સુરતના સચિન સ્થિત ક્પલેઠા વિસ્તારમાં રહેતા એક પરિવારની બે વર્ષીય બાળકીને તેના પિતાનો મિત્ર આરોપી ઈસ્માઈલ ઉર્ફે યુસુફ સલીમ હજાદ બાળકીને રમાડવા આવ્યો હતો અને બાળકીને પોતાની સાથે લઇ ગયો હતો. બાળકી મોડે સુધી ઘરે પરત નહી આવતા પરિવારે બાળકીની શોધખોળ હાથ ધરી હતી અને બનાવની જાણ પોલીસને કરી હતી. બનાવની ગંભીરતા જાેઈ પોલીસ તપાસમાં જાેડાઈ હતી દરમ્યાન બાળકીની લાશ બંધ મકાનના કમ્પાઉન્ડમાંથી મળી આવી હતી.
આ ઘટનામાં આરોપી ભાગવામાં સફળ રહે તે પહેલા જ પોલીસે ઝડપી પાડયો હતો. આરોપીએ બાળકી પર દુષ્કર્મ આચરી તેની હત્યા કરી નાખી હતી. બે વર્ષની બાળકી સાથે નરાઘમે પેટના ભાગે બચકા ભર્યા હતા. ત્યારે ૫ મહિનામાં જ આ કેસ સુરતની કોર્ટમાં ચાલી ગયો હતો. આરોપીને કોર્ટે દોષિત જાહેર કર્યો છે અને આગામી ૨જી ઓગસ્ટના રોજ આરોપીને સજાનું એલાન થશે.બનાવ અંગે સરકારી વકીલ નયનભાઈ સુખડવાલાએ જણાવ્યું હતું કે ૨૭ ફ્રેબુઆરીના રોજ સચિનના ક્પલેઠા ગામે ૨ વર્ષીય બાળકી પર આરોપી ઈસ્માઈલ ઉર્ફે યુસુફ સલીમ હજાદએ દુષ્કર્મ આચર્યું હતું અને દુષ્કર્મ બાદ હત્યા કરી હતી. એટલું જ નહી બાળકીના પેટના ભગે બચકા ભરી ઈજા પણ પહોચાડવામાં આવી હતી.આ કૃત્ય બાદ આરોપી બાળકીની લાશને ફેકીને ભાગી ગયો હતો.
પોલીસે આ આરોપીને ૨૮ ફેબુઆરીના રોજ ઝડપી પાડ્યો હતો. આ કેસમાં ટુક સમયમાં જ ચાર્જશીટ ફાઈલ કરવામાં આવી હતી. આ બનાવના ૫ મહિનામાં જ આ કેસની ઇન્સાફી કાર્યવાહી સુરતના છઠ્ઠા એડીશનલ સેસન્સ જજ સંકુલતા સોલંકીની કોર્ટમાં ચલાવવામાં આવી હતી. આજે આરોપીને આઈપીસી કલમ ૩૦૨,૩૬૩, ૩૬૬, પોસ્કો એક્ટ ૩૭૬, એ,બી,૩૭૭ વગેરે કલમ હેઠળ દોષિત જાહેર કરાયો છે. આરોપીને દોષિત જાહેર થયા બાદ સજા અંગે આજે દલીલો કરવામાં આવી હતી.બાળકી પર જે ક્રુરતાથી દુષ્કર્મ બાદ હત્યા કરવામાં આવી હતી તે જાેતા આરોપીને કડકમાં કડક સજા એટલે કે ફાંસીની સજા અને બાકીની કલમ હેઠળ પણ કડક સજાની માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત ભોગબનનારને વળતરની માંગ પણ કરવામાં આવી છે. આ અંગે વધુ ચુકાદો ૨જી ઓગસ્ટના રોજ આરોપીને સજાનું એલાન થશે.