રાજ્યમાં હાલ ભારે વરસાદની કોઈ સંભાવના નથી. ગુજરાતમાં ઓગસ્ટ મહિનો કોરો જઈ રહ્યો છે. દર વર્ષની સરખામણીમાં આ વર્ષે ઓગસ્ટ મહિનામાં ૮૫ ટકા ઓછો વરસાદ નોંધાયો છે. હાલ ગુજરાતમાં એક પણ સિસ્ટમ સક્રિય નથી. જેને કારણે ભારે વરસાદની કોઈ સંભાવના નથી. પરંતુ હવે વાતાવરણને જાેતા લાગે છે કે, માત્ર ઓગસ્ટ જ નહિ, સપ્ટેમ્બર મહિનો પણ કોરો જશે. સપ્ટેમ્બરમાં ઓછા વરસાદના એંધાણ છે. હવે એવુ લાગે છે કે વરસાદ વગર જ ચોમાસાની વિદાય થઈ જશે. અલ-નીનો કારણે વરસાદની સિસ્ટમમાં ભારે અસર પડી છે. હવે ભાઈ-બહેનોનો પવિત્ર તહેવાર રક્ષાબંધન આવી રહ્યો છે. બે દિવસ બાદ ૩૦ ઓગસ્ટ રક્ષાબંધન છે. ત્યારે જાે તમને…
Author: Shukhabar Desk
ઓલિમ્પક ૨૦૩૬ ગુજરાતમાં યોજાશે એ નક્કી છે. ગુજરાત હવે ઓલિમ્પિકની તૈયારીમાં લાગી ગયું છે. ગુજરાતના આંગણે હવે ઓલિમ્પિક રમાશે. ત્યારે ગુજરાતમાં આ માટે આલિશાન તૈયારીઓ આરંભી દેવાઈ છે. ઓલિમ્પિક ૨૦૩૬ માટે એસપીવને ગોલિમ્પિક નામ આપવામાં આવ્યું છે. એટલુ જ નહિ, અહી ત્રણ હજાર મકાનોનું ભવ્ય ગામ બનશે. ત્યારે ગુજરાતમાં કયા જગ્યાએ ઓલિમ્પિક યોજાશે તે માટે તૈયારી ચાલી રહી છે. ગુજરાતમાં ઓલિમ્પિક યોજવાના લક્ષ્ય સાથે ૩૩ સ્થળો નક્કી કરાયા છે. ગુજરાતમાં ઓલિમ્પિક રમતોની ઉજવણી ક્યા થઈ શકે તે માટે ગુજરાત સરકાર દ્વારા કામગીરી શરૂ કરાઈ છે. ગુજરાતમાં ઓલિમ્પિક રમતોની શક્યતાને પગલે ૩૩ સ્થળોની પસંદગી કરાઈ છે. જેમાંથી ૧૭ સ્પોટ અમદાવાદમાં છે.…
કેન્દ્રીય ગૃહ મંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા અમિત શાહ સોમવારે ગુજરાતની મુલાકાતે છે. વેસ્ટ ઝોન કાઉન્સિલની ગાંધીનગર ખાતે સોમવારે અમિત શાહના અધ્યક્ષ સ્થાને મહત્વની બેઠક મળશે. જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવાના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી ઉપસ્થિત રહેશે. ગાંધીનગરમાં મળનારી મહત્વની બેઠકમાં ત્રણેય રાજ્યો વચ્ચે વહીવટી કામ અને અન્ય મહત્વના પ્રોજેક્ટનું સંકલન થશે. મહારાષ્ટ્ર સીએમ એકનાથ શિંદે, ગોવાના ષ્ઠદ્બ પ્રમોદ સાવંત તેમજ મહારાષ્ટ્રના બંને નાયબ મુખ્યમંત્રી હાજર રહેશે. વર્ષમાં એકાદ બે વખત મળતી મહત્વની બેઠક આ વખતે ગુજરાતમાં મળશે. ત્યારે હવે રાજકારણમાં નવાજૂની થાય તેવા સંકેત છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરી ગુજરાતના પ્રવાસે છે, તેઓ આવતીકાલે ૩ રાજ્યના મુખ્યમંત્રી સાથે…
રાજકોટના BJP ના હોદ્દેદારો સામે પ્રદેશ ભાજપે લાલ આંખ કરી છે. પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણી સહિત ૮ હોદ્દેદારોને નોટિસ પાઠવી છે. તમામ હોદ્દેદારોને ૭ દિવસમાં ખુલાસો આપવા સીઆર પાટીલે ફરમાન કર્યું છે. પ્રદેશ ભાજપ પ્રમુખે આ તમામ સામે શિસ્તભંગની નોટિસ ફટકારી છે. તમામે પાર્ટીના વ્હીપનું ઉલ્લંઘન કર્યું હતું. જાણો શું હતો આ મામલો. બન્યું એમ હતું કે, લોધિકા સંઘના પ્રમુખની ચૂંટણીમાં ભાજપે વ્હીપ આપ્યો હતો. જેમાં નરેન્દ્રસિંહ જાડેજાને પ્રમુખ તરીકે રિપિટ કરવાનો વ્હીપ હતો. પરંતું અરવિંદ રૈયાણી, નીતિન ઢાંકેચાએ પાર્ટીએ આપેલા વ્હીપનું ઉલ્લંઘન કર્યુ હતું. તેમજ બાબુ નસિત, મનસુખ સરધારાએ પણ વ્હીનો અનાદર કર્યો હતો. વ્હીપ…
હજી બે અઠવાડિયા પહેલા જ વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં દારૂની મહેફિલ ઝડપાઈ છે. એમ.એમ. હોસ્ટેલમાં યુનિ. વિજિલન્સે દરોડા પાડ્યા હતા. ત્રણ વિદ્યાર્થીઓ દારૂની મહેફિલ માણતા હોવાનો મેસેજ મળતાં ટીમ એમ.એસ.હોલ દોડી આવી હતી. જાેકે વિદ્યાર્થીઓને ગંધ આવતા ભાગી છૂટ્યા હતા. ત્યારે ફરી એકવાર સંસ્કારી નગરીના સંસ્કાર લજવાય તેવી ઘટના બની છે. વડોદરામાં નશામાં ધૂત એક યુવતીએ જાહેરમાં પોલીસ કર્મચારીઓ સાથે ગાળાગાળી કરી હતી. એટલુ જ નહિ, તે નશામાં એવુ ભાન ભૂલી કે, તેણે પોલીસ કર્મીને થપ્પડ લગાવી હતી. વડોદરાના ગોત્રી વિસ્તારમાં એક યુવતીને કારણે હાઈવોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. નશામાં ધૂત યુવતીએ પોલીસ સાથે બબાલ કરી હતી. રાત્રે બંદોબસ્તમાં હાજર પોલીસ કર્મીઓએ કાર…
તાઈવાનનું એક હિન્દુ મંદિર ખૂબ ચર્ચામાં છે. જેનું ઉદ્ધાટન હાલમાં જ થયું છે. આ મંદિર તાઈવાનની રાજધાની તાઈપેમાં આવેલું છે. આ મંદિરને તાઈવાન અને ભારતની વચ્ચેના સંબંધો માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. માનવામાં આવી રહ્યું છે કે તેનાથી બંને દેશની વચ્ચે સાંસ્કૃતિક સંબંધો પર ઊંડી અસર પાડશે.સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તાઈવાનનો એક માત્ર વિસ્તાર હિન્દુ મંદિરને સબકા મંદિર નામ રાખવામાં આવ્યું છે. જેનાથી હિન્દુ સમુદાયમાં ખુશીની લહેર છે. તાઈવાનમાં રહેતા ભારતીય નાગરિક સના હાશમીએ ઉૈર્ંંદ્ગ ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા જણાવ્યું કે આ મંદિરની સ્થાપના ભારતમાં ભારતીય સમુદાય સાથે સૌહાર્દપૂર્ણ સંબંધને પ્રોત્સાહન આપવા માટે તાઈવાનની ઊંડી પ્રતિબદ્ધતાને રેખાંકિત…
ભારતીય ક્રિકેટ ટીમનું ધ્યાન હવે એશિયા કપ જીતવા પર છે. ટીમ ઈન્ડિયા ૨જી સપ્ટેમ્બરે કટ્ટર હરીફ પાકિસ્તાન સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે. આ દરમિયાન સિનિયર બેટ્સમેન શિખર ધવન ટીમની બહાર ચાલી રહ્યો હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.૩૭ વર્ષીય શિખર ધવન કદાચ હવે સિલેક્ટર્સના પ્લાનનો ભાગ નથી. તેને એશિયા કપ-૨૦૨૩ માટે ટીમનો ભાગ બનાવવામાં આવ્યો નથી. એવું માનવામાં આવતું હતું કે તે એશિયન ગેમ્સમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ સંભાળી શકે છે. જાેકે, આવું પણ થઈ શક્યું નહીં. હાલમાં તે સોશિયલ મીડિયા પર ઘણો સમય વિતાવે છે અને તેના ફેન્સ માટે ફોટા અને વીડિયો શેર કરે છે.…
બે યુક્રેનિયન ફાઇટર જેટ કિવ નજીક હવામાં અથડાયા હતા. જેમાં યુક્રેનના ત્રણ સૈન્ય પાયલોટના મોત થયા છે. યુક્રેન તેના એરમેનને યુએસ તરફથી મળતા હ્લ-૧૬ ફાઈટર જેટને ઉડાવવા માટે તાલીમ આપવા માટે એક મોટી કવાયતની તૈયારી કરી રહ્યું છે. આ તૈયારીની ઝડપમાં અકસ્માત સર્જાયો હતો. જેમાં યુક્રેનની રાજધાની કિવ પાસે બે ન્-૩૯ ટ્રેનિંગ એરક્રાફ્ટ હવામાં અથડાતાં ત્રણ યુક્રેનિયન પાઇલોટ્સનું દુઃખદ મોત થયું હતું.યુક્રેનિયન વાયુસેનાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ઝિતોમીર ક્ષેત્રમાં શુક્રવારે ક્રેશ થયું હતું. જે રાજધાની કિવની પશ્ચિમે છે. યુક્રેન તેના પાઇલોટ્સને પશ્ચિમ તરફથી મળતા હ્લ-૧૬ ફાઇટર જેટને ઉડાવવાની તાલીમ આપી રહ્યું છે. એવામાં ત્રણ પાયલટોનું મોત યુક્રેન માટે મોટો…
સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર. વધી શકે છે તમારી નિવૃત્તિની વય મર્યાદા. નિયમ ઉંમર કરતા વધુ એકથી બે વર્ષનો વધી શકે છે કર્મચારી તરીકેનો કાર્યકાળ. હાલ આ સમાચારો અંગે સૌ કોઈ જાણકારી મેળવવા માંગે છે. કારણકે, આનાથી નિવૃત્તિના લાભોમાં પણ વધારો થશે. ઉલ્લેખનીય છેકે, સરકાર દ્વારા નિવૃત્તિની ઉંમર વધારવાની યોજના બનાવવામાં આવી રહી છે. સમાચાર આવી રહ્યા છે કે PSBs અને લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC) ના વડાઓની નિવૃત્તિની ઉંમર અંગે ટૂંક સમયમાં ર્નિણય લેવામાં આવી શકે છે.કેન્દ્ર સરકાર દ્વારા સમયાંતરે સરકારી કર્મચારીઓના પગાર અને નિવૃત્તિ વયમાં વિવિધ સુધારા કરવામાં આવ્યા છે. હવે ફરી એકવાર સરકાર જાહેર ક્ષેત્રની બેંકોના…
ભારતમાં સાઈબર ફ્રોડના કેસ સતત વધતા જાય છે અને સામાન્ય લોકો તેનો ભોગ બની રહ્યા છે. ખાસ કરીને જેઓ ક્રેડિટ કાર્ડ અથવા બેન્ક ખાતાની દરેક ડિટેલ પર ધ્યાન નથી રાખી શકતા તેવા લોકો વધારે છેતરાય છે. આણંદમાં એક મહિલાને તેના સેલેરી એકાઉન્ટની સાથે પ્રિ-એપ્રૂવ્ડ ક્રેડિટ કાર્ડ મળ્યું હતું જેના પર એક ગઠિયાએ સાત લાખની પર્સનલ લોન લઈને મહિલા સાથે છેતરપિંડી કરી છે. આ મહિલાએ ક્યારેય પર્સનલ લોનની અરજી કરી ન હતી. છતાં ગઠિયાએ તેની પાસેથી વારંવાર ઓટીપી લઈને પર્સનલ લોન એપ્રૂવ કરાવી અને પછી બધા રૂપિયા પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધા હતા.આ મહિલાએ એક બેન્કમાં સેલેરી એકાઉન્ટ ખોલાવ્યું ત્યારે તેને…