Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Gujarat»આણંદની મહિલાએ પતિના મૃતદેહની ઓળખ કરી હતી પુત્રનો ડીએનએ મેચ થતો ન હોવાના કારણે સરકાર ડેથ સર્ટિફિકેટ આપતી નથી
    Gujarat

    આણંદની મહિલાએ પતિના મૃતદેહની ઓળખ કરી હતી પુત્રનો ડીએનએ મેચ થતો ન હોવાના કારણે સરકાર ડેથ સર્ટિફિકેટ આપતી નથી

    Shukhabar DeskBy Shukhabar DeskSeptember 24, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    પોલીસને જ્યારે કોઈ અજાણ્યો મૃતદેહ મળી આવે અને કોઈ પરિવાર તેના માટે ક્લેમ કરે ત્યારે ઘણી વખત કાનૂની વિવાદ પેદા થતો હોય છે. ખાસ કરીને મૃતહેદની ઓળખ બરાબર થઈ છે કે નહીં તે વિશે શંકા હોય ત્યારે ડેથ સર્ટિફિકેટ માટે કાનૂની જંગ ખેલાય છે. આણંદમાં એક મહિલાએ એક મૃતદેહને પોતાના પતિના ડેડ બોડી તરીકે ઓળખી કાઢ્યો હતો જેની પોલીસે અંતિમક્રિયા પણ કરી નાખી હતી. પરંતુ તેના પુત્રનો ડ્ઢદ્ગછ તેની સાથે મેચ થતો ન હોવાના કારણે સત્તાવાળાઓ તેને મૃત્યુનું સર્ટિફિકેટ નથી આપી રહ્યા. આ કાનૂની લડાઈ છેલ્લા આઠ વર્ષથી ચાલી રહી છે.

    આ મામલો હવે ગુજરાત હાઈકોર્ટમાં ચાલે છે અને કોર્ટ પણ દરમિયાનગીરી કરવાનો ઈનકાર કરે છે. ગયા અઠવાડિયે ગુજરાત હાઈકોર્ટે ચોથી વખત આ કેસમાં કોઈ નિર્દેશ આપવાનો ઈનકાર કર્યો હતો. ગુમશુદા વ્યક્તિના પુત્રની માગણી છે કે લોકલ ઓથોરિટી તેને તેના પિતાનું ડેથ સર્ટિફિકેટ આપે તે માટે કોર્ટે સૂચના આપવી જાેઈએ.

    આ કેસની વિગત પ્રમાણે ગુજરાત એસટીમાં કામ કરતા છોટા ભાઈ પારેખ સપ્ટેમ્બર ૨૦૧૫થી ગુમ થયા હતા. તેના પરિવારજનોએ વિરસદ પોલીસ સ્ટેશનમાં છોટાભાઈ ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદ ખંભાત રુરલ પોલીસ સ્ટેશનને એક અજાણ્યો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે બે દિવસ પછી આ મૃતદેહની અંતિમવિધિ કરી નાખી પરંતુ વ્યક્તિ ગુમ થયાની ફરિયાદ નોંધાઈ હોવાથી પોલીસે છોટાભાઈના પરિવારજનોને બોલાવ્યા. તેમને મૃતકનો ફોટો દેખાડવામાં આવ્યો કારણ કે બોડીનો નિકાલ કરી દેવામાં આવ્યો હતો. છોટાભાઈની પત્ની મીનાએ કહ્યું કે ફોટોમાં જે વ્યક્તિ દેખાય છે તે તેના પતિ જ છે.

    હવે પોલીસને જે મૃતદેહ મળી આવ્યો હતો તે બહુ ખરાબ હાલતમાં હતો તથા તેના કોઈ કાયદેસર વારસ મળ્યા ન હોવાના કારણે તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું તથા ડ્ઢદ્ગછ સેમ્પલ સાચવી રખાયા હતા. પારેખના પરિવારે ક્લેમ કર્યા પછી હ્લજીન્ રિપોર્ટ કરવામાં આવ્યો પરંતુ તેમાં જાણવા મળ્યું કે મૃતકના ડ્ઢદ્ગછ અને છોટાભાઈ પારેખના પુત્રના ડ્ઢદ્ગછ મેચ થતા ન હતા. આ મામલે પારેખના પરિવારે કાનૂની લડત આપી અને તેઓ પ્રથમ બે વર્ષમાં ત્રણ વખત ગુજરાત હાઈકોર્ટમાં ગયા તથા તેમને ડેથ સર્ટિફિકેટ મળે તે માટે માંગણી કરી.

    તાજેતરમાં પારેખ પરિવારનો પુત્ર ફરીથી હાઈકોર્ટમાં ગયો છે અને કહ્યું છે કે તેની માતાએ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ સમક્ષ ત્રણ વખત કહ્યું છે કે જે મૃતદેહનો નિકાલ કરવામાં આવ્યો હતો તે તેના પતિનો જ હતો અને તેની હત્યા કરવામાં આવી છે. રાજ્ય સરકાર પોતાના વલણ પર અડગ છે અને તેનું કહેવું છે કે પિતા અને પુત્રના ડ્ઢદ્ગછ મેચ થતા ન હોવાના કારણે તે ડેથ સર્ટિફિકેટ આપી ન શકે. કોર્ટ પણ કહે છે કે તે મૃતદેહ છોટાભાઈ પારેખનો જ હોવાના કોઈ પૂરાવા મળ્યા નથી.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Rain casualty Faridabad:ફરીદાબાદ અકસ્માત, કાનપુરના 6 મજૂરમાં 2ના મોત, 4 ઘાયલ

    July 10, 2025

    Gujarat Bridge Collapse: મહિસાગર નદી પર પુલ તૂટી પડતાં 13નાં મોત, સરકારની તાત્કાલિક કાર્યવાહી

    July 9, 2025

    Panchayat corruption: દેવરિયામાં મૃત વ્યક્તિને મજૂરી મળતી રહી!

    July 9, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.