Author: Shukhabar Desk

ઈસ્કોન બ્રિજ અકસ્માત બાદ સફાળી જાગેલી અમદાવાદ પોલીસ દ્વારા રાત્રી દરમ્યાન કડક ચેકીંગ હાથ ધરવામાં આવે છે. પરંતું હવે રક્ષક જ ભક્ષક બની ગયા હોય તેવો ઘાટ સર્જાયો છે. જેમાં એરપોર્ટથી બોપલ જઈ રહેલ એક દંપતી પર કેસ કરવાની ધમકી આપી તેની પાસે કેસ ન કરવા પૈસાની માંગણી કરી હતી. જે બાદ પૈસા આપવાનું નક્કી થતા પોલીસ યુવકને ગાડીમાં બેસાડી એટીએમ પાસે લઈ જતા યુવકે પૈસા ઉપાડતા પોલીસ દ્વારા યુવક પાસેથી પૈસા પડાવી લીધા હતા. જે બાદ સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચતા સોલા પોલીસે ટ્રાફીકનાં ૩ પોલીસકર્મી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.અમદાવાદનાં પોશ વિસ્તાર ગણાતા એવા સાઉથ બોપલ…

Read More

મધ્યપ્રદેશથી એક ચોંકાવનારી અને માનવતાને શર્મશાર કરતી ઘટના સામે આવી છે. વાત જાણે એમ છે કે, મધ્યપ્રદેશના સાગરમાં એક દલિત યુવકને માર મારવામાં આવ્યો. જ્યારે આરોપી યુવકને બચાવવા પહોંચ્યો ત્યારે તેની માતાને પણ નગ્ન કરીને માર મારવામાં આવ્યો હતો. વાત જાણે એમ છે કે, હકીકતમાં થોડા દિવસો પહેલા આરોપીઓએ મૃતકની બહેનની છેડતી કરી હતી, જેનો કેસ નોંધવામાં આવ્યો હતો. આરોપીઓ પીડિતાના પરિવાર પર સમાધાનનું દબાણ કરી રહ્યા હતા. મધ્યપ્રદેશ સાગર ખુરાઈ દેહાત પોલીસ સ્ટેશન વિસ્તારના બરોડિયા નૌનાગીરનો છે. અહીં ગુરુવારે રાત્રે કેટલાક ગુંડાઓએ એક દલિત યુવકને માર માર્યો હતો. આ તરફ દરમિયાનગીરી કરવા આવેલી મૃતકની માતાને નગ્ન કરીને માર મારવામાં…

Read More

મહારાષ્ટ્રના મુંબઈ સ્થિત સાંતાક્રૂઝ વિસ્તારમાં એક મોટી ઘટના બની છે. અહીં ગેલેક્સી હોટલમાં આગ લાગવાથી હડકંપ મચી ગયો છે. આ ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે અને ૧૨ લોકો ઈજાગ્રસ્ત થયાછે. આ જાણકારી મુંબઈ પોલીસે આપી છે. પ્રાપ્ત જાણકારી પ્રમાણે આ ઘટનામાં ૬ લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. મુંબઈના સાંતાક્રૂઝ વિસ્તારમાં બપોરે ૧ કલાકે હોટલ ગેલેક્સીમાં ભીષણ આગ લાગી હતી. તેમાં ત્રણ લોકોના મોત થયા છે. પ્રાપ્ત જાણકારી પ્રમાણે હોટલ ગેલેક્સીના ત્રીજા અને ચોથા ફ્લોર પર આગ લાગી, ત્યારબાદ ફાયર ટીમે સીઢીના સહારે કાંચ તોડી છ લોકોના રેસ્ક્યૂ કર્યાં હતા. આ દરમિયાન ત્રણ લોકોના મોત થયા અને બે ઈજાગ્રસ્ત છે.…

Read More

પૂર્વ દિલ્હીના જગતપુરી વિસ્તારની એક હોટલના રૂમમાં એક ચોંકાવનારી ઘટનામાં બે સ્કૂલની વિદ્યાર્થિનીઓ પર કથિત રીતે બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. છેલ્લા એક વર્ષથી હોટલમાં બંને વિદ્યાર્થિનીઓ પર બળાત્કાર ગુજારવામાં આવી રહ્યો હતો. આ બંને યુવકોએ બંને વિદ્યાર્થીઓને પ્રેમજાળમાં ફસાવી છેલ્લા એક વર્ષથી બળાત્કાર ગુજારતા હોવાનું પણ જાણવા મળ્યું છે. બન્ને છોકરીઓની રેપની જાણકારી હવે મળતાં પરિવારને આંચકો લાગ્યો છે. પરિવારનું કહેવું છે કે હોટલમાં આ બંને છોકરીઓ પર લાંબા સમયથી સતત બળાત્કાર થઇ રહ્યો હતો. જ્યારે આ વાતનો ખુલાસો થયો તો સ્કૂલના સ્ટાફની સાથે વિદ્યાર્થીઓના પરિવારજનો પણ આશ્ચર્યમાં પડી ગયા હતા. બંને વિદ્યાર્થીઓના પરિવારજનોની ફરિયાદ પર દિલ્હી પોલીસે વિવિધ કલમો…

Read More

ગ્રામીણ વિસ્તારો માટે પશુપાલન આવકના સૌથી મોટા સ્ત્રોત તરીકે ઉભરી આવ્યું છે. મોટી સંખ્યામાં ગ્રામીણ ગાય અને ભેંસ તેમની આવકમાં વધારો કરી રહી છે. આ કડીમાં ઉત્તર પ્રદેશ સરકારે નંદ બાબા દૂધ મિશન હેઠળ મુખ્ય મંત્રી સ્વદેશી ગૌ સંવર્ધન યોજના શરૂ કરી છે. આ અંગે સરકારે નોટિફિકેશન પણ બહાર પાડ્યું છે. નોટિફિકેશન અનુસાર, સરકારે સાહિવાલ, થરપારકર, ગીર અને અન્ય રાજ્યોમાંથી હાઇબ્રિડ જાતિની ગાયો ખરીદીને ટ્રાન્સપોર્ટેશન, ટ્રાન્ઝિટ ઈન્સ્યોરન્સ અને પશુ ઈન્સ્યોરન્સ પર ખર્ચવામાં આવતી રકમ પર સબસિડી આપવાનો ર્નિણય કર્યો છે. ગાયોના પશુપાલકોને આ સબસિડી મહત્તમ બે દેશી જાતિની ગાયોની ખરીદી પર મળશે. આના આધારે કુલ ખર્ચની રકમના ૪૦ ટકા એટલે…

Read More

આગામી સમયમાં ઓલમ્પિક આવે તે પહેલાં ગુજરાત સરકારનું મોટું પગલું ભર્યું છે, આ સાથે રમત ગમત મંત્રી હર્ષ સંઘવીની મોટી જાહેરાત, મહિલા ખેલાડી અને પુરુષ ખેલાડીને સરખુ સન્માન મળશે,જાે કોઈ ખેલાડી કોઈ સ્પર્ધા જીતે તો બંને ને સરખું સન્માન આપવા કહ્યું છે, પહેલા જ્યારે પણ કોઈ સ્પોર્ટસ ઈવેન્ટ યોજાતી તો પુરુષને અલગ રકમ સન્માન અને મહિલાને અલગ સન્માન અપાતું હતું . મુળ ગુજરાતના વતની હોય તેવા ખેલાડીઓ માટે ઃ- – ઓલિમ્પિક રમતોત્સવના કોઇપણ મેડલ વિજેતા તેમજ એશિયાન ગેમ્સના સુવર્ણપદક વિજેતા ગુજરાતના ખેલાડીઓને વર્ગ-૧ અધિકારી તરીકે નિમણુંક – એશિયાન ગેમ્સમાં સિલ્ર અથવા બ્રોન્ઝ મેડલ વિજેતા ગુજરાતના ખેલાડીઓને વર્ગ-ર અધિકારી તરીકે નિમણુંક…

Read More

કચ્છના માંડવીમાં ગઇ કાલે રાતે દેના બેંક પાસેથી પસાર થતા દરમિયાન વેપારી સાથે લૂંટ થઇ હતી. પોલીસ તપાસમાં દાગીના ભરેલો એક થેલો પણ મળી આવ્યો છે. ગઇ કાલે ૨ શખ્સો એક વેપારી પાસેથી દાગીનાનો થેલો લૂંટીને ફરાર થયા હતા. થેલામાં અંદાજિત ૫૦ લાખના દાગીના હોય તેવુ અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે.મહત્વનું છે, પોલીસની શોધખોળમાં દાગીના ભરેલો એક થેલો મળી આવ્યો છે. હાલ, તો પોલીસે ફરાર ૨ શખ્સોની શોધખોળ હાથ ધરી છે. સરેઆમ આ પ્રકારે વેપારી સાથે લૂંટની ઘટના બની હતી. તો, તસ્કરોના વધતા ત્રાસ સામે પોલીસ કડક પગલાં લે તેવી માગ કરાઈ છે.તો આ તરફ સુરતના પલસાણામાં લોખંડના જેક અને…

Read More

લોકસભા ચૂંટણીને હલે ગણતરીના મહિનાઓ જ બાકી છે ત્યારે ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવવા લાગ્યો છે. એક તરફ બીજેપીમાં આંતરિક જૂથવાદ સામે આવી રહ્યો છે તો બીજી તરફ આમ આદમી પાર્ટી પણ તૂટી રહી છે. તાજેતરમાં ઘણા આપ નેતા કોંગ્રેસમાં જાેડાયા હતા. આજ કેટલીક તસવીરો સામે આવી છે જેના કારણે ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. થરાદ ખાતે યુવરાજસિંહ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર અને પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહને મળ્યા હતા. મુલાકાત બાદ યુવરાજસિંહ જાડેજાએ કોંગ્રેસના નેતાઓ સાથે ભોજન પણ લીધું હતું. તમને જણાવી દઈએ કે, થોડા દિવસો પહેલા યુવરાજસિંહ જેલવાસ ભોગવી ચૂક્યા છે. જેલમાંથી બહાર આવ્યા બાદ તેમણે એક ઈન્ટરવ્યૂમાં એમ પણ કહ્યું…

Read More

રમતગમતમાં યુવાનો આગળ વધે તે માટે કેન્દ્ર સરકાર ઘણા પ્રયત્નો કરી રહી છે. છતાં કેટલાક વિસ્તારોમાં હજી પણ યુવાઓ માટે રમતગમત ક્ષેત્ર પડકારભર્યું સાબિત થાય છે. કેટલાક ગરીબ પરિવારના સંતાનો આર્થિક સ્થિતિને કારણે આગળ આવતા નથી. પરંતું અમદાવાદનો આરવ રાજપૂત આવા જ પડકારોથી લડી દેશમાટે ગોલ્ડ મેડલ લઇ આવ્યો. આ માટે અમદાવાદના સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેને હિતેશ બારોટે તેને થાઈલેન્ડ જવા મદદ કરી હતી, અને તેના બદલામાં આરવે દેશને ગોલ્ડ મેડલ અપાવ્યો. આરવ તેના ભાઈ અને માતાપિતા સાથે મેમનગરમાં એક નાનકડા ઘરમાં રહે છે. તેને નાનપણથી કરાટેમાં આગળ વધવું હતું. આરવે નેશનલ લેવલ સુધી અનેક મેડલ્સ પણ જીત્યા. પરંતુ ખરી ચેતવણી…

Read More

ગુજરાતને વધુ એક વંદે ભારત ટ્રેનની ભેટ મળવા જઈ રહી છે. એક વર્ષ કરતા ઓછા સમયમાં વંદેભારત ટ્રેનને મળેલા સારા પ્રતિસાદને પગલે આ ર્નિણય લેવાયો છે. હવે અમદાવાદ-મુંબઈ વચ્ચે વધુ એક વંદે ભારત ટ્રેન શરૂ કરાશે. વંદે ભારત ટ્રેનને મળેલા સારા પ્રતિસાદ બાદ અમદાવાદ મુંબઈ વચ્ચે વધુ એક ટ્રેન શરૂ કરવાનો ર્નિણય કરાયો છે. અમદાવાદ-મુંબઈ વચ્ચે દરરોજ ૩૦ હજાર લોકો મુસાફરી કરે છે. આવામાં ૨૦ થી વધુ ટ્રેન હોવા છતા વેઈટિંગ લિસ્ટ લાંબુલચક જાેવા મળે છે. તેથી મુસાફરોની વધતી સંખ્યાથી વંદે ભારત ટ્રેન શરૂ કરી શકાય છે. દિવાળી સુધીમાં નવી ટ્રેન શરૂ થવાની શક્યતા દેખાઈ રહી છે. અમદાવાદ મુંબઈ વચ્ચે…

Read More