પ્રગટ પ્રગટેશ્વર ધામ આછવણી ખાતે પવિત્ર શ્રાવણ માસની ઉજવણી ધર્માંચાર્ય પરભુદાદા અને રમાબા ના સાનિધ્યમાં માસના પહેલા દિવસથી જ ભક્તિમય વાતાવરણમાં ૨૪ કલાક ૐ નમઃ શિવાય અખંડ ધૂન સાથે થઈ રહી છે. આ ઉજવણી અંતર્ગત શ્રાવણ માસના બીજા સોમવારે છોટે મોરારી બાપુ અને શિવજી મહારાજ સહિત વિવિધ સંતો અને બ્રાહ્મણોની ઉપસ્થિતિમાં ખુબજ ભક્તિભાવપૂર્વક કરવામાં આવી હતી.પ્રગટેશ્વર સેવા સમિતિ મહિલા મંડળના દર્શના (ગુડ્ડી)ના માર્ગદર્શન હેઠળ શિવ પરિવારની બાલિકાઓએ સુંદર વેશભૂષાથી સુશોભિત બની મનમોહક રાસ રજૂ કર્યો હતો. આ રાસને નિહાળી સૌ મંત્રમુગ્ધ બન્યા હતા અને રોકડ ઇનામો આપ્યા હતા. પ્રગટેશ્વર સેવા સમિતિ દ્વારા આગામી દિવસોમાં યોજાનાર કેદારનાથ અને બદ્રીનાથ યાત્રાના સંદર્ભમાં…
Author: Shukhabar Desk
“બેટી બચાઓ બેટી પઢાઓ” યોજના અંતર્ગત જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી તેમજ દહેજ પ્રતિબંધક અધિકારીશ્રી, ડિસ્ટ્રીક હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમન DHEW કર્મચારી દ્વારા ધરમપુરના અતુલ ઇન્સ્ટિટ્યૂટ ખાતે ડ્રોપ આઉટ કિશોરીઓને વોકેશનલ ટ્રેનિંગમાં પ્રવેશ અપાવવા માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં ”જિલ્લા મહિલા અને બાળ અધિકારી” દ્વારા ડ્રોપઆઉટ કિશોરીઓને સ્કીલ ડેવલપમેન્ટ તાલીમ લેવા વિગતવાર માહિતી આપી હતી. દહેજ પ્રતિબંધક અધિકારી દ્વારા મહિલાલક્ષી યોજનાની માહિતી આપવામાં આવી હતી. અતુલ ઇન્સ્ટિટ્યૂટના પ્રિન્સિપાલ દ્વારા સંસ્થામાં ચલાવવામાં આવતા વિવિધ કોર્ષની વિગતવાર માહિતી પીપીટી દ્વારા માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કુલ ૩૮ ડ્રોપ આઉટ કિશોરીઓ અને તેમના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં કુલ…
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ૩ દિવસીય નિવાસી યોગ કોચ તાલીમ શિબિર નડિયાદના વડતાલ ખાતે તા. ૨૪ થી ૨૬ ઓગસ્ટ દરમિયાન યોજાઈ હતી. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિષપાલજીની અધ્યક્ષતામાં આયોજિત યોગ કોચ તાલીમ શિબિરમાં યોગ અભ્યાસ, યોગ કોચના કાર્ય, યોગ આહાર, યોગ પ્રચાર માટે સોશિયલ મીડિયાનું મહત્વ, યોગ પ્રચાર માટે જન સંપર્ક વગેરે બાબતો પર નિષ્ણાતો દ્વારા તાલીમ અપાઈ હતી. સાઉથ ઝોન કો-ઓર્ડીનેટર પ્રીતિબેન પાંડેના માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લા યોગ કો-ઓર્ડીનેટર નિલેશ કોશિયાની આગેવાનીમાં વલસાડ જિલ્લાના વિવિધ તાલુકાથી યોગ કોચ ધનસુખભાઈ પટેલ, તનુજા આર્ય, અશ્વિનભાઈ બસ્તા, શિવમ ગુપ્તા, મનીષા ઠાકોર, સંદીપ દેસાઈ, શીતલ ટ્રીગોત્રા, માયા ઘોડગે, પ્રીતિ વેષ્ણવ, વિપુલ…
આઝાદીના અમૃત મહોત્સવ” અંતર્ગત ‘‘યુવા સંકલ્પ – શ્રેષ્ઠ ભારતના પાંચ પ્રકલ્પ” યોજના શરૂ કરવામાં આવી છે. આ પંચ પ્રકલ્પ હેઠળ “ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી”નો જન જાગૃતિ કાર્યક્રમ કપરાડાની સરકારી વિનયન કૉલેજના પ્રાચાર્ય ડૉ. ડી.એન.દેવરીના માર્ગદર્શન અને કન્વીનર પ્રા.એમ.પી.પટેલના નેતૃત્વમાં કપરાડાના માંડવા ગામમાં યોજાયો હતો.સરકારી વિનયન કૉલેજના પ્રાચાર્ય ડૉ. ડી.એન. દેવરીએ જણાવ્યું કે, આ કાર્યક્રમ ખાસ કરીને ગ્રામજનો માટે છે છતાં વિદ્યાર્થીઓને બોલાવવામાં આવ્યા છે કારણ કે, આ વિદ્યાર્થીઓ અલગ અલગ ગામના હોવાથી પ્રાકૃતિક ખેતીનો સંદેશ પોત પોતાના ગામ સુધી પહોંચાડશે.નવી શિક્ષણનીતિ દ્વારા શિક્ષણકાર્ય ૪૦% અને પ્લેસમેન્ટ, એનએસએસ, સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન પોલીસી, કૌશલ્ય તાલીમ, રમત ગમત, સપ્તધારા અને આજે જે…
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી,સુરતના સંયુક્ત ઉપક્રમે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પાંચ દિવસની મશરૂમની ખેતી અંગેની તાલીમ તા.૨૨થી ૨૬ ઓગસ્ટ દરમિયાન ખાતે યોજાઇ હતી.મશરૂમ ઉછેરની વ્યવસાયિક તાલીમમાં ૩૧ તાલીમાર્થીઓએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. તાલીમના અંતિમ દિવસે સંયુક્ત બાગાયત નિયામકશ્રી એચ. એમ. ચાવડાની ઉપસ્થિતમાં તાલીમાર્થીઓને સર્ટિફિકેટ એનાયત કરાયા હતા.આ પ્રસંગે નવસારી કૃષિ યુનિવર્સિટીના વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ર્ડા. એન. એમ. ચૌહાણે આ વ્યવસાયિક તાલીમમાં ભાગ લઈ રહેલા તાલીમાર્થીઓને મશરૂમ ઉછેર કરી આવક મેળવવા માટે અનુરોધ કર્યો હતો. કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડો.જનકસિંહ રાઠોડે કહ્યું હતું કે, મશરૂમ ઉછેર પદ્ધતિથી યુવાનો ઓછું રોકાણ કરી રોજગારી ઊભી…
ભારત સરકારના ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગના દ્રારા સંજીવકુમાર ઓડિટોરિયમ, પાલ ખાતે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સુરતમાં વસવાટ કરતા પરપ્રાંતીયો ‘વન નેશન, વન રાશનકાર્ડ’ યોજનાનો લાભ લઈ પોતાનું જીવન ગુજરાન ચલાવી રહ્યા છે. આવા જ મૂળ બિહારના સીતામઢી જિલ્લાના અને સુરતના લિંબાયત વિસ્તારમાં રહેતા અંસારી મોહમ્મદભાઈએ ‘વન નેશન વન રાશનકાર્ડ’ યોજના બદલ સરકારનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ટેકસટાઇલ માર્કેટમાં મજૂરી કામ કરીને છેલ્લા ૧૫ વર્ષથી સુરતની ધરતીને કર્મભૂમિ બનાવી છે. પરિવારમાં પત્ની સહિત પાંચ બાળકો રહીને છીએ. ટેકનોલોજીના માધ્યમથી રાશન મળવવું વધુ સરળ બન્યું છે. અમારું રેશનકાર્ડ વતનનું હતું એજ રેશનકાર્ડની પોર્ટેબિલિટી કરાવીને અહીંયાથી હકકનું રાશન મેળવી…
કેન્દ્ર સરકારના ખાદ્ય અને સાર્વજનિક વિતરણ વિભાગ(DFPD) દ્વારા પાલ સ્થિત સંજીવકુમાર ઓડિટોરિયમ ખાતે મેયર હેમાલીબેન બોઘાવાલાના અધ્યક્ષસ્થાને ‘વન નેશન વન રેશનકાર્ડ’ (ONORC) યોજના માટેનો જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ONORC યોજનાની તલસ્પર્શી જાણકારી, ‘મેરા રાશન’ એપ્લિકેશનની માહિતી અને લાભાર્થીઓ તેમજ વાજબી ભાવની દુકાનધારકો સાથે યોજનાના અમલીકરણને મુદ્દે સંવાદ યોજાયો હતો.છેક છેવાડાના ગરીબ લોકોની મૂળભૂત-અનાજની જરૂરિયાત સંતોષતી ‘વન નેશન વન રાશનકાર્ડ’ની યોજનાની વિશેષતાઓ વર્ણવતા ધારાસભ્ય મોહનભાઇ ઢોડિયાએ જણાવ્યું હતું કે, માત્ર આધાર કાર્ડની મદદથી ગમે તે રાજ્યનો વતની દેશના કોઈ પણ ખૂણે પોતાની જરૂરિયાત અનુસાર રાશનનો લાભ લઈ શકે છે. જરૂરિયાતમંદ તમામને આ યોજનાનો લાભ લેવાનો અનુરોધ કરતા ધારસભ્યશ્રીએ લાભાર્થીઓ સહિત…
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તા.૩૧/૦૮/૨૦૨૩ના રોજ બપોરે ૩.૦૦ વાગ્યે બિગબજારની પાછળ, સુરત-ડુમસ રોડ, પીપલોદ(વેસુ) ખાતે રૂા.૪૭.૪૦ કરોડના ખર્ચે સુરત જિલ્લા પંચાયતના નવનિર્મિત ભવનનું લોકાર્પણ કરશે. ત્યારબાદ ૩.૩૦ વાગ્યે કન્વેન્શન સેન્ટર, સરસાણા ખાતે લોકાર્પણ સમારોહ યોજ નોંધનીય છે કે, સુરત જિલ્લા પંચાયત કચેરી દરિયા મહેલ સ્થિત ૮૦ વર્ષ જૂના બિલ્ડીંગમાં કાર્યરત છે. આ જૂની બિલ્ડીંગનું તા.૫/૧૧/૧૯૩૪ના રોજ બાંધકામ થયું હતું. સુરત શહેર-જિલ્લાના વિકાસ અને વસ્તીમાં વધારો, અધિકારી-કર્મચારી, પદાધિકારી અને વિવિધ શાખાની સંખ્યામાં વધારો થતા ઓછી જગ્યાના કારણે મુશ્કેલી અનુભવાતી હતી. આ ઉપરાંત, પાર્કિગ સહિતની અગવડતાને ધ્યાને લઈ નવા ભવન માટે રાજયના પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ વિભાગે નવા બિલ્ડીંગના બાંધકામ માટે રૂા.૨૯.૪૦ કરોડ…
બોલ્ડ મોડલ અને અભિનેત્રી એલિના ફનાર્ન્ડિસ તેના સિઝલિંગ અવતારથી સોશિયલ મીડિયાનું તાપમાન વધારતી રહે છે. પરંતુ આ વખતે આ બોલ્ડ મોડલે તમામ હદ વટાવી દીધી છે. એલિનાએ ઈન્સ્ટાગ્રામ પર હોટ બિકિની તસવીર શેર કરી છે. આ તસવીરમાં એક્ટ્રેસ બિકિનીમાં હોટ પોઝ આપતી જાેવા મળી રહી છે. એલિના ફનાર્ન્ડિસ તેના બોલ્ડ અને હોટ અંદાજ માટે જાણીતી છે. અભિનેત્રીના ચાહકો તેની હોટ તસવીરો જાેવા માટે બેતાબ રહે છે. એક્ટ્રેસ દરરોજ નવા બિકિની લૂકમાં જાેવા મળે છે. એલિનાએ બિકિનીમાં ખૂબ જ શાનદાર પોઝ આપ્યા છે. ચાહકો આ બોલ્ડ તસવીરોને લાઈક કરી રહ્યા છે. એલિનાના ચાહકો તેની આ તસવીરો જાેઈને કોમેન્ટ બોક્સ પર ફાયર…
ટીવી ઇન્ડસ્ટ્રીની ફેમસ અભિનેત્રી દેબીના બેનર્જી એના વજન ઉતારવાની વાત લઇને હાલમાં ચર્ચામાં છે. એક્ટ્રેસ હાલમાં ઘણું વજન ઉતારી દીધુ છે, પરંતુ આ સમય બહુ મુશ્કેલ રહ્યો. એક્ટ્રેસે એના બ્લોગમાં આ વાતનો ખુલાસો કર્યો હતો. અભિનેત્રીએ બ્લોગમાં આ વિશે જણાવ્યુ છે કે હું મારા વજનને લઇને અનેક રીતે કંટાળી ગઇ છું. એક્ટ્રેસને બે દીકરીઓ છે. હાલમાં પતિ ગુરમીત ચૌઘરી અને દીકરીઓ સાથે દુબઇ ટ્રિપને એન્જાેય કરી રહી છે, પરંતુ અહીંયા પણ પોતાના ડાયટનું ધ્યાન અનેક રીતે રાખી રહી છે. જાે કે આ વિશે દેબિનાનું કહેવુ છે કે જ્યારે હું મુંબઇમાં હતી ત્યારે મારા ડાયટનું પૂરેપૂરું ધ્યાન આપતી હતી. આ સાથે…