વોટ્સએપ તેના યુઝર્સ માટે સતત નવા ફીચર્સ રજૂ કરી રહ્યું છે. તાજેતરમાં કંપનીએ સ્ટેટસ અપડેટ્સને વધુ સુધારવા માટે એક નવી સુવિધાનું પરીક્ષણ શરૂ કર્યું છે. તાજેતરના અહેવાલો અનુસાર, એન્ડ્રોઇડ 2.25.8.3 વોટ્સએપ બીટા અપડેટમાં એક નવું મ્યુઝિક શેરિંગ ફીચર જોવા મળ્યું છે. આ ફીચરની મદદથી, યુઝર્સ સ્પોટિફાઇના ગીતો સીધા તેમના વોટ્સએપ સ્ટેટસ પર તેમના મિત્રો સાથે શેર કરી શકશે. આ ફીચર બિલકુલ ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર મ્યુઝિક શેર કરવાની જેમ કામ કરશે.
X પર શેર કરાયેલા બીટા અપડેટના સ્ક્રીનશોટ અનુસાર, જ્યારે વપરાશકર્તાઓ Spotifyમાંથી કોઈ ગીત શેર કરશે, ત્યારે તેમને તેને WhatsApp સ્ટેટસ પર પોસ્ટ કરવાનો વિકલ્પ મળશે. WhatsApp ગીતનું પ્રીવ્યૂ પણ બનાવશે, જેમાં ગીતનું નામ, કલાકારનું નામ અને આલ્બમ કવર દેખાશે. સ્ટેટસમાં “Play on Spotify” બટન પણ દેખાશે, જેનાથી તમે સીધા Spotify એપમાં ગીત વગાડી શકશો.
પહેલાં WhatsApp પર મ્યૂઝિક શેર કરવા માટે યૂઝરોએ મેન્યુઅલી ગીતનો લિંક કોપી-પેસ્ટ કરવો પડતો હતો, પરંતુ આ નવા અપડેટથી આ પ્રોસેસ વધારે સરળ અને એન્ટરેક્ટિવ બની જશે. આ ફીચર WhatsAppના એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન સાથે પણ સપોર્ટેડ હશે.
WhatsApp પહેલાથી જ તમને મેટાની મ્યુઝિક લાઇબ્રેરીમાંથી તમારા સ્ટેટસમાં ગીતો ઉમેરવાની મંજૂરી આપે છે, અને હવે Spotify ઇન્ટિગ્રેશન આ સુવિધાને વધુ આગળ લઈ જઈ શકે છે. આની મદદથી, વપરાશકર્તાઓ તેમના મૂડ અને પસંદગી અનુસાર તેમના સ્ટેટસ પર ગીતો સરળતાથી શેર કરી શકશે, જેનાથી વોટ્સએપ સ્ટેટસ સેટ કરવાની મજા વધી જશે.