અમદાવાદમાં પોલીસ કર્મચારીએ જ વેપારીનું અપહરણ કરી ૫૫ લાખની લૂંટ ચલાવ્યાના આરોપ લાગતા પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. મળતી જાણકારી અનુસાર, ગોલ્ડન ટ્રિપ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના માલિક સંજયભાઇ પટેલે સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે શહેરના સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી આકાશ પટેલ અને તેના ચાર સાગરીતોએ અપહરણ કરી ૫૫ લાખ રૂપિયાની લૂંટ ચલાવી હતી. આકાશ પટેલ વિરુદ્ધ અપહણ, લૂંટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આકાશ પટેલ હાલમાં ફરાર છે. આ કેસમાં પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી હતી. પોતાની ફરિયાદમાં સંજયભાઇ પટેલે કહ્યું હતું કે ૧૮ ઓગસ્ટના રોજ આકાશ પટેલ સહિત ચાર…
Author: Shukhabar Desk
અરવલ્લી જિલ્લામાં વધુ એક સગીરા પર દુષ્કર્મની ઘટના સામે આવી છે. આ પહેલા બાયડના સાઠંબા વિસ્તારમાં ૪ વર્ષની બાળકીને ફૂવાએ દુષ્કર્મ આચાર્યું હતું. હવે મેઘરજના ઈસરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ૧૩ વર્ષીય સગીરા પર દુષ્કર્મની ઘટના સામે આવી છે. જ્યાં ઈસરી પોલીસ વિસ્તારમાં ૧૩ વર્ષની સગીરાને ઘરેથી થોડી દુર આવેલી દુકાનમાં નાસ્તાનું પેકેટ લેવા ગઈ હતી. જ્યાં નરાધમે આ ૧૩ વર્ષની સગીરા સાથે ઝંપાઝપી કરી હતી. ત્યારબાદ આ સગીરાને ગામ નજીક ખેતરે લઈ જઈ ૧૩ વર્ષની સગીરાના કપડાં ફાડી દુષ્કર્મ આચાર્યું હતું. આ સગીરાને મારી નાખવાની પણ ધમકી આપી હતી. નરાધમે આટલેથી અટક્યો નહોતો, તેણે દુષ્કર્મ આચાર્યું ત્યારબાદ સગીરા ગંભીર હાલતમાં…
સુરતના અઠવાલાઇન્સ વિસ્તારમાં આજે વહેલી સવારે જ પ્રાંત અધિકારીના ઘરે ગેસનો ગેસ સિલિન્ડર ફાટ્યો હોવાની ઘટના સામે આવી છે. જેમાં પ્રાંત અધિકારી સહિત તેમની પત્ની અને પુત્રને ગંભીર ઇજા પહોંચી છે. સુરતના અઠવાલાઇન્સ વિસ્તારમાં આજે વહેલી સવારે જ પ્રાંત અધિકારીના ઘરે ગેસનો ગેસ સિલિન્ડર ફાટ્યો હોવાની ઘટના સામે આવી છે. જેમાં પ્રાંત અધિકારી સહિત તેમની પત્ની અને પુત્રને ગંભીર ઇજા પહોંચી છે. ઘરમાં ગેસનો ગેસ સિલિન્ડર ફાટી જતા કિચનની દીવાલ પણ તૂટી ગઇ, આસપાસના રૂમની દીવાલોમાં તિરાડ પડી ગઇ હતી. આખા ઘરનો સામાન વેરવિખેર થઈ ગયો.જાે કે બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે ઘરની દીવાલો સાથે તેની ટાઇલ્સ પણ નીકળીને બહાર…
ભૂગોળની માહિતી આપતી જાણીતી વેબસાઈટ વર્લ્ડએટલેસે તાજેતરમાં જ અજાયબીઓની યાદી જાહેર કરી છે. આ યાદીમાં ધોળાવીરાને વર્લ્ડ એટલાસ અજાયબીઓમાં સ્થાન મળ્યુ છે.આ યાદીમાં વિશ્વભરની અજાયબીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.ભૂગોળની માહિતી આપતી જાણીતી વેબસાઈટ વર્લ્ડએટલેસે તાજેતરમાં જ અજાયબીઓની યાદી જાહેર કરી છે. આ યાદીમાં ધોળાવીરાને વર્લ્ડ એટલાસ અજાયબીઓમાં સ્થાન મળ્યુ છે.આ યાદીમાં વિશ્વભરની અજાયબીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.આ યાદીમાં ગુજરાતનું ધોળાવીરા સહિત વિશ્વના અન્ય હેરિટેજ સ્થળોનો સમાવેશ થાય છે. જેમાં પાકિસ્તાનું મોહેંજાે-દરો, ચીનની જાણીતી દિવાલનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ગ્રીસમાં આવેલુ ડાયોનિસસનું થિયેટરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. તેમજ મેક્સિકોમાં આવેલુ ઓલ્મેક કોલોસલ હેડ્સનો પણ સમાવેશ થાય છે.…
વડોદરાના સાવલી તાલુકાના વિટોજ પ્રાથમિક શાળાને તાળાબંધી કરી દીધી હતી. પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ પાસે સાફ સફાઈ કરાવાતી હોવાને લઈ રોષે ભરાયેલા વાલીઓ શાળામાં પહોંચ્યા હતા અને શાળાને તાળા બંધી કરી હતી. વડોદરાના સાવલી તાલુકાના વિટોજ ગામમાં ગ્રામજનો રોષે ભરાયા હતા અને પ્રાથમિક શાળાને તાળાબંધી કરી દીધી હતી. પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ પાસે સાફ સફાઈ કરાવાતી હોવાને લઈ રોષે ભરાયેલા વાલીઓ શાળામાં પહોંચ્યા હતા અને શાળાને તાળા બંધી કરી દીધી હતી. વિટોજ પ્રાથમિક શાળામાં વાલીઓએ તાળાબંધી કરી દીધી હતી અને વિદ્યાર્થીઓને શિક્ષણકાર્યથી દૂર રાખીને વિરોધ નોંધાવ્યા હતા.તાળા બંધીને પગલે તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘના પદાધિકારીઓ પણ શાળાએ દોડી આવ્યા હતા. ગ્રામજનોએ તેમને શાળાની…
ગુજરાતમાં ફરી એકવાર લમ્પી વાયરસની એન્ટ્રી થતાં ચિંતાનો માહોલ બન્યો છે. વિગતો મુજબ સુરતમાં લમ્પી વાયરસને કારણે એકસાથે ૧૫ પશુઓના મોત થયા છે. જેને લઈ હવે સ્થાનિક આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે. આ તરફ પશુ ચિકિત્સકની ટીમ દ્વારા વેક્સિનેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. સુરત જિલ્લામાં લમ્પી વાયરસનો કહેર જાેવા મળી રહ્યો છે. વિગતો મુજબ માંગરોળ તાલુકામાં લંપી વાયરસના કેસમાં વધારો થયો છે. આ સાથે ડેગડીયા, વેરાકુઈ ગામમાં પશુઓમાં લંપી વાયરસ વકર્યો છે. જેને લઈ હવે પશુપાલન વિભાગ દ્વારા માંગરોળ તાલુકાના ગામોમાં સરવે શરૂ કરાયો છે. સુરત જિલ્લમાં લમ્પી વાયરસના કહેર વચ્ચે હવે સ્થાનિક આરોગ્ય તંત્ર એક્શન મોડમાં આવ્યું છે.…
અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસ બાદ હવે પોલીસ તંત્ર કડક કાર્યવાહી કરી રહ્યો છે. શહેરના અનેક વિસ્તારોમાં પોલીસ દ્વારા ડ્રાઈવનું આયોજન કરી દંડની વસૂલાત કરવામાં આવી રહી છે. આ દરમિયાન સમાચાર સામે આવ્યા છે કે, પોલીસ દ્વારા માત્ર એક મહિનામાં ૧૪૪૨ વાહન ચાલકો પાસેથી ૪૭.૬૦ લાખનો દંડ વસૂલવામાં આવ્યો છે. અમદાવાદમાં વિવિધ વિસ્તારમાં પોલીસ દ્વારા ડ્રાઇવ યોજી વાહનચાલકોને દંડ કરવાની સાથે અનેક વાહન જપ્ત કરવામાં આવી રહ્યા છે. જાેકે શહેરના પશ્ચિમ વિસ્તારમાં સૌથી વધુ વાહનચાલકો સામે કેસ કરવામાં આવ્યા હતા. જાેકે અલગ-અલગ ગુનાઓ નોંધી અનેક વાહનો પણ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યા હતા. આ સાથે હજી પણ જપ્ત કરેલ વાહનચાલક…
રાજ્ય સરકારના પ્રયાસને પગલે પોર્ટુગલમાં ફસાયેલા વડોદરાની જિનલ વર્મા હેમખેમ રીતે ગુજરાત પરત ફરી છે. સરકારની મદદથી જિનલ વર્મા ગુજરાત સહીસલામત પહોચતા તેમને વીડિયો સંદેશ મારફતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને તેમના અંગત સચિવ સહિતનાઓનો આભાર વ્યક્ત કર્યો હતો. મહત્વનું છે કે જિનલ વર્મા તેના પતિ સાથે પોર્ટુગલમાં વસવાટ કરતા હતા. આ દરમિયાન પતિ દ્વારા માનસિક-શારીરિક હેરાનગતી કરાતી હતી. એટલું જ નહીં આરોપી પતિએ જિનલના પાસપોર્ટ-ડોક્યુમેન્ટ પણ જપ્ત કરી લીધા હોવાની રાવ ઉઠી હતી અને જિનલ વર્મા પોર્ટુગલમાં રાહુલ વર્માની નજરકેદમાં હતા. પોતે ખૂબ મુશ્કેલીમાં હોવાની જિનલે પોતાના પિતાને જાણ કરી હતી. બાદમાં તેણીના પિતા દ્વારા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ…
ગુજરાતમાં દારૂબંધી વચ્ચે અનેક વાર દારૂ પકડાતો હોય છે. જાેકે તમે ક્યારેય એવું જાેયું છે કે, કોઈ ડાયરામાં PSI પર બુટલેગર પૈસા ઉડાડતા હોય ? આવી જ એક ઘટના નવસારીથી સામે આવી છે. વાત જાણે એમ છે કે, અગાઉ નવસારીમાં અને હાલ સુરતમાં ફરજ બજાવતા PSI એક ડાયરામાં ભાગ લેવા નવસારી પહોંચ્યા હતા. જ્યાં તેમની પર બુટલેગરોએ પૈસાનો વરસાદ કર્યો હતો. નવસારીમાં નવસારીમાં ડાયરામાં બુટલેગર સાથે પોલીસની સંડોવણી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, નવસારી શહેરમાં સાંઇ મંદિરના લાભાર્થે એક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જાેકે આ ડાયરામાં અગાઉ નવસારીમાં ફરજ બજાવી ચૂકેલ અને હાલ…
ગર્ભપાતને લઇ સુપ્રીમકોર્ટના અવલોકન બાદ ગુજરાત હાઇકોર્ટે મંજૂરી આપી છે. દુષ્કર્મ પીડિતાને ગર્ભપાતની ગુજરાત હાઇકોર્ટે મંજૂરી આપી છે. ૨૨ વર્ષની પીડિતાના ૨૬ સપ્તાહના ગર્ભને ગર્ભપાતની મંજૂરી આપી છે.અત્રે જણાવી દઈએ કે, મેડિકલ બોર્ડના રિપોર્ટ બાદ ગુજરાત હાઇકોર્ટે મંજૂરી આપી છે. મેડિકલ રિપોર્ટમાં વિશેષ સુવિધા સાથે ગર્ભપાતની મંજૂરી આપવા ઉલ્લેખ કરાયો છે. રિપોર્ટના આધારે સોલા સિવિલ હોસ્પિટલને વિશેષ સુવિધા ઉપલબ્ધ કરાવવા ગુજરાત હાઇકોર્ટે નિર્દેશ આપ્યો છે. ૨૮મી ઓગસ્ટ સુધીમાં સોલા હોસ્પિટલમાં ગર્ભપાત કરાવવા મંજૂરી આપી છે. અગાઉ સુરતની દુષ્કર્મ પીડિતાને હાઈકોર્ટે ૨૬ સપ્તાહનો ગર્ભપાત કરવાની મંજૂરી આપી હતી. યુવતી ગર્ભવતી થઈ ગઈ હોવાથી પરિવાર દ્વારા યુવતીનો ગર્ભપાત કરાવવા હાઇકોર્ટમાં અરજી દાખલ…