ગુજરાતમાં હાલ ભારેથી અતિભારે વરસાદ તૂટી પડ્યો છે. આ વચ્ચે લોકો મુશ્કેલીમાં મૂકાયા છે. આકાશથી વરસાદ વરસી રહ્યો છે, તો સાથે વીજળી પણ આફત બનીને ત્રાટકી રહી છે. આવામાં સુરતમાં અજીબ ઘટના બની હતી. સુરતમાં મકાનની છત પર રમતા બે બાળકો પર વીજળી પડી હતી. જેમાં એક બાળકનું કરુણ મોત નિપજ્યુ હતું. સુરતના જાેળવા ગામે મકાનની છત પર વીજળી પડી હતી.
જાેળવા ગામની નક્ષત્ર સોસાયટીમાં આ બનાવ બન્યો હતો. જેમાં વીજળી પડતા એક બાળકનું મોત થયુ, તો અન્ય એક બાળક ઇજાગ્રસ્ત બન્યો હતો. બે બાળકો મકાનની છત પર રમી રહ્યા હતા, ત્યારે અચાનક વીજળી પડી હતી. જેમાં ૯ વર્ષના પુખરાજ નેમીચંદ સુથાર પર વીજળી ત્રાટકી હતી. આ બાળકને તબીબોએ મૃત જાહેર કર્યો હતો. તો જસોશા ભૂરારામ સુથાર (ઉંમર ૮ વર્ષ) નામની બાળકી દાઝી જતા તેને સારવાર માટે ખસેડાઈ હતી.