બનાસકાંઠાના પાલનપુરમા વધુ એક હત્યાનો બનાવ બનતા ચકચાર મચી છે. પાલનપુરના ગઢ ગામે પતિએ પત્નીને કુહાડીના ઘા મારી મોતને ઘાટ ઉતારી છે. માત્ર સામાન્ય ઝઘડામાં પતિએ ખેતરમાં સુઈ રહેલી પત્નીની કુહાડીના ઘા ઝીંકી હત્યા કરી હતી.પત્નીની હત્યા બાદ પતિએ પણ કૂવામાં ઝંપલાવ્યું હતું. જાેકે, ગઢ પોલીસે હત્યારા પતિને કૂવામાંથી બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. પોલીસના ઉચ્ચ અધિકારીઓએ ઘટનાસ્થળની મુલાકાત લઈ વધુ તપાસ હાથ ધરી છે.