દેશના મોટા વેપારી જાેડેથી પૈસા લઈને સંસદમાં સવાલ પૂછવાના આરોપમાં પશ્ચિમ બંગાળથી તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઈત્રાએ એથિક્સ કમિટી સમક્ષ એક સવાલના જવાબમાં સ્વીકાર્યું હતું કે તેમણે હીરાનંદાણીને તેમના લોગિન અને પાસવર્ડ આપ્યા હતા. જાેકે તેમણે એમ પણ કહ્યું કે તેના માટે તેમણે બદલામાં કોઈ રોકડ કે મોંઘી ભેટ લીધી નહોતી. મહુઆ મોઈત્રાએ તેની સાથે કમિટી સમક્ષ હાજર થવા માટે ૫ નવેમ્બર સુધીનો સમય માગ્યો હતો પરંતુ સમિતિએ આ માગ ફગાવી દીધી હતી અને તેમને ૨ નવેમ્બરે હાજર થવા આદેશ કર્યો હતો. સાંસદ મહુઆ મોઈત્રાએ કહ્યું હતું કે તેમણે બિઝનેસમેન દર્શન હીરાનંદાણીને તેમનું સંસદનું લોગિન અને પાસવર્ડ આપ્યું હતું કેમ…
Author: Shukhabar Desk
આસામના ઓલ ઈન્ડિયા યૂનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટના ચીફ મૌલાના બદરુદ્દીન અજમલે રેપ, ચોરી અને લૂંટ જેવા ગુનાઓમાં મુસ્લિમોને નંબર ૧ ગણાવ્યા છે. તેમણે કહ્યું કે, અમે જેલ જવામાં પણ નંબર ૧ છીએ. બદરુદ્દીને આ નિવેદન ૨૦ ઓક્ટોબરના રોજ આસામમાં એક કાર્યક્રમ દરમિયાન આપ્યુ હતું. ત્યારબાદથી તેમની ટીકા કરવામાં આવી રહી છે. જાેકે, બદરુદ્દીન પોતાના નિવેદન પર કાયમ છે. બીજી તરફ એક ઈન્ટરવ્યુમાં પોતાના નિવેદનની સ્પષ્ટતા આપતા તેમણે કહ્યુ કે, મેં કંઈ ખોટુ નથી કહ્યું. ગુનાઓમાં સામેલ થવાની આદત સીધી રીતે શિક્ષણના અભાવથી જાેડાયેલી છે. આસામના ગોલપારા જિલ્લામાં એક કાર્યક્રમ દરમિયાન બદરુદ્દીન અજમલે મુસ્લિમ સમુદાયમાં શિક્ષણના અભાવ પર ચિંતા વ્યક્ત કરી હતી.…
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ગ્રાહકોના હિતોને ધ્યાનમાં રાખી એક નવો ર્નિણય કરવામાં આવ્યો છે. કેન્દ્રીય બેંક દ્વારા દરેક ક્રેડિટ ઈન્ફોર્મેશન કંપનીઓને સુચના આપવામાં આવી છે કે, જ્યારે પણ બેંક અથવા એનબીએફસીકંપની દ્વારા કોઈ વ્યક્તિનો ક્રેડિટ ઈન્ફોર્મેશન રિપોર્ટ (સીઆઈઆર) લેવામાં આવે તો તેની સુચના એમએમએસ અને ઈમેલ દ્વારા આપવી પડશે. કેન્દ્રીય બેંક દ્વારા ક્રેડિટ ઈન્સ્ટીટ્યુશન અને ક્રેડિટ ઈન્ફોર્મેશન કંપનીની કસ્ટમર સર્વિસ અને ફરિયાદ નિવારણ પ્રક્રિયામાં સુધારો કરવા માટે આ ર્નિણય લેવામાં આવ્યો છે. હાલના સમયમાં કોઈ વ્યક્તિ દ્વારા બેંકમાં લોન માટે અરજી કર્યા પછી મોટાભાગે એવું જાેવા મળતું હતું કે, ગ્રાહકો પાસે બીજી બેંકોની ઓફર્સ અને કોલ આવવા લાગતા હતા.…
છત્તીસગઢમાં પણ વિધાનસભા ચૂંટણીનું આયોજન ટૂંક સમયમાં થવાનું છે ત્યારે કોંગ્રેસ અને ભાજપ સહિત અનેક પક્ષો તેમની તાકાત લગાવી રહ્યા છે. આ દરમિયાન સત્તાધારી કોંગ્રેસ તરફથી આજે રાહુલ ગાંધી બે દિવસ માટે અહીં પહોંચ્યા હતા. દરમિયાન તેમણે કાંકેર જિલ્લાના ભાનુપ્રતાપપુરમાં ચૂંટણી સભાને સંબોધી હતી. આ દરમિયાન તેમણે એક મોટી જાહેરાત કરી હતી કે છત્તીસગઢની તમામ સ્કૂલ અને કોલેજાેમાં રાજ્યની પ્રજાને કેજીથી લઈને પીજી સુધી મફત અભ્યાસ કરાવાશે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે ભાજપ દેશના લોકો સાથે અન્યાય કરી રહ્યો છે. તેમણે ફરી જાતિ આધારિત વસતી ગણતરીનો મામલો ઊઠાવતાં કહ્યું કે તેના પછી જ દેશને ખબર પડશે કે ઓબીસીની વસતી…
સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ગાઝામાં સંઘર્ષ-વિરામનું આહવાન કરતા પ્રસ્તાવથી ભારતે અંતર જાળવી રાખ્યુ હતું. જેને લઈને કોંગ્રેસ સહિત વિપક્ષે સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, ભારતના આ પગલાથી હું હેરાન છું અને શરમ અનુભવી રહી છું. પ્રિયંકાએ કહ્યું કે, જયારે માનવતા સાથે દરેક કાયદાને બાજુમાં મૂકી દેવામાં આવ્યા છે તો આવા સમયમાં પોતાનું સ્ટેન્ડ નક્કી ન કરવું અને મૌન રહી જાેતા રહેવું ખોટું છે. પ્રિયંકા ગાંધીના પોસ્ટ પર કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે કહ્યું કે, ભારત પેલેસ્ટાઈનની સાથે ઉભુ છે. પરંતુ પ્રિયંકા ગાંધી મત માટે આતંકવાદી હમાસ સાથે ઉભા છે. ગિરિરાજ સિંહે કહ્યું કે, પ્રિયંકા ગાંધી…
હાલમાં ભારતીયોમાં અને તેમાં પણ ખાસ કરીને ગુજરાતીઓમાં કેનેડા જઈને ત્યાં સ્થાયી થવાનો ટ્રેન્ડ વધ્યો છે. કેનેડાના પીઆર મેળવવા માટે એક્સપ્રેસ એન્ટ્રી ડ્રો એક સૌથી મહત્વનો રસ્તો છે. કેનેડામાં સ્કિલ્ડ વર્કરની ઘણી અછત છે અને તેને પૂરી કરવા માટે કેનેડિયન સરકાર એક્સપ્રેસ એન્ટ્રી ડ્રો પ્રોગ્રામ ચલાવે છે. આ વખતે કેનેડાએ પોતાનો નવો એક્સપ્રેસ એન્ટ્રી ડ્રો જાહેર કર્યો છે જેમાં કેનેડાએ ૩૬૦૦ હેલ્થકેર વર્કર્સને ઈન્વાઈટ કર્યા છે. ૨૬ ઓક્ટોબરના ડ્રોમાં ૪૩૧નો મિનિમમ ક્રોપ્રિહેન્સિવ રેન્કિંગ સિસ્ટમ સ્કોર દર્શાવવામાં આવ્યો છે, જે અગાઉના હેલ્થકેર ડ્રો કરતા ૩૨ પોઈન્ટ ઓછો છે. સમગ્ર ૨૦૨૨માં ૪૫,૧૧૫ ઉમેદવારોને આમંત્રિત કર્યા પછી IRCCએ હવે ૨૦૨૩માં 95,221 ITA જારી…
ભારતના સૌથી ધનિક ઉદ્યોગપતિઓમાંથી એક મુકેશ અંબાણીને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, એક અજાણ્યા વ્યક્તિ દ્વારા મુકેશ અંબાણીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. આ ઇસમે પર ૨૦ કરોડ રૂપિયાની માંગણી કરી છે. ૨૦ કરોડ રૂપિયા ન આપવાના બદલામાં વ્યક્તિએ લખ્યુ છે કે, તે તેમને મારી નાંખશે. આ વ્યક્તિએ ઈમેલમાં એવો પણ ઉલ્લેખ કર્યો છે કે, તેની પાસે શ્રેષ્ઠ શાર્પ શૂટર્સ છે. આ તરફ પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે. પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ ૨૭ ઓક્ટોબરે મુકેશ અંબાણીને તેમના ઈમેલ આઈડી પર ઈન્બોક્સમાં એક ઈમેલ મળ્યો હતો.…
બોલીવુડ ક્વીન કંગના રનૌતે પોતાની ફિલ્મ ‘તેજસ’ના રિલીઝ પહેલા એક મોટો ઈતિહાસ રચી દીધો છે એક્ટ્રેસે દિલ્હીના પ્રસિદ્ધ લવ કુશ રામલીલામાં રાવણ દહન કર્યું છે. કંગના ૫૦ વર્ષના ઈતિહાસમાં રાવણ દહન કરનારી પ્રથમ મહિલા બની ગઈ છે. જાેકે, પોતાની એક મોટી ભૂલના કારણે તેને સોશિયલ મીડિયામાં ખૂબ ટ્રોલ કરવામાં આવી રહી છે. જેનો એક વીડિયો પણ સામે આવ્યો છે. મંગળવારે દિલ્હીમાં આયોજિત લવ કુશ રામલીલામાં રાવણ દહન માટે બોલીવુડ એક્ટ્રેસ કંગના રનૌતને આમંત્રણ આપવામાં આવ્યુ હતું. એકટ્રેસનો રાવણનો વધ કરતો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં તે બાણ ચલાવતી નજર આવી રહી છે. જાેકે, આ દરમિયાન તે ત્રણ નિશાન…
ઈઝરાયેલ અને હમાસ વચ્ચે છેલ્લા કેટલાય દિવસથી ચાલી રહેલુ યુદ્ધ વધુ ઉગ્ર બની રહ્યું છે ત્યારે ઈઝરાયેલી સરકારેરિઝર્વ સૈનિકોને બોલાવ્યા છે અને આ સૈનિકોએ તેમના દેશની સુરક્ષામાટે બંદૂકો હાથમાં લીધી છે તે વચ્ચે ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુના પુત્ર યાયરની ચર્ચા પણ થઈ રહી છે અને સૈનિકો વડાપ્રધાનને આકરા સવાલો પુછી રહ્યા છે કે તમારો પુત્ર ક્યાં છે. એક તરફ ઈઝરાયેલ અને હમાસ વચ્ચે છેલ્લા કેટલાય દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે અને આ યુદ્ધ વધુ ઉગ્ર બની રહ્યું છે ત્યારે ઈઝરાયેલના વડાપ્રધાનનો ૩૨ વર્ષિય પુત્ર યાયર અમેરિકામાં મજા માણી રહ્યો હોવાથી તેની ભારે ટીકા થઈ રહી છે. એક તરફ હમાસ સામે…
કેનેડામાં ફરી એકવાર ગોળીબારની ઘટના બની છે જેમાં ત્રણ બાળકો સહિત કુલ પાંચ લોકોના મોત થયા છે. સ્થાનિક મીડિયાના અહેવાલ અનુસાર આ ઘટના સોમવારે રાત્રે બની છે. પોલીસ હાલ આ ઘટનાની તપાસ કરી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર રાત્રે ૧૦.૨૦ વાગ્યે ગોળીબારની ઘટના ની જાણ થઈ હતી, પોલીસને ઘટના અંગે જાણ થતા જ ઘટનાસ્થળે પહોંચી હતી, જ્યાં તેમને પહેલા ૪૧ વર્ષીય યુવક મૃત હાલતમાં મળી આવ્યો હતો ત્યારબાદ ૬ વર્ષના અને ૧૨ વર્ષના બાળકોના મૃતદેહ પણ મળ્યા હતા. આ સિવાય પોલીસને ૪૫ વર્ષિય વ્યક્તિ પણ ગોળીબારમાં ઘાયલ થયેલો જાેવા મળ્યો હતો. આ ઘટના કેનેડાના ઉત્તરી ઓન્ટોરિયો શહેરમાં ફાયરિંગની ઘટના બની…