશે. આ ઉપરાંત મહાનગરપાલિકા તેમજ નગરપાલિકાએ પશુઓમાં ટેગ લગાવવાની કામગીરી કરવી પડશે.પરમિશન માટે નિશ્ચિત ચાર્જ ભરવો પડશે. તો જાહેર રસ્તાઓ પર ઘાસ વેચાણ અને પશુઓને ઘાસ ખવડાવવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યા છે.રખડતા ઢોરોને નિયંત્રણમાં…

Read More