Apple Smart Glasses: હવે આંખો અને કાનોથી થશે શૂટિંગ! Appleના નવા ગેજેટ્સમાં લાગશે કેમેરા
એપલ સ્માર્ટ ચશ્મા: એપલ ઘણા સમયથી તેના સ્માર્ટ ચશ્મા પર કામ કરી રહ્યું છે. ઘણા અહેવાલો અનુસાર, કંપનીના સીઈઓ ટિમ કૂક આ પ્રોજેક્ટને લઈને ખૂબ જ ઉત્સાહિત છે.
Apple Smart Glasses: Apple ઘણા સમયથી તેના સ્માર્ટ ચશ્મા પર કામ કરી રહ્યું છે. ઘણા અહેવાલો અનુસાર, કંપનીના સીઈઓ ટિમ કૂક આ પ્રોજેક્ટને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. તેમણે આ પ્રોજેક્ટને પોતાની પ્રાથમિકતા બનાવી છે. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, એપલ તેના સ્માર્ટ ચશ્મામાં કેમેરા અને માઇક્રોફોન ઉમેરવાની યોજના બનાવી રહી છે. આ સાથે, કંપની કેમેરા સાથેના અદ્યતન એરપોડ્સ પર પણ કામ કરી રહી છે.
અહેવાલમાં થયો ખુલાસો
Bloombergના માર્ક ગર્મને તેમની તાજી “Power On” રિપોર્ટમાં ખુલાસો કર્યો છે કે Appleનું સ્માર્ટ ગ્લાસ પ્રોજેક્ટ હાલમાં ‘N50’ કોડનેમ હેઠળ વિકાસ પામે છે. Appleનો હેતુ છે કે આ ચશ્મા “Apple Intelligence” નો સાચો ઉદાહરણ બને. આ ચશ્મા પરંપરાગત ઑગમેન્ટેડ રિયાલિટી (AR) હેડસેટ્સ જેવા નહીં હોય, પરંતુ તેમાં લગાવવામાં આવેલા કેમેરા અને સેન્સર્સ યુઝરના આજુબાજુના વાતાવરણને સ્કેન કરી રિયલ ટાઈમમાં AIને ડેટા પૂરું પાડશે. તેમ છતાં, આ ચશ્મા સંપૂર્ણ AR અનુભવ નહીં આપે.
સ્માર્ટ ગ્લાસમાં વિલંબ
હાલમાં આ પ્રોજેક્ટ સંપૂર્ણ રીતે તૈયાર થવામાં ખૂબ દૂર છે અને વહેલા બજારમાં આવવાની શક્યતા ઓછી છે. રિપોર્ટ મુજબ, Appleને હલકો વજન, મજબૂત ફીચર્સ, ઉત્તમ બેટરી લાઇફ અને આકર્ષક ડિઝાઇન વચ્ચે યોગ્ય સંતુલન સાધવામાં ઘણી તકનીકી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. અગાઉની રિપોર્ટ મુજબ, સંપૂર્ણ રીતે કાર્યરત AR ગ્લાસ લોન્ચ કરવા માટે Appleને ઓછામાં ઓછા 3થી 5 વર્ષ લાગી શકે છે.
AirPodsમાં પણ મળશે કેમેરો
સ્માર્ટ ગ્લાસેસ સિવાય Apple હવે તેના AirPodsને પણ વધુ સ્માર્ટ બનાવવા માટે કાર્યરત છે. સમાચાર અનુસાર, નવા AirPodsમાં બહારની દિશામાં જોતા ઈન્ફ્રારેડ કેમેરા લગાવવામાં આવશે. આ કેમેરા પરંપરાગત કેમેરા નહીં હશે, પણ iPhoneની Face ID ટેકનોલોજી જેવી ઈન્ફ્રારેડ આધારિત ટેકનિક પર કામ કરશે.
આ નવા AirPodsનો મુખ્ય હેતુ આસપાસના વાતાવરણમાંથી ડેટા એકઠું કરી તેને AI સિસ્ટમને મોકલવાનો રહેશે જેથી યુઝરને વધુ વ્યક્તિગત અને ઈન્ટરએક્ટિવ અનુભવ મળે — જેમ કે વધુ સારા સ્પેશિયલ ઑડિયો. ઉપરાંત, આ ઈન્ફ્રારેડ કેમેરાની મદદથી યુઝર્સ હેન્ડ જેસ્ચરથી મ્યુઝિક કન્ટ્રોલ કરી શકશે, કોલ રિસીવ કરી શકશે અથવા AR અનુભવ લઈ શકશે.
આ ડિવાઇસ ક્યારે લોંચ થશે?
જણકાર મિંગ-ચી કૂઓના જણાવ્યા અનુસાર, કેમેરા સાથેના AirPodsનું માસ પ્રોડક્શન 2026 કે 2027 સુધી શરૂ થઈ શકે છે. એટલે કે, આ અનોખા ગેજેટ માટે હજી થોડું વધુ રાહ જોવી પડશે. જયાં Apple હજી ધીમે ધીમે આ પ્રોડક્ટ્સ પર કામ કરી રહ્યો છે, ત્યાં Meta પહેલાથીજ બજારમાં પ્રવેશ કરી ચૂક્યું છે. Metaએ 2023માં Ray-Ban સાથે મળીને તેના સ્માર્ટ ગ્લાસ લૉન્ચ કર્યા હતા અને હવે તે ભારતમાં પણ Ray-Ban Meta સ્માર્ટ ગ્લાસ લૉન્ચ કરવા તૈયાર છે.
Android XR પણ થશે લૉન્ચ
Googleએ વેન્કુવર ખાતે યોજાયેલી TED કોન્ફરન્સમાં તેના નવા Android XR સ્માર્ટ ગ્લાસેસનો પ્રોટોટાઇપ રજૂ કર્યો છે. Googleના AR અને VR વિભાગના વડા શહેરામ ઇઝાદીએ પોતે આ ચશ્માના ફીચર્સ વિશે માહિતી આપી છે. આ ગ્લાસેસને Googleની નવી Gemini AI ટેકનોલોજીથી શક્તિ મળતી છે. તેનો ડિઝાઇન ખૂબ જ હલકો અને સરળ રાખવામાં આવ્યો છે, જે સ્માર્ટફોન સાથે જોડાઈને પ્રોસેસિંગ કરે છે. આ કારણે ચશ્માનો વજન ઓછો રહે છે અને યુઝરને વધુ આરામદાયક અનુભવ મળે છે.
સૌથી ખાસ વાત એ છે કે આ ગ્લાસસ સામાન્ય ચશ્મા અથવા સનગ્લાસ જેવા જ લાગે છે, જેથી તેઓને રોજિંદી જિંદગીમાં સરળતાથી પહેરી શકાય છે. આ નાના પરંતુ શક્તિશાળી ગ્લાસેસમાં કેમેરો, લેન્સમાં ડિસ્પ્લે, માઇક્રોફોન અને મીની સ્પીકર્સ જેવા ફીચર્સ ઉપલબ્ધ છે.