મધ્યપ્રદેશમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે રાજકીય પક્ષોનો પ્રચાર તેજ થઈ ગયો છે ત્યારે આજે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી મધ્યપ્રદેશના કાલાપીપલ વિધાનસભા મતવિસ્તારના પોલાઈકલાનમાં કોંગ્રેસની જન આક્રોશ યાત્રામાં ભાગ લીધો હતો. શાજાપુરમાં જાહેરસભાને સંબોધતા તેમણે સરકાર પે ઘણા આક્રમક પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીએ તેના સંબોધનની શરૂઆત સાથે જ કહ્યું કે, આ વિચારધારાની લડાઈ છે. એક બાજુ ગાંધીની વિચારધારા છે તો બીજી બાજુ ગોડસેની વિચારધારા છે. એક તરફ નફરત, હિંસા અને અહંકાર છે તો બીજી બાજુ પ્રેમ અને ભાઈચારો છે.
સરકાર અને મોદી સરકારને ટાર્ગેટ કરતા તેમણે કહ્યું કે, તેઓ જ્યાં જાય છે ત્યાં નફરત ફેલાવે છે. હવે તો સરકારથી મધ્યપ્રદેશના યુવાનો અને ખેડૂતો પણ નફરત કરી રહ્યા છે. જનતા સાથે તમે જેવું કરી રહ્યા છો હવે જનતા તેવું જ કરશે. મધ્યપ્રદેશ ભ્રષ્ટાચારનું કેન્દ્ર બની ગયું છે. જેટલો ભ્રષ્ટાચાર અહીં ભાજપના લોકોએ કર્યો છે તેટલો આખા દેશમાં બીજે ક્યાંય થયો નથી.
