ભારતમાં કેટલીક વખત પોલીસ એવા એવા કારનામા કરે છે કે રક્ષક કોણ અને ભક્ષક કોણ તે નક્કી કરવું મુશ્કેલ બની જાય છે. મધ્યપ્રદેશમાં કેટલાક આદિવાસી મજૂરોને બ્રિટિશ યુગના સોનાના ૨૪૦ સિક્કાનો ખજાનો મળ્યો હતો, પરંતુ આ સિક્કા તેમના ઘરમાંથી ચોરાઈ ગયા અને ચોરીના આરોપસર ચાર પોલીસ કર્મચારીને પકડવામાં આવ્યા છે, જેમાંથી એક તો પોલીસ ઈન્સ્પેક્ટર છે. આ કેસની વિગત પ્રમાણે એમપીના આદિવાસી મજૂરોને ગુજરાતમાં કોઈ જગ્યાએ ખોદકામ દરમિયાન સોનાના સિક્કા મળી આવ્યા હતા. આ સિક્કા બ્રિટિશ યુગના હતા જેના કારણે તેની કિંમત ઘણી વધારે ગણવામાં આવે છે. મજૂરો આ સિક્કા ચોરીછુપીથી મધ્ય પ્રદેશ પોતાના ગામમાં લઈ આવ્યા હતા. પરંતુ અત્યારે…
Author: Shukhabar Desk
ભારતના ચંદ્રયાન-૩ એ ચંદ્ર વિશે જાણકારી આપવાનું શરૂ કરી દીધુ છે. વિક્રમ લેન્ડર અને રોવર પ્રજ્ઞાન પર લાગેલા તમામ ઉપકરણ સારી રીતે કામ કરી રહ્યાં છે. વિક્રમના ChaSTE પેલોડે તો શરૂઆતી ડેટા મોકલી આપ્યો છે. ભારતીય અંતરિક્ષ એજન્સી (ISRO) એ આ અપડેટ ઠ પર શેર કર્યું છે. વિક્રમ લેન્ડર પર લાગેલ ChaSTE (ચંદ્રની સપાટીનો થર્મોફિઝિકલ પ્રયોગ) ધ્રુવની આસપાસ ચંદ્રમાની ઉપર રહેલી માટીનું તાપમાન માપે છે. તેની મદદથી ચંદ્રમાની સપાટીના તાપના વ્યવહારને સમજી શકાશે. ChaSTE માં એક ટેમ્પ્રેચર પ્રોબ છે જે કંટ્રોલ્ડ એન્ટ્રી સિસ્ટમની મદદથી સપાટીમાં ૧૦ સેમીની ઉંડાઈ સુધી પહોંચી શકાય છે. તપાસમાં ૧૦ અલગ-અલગ તાપમાન સેન્સર લાગેલા છે. ઈસરોએ…
કેનેડા ઉચ્ચ અભ્યાસ માટે જઈ રહેલા વિદ્યાર્થીઓની સંખ્યા વધતી જાય છે અને તેમાં પણ ભારતીયો સૌથી આગળ છે. કેનેડામાં ભારતીય સ્ટુડન્ટની સંખ્યા નવો રેકોર્ડ બનાવી રહી છે ત્યારે તેમાં ખોટી માહિતી આપીને કે સિસ્ટમ સાથે ચેડા કરનારા લોકોથી કેનેડા પરેશાન છે. તેના કારણે હવે ઈમિગ્રન્ટ્સની આકરી ચકાસણી કરવાનો ર્નિણય લેવાયો છે તેથી તાજેતરમાં પંજાબના ૭૦૦ વિદ્યાર્થીઓ સાથે જે ઘટના બની હતી તે ફરીથી ન બને.હાલમાં ભારત સહિતના તમામ દેશોમાંથી મોટી સંખ્યામાં ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ કેનેડા જઈ રહ્યા છે. ૨૦૨૩ના પ્રથમ બે ક્વાર્ટરમાં ભારતીય વિદ્યાર્થીઓને લગભગ ૯૭ હજાર જેટલી પરમિટ ઈશ્યૂ થઈ હતી. ૨૦૨૨માં પણ આવી જ રીતે મોટી સંખ્યામાં સ્ટુડન્ટ કેનેડા…
પશ્ચિમ બંગાળના ઉત્તર ૨૪ પરગણા જિલ્લામાં એક મોટી દુર્ઘટના ઘટી છે. રવિવારે સવારે દત્તાપુકુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફટાકડાની ફેક્ટરીમાં જાેરદાર બ્લાસ્ટ થયો હતો. આ અકસ્માતમાં છ લોકોના મોત થયા હોવાની માહિતી મળી રહી છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી ઘટનાનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે. પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના જગન્નાથપુર ગામની છે. આ વિસ્ફોટથી એટલો જબરદસ્ત હતો કે ફેક્ટરીની ઇમારત આખે આખી ધારાશાયી થઈ ગઈ છે. ચારે બાજુ કાટમાળ ફેલાય ગયો છે. આખી ઇમારત પત્તાના ઢેરની જેમ તૂટી પડી હતી. પોલીસે કાટમાળમાં દટાયેલા લોકોને બહાર કાઢ્યા હતા. ફાયર બ્રિગેડે આગ બુઝાવી રહી છે. સ્થળ પર કૂલિંગની કામગીરી ચાલી રહી છે.…
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રેડિયો કાર્યક્રમ મન કી બાત દ્વારા દેશવાસીઓને સંબોધિત કર્યા. મન કી બાત કાર્યક્રમ દર મહિનાના છેલ્લા રવિવારે પ્રસારિત થાય છે. આજે ૨૭મી ઓગસ્ટે કાર્યક્રમનો ૧૦૪મો એપિસોડ છે. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ ચંદ્રયાનની સફળતાનો ઉલ્લેખ કરતા કહ્યું કે મિશન ચંદ્રયાન એ ન્યૂ ઈન્ડિયાની ભાવનાનું પ્રતિક છે. કાર્યક્રમમાં પીએમ મોદીએ તેમની કવિતા પણ વાંચી હતી.પીએમ મોદીએ કહ્યું, ચંદ્રયાનની સફળતા ઘણી મોટી છે. તેની ચર્ચા સર્વત્ર થઈ રહી છે. ચંદ્રયાનની સફળતાએ બતાવ્યું છે કે સફળતાના કેટલાક સૂર્ય ચંદ્ર પર પણ ઉગે છે. ચંદ્રયાન નવા ભારતની ભાવનાનું પ્રતિક બની ગયું છે, જે કોઈપણ પરિસ્થિતિમાં જીતવા માંગે છે અને કોઈપણ પરિસ્થિતિમાં કેવી…
ધરમપુરના પ્રખ્યાત પર્યટન સ્થળ વિલ્સન હિલ ખાતે લાયન્સ ક્લબ ઓફ ધરમપુર સ્ટેટ દ્વારા આયોજિત અને સન્ડે સ્પોર્ટ્સ ક્લબ ઓફ વલસાડના સહયોગથી ગુજરાતની પ્રથમ મોન્સૂન હિલ હાફ મેરેથોન – વિલ્સન હિલ હાફ મેરેથોન યોજાઈ હતી. આ મેરેથોનમાં ૭૦૦ જેટલાં દોડવીરોએ અનુક્રમે ૫ કિમી, ૧૦ કિમી અને ૨૧ કિમીની દોડમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. જે અંતર્ગત ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, રાજસ્થાનથી દોડવીરો આવ્યા હતાં. આ મેરેથોનનું આયોજન આંખના દર્દીઓના લાભાર્થે કરવામાં આવ્યું હતું, જેમાં ૨૧ કિમી તથા ૧૦ કિમીની મેરેથોન પૂર્ણ કરનાર પુરુષ અને મહિલા વિભાગના દોડવીરોને કુલ રૂપિયા ૧ લાખ ૧૦ હજારના રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા હતાં. આ મેરેથોનમાં મુંબઈથી ખાસ ઉપસ્થિત…
વન અને પર્યાવરણ, જળસંપતિ અને પાણી પુરવઠા રાજ્યમંત્રીશ્રી મુકેશભાઈ પટેલના હસ્તે ઓલપાડ તાલુકામાં કુલ રૂ.૧.૮૩ કરોડના ખર્ચે ગ્રામ પંચાયત અને પાણી પુરવઠાના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં રાજનગર ગામે રૂ.૬૮.૧૪ લાખના ખર્ચે ૨ નંગ બોર અને ૫.૫ કિ.મી પાઈપલાઈનના કામનું લોકાર્પણ, નિહોળાનગર ખાતે ઓલપાડ ગૃપ ગ્રામ પંચાયતના રૂ.૧.૩૩ કરોડ વિવિધ વિકાસના કામ પૈકી રૂ.૧.૧૪ કરોડના કામોનું ઈ-ખાતમુહૂર્ત અને રૂ.૧૮.૩૯ લાખના કામોનું ઈ-લોકાર્પણ મંત્રીશ્રીએ કર્યું હતું. આ પ્રસંગે મંત્રીશ્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, ઓલપાડ તાલુકો ઉત્તરોત્તર વિકાસના માર્ગે આગળ વધી રહ્યો છે, ત્યારે ગ્રામજનોને રસ્તા, વિજળી અને પીવાના પાણીની મુશ્કેલી ન સર્જાય તે માટે સરકાર સતત કાર્યરત છે. વિકાસકાર્યો…
ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લી. તેમજ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સૌ પ્રથમ વખત વલસાડના રેલવે જીમખાના મેદાન પર તા. ૨૭ ઓગસ્ટથી તા. ૨ સપ્ટેમ્બર સુધી રાખી અને હસ્તકળા મેળાનું આયોજન કરાયું છે. જેનો શુભારંભ રવિવારે રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના વરદ હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મહિલા સશક્તિકરણ અંગે રાજ્યના કેબિનેટ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે, દેશના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રીશ્રી હતા ત્યારે તેમનો ઉદેશ્ય હતો કે, મહિલા અને બાળકોનો વિકાસ થાય, તે માટે તેમણે મહિલા અને બાળ વિકાસ ખાતુ શરૂ કર્યુ હતું. મહિલાઓના આર્થિક વિકાસ માટે સખી મંડળો ઉભા કરી…
રક્ષાબંધનને લઈ શહેરના માર્કેટમાં રાખડી ખરીદવા માટે બહેનોની ભીડ જાેવા મળી રહી છે. આ વર્ષે રાજકોટમાં બીજી રાખડીઓ કરતા ગોલ્ડ-સિલ્વરની રાખડી ખરીદવાનો ક્રેઝ વધુ જાેવા મળી રહ્યો છે. ચાંદી પહેરવાથી મન શાંત રહે છે અને તણાવ દૂર થાય છે. તે માટે હાલ માર્કેટમાં ચાંદીની રાખડીનો ટ્રેન્ડ જાેવા મળી રહ્યો છે. રક્ષાબંધનના દિવસે બહેન ભાઈને રક્ષા સૂત્ર બાંધીને તેના લાંબા આયુષ્ય માટે કામના કરે છે. તો બીજી તરફ બહેનોને ગિફ્ટ આપી ભાઈ તેની રક્ષાનું વચન આપે છે. આ વખતે રક્ષાબંધનનો તહેવાર ૩૦ અને ૩૧ ઓગસ્ટના રોજ ઉજવવામાં આવશે. ત્યારે રાજકોટમાં સોના-ચાંદીની રાખડી ખરીદવાનો ટ્રેન્ડ ચાલ્યો છે. રાજકોટમાં બનતી સોના-ચાંદીની રાખડી માત્ર…
એક તરફ રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓને અદ્યતન સુવિધા વાળી અને સ્માર્ટ શાળાઓ બનાવવામાં આવી રહી છે. શાળાઓના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ જંગી ખર્ચ કરવામાં આવી રહ્યો છે પરંતુ આવી શાળાઓમાં જેમને જ્ઞાન પીરસવાનું છે એ શિક્ષકોની જ જગ્યાઓ ખાલી હોવાનું સામે આવ્યું છે. રાજ્યમાં પ્રાથમિક શાળાઓમાં ૧૦ હજારથી વધુ શિક્ષકોની ઘટ છે જે પુરી કરવા માટે મુખ્યમંત્રી સુધી રજૂઆત પહોંચી છે. આ મામલે રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘએ મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે. રાજ્યમાં પ્રાથમિક શાળાઓમાં ૧૦ હજારથી વધુ શિક્ષકોની જગ્યા ખાલી હોવાનું સામે આવ્યું છે. જેમાં રાજ્યના અંતરિયાળ વિસ્તારોમાં ધોરણ ૧થી ૫ શિક્ષકોની ઘટ વધારે છે. ન્યૂઝ ૧૮ ગુજરાતી સાથેની…