Author: Shukhabar Desk

અમેરિકામાં ગેરકાયદે રીતે પ્રવેશતા લોકો જાે પકડાય તો તેમને ટ્રેક કરવા માટે ઘણીવાર ઈલેક્ટ્રોનિક ટેગ્સ પહેરાવવામાં આવતા હોય છે. તેવામાં હવે યુકેમાં પણ ઈલીગલ ઈમિગ્રન્ટ્‌સ પર નજર રાખવા માટે તેમને પણ ઈલેક્ટ્રોનિક ટેગ કે જેને દેશી ભાષામાં કડું કહેવામાં આવે છે તે પહેરવાની ફરજ પાડવામાં આવી શકે છે. યુકેમાં દર વર્ષે મોટી સંખ્યામાં લોકો ઈંગ્લિશ ચેનલ પાર કરીને નાની બોટ્‌સમાં ગેરકાયદે રીતે પહોંચતા હોય છે, હાલના પીએમ રિશી સુનક ગેરકાયદે રીતે યુકેમાં આવતા લોકો સામે સખ્ત કાર્યવાહી કરી તેમને ફટાફટ ડિપોર્ટ કરી રહ્યા છે ત્યારે હવે આવા લોકો પર નજર રાખવા યુકે જલ્દી એક નવો જ પ્લાન અમલમાં મૂકવા જઈ…

Read More

અસદુદ્દીન ઓવૈસીએ તેલંગણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ અને ત્રીજા મોર્ચાનો ઉલ્લેખ કરીને રાજકીય રીતે મોટુ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, અભી તો ખેલ શરુ હુઆ હૈ. અસદુદ્દીન ઓવૈસીની આ ટિપ્પણી લોકસભા ચૂંટણી ૨૦૨૪થી પહેલા બનેલી વિપક્ષી ઈંડિયા ગઠબંધનના ૨૬ દળ સામે આવ્યા છે. આપને જણાવી દઈએ કે, વિપક્ષી ગઠબંધન ભાજપને હરાવવા માટે કોઈ કસર છોડવા માગતા નથી. વિપક્ષ ગઠબંધનની આગામી બેઠક મુંબઈમાં આયોજીત થવાની છે. જેમાં સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે, વિપક્ષમાં હજુ અન્ય કેટલીય પાર્ટીઓ સામેલ થઈ શકે છે. એઆઈએમઆઈએમ પ્રમુખ ઓવૈસીએ આજે વિપક્ષી ગઠબંધન ઈંડિયા પર ટાર્ગેટ કરતા કહ્યું કે, જે તેમના ઈંડિયા (ગઠબંધન) સાથે…

Read More

ઈન્ડોનેશિયાના બાલી સમુદ્ર ક્ષેત્રમાં આજે એટલે કે મંગળવાર (૨૯ ઓગસ્ટ)ના રોજ ૭.૦ તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અહેવાલ મુજબ, યુરોપિયન-મેડિટેરેનિયન સિસ્મોલોજી સેન્ટરએ જણાવ્યું કે ભૂકંપનું કેન્દ્ર પૃથ્વીની સપાટીથી ૫૧૮ કિમી નીચે, ઇન્ડોનેશિયાના માતરમથી ૨૦૧ કિમી ઉત્તરમાં હતું. જાેકે, યુએસ જિયોલોજિકલ સર્વે (યુજીએસ) એ ભૂકંપની તીવ્રતા ૭.૧ હોવાનો અંદાજ લગાવ્યો છે. ધરતીકંપ ભૂકંપનું કેન્દ્ર ઇન્ડોનેશિયાના પશ્ચિમ નુસા ટેંગારાના બંગસલ નજીક ૫૨૫ કિમીની ઊંડાઈએ નોંધાયું હતું. જાે કે આ દરમિયાન એ પણ રાહતની વાત છે કે દરિયાની ઉંડાઈમાં ભૂકંપના જાેરદાર આંચકાને કારણે સુનામીનો કોઈ ખતરો નથી. આ જાણકારી અમેરિકન સુનામી વોર્નિંગ સિસ્ટમ દ્વારા આપવામાં આવી છે. ઈન્ડોનેશિયાની જિયોલોજિકલ એજન્સીના જણાવ્યા અનુસાર બાલી…

Read More

બંધારણની કલમ ૩૫છ, જેણે અગાઉના જમ્મુ અને કાશ્મીર રાજ્યના કાયમી રહેવાસીઓને વિશેષ અધિકારો આપ્યા હતા, તેણે ખરેખર ભારતના લોકોના તમામ મૂળભૂત અધિકારો છીનવી લીધા હતા. સુપ્રીમ કોર્ટે સોમવારે (૨૮ ઓગસ્ટ) જમ્મુ અને કાશ્મીરમાંથી અનુચ્છેદ ૩૭૦ નાબૂદ કરવાની સુનાવણી દરમિયાન આ ટિપ્પણી કરી હતી. ભારતના ચીફ જસ્ટિસ ધનંજય વાય ચંદ્રચૂડની આગેવાની હેઠળની બંધારણીય બેન્ચે કહ્યું હતું કે કલમ 35A જેને ૧૯૫૪ માં રાષ્ટ્રપતિના આદેશ દ્વારા બંધારણમાં ઉમેરવામાં આવી હતી. તેણે લોકોને ઓછામાં ઓછા ત્રણ મૂળભૂત અધિકારોથી વંચિત કર્યા હતા. આ ત્રણ મૂળભૂત અધિકારો છીનવી લીધા જેમાં ૧- કલમ ૧૬(૧) હેઠળ સાર્વજનિક નોકરીઓમાં તમામ નાગરિકો માટે અવસરની સમાનતા, ૨- કલમ ૧૯(૧)(એફ) અને…

Read More

ઉમરપાડા તાલુકાના કેવડી ગામના અનાજ કરિયાણાના વેપારી પાસેથી વિવિધ પ્રકારના સબસિડીયુકત, ખેતવપરાશના તેમજ નીમ કોટેડ યુરિયાની ૨૩૪ બેગનો જથ્થો ઝડપાતા ખેતી અધિકારીઓ દ્વારા ગેરકાયદેસર ખાતરના જથ્થાનું ઊંચા ભાવે વેચાણ કરવા બદલ વેપારી સામે ઉમરપાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.પ્રાપ્ત વિગતો મુજબ ખેતી અધિકારી (કામરેજ) આર.ટી.બલદાણીયા તથા ખેતી અધિકારી(ઓલપાડ) વી.આર.કોરાટ તથા ખેતી અધિકારી(બારડોલી) એલ.એમ.ઈટાળીયાની સંયુક્ત સ્કોવડ ટીમ દ્વારા ગત તા:૦૧/૦૭/૨૦૨૩ના રોજ સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના કેવડી ગામે રહેતા અનાજ કરિયાણાના વેપારી ધર્મેશભાઈ જગદીશચંદ્ર મોદી તથા તેના સબંધી જીતેન્દ્રભાઈ હિરાલાલભાઈ મોદીના ઘર નં. ૧૩૯ના ગોડાઉનમાં તથા ઘર નં.૩૪૨ અને ૨૪ ના ગોડાઉનમાં તપાસ કરતા વિવિધ પ્રકારના સબસિડીયુકત, ખેતવપરાશના તેમજ નીમ કોટેડ યુરિયાની…

Read More

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તા.૩૧/૦૮/૨૦૨૩ના રોજ બપોરે ૩.૦૦ વાગ્યે બિગબજારની પાછળ, સુરત-ડુમસ રોડ, પીપલોદ(વેસુ) ખાતે રૂા.૪૭.૪૦ કરોડના ખર્ચે સુરત જિલ્લા પંચાયતના નવનિર્મિત ભવનનું લોકાર્પણ કરશે. ત્યારબાદ ૩.૩૦ વાગ્યે કન્વેન્શન સેન્ટર, સરસાણા ખાતે લોકાર્પણ સમારોહ યોજાશે. આ વેળાએ કેન્દ્રીય રેલવે અને ટેક્સ્ટાઈલ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ, નાણા, ઊર્જા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ, પંચાયત, કૃષિ રાજયમંત્રીશ્રી બચુભાઈ ખાબડ, સાંસદશ્રી સી.આર.પાટીલ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભાવેશભાઈ પટેલ, સાંસદશ્રી પ્રભુભાઈ વસાવા, ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી, વન અને પર્યાવરણ રાજ્યમંત્રીશ્રી મુકેશભાઈ પટેલ, શિક્ષણ રાજ્યમંત્રીશ્રી પ્રકુલભાઈ પાનશેરીયા, આદિજાતિ રાજ્યમંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી બી.કે.વસાવા સહિત ધારાસભ્યો, પદાધિકારી-અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહેશે. સુરત જિલ્લા પંચાયત કચેરી ચોકબજાર, દરિયા મહેલ સ્થિત…

Read More

લોક અદાલત એટલે લોકોની અદાલત, “ના કોઈનો વિજય, ના કોઈનો પરાજય’’. રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના નિર્દેશો મુજબ સમગ્ર ગુજરાત રાજ્યમાં તા. ૯ સપ્ટેમ્બર ૨૦૨૩ને શનિવારના રોજ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. આ લોક અદાલતનો લાભ મહત્તમ પક્ષકારો લઈ શકે તે માટે ગુજરાત રાજ્યના મુખ્ય ન્યાયમૂર્તિ અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના મુખ્ય સંરક્ષક જસ્ટિસ શ્રીમતી સુનિતા અગરવાલ તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના કારોબારી અધ્યક્ષ જસ્ટિસ શ્રી એન. વી. અંજારિયા દ્વારા તમામ કાનૂની સેવા સત્તા મંડળ તથા કાનૂની સેવા સમિતિને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું છે. આ લોક અદાલતમાં…

Read More

ભારતમાં હોકીના જાદુગર સ્વ.શ્રી મેજર ધ્યાનચંદનાં જન્મદિનને “નેશનલ સ્પોર્ટ્સ ડે” તરીકે તા.૨૯/૦૮/૨૦૨૩નાં રોજ ઉજવવામાં આવે છે. જે અનુસંધાને ડી.એલ.એસ.એસ શાળા ડી.આર.પટેલ શાળા દાંડી ખાતે સ્પોર્ટ્સ ડે ની ઉજવણીનું આયોજન વલસાડ જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં ભાઈઓ – બહેનોની હોકી, રસ્સાખેંચ અને ટેબલ ટેનિસની રમતનું આયોજન કરવામાં આવ્યું છે. વધુ માહિતી માટે જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી, ૩૫-પિતૃ સદન બંગ્લોઝ, રણછોડજી નગર, હીરો શો-રૂમનાં પાછળ, વલસાડ .

Read More

વલસાડ જિલ્લામાં આગામી પાંચ દિવસ આકાશ મહ્દઅંશે ચોખ્ખુથી આંશિક વાદળછાયુ રહેવાની અને હળવા થી મધ્યમ વરસાદ પડવાની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. આવા સમયે વરસાદ લંબાતા જે તે પાકમાં પાણીની અછતના કારણે પાક સુકાઈ જવો અથવા તો રોગ કે જીવાતના ઉપદ્રવના પ્રશ્નો ઉદભવે છે. આ પરિસ્થિતિમાં ખેડૂતોને પાકના રક્ષણ માટે તકેદારીના પગલા લેવા જણાવાયું છે.ચોમાસુ ડાંગરના પાક માટે ખેતરમાં ૫-૭ સે.મી સુધી પાણી ભરેલું રાખવું. જો ગાભમારાની ઇયળ/પાન વાળનાર ઇયળનો ઉપદ્રવ જણાય તો તેના નિયંત્રણ માટે નીમ ઓઇલ ૫૦ મિ.લિ. પ્રતિ ૧૫ લિટર પાણીમાં ભેળવી ખુલ્લા હવામાનની પરિસ્થિતિમાં છંટકાવ કરવો. જો પાનનાં સુકારા/ઝાળનો રોગ જોવા મળે તો તેનાં…

Read More

વલસાડ જિલ્લામાં દર વર્ષે ગણેશોત્સવનો તહેવાર ખૂબ જ ઉત્સાહ પૂર્વક અને ધામધુમથી મનાવવામાં આવે છે. આ વર્ષે ગણેશ મહોત્સવ તા. ૧૯/૦૯/૨૦૨૩ થી ના.૨૮/૦૯/૨૦૨૩ સુધી ઉજવવામાં આવશે. તહેવારમાં જિલ્લામાં ભગવાનથી ગણવાની પ્રતિમાઓની સ્થાપના થતી હોય છે તેમજ ગણેશ મહોત્સવ દરમિયાન ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન અર્થ સરઘસ નીકળતું હોય છે અને શ્રધ્ધાળુઓ દ્રારા ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન નદી, તળાવ તથા દરિયા કિનારે કરવામાં આવે છે. પાણી તથા પર્યાવરણમાં થતા પ્રદુષણને અટકાવવાના હેતુસર કોચરી કાર્યરીતી અધિનિયમ–૧૯૭૩ ની કલમ-૧૪૪ મુજબ મળેલ સત્તાની રૂએ વલસાડ જિલા મેજિસ્ટ્રેટ ક્ષિપ્રા એસ. આગ્રેએ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં ગણેશ મહોત્સવ દરમિયાન દૈવી/દેવતાઓની મૂર્તિઓની બનાવટમાં તથા મૂર્તિઓનો વિસર્જન સમયે નીચે જણાવ્યા મુજબના કૃત્યો…

Read More