નાઈજર બાદ વધુ એક આફ્રિકન દેશ ગેબોનમાં પણ લશ્કરી બળવો થયો છે. બળવાની જાહેરાત કરતી વખતે ગેબોનના સૈન્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે ૨૦૦૯ થી સત્તામાં રહેલા રાષ્ટ્રપતિ અલી બોંગો ઓન્ડિમ્બાને પણ નજરકેદમાં રાખ્યા છે. રોયટર્સના અહેવાલ મુજબ સેનાના અધિકારીઓએ એક ટીવી ચેનલના માધ્યમથી બળવા અંગે માહિતી આપી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ૬૪ વર્ષીય રાષ્ટ્રપતિ અલી બોંગો ઓન્ડિમ્બાને બળવા પછી નજરકેદ કરવામાં આવ્યા છે. સાથે જ તેમના એક પુત્રની રાજદ્રોહના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. નોંધનીય છે કે બોંગો પરિવાર ૫૫ વર્ષથી વધુ સમયથી ગેબોન પર શાસન કરી રહ્યું છે. અહેવાલ મુજબ, લશ્કરી કાર્યવાહી બાદ રાજધાની લિબ્રેવિલેમાં શેરીઓમાં ઉજવણી કરવામાં આવી…
Author: Shukhabar Desk
મોંઘવારીમાં રાહત આપતા કેન્દ્ર સરકારે સામાન્ય લોકો માટે એલપીજી સિલિન્ડરની કિંમતમાં ૨૦૦ રૂપિયાનો ઘટાડો કર્યો છે. જ્યારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ માટે એલપીજી સિલિન્ડરની કિંમતમાં ૪૦૦ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થવાની સંભાવના વધી ગઈ છે. સિટીગ્રુપ ઇન્ક. અનુસાર, રાંધણ ગેસના ભાવમાં ઘટાડો કરવાના ભારતના પગલાથી ફુગાવો ઘટી શકે છે અને કેટલાક મોટા તહેવારો અને મુખ્ય ચૂંટણીઓ પહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડવા પર ધ્યાન કેન્દ્રિત કરી શકાય છે. અર્થશાસ્ત્રીઓનું કહેવું છે કે ગેસના ભાવ ઘટાડવાના ર્નિણયથી ફુગાવાના દરમાં ૩૦ બેસિસ પોઈન્ટ્સનો ઘટાડો થઈ શકે છે. આ સિવાય સપ્ટેમ્બરમાં ટામેટાના ભાવમાં ઘટાડાથી મોંઘવારીનો…
મોટી કુંકાવાવના સરપંચે જમીન મુદ્દે ખેડૂતને ફડાકા ઝીંકી, ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. બનાવ અંગે રમેશભાઈ જીવરાજભાઈ કુનડીયા (ઉ.વ.૪૭)એ સરપંચ સંજયભાઈ વિરજીભાઈ લાખાણી, સંજયભાઈ વિઠ્ઠલભાઈ ગળથીયા તથા મયુરભાઈ સાનીયા સામે ફરિયાદ નોધાવી હતી. કુંકાવાવ સરપંચની બબાલ અને ફોરવ્હીલ કારનો વીડિયો વાયરલ થયો છે. સરપંચ સંજયભાઇ લાખાણીએ માથાકૂટ કરી હતી. નાની કુકાવાવ જતા રસ્તામાં એક વ્યક્તિ સાથે જમીન બાબતે માથાકૂટ થયાની તેમની સામે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી. પોલીસ દ્વારા સરપંચની ગાડીનું પંચરોજ કામ કરતા વિદેશી દારૂની મળી આવી હતી. સરપંચે નશામા માથાકૂટ કર્યા હોવાની પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઘટના સ્થળ અને પોલીસ સ્ટેશને આગેવાનો અને…
રાજકોટમાં શિક્ષણ જગતને લાંછન લગાવતો વધુ એક કિસ્સો બહાર આવ્યો છે જેમાં હોસ્ટેલમાં રહી ધોરણ આઠમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી સાથે તેની જ હોસ્ટેલનો હેવાન ગૃહપતી કે જેને વિકૃતત્તાની તમામ ચરમસીમાની હદ વટાવી દીધી હતી અને આ ગૃહપતિ વિદ્યાર્થીને બીભત્સ વીડિયો બતાવી પટ્ટા વડે બેફામ માર મારી અવારનવાર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતો હતો જેથી માલવિયા પોલીસે આ હેવાન ગૃહપતિની અટકાયત કરી તેની વધુ પૂછપરછ હાથ ધરી છે. રાજકોટમાં લેઉવા પટેલ બોર્ડિંગમાં રહી ધોરણ આઠમાં અભ્યાસ કરતો વિદ્યાર્થીને બેફામ માર મારવામાં આવતા તેને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેણે તેના પરિવારજનો તેમજ પોલીસને પ્રાથમિક એવી કબુલાત આપી…
સરખેજ ગાંધીનગર હાઈવે પર આવેલ નિરમા યુનિવર્સિટી પાસે આ ઘટના ઘટી હતી. અંડર ગ્રાઉન્ડ ગેસ પાઈપ લાઈન લીકેજ થઈ જતા ગેસનુ ગળતર થવા લાગ્યુ હતુ. અચાનક જ ગેસ નિકળવાને લઈ આગ ફાટી નિકળતા વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. ગેસ લીકેજ એકદમ પ્રેસર સાથે થતો હોવાને લઈ આગની જ્વાળાઓમાં થોડીક જ વારમાં મોટા સ્વરુપે જાેવા મળવા લાગી હતી. અમદાવાદ શહેરમાં ગેસ પાઈપ લાઈન લીકેજ થતા આગ લાગવાની ઘટના સામે આવી છે. શહેરના સરખેજ ગાંધીનગર હાઈવે પર આવેલ નિરમા યુનિવર્સિટી પાસે આ ઘટના ઘટી હતી. અંડર ગ્રાઉન્ડ ગેસ પાઈપ લાઈન લીકેજ થઈ જતા ગેસનુ ગળતર થવા લાગ્યુ હતુ. અચાનક જ ગેસ નિકળવાને…
અમદાવાદમાં એક યુવાનને વોટ્સએપ ગ્રુપમાં ખોટો મેસેજ મોકલવો ભારે પડ્યો છે. આ યુવાને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળે અને જાહેર સુલેહ શાંતિનો ભંગ થાય તે પ્રકારે ગ્રુપમાં મેસેજ મોકલ્યો હતો. આ અંગે અમદાવાદના સાઈબર ક્રાઈમે, વાસ્તવિકતાથી જાેજનો દુર એવા ખોટા મેસેજ મોકલનાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સોશિયલ મીડિયામાં આજકાલ, કોઈ પણ પ્રકારની ખરાઈ કર્યા વિનાના અવનવા મેસેજ આવતા રહે છે. આવો જ એક મેસેજ વોટ્સએપ ગ્રુપમાં મોકલવો અમદાવાદના યુવાનને ભારે પડ્યો છે. વોટ્સએપ ગ્રુપમાં તથ્યતા ચકાસ્યા વિના ખોટો અને જાહેર સુલેહ શાંતિનો ભંગ થાય તેવો મેસેજ મોકલવા બદલ, અમદાવાદ સાઈબર ક્રાઈમ સેલે એક યુવાન સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી…
વીજળી મુદ્દે હવે રાજકારણ ગરમાયુ છે અને કોંગ્રેસ તથા આપના નેતાઓએ પણ ખેડૂતોને પૂરતો સમય વીજળી નહીં મળતી હોવાના આક્ષેપ કર્યા છે. આઠ કલાક વીજળી માંડ ૧૫ જટકે મળતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. રાજ્યમાં એક તરફ વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે, ત્યાં હવે રાજકીય પક્ષોએ સરકારીની બે કલાક વીજળી વધારવાની જાહેરાત પર રાજકારણ શરુ કરી દીધુ છે. ખેડૂતોને ૮ને બદલે હાલમાં ૧૦ કલાક વીજળી આપવાની સરકારે જાહેરાત કરી છે. હાલમાં વરસાદ ખેંચાવાને લઈ સિંચાઈને લઈ સમસ્યા સર્જાઈ છે. આ દરમિયાન સરકાર દ્વારા ખેડૂતોને ૧૦ કલાક વીજળી આપવાની વાત કરી છે. આ દરમિયાન હવે કોંગ્રેસે પણ સરકાર સામે વીજળી…
આજે ગુજરાત સહિત દેશભરમાં ભાઈ-બહેનના પ્રેમના પવિત્ર તહેવાર રક્ષાબંધનની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. દર વર્ષે શ્રાવણ માસની પૂર્ણિમાએ ઉજવાતો આ તહેવાર ભાઈ-બહેન વચ્ચેના પ્રેમ અને પવિત્ર સંબંધને વધુ ગાઢ બનાવે છે. આ દિવસે બહેનો પોતાના ભાઈના કાંડા પર રક્ષાસૂત્ર બાંધે છે અને ભાઈની દરેક રીતે રક્ષા થાય તેવા આશીર્વાદ આપે છે, તો ભાઈ પણ પોતાની બહેનને રક્ષાનું વચન આપે છે. ત્યારે આજે રક્ષાબંધનના પવિત્ર તહેવાર પર અમદાવાદના જગન્નાથ મંદિરમાં કોમી એકતાના દર્શન થયા છે. અમદાવાદના જગન્નાથ મંદિરમાં આજે રક્ષાબંધનની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી. આજે સવારે મુસ્લિમ બહેનો જમાલપુર ખાતે આવેલા ભગવાન જગન્નાથજીના મંદિરે પહોંચી હતી. ત્યાર બાદ…
સુરતમાં રક્ષાબંધનના પવિત્ર દિવસે ભાઈ-બહેનના સંબંધને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. માનેલી બહેનને ભાઈએ અશ્લીલ વીડિયો ડાઉનલોડ કરેલો ફોન ગિફ્ટ આપતા મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. હાલ ડિંડોલી પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં રહેતી ૧૭ વર્ષની સગીરા પૂજા (નામ બદલ્યું છે)એ તેના પડોશમાં રહેતા મુયર શર્મા નામના યુવકને પોતાનો માનેલો ભાઈ બનાવ્યો હતો. જેથી મયુર શર્મા પૂજાના ઘરે અવરજવર કરતો હતો. છેલ્લા એક વર્ષથી મયુરની પૂજા પર દાનત બગડી હતી. પૂજાને તેણે બહેન બનાવી હોવા છતાં તે છેલ્લા એક વર્ષથી તેને રંજાડતો હતો. જ્યારે પૂજા સ્કૂલે જાય ત્યારે મયુર…
રાજ્યમાં માર્ગ અકસ્માતની ઘટનાઓમાં ચિંતાજનક ઉછાળો આવી રહ્યો છે. દિવસેને દિવસે અનેક સ્થળોએ અકસ્માતની ઘટનાઓ બની રહી છે. ત્યારે અકસ્માતની વણઝાર વચ્ચે સાબરકાંઠામાં આજે રક્ષાબંધનના પવિત્ર દિવસે અકસ્માતની ઘટના સામે આવી હતી. જેમાં ખેડબ્રહ્માથી ખેરોજ રોડ વચ્ચે ટેમ્પો પલટી મારી જતા ૨૫ થી ૩૦ લોકોને ગંભીર ઇજા થવા પામી હતી. મીની ટેમ્પોમાં લગભગ ૩૦ જેટલા લોકો સવાર હતા. આ દરમિયાન કોઈ કારણોસર ટેમ્પોના ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતા ટેમ્પો પલટી ગઈ હતી.વડાલી ખાતે એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે લોકો જઈ રહ્યા હતા. આ વેળાએ ખેડબ્રહ્માથી ખેરોજ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એકીસાથે ૨૫ થી ૩૦ લોકોને ઈજા પહોંચતા દેકારો…