શહેરના લસકાણા વિસ્તારમાં આવેલા ડાયમંડનગરમાં હત્યાની ઘટના બની હતી. પત્ની સાથે આડાસબંધની શંકા રાખી પતિ અને પુત્રે જ મિત્રની હત્યા કરી હતી. સરથાણા પોલીસે હત્યારા પિતા અને પુત્રને ઝડપી પાડ્યો હતો. સુરતમાં હત્યાનો સિલસિલો યથાવત હોય તેમ હત્યાની ઘટનાઓ બનતી રહે છે. તેવી જ રીતે સુરતના લસકાણા વિસ્તારમાં આવેલા ડાયમંડનગરમાં હત્યાની ઘટના બની હતી. જેમાં મિત્ર રાજુ સાહુની તેના જ મિત્ર હોશિયાર સાહનાએ હત્યા કરી મોતને ઘાટ ઉતાર્યા હતો. હોશિયારને વહેમ હતો કે તેની પત્ની સાથે રાજુના આડાસબંધ છે. આવો વહેમ રાખી રાજુને તેમના ઘરે રાત્રીના સમયે બોલાવ્યો હતો. રાજુ અને હોશિયાર બને મિત્ર હતા. જાેકે, પત્ની સાથે આડાસબંધ હોવાથી…
Author: Shukhabar Desk
બોલિવૂડના દિગ્ગજ એક્ટર પંકજ ત્રિપાઠી શુક્રવારે વારાણસીમના ઘાટ પર જાેવા મળ્યા હતા. જે દરમિયાન તેણે માથા પર સફેદ દુપટ્ટો, ચહેરા પર માસ્ક અને પગમાં ચપ્પલ પહેર્યા હતા. તમને જણાવી દઈએ કે, પિતાના અવસાન બાદ તેઓ તેમના અસ્થિ વિસર્જન માટે વારાણસી પહોંચ્યા હતા. જ્યા તેઓ વારાણસીના પ્રખ્યાત અસ્સી ઘાટે પાસે જઈ તે હોડીમાં બેસીને ગંગાની મધ્ય તરફ ગયા હતા. કાશીના અસ્સી ઘાટના મુખ્ય યાત્રાધામ પુજારી બલરામ મિશ્રાની દેખરેખ હેઠળ ગંગાની મધ્યમાં પાંચ બ્રાહ્મણો દ્વારા શાંતિ પૂજા કરવામાં આવી હતી. આ દરમિયાન પંકજ ત્રિપાઠી હાથ જાેડીને પિતાને યાદ કરતા જાેવા મળ્યા હતા. વિધિવત પૂજા કર્યા પછી, કાલિન ભૈયાએ તેમના પિતાની રાખને ગંગામાં…
દુનિયામાં ઘણા સી ફૂડ લવર્સ છે. આ લોકો દરિયાઈ જીવો ખાવાના ખૂબ જ શોખીન હોય છે. સી ફૂડમાં માછલીઓ, કરચલાં વગેરેનો સમાવેશ થાય છે. માછલીઓની પણ ઘણી જાતો છે. દરેક વ્યક્તિ પોતાના સ્વાદ પ્રમાણે માછલી ખાવાનું પસંદ કરે છે. કોઈને રેહુ ગમે છે તો કોઈને કટલા ગમે છે. પરંતુ શું તમે જાણો છો કે એવી માછલી પણ દરિયાની દુનિયામાં જાેવા મળે છે જે ખૂબ જ ઝેરીલી હોય છે. આ માછલીને અડવા માત્રથી જ માણસ મરી શકે છે. અમે વાત કરી રહ્યા છીએ દુનિયાની સૌથી ઝેરી માછલી વિશે જેનું નામ સ્ટોન ફિશ છે. આ માછલીને તેના દેખાવના કારણે આ નામ મળ્યું…
ભારતમાં એવા ઘણા કિલ્લાઓ છે, જેનું સ્થાપત્ય અને સુંદરતા મનને મોહી લે છે. પરંતુ ભાનગઢનો કિલ્લો સૌથી ભૂતિયા સ્થળ તરીકે જાણીતો છે, જાે કોઈ ભૂલથી પણ સૂર્યાસ્ત પછી આ કિલ્લામાં રોકાઈ જાય તો તે રાતની વાર્તા કહેવા માટે પાછો આવી શકશે નહીં. ભાનગઢ કિલ્લામાં ભૂતનો ડર એટલો છે કે સરકારે સૂર્યાસ્ત પછી અહીં રહેવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. રહસ્યમય હોવાને કારણે આ સ્થળ ઘણા લોકોનું ધ્યાન આકર્ષિત કરે છે. એડવેન્ચર સીકર્સ ચોક્કસપણે એકવાર આ સ્થળની મુલાકાત લેવાનું પસંદ કરે છે. વાર્તાઓ અનુસાર, આ કિલ્લો પેરાનોર્મલ પ્રવૃત્તિનું કેન્દ્ર છે. અહીં ભૂત-પ્રેત રાત્રીના સમયે ફરતા જાેવા મળે છે. ચિત્તા જાેરથી બૂમ…
પીએમ મોદીએ ઈસરોના વૈજ્ઞાનિકોને કહ્યું કે, આજે ચાંદ પર છે ભારત! આ આપણું રાષ્ટ્રીય ગૌરવ છે. આપણે ત્યાં પહોંચ્યા જ્યાં કોઈ નથી પહોંચી શક્યું. આપણે એ કર્યું છે, જે પહેલા કોઈએ નથી કર્યું. આ આજનું ભારત છે, નિર્ભીક અને ઝુઝારુ. જે નવું વિચારે છે, નવી રીતે વિચારે છે. જે ડાર્ક ઝોનમાં જઈને પણ દુનિયામાં રોશનીના કિરણો ફેલાવી દે છે. ઈસરો સેન્ટરમાં વૈજ્ઞાનિકો સાથે વાત કરતા પીએમ મોદીએ કહ્યું કે, આપ સૌની વચ્ચે આવીને આજે એક અલગ જ ખુશી અનુભવી રહ્યો છું. કદાચ એવી ખુશી ખૂબ જ દુર્લભ અવસરો પર થાય છે, જ્યારે આવી ઘટનાઓ ઘટે છે કે તેની આતુરતા રહે…
વિદેશમાં જઈને કામ કરવા માગતા સ્કીલ્ડ ભારતીયો માટે અત્યારે સારામાં સારી તક છે. ખાસ કરીને યુકે સરકારે ખાલી જગ્યાઓ ભરવા માટે કમર કસી છે જેના કારણે રેકોર્ડ સંખ્યામાં લોકોને વર્ક વિઝા અપાઈ રહ્યા છે. એક તરફ દેશમાં શરણાર્થીઓની સમસ્યા પેદા થઈ છે જેને કાઢવા માટે વડાપ્રધાન રિશિ સુનક જાતજાતના રસ્તા વિચારી રહ્યા છે. બીજી તરફ સ્કીલ્ડ લોકો કાયદેસર રીતે આવવા માગતા હોય તો તેના માટે કામ સરળ થઈ ગયું છે. હવે વર્ક વિઝાની વાત કરીએ. લેટેસ્ટ આંકડા પ્રમાણે જૂન ૨૦૨૨થી જૂન ૨૦૨૩ સુધીમાં યુકેએ માઈગ્રન્ટ્સને ૩.૨૧ લાખ વર્ક વિઝા આપ્યા છે. યુકે અત્યારે મોટા ભાગના કામ માટે માઈગ્રન્ટ પર આધારિત…
તમિલનાડુના મદુરાઈમાં એક મોટો અકસ્માત સર્જાયો છે. મદુરાઈમાં ટ્રેનના કોચમાં ભીષણ આગ લાગી હતી. આ અકસ્માતમાં ૧૦ લોકોનાં મોત થયા છે. આ દરમિયાન ૨૦ અન્ય લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, મદુરાઈ રેલ્વે સ્ટેશન નજીક બોડી લેનમાં પાર્ક કરેલી પ્રવાસી ટ્રેનમાં શનિવારે વહેલી સવારે આગ લાગી હતી. ઘણા અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે કેટલાક મુસાફરો ગેસ સિલિન્ડર લઈને પ્રવાસ કરતા હતા જેના કારણે ટ્રેનના કોચમાં આગ લાગી હતી. થોડી જ વારમાં આગે વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. રેલવે તરફથી મળેલી માહિતી મુજબ આજે સવારે ૫.૧૫ વાગ્યે મદુરાઈ યાર્ડમાં પુનાલુર-મદુરાઈ એક્સપ્રેસના એક કોચમાં…
પ્રેમિકાને ઈમ્પ્રેસ કરવા યુવકો વિવિધ પ્રકારની યુક્તિઓ અજમાવતા હોય છે. ઘણીવાર તો કાયદાનું પણ ઉલ્લંઘન કરી બેશે છે. આવી જ ઘટના હાલમાં સામે આવી છે વડોદરા ખાતે. અહીં ગર્લફ્રેન્ડને ઈમ્પ્રેસ કરવા યુવક નકલી પાયલોટ બની ગયો હતો. સોમવારે રાત્રે દિલ્હી જતી ફલાઇટમાં પાયલોટની ઓળખ આપી યુનિફોર્મમાં બોર્ડિંગ પાસ સાથે ૨૦ વર્ષીય યુવક ઝડપાયો હતો. મુંબઇના વિલે પારલે ખાતે રહેતા ૨૦ વર્ષીય રક્ષિત મંગેલાની પોલીસે ધરપકડ કરતા ચકચાર મચી જવા પામી છે. આ મામલે સામે આવેલી વિગતો અનુસાર એર ઇન્ડિયાના કર્મચારીને શંકા જતા સી.આઈ.એસ.એફ, પોલીસ, સેન્ટ્રલ આઈ.બી, સ્ટેટ આઈ.બી, એસ.ઓ.જી તેમજ ક્રાઈમ બ્રાન્ચે તેની ઘનિષ્ટ પૂછપરછ કરી હતી. જાસૂસ કે આતંકી…
સુરતમાં ઉધના પોલીસે વાહન ચોરીનો પર્દાફાશ કર્યો છે, પોલીસે વાહન ચોરી કરનાર અને વાહન ખરીદનાર મળી કુલ ૩ આરોપીઓની ધરપકડ કરી છે અને ૨.૫૨ લાખની કિંમતની ૧૦ બાઈક કબજે કરી છે. તેમજ પોલીસ તપાસમાં ૧૨ ગુનાના ભેદ ઉકેલાઈ જવા પામ્યા છે. સુરત શહેરમાં લોકોના વાહનો ચોરી થતા હોવાની અનેક ફરિયાદો પોલીસ ચોપડે નોંધાતી હોય છે. ત્યારે ઉધના પોલીસે વાહનચોરીના ગુનાનો પર્દાફાશ કરીને ૩ આરોપીઓની ધરપકડ કરી છે. ઉધના પોલીસે બાતમીના આધારે વાહન ચોરી કરનાર મુખ્ય આરોપી લક્ષ્મણભાઈ છનુભાઈ લોહાર તેમજ વાહન ખરીદનાર અનીલ લાલચંદ વર્મા અને અજય હરેન્દ્ર રામની ધરપકડ કરી હતી. પોલીસે ૨.૫૨ લાખની કિમતની કુલ ૧૦ બાઈક કબજે…
સૌરાષ્ટ્રની રાજનીતિનું એપીસેન્ટર જેને કહેવાય છે તે રાજકોટના વિકાસની ગતિને છેલ્લા કેટલાક વર્ષોથી બ્રેક લાગી ગઈ છે. વર્ષ ૨૦૨૦માં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના સમયમાં જે કામોનું વિકાસકામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ હતુ, તે કામો હજુ સુધી અધ્ધરતાલ છે અને આ કામો હજુ મંથરગતિએ છેલ્લા ત્રણ વર્ષથી બસ ચાલી જ રહ્યા છે. રાજકોટના મહત્વપૂર્ણ કહી શકાય તેવા ૮ જેટલા મોટા પ્રોજેક્ટની જાે વાત કરવામાં આવે તો આ પ્રોજેક્ટની સમય મર્યાદા પૂર્ણ થયાને ત્રણ ત્રણ વર્ષ વિતી ગયા હોવા છતા હજુ આ કામો પૂર્ણ થયા નથી. રાજકોટ અમદાવાદ સિક્સલેન હાઈવેની કામગીરી પૂર્વ સીએમ વિજય રૂપાણીના કાર્યકાળમનાં શરૂ કરાઈ હતી અને વર્ષ ૨૦૨૦માં પૂર્ણ…