Author: Shukhabar Desk

એશિયા કપ ૨૦૨૩ની પ્રથમ મેચમાં પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે આક્રમક અંદાજ દેખાડ્યો છે. બાબર આઝમે નેપાળ વિરુદ્ધ મુલ્તાનમાં રમાઈ રહેલી મેચમાં શાનદાર સદી ફટકારી છે. બાબર આઝમે ત્રીજા ક્રમે બેટિંગ કરતા ૧૦૯ બોલમાં સદી ફટકારી હતી. બાબર આઝમના વનડે કરિયરની આ ૧૯મી સદી છે. બાબર આઝમ પાકિસ્તાન માટે વનડે ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારનાર બેટરોના લિસ્ટમાં ૧૯ સદી સાથે પ્રથમ સ્થાને છે. પાકિસ્તાન માટે વનડે ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ પૂર્વ બેટર સઈદ અનવરના નામે છે. સઈદ અનવરે પાકિસ્તાન માટે વનડે ક્રિકેટમાં ૨૦ સદી ફટકારી છે. નેપાળ વિરુદ્ધ મુલ્તાનમાં રમાઈ રહેલી એશિયા કપ ૨૦૨૩ની પ્રથમ મેચમાં બાબર આઝમે વનડે…

Read More

પીએમ નરેન્દ્ર મોદી આવતા વર્ષે વડાપ્રધાન તરીકે તેમનો બીજાે કાર્યકાળ પૂર્ણ કરવા જઈ રહ્યા છે. સર્વેમાં દાવો કરવામાં આવ્યો છે કે લોકોનો વિશ્વાસ પીએમ પ્રત્યે હજુ પણ એવો ને એવો જ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિદેશોમાં પણ ભારતનું કદ વધ્યું છે. દેશમાં આવતા વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે. આવી સ્થિતિમાં, દરેક વ્યક્તિ જાણવા માંગે છે કે કેન્દ્રમાં બે ટર્મથી સત્તા પર રહેલી પીએમ નરેન્દ્ર મોદીની સરકાર પ્રત્યે દેશના લોકોનું વલણ શું છે. પ્યુઝ રિસર્ચ સેન્ટરના સર્વે મુજબ પીએમ મોદી આવતા વર્ષે ફરી લોકસભા ચૂંટણી જીતવાના છે. ૧૦માંથી ૮ ભારતીયોને હજુ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીમાં વિશ્વાસ છે. લોકો માને છે…

Read More

રાજ્યમાં કોઈને કોઈ કારણોથી દિન પ્રતિદિન અકસ્માતોનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યા રાજ્યમાં આજે વધુ એક માર્ગ અકસ્માત સર્જાયો છે. જે બાબતે મળતી માહિતી પ્રમાણે પાટણના સમી સંખેશ્ચર રોડ પર ગંભીર અકસ્માત સર્જાયો હતો. વિગતો પ્રમાણે રોડ પર ઉભેલી આઇસર ટ્રકની પાછળ ધડાકાભેર કાર ઘૂસી જતા આ ગંભીર દુર્ઘટના બની હતી. ભાઈ બહેનના પવિત્ર તહેવાર એવા રક્ષાબંધનના દિવસે બહેનોએ તેમના વ્હાલ સોયા ભાઈઓ ગુમાવ્યા. જેના સમાચાર મળતા પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે. અકસ્માત એટલો ભયાનક હતો કે કારના આગળના ભાગનો ખુરદો બોલાઈ ગયો હતો. આ અકસ્માતમાં ૩ લોકોના ઘટના સ્થળે કરૂણ મોત થયા હતા. જાે કો આ ત્રણેય મૃતકો રાધનપુરના…

Read More

રશિયામાં સ્થિત પેસ્કોવ એરપોર્ટ પર ડ્રોન હુમલો થયો છે, જે એસ્ટોનિયાની બૉર્ડર નજીક છે. આ વાતની જાણકારી સ્થાનિક ગવર્નર મિખાઈલ વેડેર્નિકોવે આજે આપી છે. તેમણે કહ્યું કે, ડ્રોન હુમલાના કારણે એરપોર્ટ પર ઉભેલા પ્લેન બરબાદ થઈ ગયા. પેસ્કોવના ગવર્નર હુમલાના સ્થાન પર હાજર હતા, તેમણે હુમલા સાથે જાેડાયેલો એક વીડિયો ટેલીગ્રામ પર પોસ્ટ કર્યો. એક અહેવાલ અનુસાર, ગવર્નર મિખાઈલ વેડેર્નિકોવે જણાવ્યું કે, અમે પેસ્કોવ એરપોર્ટ પર ડ્રોન હુમલાને વિફલ કરી દીધો છે. તેમણે કહ્યું કે, અધિકારી નુકસાનનું આંકલન કરી રહ્યા છે પણ કોઈ જાનહાનીના સમાચાર નથી. પેસ્કોવ યૂક્રેનની સરહદથી લગભગ ૮૦૦ કિલોમીટર દૂર સ્થિત છે. તેની આસપાસના વિસ્તાર યૂરોપીય સંઘના…

Read More

અમેરિકાના ફ્લોરિડામાં વિનાશક વાવાઝોડાને કારણે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વાવાઝોડાને ઇડાલિયા નામ આપવામાં આવ્યું છે જે ફ્લોરિડાના ગલ્ફ કોસ્ટ તરફ આગળ વધી રહ્યું છે, અને તે વધુ તીવ્ર બન્યું છે. આ વાવાઝોડાને કારણે ૧૦૦ માઈલ પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. ઇડાલિયા આજે દક્ષિણ જ્યોર્જિયા તરફ આગળ વધે તેવી શક્યતાઓ છે. અમેરિકાના ફ્લોરિડામાં ઇડાલિયા વાવાઝોડાની તીવ્રતાને જાેતા વહીવટીતંત્ર દ્વારા દરિયાકાંઠાના વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પ્રશાસને દરિયાકિનારાની નજીક રહેતા લોકોને ભારે પવન અને પૂરના જાેખમથી બચવા માટે આવશ્યક ચીજવસ્તુઓ સાથે સલામત સ્થળે સ્થળાંતર કરવા વિનંતી કરી છે. અધિકારીઓએ સીડર ટાપુના રહેવાસીઓને ચેતવણી આપી છે કે…

Read More

અમેરિકામાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે રિપબ્લિકન પાર્ટી તરફથી પોતાની મજબૂત દાવેદારી રજૂ કરી રહેલા ભારતીય મૂળના ઉમેદવાર વિવેક રામાસ્વામીનુ કહેવુ છે કે, ભારત અને અમેરિકાના મજબૂત સબંધ અમેરિકાની ચીન તેમજ તાઈવાન પરની ર્નિભરતા ખતમ કરી શકે છે.તેમણે ભારત, દક્ષિણ કોરિયા અને જાપાન સાથે અમેરિકાએ સબંધો મજબૂત કરવા જાેઈએ તેવુ આહ્વાન કર્યુ હતુ. તેમનુ માનવુ છે કે, અમેરિકા આજે ચીન પર આર્થિક રીતે ર્નિભર છે પણ ભારત સાથે મજબૂત સબંધો હશે તો અમેરિકાને ચીન પર આધાર નહીં રાખવો પડે. અમેરિકાએ ભારત સાથે આંદામાન સાગરમાં મજબૂત સૈન્ય સહયોગ પણ રાખવાની જરુર છે. જાે જરૂર પડી તો ભારત મલક્કા સ્ટ્રેટની પણ નાકાબંધી કરવા…

Read More

આઈએમએફ પાસેથી લોન લીધા બાદ હવે પાકિસ્તાનની સરકારને તેની આકરી શરતોનુ પાલન કરવાનો વારો આવ્યો છે. જેના કારણે પાકિસ્તાનમાં વીજળી, પેટ્રોલ ડિઝલના ભાવમાં સરકારે જંગી વધારો કરતા હાહાકાર મચી ગયો છે. પાકિસ્તાનમાં વીજળી દર તો એ હદે વધ્યા છે કે, હવે લોકો રસ્તા પર ઉતરી રહ્યા છે.પાકિસ્તાનમાં વીજળીની કિંમત પ્રતિ યુનિટ ૬૪ રૂપિયા સુધી પહોંચી ગઈ છે અને આ ભાવ વધારાએ લોકોની કમર તોડી નાંખી છે. તેની સામે આખા દેશમાં હવે દેખાવો થઈ રહ્યા છે. ઘણી જગ્યાએ વિરોધ પ્રદર્શને હિંસક વળાંક લીધો છે. મોંઘી વીજળીના કારણે વીજ ચોરીની ઘટનાઓ પણ હવે વધવા માંડી છે. પાકિસ્તાનના કેર ટેકર વડાપ્રધાન અનવાર ઉલ…

Read More

સની દેઓલની ફિલ્મ ગદર ૨ બોક્સ ઓફિસ પર રેકોર્ડતોડ કમાણી કરી રહી છે. આ ફિલ્મને ઓલ ટાઈમ બ્લોકબસ્ટર જાહેર કરી દેવાઈ છે. દર્શકોની સાથે સેલેબ્સ પણ ફિલ્મના ખૂબ વખાણ કરી રહ્યા છે. તાજેતરમાં જ શાહરુખ ખાને પણ ફિલ્મના વખાણ કર્યા હતા. ચાહકો સાથે વાત કરતી વખતે તેમણે જણાવ્યુ હતુ કે આ ફિલ્મ તેમને ખૂબ પસંદ આવી છે. હવે ફિલ્મના મુખ્ય કલાકાર સની દેઓલે આની પર પ્રતિક્રિયા આપી છે. સની દેઓલે જણાવ્યુ કે ગદર ૨ જાેયા પહેલા શાહરુખ ખાને તેમને ફોન કર્યો હતો. અભિનેતાએ કહ્યુ, તેમણે આ ફિલ્મને જાેયા પહેલા ફોન કર્યો હતો અને મને શુભકામનાઓ આપી હતી. તેઓ ખૂબ ખુશ…

Read More

શાહરૂખ ખાન હાલમાં પોતાની આવનારી ફિલ્મ જવાનને લઈને ચર્ચામાં છે. જવાન ૭ સપ્ટેમ્બરે થિયેટરમાં રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મના રિલીઝ પહેલા બીજુ ટ્રેલર થવા જઈ રહ્યું છે. ‘જવાન’નું બીજુ ટ્રેલર ૩૧ ઓગષ્ટના રોજ રિલીઝ થશે. ટ્રેલરના રિલીઝ પહેલા શાહરૂખ ખાન માતા વૈષ્ણો દેવીના દરબારમાં માથુ ટેકવવા માટે પહોંચ્યો છે. શાહરૂખ ખાનનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં શાહહરૂખ ખાન ટાઈટ સિક્યોરિટી વચ્ચે નજર આવી રહ્યો છે. તેણે પોતાનો ચહેરો કવર કરી રાખ્યો છે જેના કારણે તેના વિશે કોઈને જાણ ન થાય. શાહરૂખ વ્હાઈટ ટી-શર્ટ, બ્લૂ જેકેટ અને ડેનિમમાં નજર આવી રહ્યો છે. શાહરૂખે જેકેટથી માથું…

Read More

પાકિસ્તાને જેના પર બળજબરીથી કબ્જાે જમાવ્યો છે તેવા ગિલગિત બાલ્ટિસ્તાનની રાજધાની સ્કાર્દૂમાં ફરી એક વખત પાકિસ્તાન વિરોધી દેખાવો જાેર પકડીરહ્યા છે. દેખાવ કરનારા સ્થાનિક લોકોએ તો ગૃહ યુધ્ધ ભડકી ઉઠવાની અને ભારત સાથે વિલય કરવાની પણ ચીમકી આપી દીધી છે. ગિલગિત બાલ્ટિસ્તાનમાં ઘણા લોકો લાંબા સમયથી પાકિસ્તાન સરકારની નીતિઓની ટીકા કરીને ભારતમાં ભળી જવાની માંગણી કરી રહ્યા છે. લોકોનો આરોપ છે કે, પાકિસ્તાનની સરકાર અમારા પર જાેહુકમી કરી રહી છે. જાે સરકાર આ જ રીતે અત્યાચાર કરતી રહી તો અમારે નાછુટકે ગૃહ યુધ્ધ શરુ કરવુ પડશે તેવુ પણ લોકોનુ કહેવુ છે. ગિલગિત બાલ્ટિસ્તાનમાં પાકિસ્તાન વિરોધી દેખાવો કરનારા કેટલાક નેતાઓની પાકિસ્તાન…

Read More