Air India Flight Emergency Landing: થાઇલેન્ડમાં એર ઇન્ડિયાની ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ
Air India Flight Emergency Landing: બોમ્બની ધમકી બાદ એર ઇન્ડિયાની ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું. આ ફ્લાઇટ ફુકેટથી નવી દિલ્હી આવી રહી હતી.
Air India Flight Emergency Landing: થાઇલેન્ડના ફુકેટમાં એર ઇન્ડિયાના વિમાને ઈમર્જન્સી લેન્ડિંગ કરાવવી પડી. આ ફ્લાઇટ ફુકેટથી નવી દિલ્હી આવી રહી હતી, પરંતુ શુક્રવારે બોમ્બની ધમકી મળતા તુરંત ઈમર્જન્સી લેન્ડિંગ કરાવવી પડી. એપ્રિલમાં, અમદાવાદમાં એર ઇન્ડિયાની એક ફ્લાઇટ ક્રેશ થઈ હતી, જેમાં 242માંથી 241 લોકોનું મોત થયું હતું.
રોયટર્સની રિપોર્ટ પ્રમાણે, એર ઇન્ડિયા ફ્લાઇટ AI 379 ફુકેટથી નવી દિલ્હી માટે ઉડી હતી જેમાં 156 મુસાફરો હતા. ફ્લાઇટના ટેકઓફ પછી બોમ્બની ધમકી મળી અને ફ્લાઇટ અન્ડમેન સાગરની આસપાસ ચક્કર લગાવતા પાછી ફરી અને ઈમર્જન્સી લેન્ડિંગ કરી. હાલમાં AOT (એરપોર્ટ ઓથોરિટી ઓફ થાઇલેન્ડ) તરફથી બોમ્બ ધમકીની પુષ્ટિ કરવામાં આવી નથી.
ફુકેટ એરપોર્ટના એક અધિકારીએ જણાવ્યું કે ઈમર્જન્સી લેન્ડિંગ પછી ફ્લાઇટમાંથી મુસાફરોને બહાર કાઢવામાં આવી રહ્યા છે અને બધા સુરક્ષિત છે.
Breaking News : बम की धमकी के बाद थााइलैंड में एअर इंडिया के विमान की इमरजेंसी लैंडिंग@romanaisarkhan | https://t.co/smwhXUROiK@AshishSinghNews #airindia #emergencylanding #bombthreat pic.twitter.com/fiHiNcX4kk
— ABP News (@ABPNews) June 13, 2025