Author: Shukhabar Desk

ઉત્તર પ્રદેશના સમાજવાદી પાર્ટીના નેતા સ્વામી પ્રસાદ મૌર્યએ ફરી એક વખત વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે. ત્યારબાદ રાજ્યમાં રાજકારણ ગરમાયુ છે. સોમવારે સ્વામી પ્રસાદે ટ્‌વીટર પર લખ્યું હતું કે, બ્રાહ્મણવાદના મૂળ ઊંડા છે અને તે જ આ તમામ પ્રકારની અસમાનતાનું કારણ છે. આ નિવેદન બાદ કોંગ્રેસ નેતા પંડિત ગંગા રામ શર્માએ એક લેટર જારી કર્યો છે. આ લેટરમાં તેમણે સ્વામી પ્રસાદ મૌર્યની જીભ કાપનારને ઈનામ આપવાની ઘોષણા કરી છે. આ ઈનામ પણ ૧૦ લાખ રૂપિયાનું છે. માનવ અધિકાર વિભાગના જિલ્લા અધ્યક્ષ પંડિત ગંગારામ શર્માએ સપા નેતા સ્વામી પ્રસાદ મોર્ય દ્વારા હિન્દુ ધર્મને અપમાનિત કરીને ધાર્મિક પુસ્તક રામચરિતમાનસની નિંદા કરવાનો આરોપ લગાવ્યો…

Read More

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહ દ્વારા કરવામાં આવેલા પોસ્ટ પર હંગામો થયા બાદ હવે તેમની વિરુદ્ધ દમોહ કોતવાલીમાં વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. ગઈકાલે રાત્રે બજરંગ દળના સભ્યો કોતવાલી પહોંચ્યા અને ફરિયાદ અરજી આપી, ત્યારબાદ પોલીસે દિગ્વિજય સિંહ વિરુદ્ધ કલમ ૧૫૩-એ, ૧૭૭, ૫૦૫ (૨) હેઠળ કેસ નોંધ્યો હતો. દમોહના સીએસપી અભિષેક તિવારીએ જણાવ્યું કે વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા સંયોજક શંભુ વિશ્વકર્માએ સોશિયલ મીડિયા સાઇટ એક્સ(ટિ્‌વટર) પર દિગ્વિજય સિંહ દ્વારા કરવામાં આવેલી પોસ્ટ અંગે ફરિયાદ નોંધાવ્યા બાદ કેસ નોંધવામાં આવ્યો છે. આ મામલાની તપાસ કરવામાં આવી હતી જે તથ્યહીન હોવાનું બહાર આવ્યું હતું, ત્યારબાદ આ…

Read More

માયાવતીએ બીએસપી વિપક્ષી પાર્ટીઓના ઈન્ડિયા ગઠબંધનમાં સામેલ થવાની અટકળોને ફગાવી દીધી છે. બીએસપી સુપ્રીમોએ સ્પષ્ટ કર્યું છે કે, તેમની પાર્ટી આગામી લોકસભા ચૂંટણી અને આગામી વિધાનસભા ચૂંટણીમાં એકલા હાથે લડશે. એવી અટકળો ચાલી રહી હતી કે, બીએસપી ઈન્ડિયા ગઠબંધનમાં સામેલ થઈ શકે છે અને તેના માટે સંપૂર્ણ કાવતરું પણ કરવામાં આવી રહ્યું છે. યુપીમાં કોંગ્રેસે દલિત સમુદાયમાંથી આવતા બ્રિજલાલ ખબરીને હટાવ્યા હતા, જેના કારણે એવો મેસેજ આવ્યો હતો કે માયાવતીને આરામદાયક લાગે તે માટે તેમણે ખબરીને હટાવીને યુપીની કમાન અજયને સોંપી દીધી છે. રાયને એવું ન લાગે કે એક તરફ કોંગ્રેસ તેમને મહાગઠબંધનમાં સામેલ કરવા માંગે છે અને બીજી તરફ…

Read More

વિપક્ષી ગઠબંધન ઈન્ડિયાની ત્રીજી બેઠક ૩૧ ઓગસ્ટ અને ૧ સપ્ટેમ્બરે મુંબઈમાં યોજાવાની છે. આ પહેલા આમ આદમી પાર્ટીએ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને વિપક્ષના પીએમ પદના ઉમેદવાર બનાવવાની માંગણી કરી છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા પ્રિયંકા કક્કરે કહ્યું, “જાે તમે મને પૂછો તો હું ઈચ્છું છું કે અરવિંદ કેજરીવાલ વડાપ્રધાન પદના ઉમેદવાર બને.” આવી કમરતોડ મોંઘવારીમાં પણ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં મોંઘવારી સૌથી ઓછી છે. આ સિવાય તેમણે કહ્યું કે દિલ્હીમાં મફત પાણી, મફત વીજળી, મફત શિક્ષણ, મહિલાઓ માટે મફત બસ મુસાફરી, વૃદ્ધો માટે મફત તીર્થયાત્રાની સુવિધા આપવામાં આવી રહી છે. આમ છતાં સરપ્લસ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. કક્કર વધુમાં…

Read More

બહારના રોહતાસ જિલ્લાના શિવસાગરમાં હાઈવે પર એક મોટો રોડ અકસ્માત થયો છે. આ અકસ્માતમાં સ્કોર્પિયો ગાડીમાં સવાર સાત લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. તમામ મૃતકો કૈમુરના કુડારી ગામના રહેવાસી હોવાનું કહેવાય છે. આ ઘટનામાં ચાર લોકોને ગંભીર ઈજ્જા થઇ છે.મળતી માહિતી મુજબ, તમામ લોકો ઝારખંડના રાંચીથી પોતાના ગામ પરત ફરી રહ્યા હતા, ત્યારે રસ્તામાં વાહનનો ડ્રાઈવરને ઝોકું આવી ગયું હતું. અને હાઈવે પર પાર્ક કરેલી ટ્રકમાં પાછળથી સીધી સ્કોર્પિયો અથડાઈ હતી. આ કારમાં કુલ ૧૨ લોકો સવાર હતા. સુદેશ્વર શર્માનાં પત્ની રાજમુની દેવી (૫૦), પુત્રી પ્રેમલતા (૩૫) અને પુત્ર રવિનંદનકુમાર (૩૦)નું અવસાન થયું છે. તે જ સમયે, આદિત્ય કુમારના…

Read More

કર્ણાટકના મૈસુરમાં રાહુલ ગાંધીએ આજે રાજ્ય સરકારની ગૃહ લક્ષ્મી યોજના શરુ કરાવી હતી. આ કાર્યક્રમમાં કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા, નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમાર, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, કોંગ્રેસ મહાસચિવ કેસી વેણુગોપાલ અને રણદીપ સુરજેવાલા ઉપસ્થિત રહ્યા છે. આ પ્રસંગે રાહુલ ગાંધીએ કહ્યું કે અમારી સરકારે ૧૦૦ દિવસમાં જ ચૂંટણીમાં આપેલા વચનો પૂર્ણ કર્યા છે.રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું, ‘અમે તમને કહ્યું હતું કે ચૂંટણી બાદ કર્ણાટકમાં મહિલાઓને બસમાં મુસાફરી કરવા માટે કંઈ ચૂકવવું પડશે નહીં. આ યોજનાને ‘શક્તિ’ નામ આપવામાં આવ્યું અને અમે તેને પૂર્ણ કરી છે. આ સિવાયની અમારી પાંચ યોજનાઓ જુઓ જેમાં એકને છોડીને બાકીની ચાર યોજનાઓ મહિલાઓ માટે બનાવવામાં…

Read More

કોંગ્રેસના સાંસદ અધીર રંજનને મોટી રાહત મળી છે. લોકસભાની વિશેષાધિકાર સમિતિએ કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીના સસ્પેન્શનને રદ કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. કોંગ્રેસ સાંસદે ભારતીય જનતા પાર્ટીના સાંસદ સુનીલ સિંહની આગેવાની હેઠળની સમિતિને કહ્યું કે તેમનો કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો ઈરાદો ન હતો. સમિતિએ અધીર રંજન ચૌધરીના સસ્પેન્શનને રદ કરવાનો પ્રસ્તાવ પસાર કર્યો હતો. આ પ્રસ્તાવ ટૂંક સમયમાં લોકસભા સ્પીકર ઓમ બિરલાને વિચારણા માટે મોકલવામાં આવશે. ચોમાસુ સત્ર દરમિયાન તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. અધીર રંજન ચૌધરીએ આજે લોકસભાની વિશેષાધિકાર સમિતિની બેઠકમાં પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. વિશેષાધિકાર સમિતિ સમક્ષ હાજર થઈને ભાજપના સાંસદ જનાર્દન સિગ્રીવાલે પણ પોતાનું નિવેદન…

Read More

આજે રક્ષાબંધનના તહેવારના દિવસે જ શેર માર્કેટમાં મિક્સ રિસ્પૉન્સ જાેવા મળ્યો છે, આજે દિવસમાં મિક્સ કારોબાર જાેવા મળ્યા. દિવસના નીચલા સ્તર પર માર્કેટ બંધ થયુ, આ ઉપરાંત દિવસના હાઇથી ૧૦૦ પૉઇન્ટ આજે નિફ્ટી નીચે રહ્યું હતુ. દિવસના કારોબારના અંતે બીએસઇ ઇન્ડેક્સ સેન્સેક્સ ૦.૦૨ ટકાના ઉછાળા સાથે ૧૧.૪૩ પૉઇન્ટ અપ થઇને ૬૫,૦૮૭.૨૫ના સ્તર પર બંધ થયો હતો. વળી, એનએસઇ ઇન્ડેક્સ નિફ્ટીમાં પણ ઉતાર ચઢાવ જાેવા મળ્યો, નિફ્ટી દિવસના અંતે ૦.૦૨ ટકાના વધારા સાથે ૪.૮૦ પૉઇન્ટ ઉછળીને ૧૯,૩૪૭.૪૫ના સ્તર પર બંધ રહ્યો હતો. માર્કેટમાં આજે ટાટા સ્ટીલ, સિપલા, એક્સિસ બેન્ક, એચસીએલ ટેકનોલૉજીસ અને અદાણી એન્ટરપ્રાઇઝ નિફ્ટીના ટૉપ ગેનર રહ્યાં હતા. વળી, પાવર…

Read More

ચંદ્રયાન-૩ મિશનના મહત્વપૂર્ણ ભાગ પ્રજ્ઞાન રોવરે ચંદ્રની સપાટી પર મજબૂતાઈથી ઊભેલા વિક્રમ લેન્ડરની તસવીર લીધી છે. આ તસવીરને ઈસરોએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કરી છે. આ તસવીરને રોવરે પોતાના નેવિગેશન કેમેરા દ્વારા કેદ કરી છે. ચંદ્રની સપાટી પર ટચડાઉન કર્યા બાદ વિક્રમ લેન્ડરથી અલગ થયેલ પ્રજ્ઞાન રોવર છેલ્લા સાત દિવસથી પોતાનું કામ કરી રહ્યું છે. રોવર ચંદ્રની સપાટી પર હાજર તત્વોની શોધ કરી રહ્યું છે. આ દરમિયાન રોવરે સલ્ફર અને ઓક્સિજન ઉપરાંત ઘણા તત્વો શોધી કાઢ્યા છે. આ તત્વોના મિશ્રણથી એ પણ પુષ્ટિ થઈ છે કે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પાણીનો બરફ હાજર છે. આનાથી ચંદ્ર પર માનવ…

Read More

નડિયાદના કોલેજ રોડ વિસ્તારમાં અકસ્માત સર્જાયો છે. અહીં કારચાલકે બેફામ કાર હંકારી ત્રણ વાહનોને અડફેટે લીધા હોવાની ઘટના બની છે. કારચાલક નશામાં હોવાનું જાણવા મળી રહ્યું છે, જ્યારે નશાની હાલતમાં બેફાન કાર ચલાવી અકસ્માત સર્જ્‌યો હોવાનું સામે આવ્યું છે. અકસ્માત કરનારની કારમાંથી દારૂની બોટલ પણ મળી આવી છે. ઓવર સ્પીડમાં ઓવરટેક કરતાં અકસ્માત સર્જાયો હતો. ભારે ચહલપાલવાળા વિસ્તારમાં આયુર્વેદિક હોસ્પિટલ સામે અકસ્માત સર્જાયો હતો. રવિ સિંઘે નામના આરોપીએ નશાની હાલતમાં બેફામ રીતે કાર ચલાવી લારી ચાલકને ઉછાડ્યો હતો. જ્યારે લારીચાલક ઇજાગ્રસ્ત થતાં તેને ૧૦૮ મારફતે નડિયાદ સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. ત્રણ પૈડાવાળી લારી સહિત બે કારને અડફેટે લીધી હતી. જે…

Read More