Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»WORLD»પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતમાંથી એક ઘટના સામે આવી પાકિસ્તાનમાં કેબલ કારમાં છ વિદ્યાર્થી સહિત આઠ લોકો ફસાયા
    WORLD

    પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતમાંથી એક ઘટના સામે આવી પાકિસ્તાનમાં કેબલ કારમાં છ વિદ્યાર્થી સહિત આઠ લોકો ફસાયા

    Shukhabar DeskBy Shukhabar DeskAugust 22, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતમાંથી એક ઘટના સામે આવી રહી છે. જેમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ કેબલ કારમાં અધવચ્ચે જ અટવાઈ ગયા છે. આ કેબલ કારમાં છ વિદ્યાર્થીઓ સહિત ૮ લોકો ફસાયા છે.
    મળતી માહિતી પ્રમાણે પખ્તૂનખ્વામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ કેબલ કારમાં અધવચ્ચે ફસાઇ જતાં તેમને બચાવવા માટે પાકિસ્તાન આર્મીનું હેલિકોપ્ટર તૈનાત કરવામાં આવ્યું હતું પરંતુ પવનના જાેરદાર દબાણને કારણે બીજાે કેબલ તૂટવાનો ભય છે. તેથી તેને પાછુ બોલાવવામાં આવ્યુ છે.

    ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના એક દૂરના પર્વતીય ભાગમાં બાળકો શાળાએ જવા માટે ખીણ પાર કરવી પડે છે અને તે ખીણ પાર કરવા માટે બાળકો કેબલ કારનો ઉપયોગ કરે છે. બાળકો શાળાએ જઇ રહ્યાં હતા ત્યારે એક કેબલ તૂટી ગયો હતો. કેબલ કારમાં ફસાયેલા ગુલફરાઝે પાકિસ્તાનની ટેલિવિઝન ચેનલને ફોન પર કહ્યું કે, “ભગવાનની ખાતર અમારી મદદ કરો.” કારમાં ૮ લોકો છે તે વાતની પુષ્ટિ પણ કરી.

    કેબલ કારમાં ફસાયેલા એક વ્યક્તિએ પાકિસ્તાની ન્યૂઝ ચેનલને જણાવ્યું કે, “અમે હવામાં ફસાયાને લગભગ પાંચ કલાક થઈ ગયા છે. હાલત એટલી ખરાબ છે કે, એક વ્યક્તિ બેહોશ થઈ ગયો છે. એક હેલિકોપ્ટર આવ્યું પણ કોઈ ઓપરેશન કર્યા વિના જ નીકળી ગયું.” આ અકસ્માત સ્થાનિક સમય મુજબ સવારે ૭ઃ૦૦ વાગ્યાની આસપાસ થયો હતો.
    મળતી માહિતી પ્રમાણે કેબલ કાર જમીનથી લગભગ ૧,૦૦૦ થી ૧,૨૦૦ ફૂટ ઉપર અટકી ગયુ છે. આ ઘટનામાં જીજીય્ ઓપરેશનમાં લાગ્યુ છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Donald Trump: ટ્રમ્પના ટેરિફ પર યુએસ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, નાના વ્યવસાયોમાં ચિંતા

    October 24, 2025

    ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ APEC Summit 2025 હાજરી આપશે

    October 24, 2025

    Earthquake: પાકિસ્તાનમાં સતત ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 4.7 ની તીવ્રતા નોંધાઈ

    October 20, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.