આ સપ્તાહમાં ફરી એકવાર સપાટ ચાલ સાથે શેર બજાર બંધ થયું છે, આજે શેર માર્કેટમાં બન્ને ઇન્ડેક્સ આજે અપ રહ્યાં છે. આ અઠવાડિયે સતત બીજા ટ્રેડિંગ સત્રમાં ભારતીય શેરબજારમાં તેજી જાેવા મળી છે. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ આજના સત્રમાં જાેરદાર ખરીદી જાેવા મળી હતી. સેન્સેક્સ ફરી ૬૫,૦૦૦નો આંકડો પાર કરવામાં સફળ રહ્યો છે. આજના કારોબારના અંતે બીએસઈસેન્સેક્સ ૮૦ પોઈન્ટના ઉછાળા સાથે ૬૫,૦૭૬ અને નેશનલ સ્ટૉક એક્સચેન્જનો નિફ્ટી ૩૭ પૉઈન્ટના ઉછાળા સાથે ૧૯,૩૪૨ પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. આજના સેશનમાં ઓટો, આઈટી, મેટલ્સ, રિયલ એસ્ટેટ મીડિયા, એનર્જી કોમોડિટી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ઓઈલ અને ગેસ સેક્ટરના શેરોમાં ખરીદી જાેવા મળી હતી. જ્યારે…
Author: Shukhabar Desk
ઓનમ અને રક્ષાબંધનના અવસર પર મોદી સરકારે મોટી ભેટ આપી છે. મંગળવારે કેબિનેટની બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું કે તમામ ગ્રાહકો માટે ગેસ સિલિન્ડરની કિંમતમાં ૨૦૦ રૂપિયાનો ઘટાડો કરવામાં આવશે.તેમણે કહ્યું, “ઓનમ અને રક્ષાબંધનના અવસર પર સિલિન્ડરની કિંમતમાં ૨૦૦ રૂપિયાનો ઘટાડો કરવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. આ બધા લોકો માટે છે. બહેનો માટે આ એક મોટી ભેટ છે. અનુરાગ ઠાકુરે કહ્યું કે પીએમ મોદીએ લાખો બહેનો માટે ભેટ આપી છે. ૭૫ લાખ બહેનોને ઉજ્જવલા ગેસ યોજના હેઠળ મફત ગેસ કનેક્શન મળશે. એક પણ રૂપિયો ચૂકવવો પડશે નહીં. પાઇપ, સ્ટવ અને સિલિન્ડર વિનામૂલ્યે મળશે. સમગ્ર વિશ્વમાં ગેસના ભાવ વધ્યા…
ચંદ્ર પરનો એક દિવસ પૃથ્વી પરના ૧૪ દિવસ બરાબર છે. આ સંદર્ભમાં, ૨૩ ઓગસ્ટના રોજ ચંદ્રયાન ૩ દ્વારા ચંદ્રની સપાટી પર પહોંચેલા રોવર પ્રજ્ઞાન અને લેન્ડર વિક્રમ પાસે માત્ર થોડા જ દિવસો બાકી છે. જાેકે, ઈસરોના વૈજ્ઞાનિકોએ પ્રજ્ઞાન અને વિક્રમ ફરી કામ કરવાનું શરૂ કરે તેવી શક્યતાને નકારી નથી, પરંતુ અત્યારે રોવર દ્વારા ઝડપથી ડેટા મેળવવો મહત્વપૂર્ણ બની ગયો છે. ઈસરોએ કહ્યું છે કે, ચંદ્રયાન ૩ ચંદ્ર પર ત્રણ મોટા કામ કરવાના છે. તેમાં ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડીંગ, ચંદ્રની સપાટી પર શોધખોળ અને સપાટી પર કેટલાક પ્રયોગોનો સમાવેશ થાય છે. અત્યાર સુધી ઈસરો પ્રથમ બે બાબતોમાં સફળ રહ્યું છે,…
ચંદ્રયાન-૩ના વિક્રમ લેન્ડરમાંથી બહાર નિકળ્યા બાદ પ્રજ્ઞાન રોવરે ચંદ્રની સપાટી પર કામગીરી આરંભી દીધી છે. ત્યારે ખાસ બાબત એ છે કે ચીનનું યુટુ ૨ રોવર પણ ચંદ્ર પર કાર્યરત છે. ત્યારે એવા પ્રશ્નો થાય કે શું બંને રોવરનો એકબીજા સાથે સામનો થશે કે નહિ ? વર્તમાન સમયમાં ચંદ્ર પર ભારતનું પ્રજ્ઞાન રોવર અને ચીનનું યુટુ ૨ રોવર કાર્યરત છે. ચીને તેનું રોવર ૨૦૧૯ માં ચંદ્ર પર મોકલ્યું હતું.૩ જાન્યુઆરી ૨૦૧૯ માં ચીન દ્વારા સાઉથપોલ- એટીકન બેસિનમાં ચાંગ ઈ-૪ વોન કારમન ક્રેટરમાં લેન્ડ કરવામાં આવ્યું હતું. અમેરીકન સ્પેસ એજેન્સી નાસા મુજબ લેન્ડીંગના કાર્ડીનેટ્સ ૪૫.૪૫૬૧ દક્ષિણ અક્ષાંશ અને ૧૭૭.૫૮૮૫ પૂર્વ રેખાંશ પર…
ક્રિકેટ જગતમાં એશિયા કપ તેની શરૂઆતના ૪૦ વર્ષ પૂર્ણ કરવા જઈ રહ્યો છે અને ૧૬મી આવૃત્તિ આવતીકાલથી શરૂ થઈ રહી છે. જાે કે આવું માત્ર ૬ વખત બન્યું છે જ્યારે કોઈ ટીમ એક પણ મેચ હાર્યા વિના ટાઈટલ જીતવામાં સફળ રહી હોય. આમાં ત્રણ વખત આ સિદ્ધિ ભારતીય ટીમના કેપ્ટનના નામે, એક વખત પાકિસ્તાનના અને બે વખત શ્રીલંકાના નામે નોંધાઈ છે.એક પણ મેચ હાર્યા વિના એશિયા કપની ટ્રોફી જીતનાર કેપ્ટનોની વાત કરીએ તો આ લિસ્ટમાં ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરનું નામ સૌથી ઉપર છે. ગાવસ્કરે વર્ષ ૧૯૮૪માં ભારતને એશિયન ચેમ્પિયન બનાવ્યું હતું. જાે કે તે સમયગાળા દરમિયાન માત્ર…
ફેબ્રુઆરી ૨૦૧૯માં પુલવામામાં થયેલા આતંકવાદી હુમલાને કારણે કેન્દ્ર સરકારને જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવવાની ફરજ પડી હતી. સૉલિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટમાં કલમ ૩૭૦ હટાવવા વિરુદ્ધ દાખલ અરજીઓની સુનાવણી દરમિયાન આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, આ ર્નિણય સાથે જમ્મુ અને કાશ્મીરને દેશના બાકીના ભાગોમાં સંપૂર્ણપણે વિલીન કરી દેવામાં આવ્યું છે. આ દરમિયાન તેમણે નેશનલ કોન્ફરન્સ અને પીડીપીના આરોપોનો પણ જવાબ આપ્યો અને કહ્યું કે, આ સાચું છે કે કલમ ૩૭૦ નાબૂદ કરવામાં આવી છે. પરંતુ આનાથી રાજ્યમાં શાંતિ પુનઃસ્થાપિત થઈ છે.આ દરમિયાન તેમણે કલમ ૩૫એનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે, તે જમ્મુ-કાશ્મીરના લોકો વચ્ચે ભેદભાવ કરે છે.…
સંસદની સ્થાયી સમિતિઓનું પુનર્ગઠન કરવામાં આવ્યું છે. રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખરે આઠ વિભાગ સંબંધિત સંસદીય સ્થાયી સમિતિઓ બદલી છે. આમાં કોંગ્રેસના રાજ્યસભાના વરિષ્ઠ સાંસદ પી ચિદમ્બરમની ૩૧ સભ્યોની ગૃહ પેનલમાં નિમણૂકનો સમાવેશ થાય છે.રાજ્યસભાના અધ્યક્ષે લોકસભાના અધ્યક્ષની સલાહથી આઠ સમિતિઓની પુનર્ગઠન કર્યું છે. સંસદીય સ્થાયી સમિતિઓમાં ફેરફાર કરવામાં આવ્યા છે જે અધ્યક્ષના વહીવટી અધિકાર ક્ષેત્રમાં આવે છે. રાજ્યસભાના અધ્યક્ષે ચિદમ્બરમને ગૃહ બાબતોની સંસદીય સ્થાયી સમિતિના સભ્ય તરીકે એવા સમયે નિયુક્ત કર્યા જ્યારે પેનલ ત્રણ પ્રસ્તાવિત બિલ પર ચર્ચા કરી રહી છે. ઈન્ડિયન કોડ ઓફ જસ્ટિસ ૨૦૨૩, ઈન્ડિયન સિવિલ ડિફેન્સ કોડ, ૨૦૨૩ અને ઈન્ડિયન એવિડન્સ એક્ટ એવા ત્રણ બિલ છે, જેનો…
લોકસભા ચૂંટણી ૨૦૨૪ને લઈને કોંગ્રેસ પાર્ટીએ ફરી એક વખત યુપીમાં અજય રાય પર દાવ લગાવ્યો છે. અજય રાયે યુપી પ્રદેશ અધ્યક્ષનું પદ સંભાળ્યા બાદથી પાર્ટી એક્શન મોડમાં છે અને કોંગ્રેસની વોટ બેંકને મજબૂત કરવા માટે સખત મહેનત કરી રહ્યા છે. હાલમાં જ તેમણે પૂર્વાંચલના પ્રમુખ બ્રાહ્મણ ચેહરે લલિતેશ પતિ ત્રિપાઠી માટે પણ કોંગ્રેસના દરવાજા ખોલી દીધા છે. આવી સ્થિતિમાં સવાલો ઉઠી રહ્યા છે કે, શું કોંગ્રેસ વરુણ ગાંધીના નામ પર પણ વિચાર કરી શકશે કે કેમ? શું અજય રાય વરુણ ગાંધીને પણ કોંગ્રેસમાં લાવવાનો પ્રયાસ કરશે. આ તમામ સવાલો પણ તેમણે ખુલીને જવાબ આપ્યા છે.પીલીભીતથી બીજેપી સાંસદ વરુણ ગાંધી પોતાના…
ઓગસ્ટનું છેલ્લું અઠવાડિયું ભારત માટે રમતગમતમાં યાદગાર રહ્યું છે. દેશને ત્રણ અલગ-અલગ રમતોની મુખ્ય ટુર્નામેન્ટમાં ત્રણ અલગ-અલગ મેડલ મળ્યા. જેના કારણે રાષ્ટ્રીય ખેલ દિવસ ખાસ બન્યો છે. હોકીના જાદુગર મેજર ધ્યાનચંદની જન્મજયંતિ પર દેશમાં દર વર્ષે ૨૯ ઓગસ્ટે ખેલ દિવસ ઉજવવામાં આવે છે. ધ્યાનચંદની ૧૧૮મી જન્મજયંતિ પહેલા જેવલીન થ્રોવર નીરજ ચોપરા, યુવા ચેસ સ્ટાર પ્રજ્ઞાનાનંદા અને બેડમિંટનના અનુભવી એચએસ પ્રણોયે શાનદાર પ્રદર્શન બતાવી દેશને એક અઠવાડિયામાં ખેલ દિવસ ઉજવવાની તક આપી હતી.ભારતના ગોલ્ડન બોય તરીકે ઓળખાતા નીરજ ચોપરાએ વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં કમાલ કરી બતાવ્યું હતું. તેણે ૨૭ ઓગસ્ટે હંગેરીની રાજધાની બુડાપેસ્ટમાં ઈતિહાસ રચ્યો હતો. નીરજે જેવલિન થ્રો સ્પર્ધામાં ગોલ્ડ મેડલ…
ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન-૩ના સફળ સોફ્ટ લેન્ડિંગ પછી, સૂર્ય મિશન આદિત્ય એલ૧ તૈયાર છે. ગઈકાલે ઈસરોએ જાહેરાત કરી હતી કે, આ મિશન ૨ સપ્ટેમ્બરના રોજ સવારે ૧૧ વાગ્યે શ્રીહરિકોટા, આંધ્રપ્રદેશના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવશે. પૃથ્વીથી સૂર્યનું અંતર ૧.૪ મિલિયન કિલોમીટર છે, એટલે કે તે ચંદ્ર કરતાં ૪ ગણું વધુ દૂર છે. સૂર્ય પર ખૂબ ગરમી છે. આનાથી સ્પષ્ટ થાય છે કે ‘મિશન સન’ મિશન મૂન કરતાં વધુ મુશ્કેલ હશે, આ માટે ઈસરોએ અનેક ગણી વધુ તૈયારીઓ કરવી પડશે. આવી સ્થિતિમાં, સૂર્યના કદ અને તાપમાન જેવી બાબતોને લઈને લોકોના મનમાં વિવિધ પ્રકારના પ્રશ્નો ઉભા થઈ હશે. તો…