Anil ambani
ઉદ્યોગપતિ અનિલ અંબાણીના લોન ખાતાને “છેતરપિંડી ખાતું” જાહેર કરવાના કેનેરા બેંકના આદેશ પર બોમ્બે હાઈકોર્ટે કામચલાઉ સ્ટે લગાવી દીધો છે.આ લોન ખાતું અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કોમ્યુનિકેશન્સ (RCom) સાથે જોડાયેલું છે, જે હાલમાં નાદારીની કાર્યવાહીનો સામનો કરી રહી છે. કેનેરા બેંકે 8 નવેમ્બર, 2024 ના રોજ તેને છેતરપિંડી ખાતું જાહેર કર્યું, જેને અંબાણીએ બોમ્બે હાઈકોર્ટમાં પડકાર્યો.
અનિલ અંબાણીએ અરજીમાં દલીલ કરી હતી કે બેંકે તેમને સાંભળ્યા વિના જ તેમના ખાતાને છેતરપિંડીની શ્રેણીમાં મૂકી દીધું, જે વાજબી નથી.
ન્યાયાધીશ રેવતી મોહિતે-ડેરે અને નીલા ગોખલેની બેન્ચે હાલ પૂરતો બેંકના આદેશ પર સ્ટે મૂક્યો છે. હાઈકોર્ટે આ મામલે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) પાસેથી પણ જવાબ માંગ્યો છે. કેસની આગામી સુનાવણી 6 માર્ચ, 2025 ના રોજ થશે.